તાળાં સઘળાં ઉઘડી જાશે? શું લાગે છે?
પાંખો પાછી ફફડાવશે? શું લાગે છે?
અંધારાના જંગલની વચ્ચે એકાદું,
સૂરજનું કિરણ ફેલાશે? શું લાગે છે?
કાલ સવારે પંખીના મીઠા કલરવથી,
કોલાહલને હંફાવશે? શું લાગે છે?
પીડાઓના પહાડ બધા આ પગલું દાબી,
પડછાયા થઈને લંબાશે? શું લાગે છે?
યંત્રોમાં અટવાતી ને અથડાતી આંખે,
પુસ્તકનું પાનું  વંચાશે? શું લાગે છે?
ધરતીનો છેડો ઘર છે એ કહેવત પણ,
આખીને આખી ભૂંસાશે? શું લાગે છે?
કોઈ અગોચર એવું સૌને નાચ નચાવે,
સત્ય સનાતન એ સમજાશે? શું લાગે છે?
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 16 ઍપ્રિલ 2020
 ![]()


આ મુશ્કેલ સમયમાં, આવા સવાલો પરત્વે મને હૅમિન્ગ્વે અને એમની નવલકથા ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ અને એ નવલકથાનો ખુદ્દાર બૂઢો જન – ઓલ્ડ મૅન – સાન્તિયાગો ને એણે ખેલેલો સાગર સાથેનો ખૂંખાર જંગ બહુ યાદ આવે છે. અને એ સમગ્રના સંદર્ભે લખાયેલું આ જગપ્રસિદ્ધ વાક્ય યાદ આવે છે : એ મૅન કૅન બી ડિસ્ટ્રોઇડ બટ નૉટ ડીફીટેડ – માણસનો નાશ કરી શકાય છે પણ એને હરાવી શકાતો નથી.
તેમને કેમ કહેવું કે દેશહિતના નામે ધરાર કોમવાદ અને જૂઠાણાં ફેલાવવાનો તમારો ધંધો બેરોકટોક જ નહીં, શીળી છાયામાં ચાલે છે, એ જ મોટું કાવતરું નથી? મુખ્ય મંત્રીના મંત્રીપુત્ર આદિત્ય ઠાકરેએ પણ રાજકીય દંગલમાં ઝંપલાવીને, કેન્દ્ર સરકારના પ્રચારકોને વધારે ઝેરી બનાવ્યા. સાયબર સેલના આસુરી સૈન્યની મદદથી સરકારી નિર્ણયોને લોકમતની વૈતરણી પાર કરાવવાનું સામાન્ય હોય, ત્યાં ‘ફિલ્મી પી.આર. એજન્સીના પ્રતાપે ઉદ્ધવ ઠાકરેનાં વખાણ થાય છે’—એવો આરોપ બેશરમીનો વધુ એક નમૂનો હતો.