એક વૃદ્ધ
જેલના સળિયા પાછળ સબડે છે બે વરસથી!
એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં,
વારંવાર ન્યાયની અદાલત (!) દ્વારા જામીન નામંજૂર!
 
એક બીમાર વૃદ્ધ સરકારી હૉસ્પિટલની પથારીમાં 
પૂરતી સારવાર વિના પીડાથી અકળવિકળ અવસ્થામાં પારાવાર દુઃખ અનુભવતાં
પોતાની સ્મૃતિ ખોઈ બેઠો છે એંસી વરસની વયે,
ઘરપરિવારથી દૂર, ઘણો ઘણો દૂર 
કદાચ હવે ક્યારે ય એ પોતાના ઘરનું આંગણું
જોઈ શકશે નહીં.
એ વૃદ્ધ હવે ક્યારે ય કવિતા લખી શકશે નહીં
ક્યારે ય સત્ય ઉચ્ચારી શકશે નહીં
ક્યારે ય પ્રવચન કરી શકશે નહીં
અને ક્યારે ય પોતે ડગ ભરી શકશે નહીં
કોરોનાની મહામારી વચ્ચે ડરી ગયેલી સરકાર
એક બીમાર વૃદ્ધથી
કેમ આટલો બધો અજંપો અનુભવે છે?
એની કવિતાથી તો ખરી
પણ એની અસ્ખલિત દલીલોથી
જામીન મંજૂર કરતી વખતે થરથરી ઊઠે છે
અદાલત અને સરકાર પણ!
સાબિતી મળે છે એ વાતની કે અંધારું
આજે પણ ડરે છે પ્રકાશનાં એકાદ-બે મામૂલી કિરણોથી!
રંગીન ડૂચા અને લાકડાની પટ્ટીઓથી
શણગારેલા રાવણને પણ ખબર છે
પોતાની શક્તિઓ કેટલી પોકળ છે!
તો ય એટલું તો એ સમજે છે કે
કલમ આખરે તો  અતિ સમર્થ છે, શક્તિશાળી છે 
આજે પણ
સત્તાના સૂત્રોને ઝુકાવવા માટે,
કથિત મહાયોદ્ધાને પરાજિત કરવા માટે! 
વિચાર કોઈ પણ પરિસ્થિતિમાં
ના તો મરે છે કે ના તો ડરે છે.
વ્યક્તિ વૃદ્ધ થઈ શકે,
પણ વિચાર ક્યારે ય વૃદ્ધ થઈ શકે નહીં
અને સલામતીનાં વિધવિધ શસ્ત્રો વચ્ચે ઘેરાયેલો
સત્તાધીશ ભયમુક્ત રહી શકતો નથી-થઈ શકતો નથી.
અને શબ્દની શક્તિ સત્તાથી હંમેશાં બળવત્તર
હોય છે ઘણી ઘણી ઘણી ઘણી …….!
હિંદી અનુવાદઃ હુબનાથ પાંડે
ગુજરાતી અનુવાદઃ રમણ વાઘેલા
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 24 ઑગસ્ટ 2020; પૃ. 16
https://www.youtube.com/watch?v=TganCJR5NRg
 


 ભગવાન બુદ્ધનો અને તેમનો ધર્મ ફેલાવનાર સમ્રાટ અશોકનો સંદેશ વર્ષો બાદ (લોકો તેમને અછૂત-અપવિત્ર ગણે તો પણ) દલિતોના દિલોદિમાગમાં સચવાઈ રહ્યો હશે, એવું એટલા માટે જણાય છે કે ઉત્તર પ્રદેશના સારનાથથી આશરે ૭૧ કિલોમીટરના અંતરે આવેલા બાંસગાંવનાં એક દલિત દંપતીએ ૪૨ વર્ષ પૂર્વે પોતાની કૂખે અવતરેલા બાળકનું નામ પાડ્યુ ‘સત્યમેવ જયતે’. જવલ્લે જ જોવા-જાણવા મળે તેવું નામ. આજે પણ ૩૦ વ્યક્તિનું આ કુટુંબ એક ચૂલે જમે છે. એ કુટુંબના અન્ય એક 32 વર્ષીય અને કલકત્તાની 'આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા'માં નોકરી કરતા પિતરાઈનું નામ અમેરિકાના સ્વાતંત્ર્ય જનકના નામ પરથી 'લિંકન' રાખવામાં આવ્યું હતું.
ભગવાન બુદ્ધનો અને તેમનો ધર્મ ફેલાવનાર સમ્રાટ અશોકનો સંદેશ વર્ષો બાદ (લોકો તેમને અછૂત-અપવિત્ર ગણે તો પણ) દલિતોના દિલોદિમાગમાં સચવાઈ રહ્યો હશે, એવું એટલા માટે જણાય છે કે ઉત્તર પ્રદેશના સારનાથથી આશરે ૭૧ કિલોમીટરના અંતરે આવેલા બાંસગાંવનાં એક દલિત દંપતીએ ૪૨ વર્ષ પૂર્વે પોતાની કૂખે અવતરેલા બાળકનું નામ પાડ્યુ ‘સત્યમેવ જયતે’. જવલ્લે જ જોવા-જાણવા મળે તેવું નામ. આજે પણ ૩૦ વ્યક્તિનું આ કુટુંબ એક ચૂલે જમે છે. એ કુટુંબના અન્ય એક 32 વર્ષીય અને કલકત્તાની 'આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા'માં નોકરી કરતા પિતરાઈનું નામ અમેરિકાના સ્વાતંત્ર્ય જનકના નામ પરથી 'લિંકન' રાખવામાં આવ્યું હતું. “એ ય …. સાબદા રહેજો …. એ ય … સાબદા રહેજો! ઓલા ભાણા પટેલની ભાણી આવે." − આવો ગરબો કાઠિયાવાડમાં બહુ સાંભળવા મળતો. તો આજે એવાં ભાણીબાની કથા કરવાની છે. ભાણીબાનું હુલામણું નામ બિનકુ છે અને પાસપોર્ટમાં લખાય તેવું નામ અમી છે, પણ આ નામથી આમ જનતા અજાણ છે.
“એ ય …. સાબદા રહેજો …. એ ય … સાબદા રહેજો! ઓલા ભાણા પટેલની ભાણી આવે." − આવો ગરબો કાઠિયાવાડમાં બહુ સાંભળવા મળતો. તો આજે એવાં ભાણીબાની કથા કરવાની છે. ભાણીબાનું હુલામણું નામ બિનકુ છે અને પાસપોર્ટમાં લખાય તેવું નામ અમી છે, પણ આ નામથી આમ જનતા અજાણ છે.