એક રાજા કહે એ સેવક છે,
સેવકો એટલે પ્રશંસક છે !
હું ગયો કંઈક એમાં કહેવા તો,
કોઈ બોલ્યું કે આ તો નાટક છે !
ફિલ્મનો અંત ખૂબ છે સારો,
વચ્ચે-વચ્ચે બધું ભયાનક છે !
એની વાતોમાં આવવાનું નહીં,
એ અહીં કોઈનો સમર્થક છે !
આપણે શાંતિ જોઈએ કેવળ,
ને પડોશી બધા લડાયક છે !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()


ગુજરાત પ્રદેશના સંસ્કૃત સાહિત્યમાં ખાસ કરીને મહાભારતના મર્મોને ખુલ્લા કરી આપનાર શ્રેષ્ઠ વક્તા તરીકે જેમની ગણના થાય તેવા સંસ્કૃતના પ્રકાંડ પંડિત, એક ઉમદા વિવેચક ડૉ. શાન્તિકુમાર પંડ્યાનું તા. ૧૭/૫/૨૦૨૧ના રોજ નિધન થયું છે, જેનાથી સંસ્કૃત જગતમાં ન પુરાય તેવી ખોટ પડી છે. ગુજરાતમાં રચાયેલાં મહાભારત આધારિત રૂપકોના અભ્યાસીઓનો જાણે અસ્ત થઈ ગયો છે.