કોરોનાએ સરજેલી જીવનપીડા બેજોડ છે. ઘરના એકાન્તમાં —
* સ્વજનના મૉતથી એકલાં પડી ગયેલાં કેટલાં ય એક અનોખી એકલતા સહી રહ્યાં છે.
* પ્રિયજનના વિરહથી એકલાં પડી ગયેલાં કેટલાં ય એક વિચિત્ર એકલતા સહી રહ્યાં છે. ચોપાસ દુ:ખદર્દ છે. કોઈ ઇલાજ હાથવગો નથી.
ત્યારે મને જર્મન કવિ રિલ્કેના આ શબ્દો પાસે જવાનું ગમે છે :
“તારા એકાન્તને ભેટ ને એને વ્હાલ કર.
એથી જનમતા દર્દને વેઠી લે.
ને ગાઈ જો એની જોડે જોશમાં.
કેમ કે તારી નજદીક હતાં તે હવે દૂર છે … ”
— રિલ્કે
(September 20, 2020: Ahmedabad)

![]()



આપણા સાહિત્યકાર કનૈયાલાલ મુનશી બહુ મોટા વકીલ પણ હતા એ તો તમે જાણતા જ હશો. છ દાયકા પહેલાં એક ઉદ્યોગપતિનો તેમને પત્ર આવ્યો કે તેઓ એક બાબતમાં નીચલી અદાલતમાં હારી ગયા છે, અને તેઓ ઈચ્છે છે કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવે. જો સીધી સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવે તો સમય બચે અને સરકાર પાસેથી વળતર મેળવી શકે. કહેવાની જરૂર નથી કે એ ઉદ્યોગપતિ કનૈયાલાલ મુનશીને વકીલ તરીકે રોકવા માગતા હતા. મુનશીએ તેમને જવાબ આપ્યો કે તેમની અપીલ સર્વોચ્ચ અદાલતમાં દાખલ ન થઈ શકે. નીચલી અદાલતોની લાઈન તોડીને સીધા સર્વોચ્ચ અદાલતમાં જવું હોય તો બંધારણની કોઈક જોગવાઈના કરવામાં આવેલા ભંગને લગતો કોઈ મુદ્દો હોવો જોઈએ અને તમારા કેસમાં એવું નથી.
આપણે છેલ્લા કેટલાક વખતી ડ્રગ્ઝ, રૅવ પાર્ટીઝ અને ડ્રગ કાર્ટેલ જેવા શબ્દો સતત સાંભળીએ છીએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્ઝનું બહુ ચલણ છે, એ તો બધું સામાન્ય છે અને વીડ-ગાંજો-મારિઆનાથી માંડીને કોકેઇન, હેરોઇન જેવા કેટલા ય શબ્દો આપણા કાને અથડાય છે. આ તો એક અપમૃત્યુને પગલે ચલણમાં આવી ગયેલા શબ્દો છે, અને તમામ માણસ પોતે બધું જ જાણે છે, એ રીતે ડ્રગ ટ્રાફિકિંગને મામલે પણ એક્સપર્ટ બની ગયો છે. પણ તમે જાણો છો કે કેટલાક અર્થશાસ્ત્રીઓને મતે હાલના અર્થતંત્રના મૉડલ માટે ગેરકાયદે ડ્રગ્ઝનો વ્યાપાર એક પાયારૂપ બાબત છે? ડ્રગ વૉર પણ એટલું જ કટ્ટર છે, અને તે ડ્રગ્ઝનો ખાત્મો બોલાવવા નહીં, પણ વ્યાપાર વ્યવસ્થિત ચાલે તે માટે થતું વૉર છે.
હવે બીજા બધા ડ્રગ્ઝને બાજુમાં મૂકીને જે વીડ-ગાંજા કે મારિઆનાની સતત વાત થાય છે એની ચર્ચા કરીએ. કેનબિઝ ઇન્ડિકા નામના ભાંગના છોડમાંથી ચરસ-ગાંજો-ભાંગ વગેરે બને છે. આ છોડ બિચારો નશીલો નથી, પણ તેની પર પ્રકાશ પડે એટલે તેમાંથી ટેટ્રાહાલ્કેનાબિનોલ નામનો નશીલો પદાર્થ બને છે. આ જ છોડનાં સૂકાં પાનને ઉકાળીને ભાંગ બને છે. આ છોડનાં પીળાં ફૂલમાં પાનના ગુચ્છા જેવી કળીઓ થાય છે, અને આ ફૂલમાંથી મારિઆના એટલે કે ગાંજો બને છે જે ‘ફુંકવા’નો હોય છે, અને છોડની ડાળી અને પાનમાંથી રેઝિન્સ બને ત્યારે તેમાંથી બને છે ચરસ અથવા હશીશ જે પણ હુક્કા કે પાઇપથી જ ઉપયોગમાં લેવાય છે.