વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધોનું આશ્રય સ્થાન, જ્યાં વૃદ્ધ પોતાનું જીવન સંપૂર્ણ આરામદાયક સ્થિતિમાં વ્યતિત કરે. પણ આપણાં દેશમાં વિપરિત સ્થિતિ છે.
વૃદ્ધ વૃદ્ધાશ્રમમાં રહેવા જાય એટલે પરતંત્ર થઈ જાય છે. મફત રાખતાં ટ્રસ્ટેબલ વૃદ્ધાશ્રમમાં સંચાલકોની મરજી પ્રમાણે રહેવું પડે છે. ત્યાંના નિયમોને આધીન થઈ જવું પડે છે. સૌ પ્રથમ વૃદ્ધને બહાર નહીં જવાનું, વૃદ્ધાશ્રમમાં જ રહેવાનું, પોતાનાં વસ્ત્રો જાતે જ ધોવાના, જમવાની થાળી જાતે સાફ કરવાની. જમવાની થાળી પીરસાય પછી જમતાં દાન દેનાર દાતાને બતાવવા વૃદ્ધોના ફોટા પાડીને દેખાડતા હોય છે. એ સિવાય રોજ બે વખત પૂજા આરતીમાં દરેક વૃદ્ધે સમૂહમાં ભજન કીર્તન કરવા ફરજિયાત આવવાનું. મતલબ એક જાતની ગુલામી ! કોઈ પણ વૃદ્ધ આશ્રમના નિયમોને આધીન ન થાય તો ખખડાવીને અપમાનિત કરે, તદ્ઉપરાંત વૃદ્ધના વારસદારની હાજરીમાં પણ ખખડાવે. પુત્ર, પુત્રી કે અન્ય વારસદારને બોલાવીને તમે એમને કહો નિયમોનુસાર રહે જો તેઓ ફરીથી આવી વર્તણુક કરશે તો અહીંથી કાયમ માટે કાઢી મુકીશું.
જ્યારે પૈસા લઈને રાખતાં વૃદ્ધાશ્રમમાં રહેવાની સુવિધા સારી હોય છે, પણ જમવાનું એકદમ ફિક્કું, ખારું, મરચે સાવ મોળું આપતાં હોય છે. ત્યાં પણ દાતા પાસેથી ભોજન ખર્ચ, દૂધ, ચા-નાસ્તો વગેરેના પૈસા ઉઘરાવીને ભોજન પીરસાતું હોય છે. પણ વૃદ્ધોના ફોટા તો પાડ્યા પછી ભોજન ગ્રહણ કરવાની છૂટ આપવામાં આવે છે. તદ્ઉપરાંત દાતા દરેક વૃદ્ધને નમન કરે યા જયશ્રી કૃષ્ણ કહે એટલે પ્રતિસાદ આપવો જ પડે. ટૂંકમાં પૈસા આપવા છતાં પરાધિન થવું એટલે હ્રદય પર કુઠારાઘાત સમાન છે.
મુખ્ય પ્રશ્ન એ થાય છે કે, ટ્રસ્ટીઓ વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોનો મુખ્ય હેતુ શરીરને આરામ આપવા વૃધ્ધાશ્રમમાં આવતાં હોય છે. એન.આર.આઈ.ના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને સન્માન અને હાઈફાઈ સુવિધાઓ અપાય છે કેમ કે તેવા વૃદ્ધોના સંતાનો વિદેશમાં વસતાં હોય છે. તે છતાં તેઓ સંતાનો પર નિર્ભર નથી હોતા. કેમ કે તેઓ ધનાઢ્ય હોય છે તેઓ ઇચ્છે ત્યારે ક્યાં ય જવું હોય તો ખાનગી વાહનના બદલે પોતાની કાર લઈને જતાં હોય છે. અરે, એ પોતે જાતે કાર નથી ચલાવતા. એમણે પોતે ડ્રાઈવર રાખેલો હોય છે. એવા વૃદ્ધાશ્રમના વૃદ્ધોનાં સંતાનો દેશમાં આવે એટલે ટ્રસ્ટીઓને મોંઘીદાટ ભેટ-સોગાદો આપતાં હોય છે. ત્યાં વૃદ્ધો બહાર જતી વખતે કહેતાં જાય છે આજે હું પાર્ટીમાં જમીને આવીશ. ત્યાં દરેક વૃદ્ધને પૂછશે આજે શું જમશો!, દરેક વૃદ્ધને એમની પસંદગી મુજબનું ભોજન પીરસાય છે, ભારતમાં દરેક માણસથી માણસનો ભેદભાવ જોવા મળે છે.
સંતાનોના ઉછેરમાં કોઈ મણા કે કચાસ રાખી ન હોવા છતાં સંતાનો તરફથી ઉપેક્ષા અને અપશબ્દો સાંભળીને ખૂબ દુ:ખ લાગે!.
વૃદ્ધાશ્રમના આશરે જનારા વૃદ્ધોને ત્યાં પણ શાંતિ નથી મળતી, કેમ કે વૃદ્ધોને પોતાનાં કપડાં જાતે ધોવાના. શું ટ્રસ્ટીઓ આ વાતથી અજાણ્યા નથી હોતાં ? કપડાં ધોઈ ન શકતાં વૃદ્ધ વ્યક્તિ વૃદ્ધાશ્રમના આશરે જતાં હોય છે. આવા વૃદ્ધાશ્રમથી સરકાર પણ અજાણી નથી હોતી. શું ચેરિટી કમિશનર ભ્રષ્ટ છે ? મને તો પૂરો ભરોસો છે કમિશનરશ્રીઓ સાથે પૈસાની લેતી-દેતી થતી હોય એવું લાગે છે!
અમદાવાદ
e.mail : addave68@gmail.com
![]()

