રાજુ સોલંકીના હાઇડ્રોક્સિ-ક્લોરોક્વિન વિશેના લખાણ(નિરીક્ષક, ૧૨-૦૪-૨૦)માં આપેલી પત્રની લિન્ક વિશે કોઈ પત્રકારે વિગતવાર છણાવટ કરવી જોઈએ. તેમાં અમેરિકાના આરોગ્યખાતાએ ભારતની ‘ઈપ્કા’ ફાર્મસી કંપનીની ત્રુટિઓનો ચિતાર આપેલો છે. મને ચિંતા એ છે કે ભારતમાં આવી તો કેટલીયે ફાર્મસી કંપનીઓ પોતપોતાની લેબોરેટરીમાં ડેટા બદલતી હશે અને એને ઓકે કરીને લાંચિયા સાહેબો ખિસ્સાં તરબતર કરતા હશે. એમાં સામાન્ય લોકોના આરોગ્યનું શું?
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 14 ઍપ્રિલ 2020
![]()


એક મહિના પહેલાં માર્ચ ૧૫, રવિવારે, હું અને મારો જીવનસાથી (ટૂંકમાં જી) અમારાં મુંબઈના અને અમારાં સહજીવનના નવા પહેલવહેલા ઘરમાં પ્રવેશ્યાં. અમારાં લગ્ન ફેબ્રુઆરી ૧, ૨૦૨૦ના રોજ વતન અમદાવાદમાં થયાં હતાં. મુંબઈમાં અમારું છે તો ભાડાનું ઘર, પણ અમારી કલ્પનામાં હતું તેવું એ ઘર છે. સરસ હવાઉજાસ, પૂરતી મોકળાશ અને સીધુંસાદું છતાં પોતીકું લાગે તેવું એ ઘર છે. છેલ્લા થોડા દિવસોથી અમે એક મિત્રના મુંબઈના ઘરમાં રહેતાં હતાં અને અમારો સંસાર સુટકેસોમાં સમેટાયેલી ચીજોથી ચાલતો હતો. એટલે, સ્વાભાવિક છે કે અમારા પોતાનાં ઘરમાં પગ મૂકતાંવેંત અમે સાતમા આસમાને હતાં.

