કહે છે કે દિલ્હી કેટલી ય વખત ઉજ્જડ કરવામાં આવી અને કેટલી ય વખત ફરીથી વસાવવામાં આવી. દિલ્હીના મશહુર ગઝલકાર ગાલીબના સમકાલીન શાયર મીર તકી મીરને દિલ્હીથી ખૂબ પ્યાર હતો, પણ નાદિરશાહ અને અહેમદ શાહ અબ્દાલીના હાથે ઉજ્જડ થયેલી દિલ્હીમાંથી હિજરત કરીને લખનૌ જતો રહ્યો હતો. ત્યાં આ પરદેશીને જોઇને કોઈકે તેનો અત્તોપત્તો પૂછ્યો, તો મીરે કહ્યું,
દિલ્હી જો એક શહર થા આલમમેં ઈન્તિખાબ
રહતે થે મુંતખાબ હી જહાં રોજગાર કે
ઉસ કો ફલકને લૂંટ કે બરબાદ કર દિયા
હમ રહને વાલે હૈ ઉસી ઉજડે દયાર કે
અર્થાત્, દુનિયામાં એક ચુનંદું (ઈન્તિખાબ) શહેર દિલ્હી હતું, જ્યાં સંસાર(રોજગાર)ના ચુનંદા લોકો (મુંતખાબ) રહેતા હતા. તેને તખ્તા(ફલક)એ લૂંટીને બરબાદ કરી નાખ્યું, હું તે ઉજ્જડ પ્રદેશ(દયાર)નો રહેવાસી છું.
૨૦૦ વર્ષ પછી, ભારત-પાકિસ્તાનના વિભાજન પછી દિલ્હીમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં, ત્યારે મહાત્મા ગાંધી ૬ દિવસના ઉપવાસ પર ઊતરી ગયા હતા. ઉપવાસના પહેલા દિવસ પછી, તેમની ડાયરીમાં ૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ના પાના પર મહાત્મા લખે છે, “હું આ ઉપવાસ માટે કોઈ કોમને દોષ દેતો નથી. હું માનું છું કે જો હિંદુઓ અને શીખો મુસ્લિમોને દિલ્હીમાંથી તગેડી મુકવા માટે મચ્યા હોય, તો તેઓ ભારત અને ખુદના ધર્મનું અહિત કરી રહ્યા છે. મને આની પીડા છે. દિલ્હી જો ખરેખર શાંત થઇ જાય, તો હું ઉપવાસ છોડીશ. દિલ્હી દેશની રાજધાની છે. દિલ્હીનું પતન ભારત અને પાકિસ્તાનનું પતન કહેવાશે. હું દિલ્હીને મુસ્લિમો માટે સલામત જોવા ઈચ્છું છું. અસલી શાંતિ સ્થપાતાં વાર લાગે, તો ય વાંધો નહીં. એક દિવસ લાગે કે એક મહિનો, પણ હું અધવચ્ચે ઉપવાસ નહીં છોડું. મારું જીવન બચાવવું, એ ઉદેશ્ય ના હોવો જોઈએ. ઉદેશ્ય ભારત અને તેના સન્માનને બચાવવાનો હોવો જોઈએ. મારે યાદ નથી કરાવવી, પણ તાજેતરની ઘટનાઓની જેમ, ભારતનું નીચાજોણું નહીં થાય, ત્યારે જ હું ખુશ થઈશ અને ગૌરવ અનુભવીશ.”

બે અલગ-અલગ કાલખંડમાં, બે અલગ-અલગ સંદર્ભોમાં દિલ્હી ઉજ્જડ થઇ હતી, પણ બે માણસોનીઓ પીડા એક સરખી હતી. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ૭૨ કલાક માટે દિલ્હી આવી જ રીતે ઘાયલ થઇ, ત્યારે દિલ્હી વતીથી રડવા માટે ન તો કોઈ મીર હતો, ન કોઈ મહાત્મા. ૭૨ કલાકનાં ખોફનાક કોમી દાવાનળમાં ૪૨ લોકોનાં મોત, લાખો રૂપિયાના નુકસાન અને અનેક જિંદગીઓની તબાહી પછી એક જ સવાલ સૌના મોઢે હતો; ના પોલીસ કે ના નેતા, ઇશાન દિલ્હીના ગરીબ, લાચાર અને નિર્દોષ લોકોને બચવવા માટે ૭૨ કલાક સુધી કોઈ કેમ ના આવ્યું?
ભોળા લોકો (ટી.વી. ચેનલો અને નેતાઓએ મગજમાં ફીટ કરેલો) એવો જવાબ આપે છે કે પોલીસ અને સરકાર અમેરિકન રાષ્ટ્રપતિની સરભરામાં વ્યસ્ત હતી, તેનો તોફાનીઓએ ફાયદો ઉઠાવ્યો હતો. આ એક પ્રકારનું બચવાનામું છે. દિલ્હી ભારતની રાજધાની છે, દીવ-દમણ નથી. તેની પોલીસ દીવ-દમણની પોલીસ કરતાં હજાર ઘણી સક્ષમ છે. દિલ્હીની પોલીસ ૨૧મી સદીની છે. જેના આવતાં અને જતાં પહેલાં અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમનો વિસ્તાર તાળાબંધીમાં આવી જાય, તે અમેરિકન રાષ્ટ્રપતિ દિલ્હીમાં હોય, ત્યારે આખી ઇશાન દિલ્હી ત્રણ દિવસ સુધી ભડકે બળે, તે વાત જ કેટલી અજીબ છે.
જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. ઈચ્છા શક્તિનો સવાલ છે. મહાત્મા ગાંધી તો પોલીસ પણ ન હતા, અને આજના નેતાઓની જેમ કમાન્ડોના ઘેરામાં ફરતા ન હતા, છતાં ઈચ્છાશક્તિથી પ્રેરાઈને જ તેમણે એ જ દિલ્હીમાં તોફાનો રોકવાનું બીડું ઉઠાવ્યું હતું, અને એમાં સફળ નીવડ્યા હતા. ભારતમાં આજે કોઈપણ બીમારી આવે છે, ત્યારે આપણે ‘સબ મર્જ કી એક દવા’ ગાંધી તરફ નજર નાખીએ છીએ (ઇશાન દિલ્હીનાં તોફાનો જોઇને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેર્રસે કહ્યું પણ ખરું કે મહાત્મા ગાંધીના સાહસને આજે જ ખરી જરૂર છે), તે કોઈ ઔપચારિકતા નહીં, પણ આપણી કમનસીબી છે, કારણ કે આપણી આજે કોઈ એવું સક્ષમ વ્યક્તિત્વ નથી, જે ઈલાજ કરી શકે.
ઈતિહાસકાર રામચન્દ્ર ગુહાએ ગાંધીજીના એ મહાન ઉપવાસનું બયાન આપ્યું છે.
બંગાળમાં કલકત્તાનાં તોફાનો ખાળીને ગાંધીજી ૭મી સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા હતા. એ દિલ્હીને સારી રીતે જાણતા હતા. દિલ્હીમાં વિભાજનના જખમ લોહિયાળ ના બને, તે માટે દિલ્હીમાં રહેવું જરૂરી હતું. સરદાર પટેલ તેમને સ્ટેશન પર લેવા ગયા હતા. દિલ્હી શરણાર્થીઓથી ઉભરાતું હતું, અને સરદાર એ ભીડ સામે એકલા પડી રહ્યા હતા. ભીડ પાસે હથિયારો હતાં, અને પલીતી ચંપાયેલો હતો. ગાંધી સાથે ના તો શ્યામા પ્રસાદ મુખર્જી હતા, જેનો અવાજ ઉગ્ર હિંદુઓ સાંભળે કે તો સોહરાવાર્દી જેવો મુસ્લિમ નેતા હતો. કૉન્ગ્રેસના નેતાઓ નવા દેશની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં વ્યસ્ત હતા.
ગાંધી તેમની પ્રાથના સભાઓમાં શાંતિ માટે અપીલ કરતા હતા, અને દેશમાં તોફાનોથી ભાગીને દિલ્હી આવેલા શરણાર્થીઓ ‘ગાંધી મુર્દાબાદ’ના નારા લગાવતા હતા. આખા દેશમાંથી લોહિયાળ તોફાનોના સમાચાર આવતા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે ૫૫ કરોડ રૂપિયાનો વિવાદ ઘેરો બનતો હતો. દિલ્હીને ઉજ્જડ થઇ બચાવવી જરૂરી હતી. જાન્યુઆરી મહિનામાં, પાકિસ્તાનના ગુજરાત શહેરના સ્ટેશન પર ફ્રન્ટીયર મેલમાં હિંદુ-શીખ પ્રવાસીઓને શાક-ભાજીની જેમ કાપી નાખવામાં આવ્યા. મહાત્મા વ્યથિત થઇ ગયા. ૭૮ વર્ષના મહાત્મા તેમના જ આઝાદ દેશ સામે શું અંદોલન કરે? ૧૨૫ વર્ષ જીવવાની તેમની ઈચ્છા મરી પરવારી હતી.
૧૨ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ મહાત્માએ આમરણ ઉપવાસની જાહેરાત કરી. આઝાદ ભારતમાં મહાત્માના એ પહેલા ઉપવાસ હતા. બિરલા હાઉસ બહાર શીખ શરણાર્થીઓની ભીડે કહ્યું, “ખૂનનો બદલો ખૂનથી … ગાંધીને મરવા દો.” આ સાંભળીને નહેરુ ચિલ્લાયા, “કોણ બોલ્યું આ? પહેલાં મારી લાશ પાડો.” ઉપવાસના બીજા દિવસે ગાંધીજીએ કહ્યું, “જો હિંદુઓનો સંહાર નહીં અટકે, તો દસ ગાંધી ભેગા થઈને પણ મુસ્લિમોને બચાવી નહીં શકે.” ત્રીજા દિવસે પાકિસ્તાનને ૫૫ કરોડ આપવાનો નિર્ણય લેવાયો. ચોથા દિવસે સરકારના પ્રધાનોએ શરણાર્થીઓ માટે તેમના નિવાસ્થાનોના દરવાજા ખોલી નાખ્યા.
મહાત્માની તબિયત હવે બગડતી હતી. કીડની ગડબડ કરતી હતી. પાંચમાં દિવસે, તમામ ધર્મોના લોકોએ દિલ્હીમાં દુકાનો બંધ રાખી. છઠ્ઠા દિવસે, ‘બાપુ ના ખાય, તો અમે પણ નહીં ખાઈએ’ કહીને હોટેલો, ઢાબાઓ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓએ પીરસવાનું બંધ કર્યું. શરણાર્થી છાવણીઓમાંથી મહાત્મા પાસે લેખિત સંદેશા આવ્યા. બે લાખ લોકોએ શાંતિ-કરાર કર્યો, જેમાં લખ્યું હતું, “અમે હિંદુ, શીખ, ઈસાઈ અને અન્ય નાગરિકો જાહેર કરીએ છીએ કે ભારતના મુસ્લિમ નાગરિકો અમારી જેમ જ દિલ્હીમાં શાંતિ, સુરક્ષા અને સન્માનથી રહેવા માટે મુક્ત છે.”
મહાત્માએ ઉપવાસ છોડવાનો નિર્ણય કરીને કહ્યું, “જો દિલ્હી સ્વસ્થ થઇ જાય, તો હું પાકિસ્તાન જઈશ.” ૧૮મી તારીખે, હિદુ, મુસ્લિમ અને શીખ નેતાઓ રાજેન્દ્ર પ્રસાદના ઘરે ભેગા થયા અને ગાંધીજીની શરતો માન્ય રાખી. રૂમમાં ‘ગાંધીજી કી જય’નો નારો ગુંજ્યો, નહેરુના ચહેરા પર સ્મિત આવ્યું. બહાર, દિલ્હીમાં ખુશી ફેલાઈ ગઈ. દિલ્હીને કોમી પાગલપનમાંથી બચવવાના મહાત્માનો પ્રયાસ સફળ થયો હતો. વરસતા વરસાદમાં હજારો લોકો બિરલા હાઉસ પર ભેગા થઇ ગયા.
૧૯૧૩થી શરૂ કરીને મહાત્માનો આ ૧૭મો ઉપવાસ હતો. ૧૬મી તારીખે મહાત્માએ તેમના એક અનુયાયીને લખ્યું હતું કે આ તેમનો ‘મહાન ઉપવાસ’ હતો. એ છેલ્લો પણ ઉપવાસ હતો. ૩૦મી જાન્યુઆરીએ, શાંતિના આ ઉપાસકનું, એ જ દિલ્હીમાં હિંસક મોત થઇ ગયું. મહાત્માએ મીર તકી મીરના દિલ્હીને ફરી એકવાર ઉજ્જડ થતી બચાવી હતી. આ ૨૦૦ વર્ષ જૂની વાત નથી. ૧૯૪૮ની વાત છે. સમજી શકાય, તેટલી નજીકની વાત છે. જો સમજવું હોય તો.
પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 માર્ચ 2020
 
 'ફેરફાર’, ‘28 પ્રેમકાવ્યો' અને હવે ત્રીજા વર્ષે 'માટી’ આપીને ઉમેશ સોલંકીએ નવો ચીલો ચાતરવાનું વલણ દાખવ્યું છે, સાવ સ્વાભાવિક રીતે.
'ફેરફાર’, ‘28 પ્રેમકાવ્યો' અને હવે ત્રીજા વર્ષે 'માટી’ આપીને ઉમેશ સોલંકીએ નવો ચીલો ચાતરવાનું વલણ દાખવ્યું છે, સાવ સ્વાભાવિક રીતે. ના, જી. એ જમાનામાં આંતરરાષ્ટ્રીય નારી દિવસનો તો કોઈને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. કારણ નારીવાદનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું. છતાં મુંબઈના પારસીઓએ ૧૮૫૭માં એક પહેલ કરી હતી. આવું કામ કરનારા તેઓ માત્ર મુંબઈમાં જ પહેલા નહોતા, માત્ર ગુજરાતી ભાષામાં જ પહેલા નહોતા, પણ આખા હિન્દુસ્તાન દેશમાં અને તેની બધી ભાષાઓમાં પહેલા હતા. ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે આપણા દેશની બધી જ ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું માસિક પ્રગટ થયું. અને એ પ્રગટ થયું હતું આપણી ગુજરાતી ભાષામાં, અને આપણા મુંબઈથી. એ માસિકનું નામ ‘સ્ત્રીબોધ’. ૧૯મી સદીમાં સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં મુખ્યત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ પારસી સમાજ સુધારકોના ધ્યાનમાં એ વાત ઝટ આવી ગઈ કે આ પ્રવૃત્તિમાં સ્ત્રીઓને ભાગીદાર નહિ બનાવીએ તો સુધારો ઊંડાં મૂળ નાખી નહિ શકે. એટલે તેમણે ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખ્યાં અને આ ‘સ્ત્રીબોધ’ જેવું માસિક શરૂ કર્યું.
ના, જી. એ જમાનામાં આંતરરાષ્ટ્રીય નારી દિવસનો તો કોઈને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. કારણ નારીવાદનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું. છતાં મુંબઈના પારસીઓએ ૧૮૫૭માં એક પહેલ કરી હતી. આવું કામ કરનારા તેઓ માત્ર મુંબઈમાં જ પહેલા નહોતા, માત્ર ગુજરાતી ભાષામાં જ પહેલા નહોતા, પણ આખા હિન્દુસ્તાન દેશમાં અને તેની બધી ભાષાઓમાં પહેલા હતા. ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે આપણા દેશની બધી જ ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું માસિક પ્રગટ થયું. અને એ પ્રગટ થયું હતું આપણી ગુજરાતી ભાષામાં, અને આપણા મુંબઈથી. એ માસિકનું નામ ‘સ્ત્રીબોધ’. ૧૯મી સદીમાં સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં મુખ્યત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ પારસી સમાજ સુધારકોના ધ્યાનમાં એ વાત ઝટ આવી ગઈ કે આ પ્રવૃત્તિમાં સ્ત્રીઓને ભાગીદાર નહિ બનાવીએ તો સુધારો ઊંડાં મૂળ નાખી નહિ શકે. એટલે તેમણે ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખ્યાં અને આ ‘સ્ત્રીબોધ’ જેવું માસિક શરૂ કર્યું.
 કાબરાજીની જેમ તેમનાં પુત્રવધૂ પુતળીબાઈ કાબરાજીએ પણ તંત્રી તરીકે લાંબો વખત ‘સ્ત્રીબોધ'ને સંભાળ્યું. ૧૯૧૨થી ૧૯૪૨ સુધી તેઓ તેના તંત્રી રહ્યાં, અને તેમણે પણ ‘સ્ત્રીબોધ’ માટે પુષ્કળ લખ્યું, પણ તેમાંનું ભાગ્યે જ કશું પછીથી ગ્રંથસ્થ થયું. મૂળ નામ પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ. અદરાયા પછી બન્યાં પુતળીબાઈ જાંગીરજી કાબરાજી. પિતા ધનજીભાઈ પહેલાં પૂનામાં અને પછી મુંબઈમાં શાળા-શિક્ષક. પછી બન્યા મુંબઈની મઝગાંવ મિલના સેક્રેટરી. એલ્ફિન્સ્ટન નાટક મંડળી શેક્સપિયરનાં નાટકો અંગ્રેજીમાં ભજવતી ત્યારે તેમાં ભાગ લેતા અને અભિનેતા તરીકે જાણીતા થયેલા. ‘ગુલીવરની મુસાફરી’ નામનું અનુવાદિત પુસ્તક ૧૮૭૩માં પ્રગટ કરેલું. આ ધનજીભાઈને ઘરે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પૂનામાં પુતળીબાઈનો જન્મ. જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે પુતળીબાઈ ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણી જોઈને ગેરહાજર. કેમ? અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિષે નહિ! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’માં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ૧૮૫૭માં શરૂ થયેલા ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. અમદાવાદના જાણીતા લેખક અને સમાજ સુધારક મહિપતરામ રૂપરામ નીલકંઠનાં પુત્રવધૂ શ્રુંગારનું સોળ વર્ષની ઉંમરે ૧૮૮૧માં અવસાન થયું. મહિપતરામની સૂચનાથી તેણે ‘ચેમ્બર્સ શોર્ટ સ્ટોરીઝ’ નામના પુસ્તકમાંની ટૂંકી વાર્તાઓનો અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું. પુત્રવધૂના અવસાન પછી મહિપતરામે આ અનુવાદ ‘ટૂંકી કહાણીઓ’ નામે પુસ્તક રૂપે પ્રગટ કર્યો. પણ મૂળ પુસ્તકના માત્ર પહેલા ભાગનો અનુવાદ શ્રુંગારે કર્યો હતો. એટલે મહિપતરામે બીજા ભાગના અનુવાદ માટે ‘હરીફાઈ’ જાહેર કરી. તેમાં જે અનુવાદ મળ્યા તેમાં સૌથી સારો હતો પુતળીબાઈ વાડિયાનો. અને ૧૮૮૩માં પ્રગટ થયો ‘ટૂંકી કહાણીઓ’નો બીજો ભાગ. તે માટે મહિપતરામ તરફથી ૬૦ રૂપિયાનું ઇનામ પુતળીબાઈને મળ્યું. એ સમાચાર લંડનના ‘ઇન્ડિયન મેગેઝીન’માં છપાયા. કેપ્ટન આર.સી. ટેમ્પલે એ સમાચાર વાંચ્યા. ડો. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલ ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નામના પ્રતિષ્ઠિત માસિકના ડો. જે.એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી હતા. ટેમ્પલને પુતળીબાઈને મળવાની ઇચ્છા થઈ. સર જ્યોર્જ કોટનની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. તે વખતે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પુતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી તે ઇન્ડિયન એન્ટીક્વેરીમાં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત માસિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પુતળીબાઈ.