જ્યારે વિચારોના વંટોળ ઊડે ત્યારે રાત્રિના શાંત અંધકાર વચ્ચે નાનકડી સોનેરી આશાની રજકણ ઝબૂકે ને પછી મન શાંત થઈ જંપે એ ભાવને વ્યક્ત કરતી, શિખરિણી છંદમાં ગૂંથેલ એક રચના ….
ફરે, ઘૂમે, ઊડે, ભીતર મનની ખીણ મહીં એ,
કદી સૂતી જાગે સળવળ થઈ ખૂબ ઝબકે.
વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે
અને ઘેરે શબ્દે નીરવ રજનીના વનવને.
ચડે વંટોળે એ ઘમરઘમ ઘૂમે વમળ શું,
ઊંચે, નીચે થાતું, સઘળું વલવાતું હ્રદયનું.
પછી ધીરે આવે સરવર પરે શાંત જલ થૈ
મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.
મિટાવી ચિન્તાઓ, કરકમલ લેખિની ધરીને,
જગાવી શક્તિ સૌ તનમન શ્વસે પ્રાણ દઈ દે.
કશું ના જાણું હું, કલમ કરતાલે રણકતું,
અહો, કેવી લીલા, કવન કણથી એ શમવતું.
e.mail : ddhruva1948@yahoo.com
 


 સિંધુ ખીણની સભ્યતા અને હિન્દુ ધર્મનો પ્રાદુર્ભાવ હજારો વર્ષ પુરાણાં. બીજી સભ્યતાઓ ઉદ્ભવી, વિકસી અને લુપ્ત થઇ, પણ ભારતીય સભ્યતા રેતીમાં પણ પગલાં મૂકતી આવી અને હજુ કોઈને કોઈ સ્વરૂપમાં ટકી રહી છે. કારણ? તેનું સર્વસમાવેશીપણું. તેની બદલાતાં વહેણ સાથે વહેવાની ક્ષમતા. જંબુદ્વિપ તરીકે ઓળખાતા ટાપુ અને ત્યાર બાદ હિન્દુસ્તાનની ઓળખ પામનાર વિશાળ ભૂ ખંડમાં સમય સમયે પૃથ્વીના ચારે ખૂણેથી અનેક જાતિઓ આવીને વસી, જે પોતાની ભાષા, પોશાક, ખોરાક અને પોતપોતાની અલગ અલગ ધાર્મિક ભાવનાઓ લઈને આવ્યા. આર્ય જાતિથી માંડીને સદીઓ પર્યંત આવેલ વિદેશીઓ શરૂમાં રાજ્ય વિસ્તાર કરવાના હેતુસર લડાઈ કરતા, પરંતુ પરાભવ પામીને સ્વદેશ પરત થતા હોય તો પણ મૂળ વતનીઓ પાસેથી તેમનું જ્ઞાન, વ્યાપારી કુશળતા અને અન્ય અનેક સાંસ્કૃતિક ખૂબીઓ શીખીને જતા. વિજયી બનતી પ્રજા અને તેના રાજાઓ આક્રમણનો તબક્કો પૂરો થતાં આ ધરતીના અમી ધરાઈને પી લઈને તેના જ સંતાનો બની જતાં. બે સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને ધર્મોના મિલનથી એક અનોખી એવી સદા પરિવર્તનશીલ હિન્દુ સંસ્કૃતિ નિર્માણ થતી આવી છે. આ છે આપણો સમન્વયકારી વારસો. એટલે ભારતની સભ્યતા દીર્ઘાયુ બની. પરંતુ છેલ્લા ત્રણેક દાયકાઓથી જાણે ભારતની શિકલ ધીરે ધીરે પણ ચોક્કસ પણે માનવતાથી અવળી દિશામાં ગતિ કરી રહી છે.
સિંધુ ખીણની સભ્યતા અને હિન્દુ ધર્મનો પ્રાદુર્ભાવ હજારો વર્ષ પુરાણાં. બીજી સભ્યતાઓ ઉદ્ભવી, વિકસી અને લુપ્ત થઇ, પણ ભારતીય સભ્યતા રેતીમાં પણ પગલાં મૂકતી આવી અને હજુ કોઈને કોઈ સ્વરૂપમાં ટકી રહી છે. કારણ? તેનું સર્વસમાવેશીપણું. તેની બદલાતાં વહેણ સાથે વહેવાની ક્ષમતા. જંબુદ્વિપ તરીકે ઓળખાતા ટાપુ અને ત્યાર બાદ હિન્દુસ્તાનની ઓળખ પામનાર વિશાળ ભૂ ખંડમાં સમય સમયે પૃથ્વીના ચારે ખૂણેથી અનેક જાતિઓ આવીને વસી, જે પોતાની ભાષા, પોશાક, ખોરાક અને પોતપોતાની અલગ અલગ ધાર્મિક ભાવનાઓ લઈને આવ્યા. આર્ય જાતિથી માંડીને સદીઓ પર્યંત આવેલ વિદેશીઓ શરૂમાં રાજ્ય વિસ્તાર કરવાના હેતુસર લડાઈ કરતા, પરંતુ પરાભવ પામીને સ્વદેશ પરત થતા હોય તો પણ મૂળ વતનીઓ પાસેથી તેમનું જ્ઞાન, વ્યાપારી કુશળતા અને અન્ય અનેક સાંસ્કૃતિક ખૂબીઓ શીખીને જતા. વિજયી બનતી પ્રજા અને તેના રાજાઓ આક્રમણનો તબક્કો પૂરો થતાં આ ધરતીના અમી ધરાઈને પી લઈને તેના જ સંતાનો બની જતાં. બે સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને ધર્મોના મિલનથી એક અનોખી એવી સદા પરિવર્તનશીલ હિન્દુ સંસ્કૃતિ નિર્માણ થતી આવી છે. આ છે આપણો સમન્વયકારી વારસો. એટલે ભારતની સભ્યતા દીર્ઘાયુ બની. પરંતુ છેલ્લા ત્રણેક દાયકાઓથી જાણે ભારતની શિકલ ધીરે ધીરે પણ ચોક્કસ પણે માનવતાથી અવળી દિશામાં ગતિ કરી રહી છે. ગુજરાતી રંગભૂમિનાં દોઢસો વર્ષની સંધ્યાએ રંગભૂમિનો એક પ્રજ્વલિત પ્રકાશ કોરોનાની મહામારીમાં બુઝાઈ ગયો. તા. ૧૫મી મે, ૨૦૨૦ની સવારે દસ વાગ્યાની આસપાસ સમાચાર વહેતા થયા કે કોરોના સામેની લડાઈમાં વૅન્ટિલેટર, ઑક્સિજન રેમડેસિવિર ઇંજેક્શન તથા અનેક દવાઓના શસ્ત્રસંરજામ સાથે ડૉક્ટરોની નિગરાનીમાં ભરતભાઈ હારી ગયા.
ગુજરાતી રંગભૂમિનાં દોઢસો વર્ષની સંધ્યાએ રંગભૂમિનો એક પ્રજ્વલિત પ્રકાશ કોરોનાની મહામારીમાં બુઝાઈ ગયો. તા. ૧૫મી મે, ૨૦૨૦ની સવારે દસ વાગ્યાની આસપાસ સમાચાર વહેતા થયા કે કોરોના સામેની લડાઈમાં વૅન્ટિલેટર, ઑક્સિજન રેમડેસિવિર ઇંજેક્શન તથા અનેક દવાઓના શસ્ત્રસંરજામ સાથે ડૉક્ટરોની નિગરાનીમાં ભરતભાઈ હારી ગયા. નવાજ્યું હતું. કલાકારો પાસે એક નવી જ શૈલીમાં જે અભિનય કરાવ્યો તે અને મંચસજ્જા અભૂતપૂર્વ હતાં. નાટકનું જીવંત પાશ્ચાત્ય સંગીત બહુ મોટું જમાપાસું હતું. દિગ્દર્શનની આગવી સૂઝ અને કૃતિની પસંદગીમાં ભરતભાઈનો જોટો જડે. આ નાટકની રજૂઆત થકી અમદાવાદમાં પહેલા નાટકથી જ એમની એક આગવી ઓળખ ઊભી થઈ.
નવાજ્યું હતું. કલાકારો પાસે એક નવી જ શૈલીમાં જે અભિનય કરાવ્યો તે અને મંચસજ્જા અભૂતપૂર્વ હતાં. નાટકનું જીવંત પાશ્ચાત્ય સંગીત બહુ મોટું જમાપાસું હતું. દિગ્દર્શનની આગવી સૂઝ અને કૃતિની પસંદગીમાં ભરતભાઈનો જોટો જડે. આ નાટકની રજૂઆત થકી અમદાવાદમાં પહેલા નાટકથી જ એમની એક આગવી ઓળખ ઊભી થઈ.