પુસ્તક પરિચય :
Gujarat, Cradle and Harbinger of Identity Politics : India’s Injurious Frame of Communalism : લેખકો : Yan Breman and Ghanshyam Shah : પ્રકાશક : Tulika Books, New Delhi : પ્રકાશન વર્ષ : ૨૦૨૨
 ગુજરાત એ હિંદુત્વની પ્રયોગશાળા છે, એ વિચાર ઘણી વખત રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયેલાં સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનોમાં એના અણસાર મળે છે. યાન બ્રેમાન અને ઘનશ્યામ શાહનું પુસ્તક ‘ગુજરાત, ક્રેડલ એન્ડ હારબીન્જર ઑફ આઈડેન્ટિટી પોલિટીક્સ : ઇન્ડિયાઝ ઇંજ્યુરિસ ફ્રેમ ઑફ કોમ્યુનાલીઝમ’ (ગુજરાત, ઓળખની રાજનીતિનું ઉછેરસ્થાન અને અગ્રદૂત : ભારતનું કોમવાદનું હાનિકારક માળખું) આ બંને વિદ્વાન સમાજશાસ્ત્રીઓનાં છેલ્લાં પચાસ વર્ષોમાં લખાયેલા લેખોનો સંગ્રહ છે, જે છેલ્લાં સાઠ વર્ષ દરમ્યાન ગુજરાતમાં પાંગરેલા અને ફેલાયેલા કોમવાદી રાજકારણના બનાવોનો દસ્તાવેજી આલેખ છે. આ સમય દરમ્યાન ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો અને કોમી વિભાજનો; દલિતો તથા આદિવાસી સમૂહોમાં આવેલાં પરિવર્તનો અને બદલાતાં સામાજિક તેમ જ રાજકીય સમીકરણો દ્વારા હિંદુત્વ વિચારધારાએ પોતાનું વર્ચસ્વ મજબૂત કરવા આ સમૂહોની મુસ્લિમની સામે ઊભી કરેલી ‘હિંદુ’ ઓળખ; ૧૯૮૦ના દશકમાં ગુજરાતમાં પાંગરેલું હિંદુત્વની વિચારધારાનું આધિપત્ય; ૧૯૯૦ના દશકમાં રાજકીય સત્તા મેળવ્યા પછી ભારતીય જનતા પક્ષનું ગુજરાતને પરિવર્તનના હિંદુત્વ મોડેલ તરીકે રાષ્ટ્રીય ફલક પર રજૂ કરવાનું તેમ જ બહુમતીવાદી સમાજનું અને છેવટે આદર્શ ‘હિંદુ રાષ્ટ્ર’નું નિર્માણ કરવાનું ધ્યેય, વગેરે પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા છે. ખાસ તો, આ લખાણોને એક વ્યાપક સંદર્ભમાં મૂકવામાં આવ્યાં છે જેથી ગુજરાતમાં હિંદુત્વના વિકાસને દેશના છેલ્લા બે સદીના ઇતિહાસના સંદર્ભમાં જોઈ શકાય.
ગુજરાત એ હિંદુત્વની પ્રયોગશાળા છે, એ વિચાર ઘણી વખત રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયેલાં સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનોમાં એના અણસાર મળે છે. યાન બ્રેમાન અને ઘનશ્યામ શાહનું પુસ્તક ‘ગુજરાત, ક્રેડલ એન્ડ હારબીન્જર ઑફ આઈડેન્ટિટી પોલિટીક્સ : ઇન્ડિયાઝ ઇંજ્યુરિસ ફ્રેમ ઑફ કોમ્યુનાલીઝમ’ (ગુજરાત, ઓળખની રાજનીતિનું ઉછેરસ્થાન અને અગ્રદૂત : ભારતનું કોમવાદનું હાનિકારક માળખું) આ બંને વિદ્વાન સમાજશાસ્ત્રીઓનાં છેલ્લાં પચાસ વર્ષોમાં લખાયેલા લેખોનો સંગ્રહ છે, જે છેલ્લાં સાઠ વર્ષ દરમ્યાન ગુજરાતમાં પાંગરેલા અને ફેલાયેલા કોમવાદી રાજકારણના બનાવોનો દસ્તાવેજી આલેખ છે. આ સમય દરમ્યાન ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો અને કોમી વિભાજનો; દલિતો તથા આદિવાસી સમૂહોમાં આવેલાં પરિવર્તનો અને બદલાતાં સામાજિક તેમ જ રાજકીય સમીકરણો દ્વારા હિંદુત્વ વિચારધારાએ પોતાનું વર્ચસ્વ મજબૂત કરવા આ સમૂહોની મુસ્લિમની સામે ઊભી કરેલી ‘હિંદુ’ ઓળખ; ૧૯૮૦ના દશકમાં ગુજરાતમાં પાંગરેલું હિંદુત્વની વિચારધારાનું આધિપત્ય; ૧૯૯૦ના દશકમાં રાજકીય સત્તા મેળવ્યા પછી ભારતીય જનતા પક્ષનું ગુજરાતને પરિવર્તનના હિંદુત્વ મોડેલ તરીકે રાષ્ટ્રીય ફલક પર રજૂ કરવાનું તેમ જ બહુમતીવાદી સમાજનું અને છેવટે આદર્શ ‘હિંદુ રાષ્ટ્ર’નું નિર્માણ કરવાનું ધ્યેય, વગેરે પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા છે. ખાસ તો, આ લખાણોને એક વ્યાપક સંદર્ભમાં મૂકવામાં આવ્યાં છે જેથી ગુજરાતમાં હિંદુત્વના વિકાસને દેશના છેલ્લા બે સદીના ઇતિહાસના સંદર્ભમાં જોઈ શકાય.
આ સંચયની આગળ નવા લખાયેલા બે લેખોમાં ઘનશ્યામ શાહે ૧૯મી સદીમાં અંગ્રેજોના ભારતમાં ધાર્મિક ઓળખો ઊભી કરવાના પ્રયાસોથી માંડીને, ગુજરાતમાં ૧૯મી સદીમાં એના આવિર્ભાવો; સ્વતંત્રતાની ચળવળમાં હિંદુ રાષ્ટ્રવાદના વિચારો તેમ જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના, તેની હિંદુત્વની વિચારધારા અને તેના રાષ્ટ્રીય ચળવળ સાથેના સંબંધ વિશે વિહંગાવલોકન કર્યું છે, જે આ પુસ્તકનું મુખ્ય યોગદાન છે. આજની પરિસ્થિતિ સમજવા માટે આ ઐતિહાસિક સમજની અત્યંત આવશ્યકતા છે. ભારતમાં હિંદુત્વની ઓળખ છેલ્લાં બસો વર્ષમાં ઊભી કરવામાં આવી છે. પશ્ચિમના મૂડીવાદી દેશોએ જ્યારે સામ્રાજ્યવાદી વેપારને અર્થે ભારત જેવા અવિકસિત દેશો અને પ્રજાઓ પર વર્ચસ્વ જમાવ્યું અને એમને સંસ્થાનવાદી વસાહતોમાં ફેરવ્યા ત્યારે એને વાજબી ઠેરવવા પોતે ‘civilizing mission’, સુધારાના કાર્ય અંતર્ગત આ દેશોની કહેવાતી ‘અસંસ્કારી’ અને ‘અભણ’ પ્રજાને સુધારવાની અને પોતાને અનુકૂળ બનાવવાની યોજના કરી જેથી પોતાનું વર્ચસ્વ ટકી રહે.
ભારતમાં પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર મજબૂત રીતે અને નિર્વિઘ્ને ચાલે એ માટે લોકો પર વર્ચસ્વ મેળવવાની જરૂર ઊભી થઈ. બંગાળના ગવર્નર જનરલ વોરેન હેસ્તિંગ્સે મૂળ વતનીઓ સાથે સુલેહની નીતિ અંતર્ગત ધર્મગ્રંથોને આધારે હિંદુ અને ઇસ્લામિક કાયદાઓની અલગ સંહિતાઓ તૈયાર કરાવી. અંગ્રેજી ભાષા અને સાહિત્યનું શિક્ષણ, બ્રિટિશ વિદ્વાનો દ્વારા ભારતના ઇતિહાસનું આલેખન અને પ્રાચ્ય વિદ્યાની શરૂઆત વગેરેની અસર નીચે શિક્ષિત ભારતીયોએ સુધારાની ચળવળો શરૂ કરી, જેની અંતર્ગત હિંદુ ધર્મના પુનરુત્થાન અને હિંદુ ઓળખના વિચારની રજૂઆત થઈ. ૧૯મી સદીમાં ગુજરાતના પુનરુત્થાનવાદીઓ મહારાષ્ટ્ર અને બંગાળના સુધારકો જેટલા ઉગ્રવાદી ન હતા. તેમણે શાસ્ત્રીય હિંદુ ધર્મના આધારે વ્યવસ્થિત રીતે સમાજની રચનાની કલ્પના કરી; તેમ જ નર્મદ અને બીજાઓએ રાષ્ટ્રની કલ્પના પણ હિંદુ રાષ્ટ્ર તરીકે કરી.
૨૦મી સદીમાં રાષ્ટ્રીય ચળવળ દરમ્યાન હિંદુ રાષ્ટ્રની વિભાવના રજૂ થઈ. સદીની શરૂઆતમાં હિંદુ અને મુસ્લિમ રાજકીય સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં જેને લીધે કોમી ઓળખ ઊભી થઈ. ૧૯૨૫માં મહારાષ્ટ્રમાં ચિતપાવન બ્રાહ્મણોએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આર.એસ.એસ.)ની સ્થાપના કરી અને સાવરકરની હિંદુત્વની વિચારધારા રજૂ કરી જે મુજબ ભારતની હિંદુઓના દેશ તરીકે અને મુસ્લિમો અને ખ્રિસ્તી સમૂહોની ‘બીજા’, વિદેશી અને વિધર્મી તરીકે ઓળખ ઊભી કરવામાં આવી. હિંદુ રાજકીય સંગઠન હિંદુ મહાસભાએ પણ સાવરકરના હિંદુત્વના વિચારને પ્રમાણભૂત ગણી સંપૂર્ણપણે સ્વીકાર્યો. ગાંધીજીએ ધર્મ પર આધારિત રાષ્ટ્રના વિચારનો વિરોધ કર્યો; હિંદુ ધર્મ, કે ધર્મ માત્રને અંગત અનુભવ તરીકે ઓળખાવ્યો અને સર્વ ધર્મ સમભાવની વિચારધારાની રજૂઆત કરી. (આજે આ લખતી વખતે અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં સર્વધર્મની પ્રાર્થનાનો વિરોધ થઈ રહ્યો છે જે બતાવે છે કે હિંદુત્વની વિચારધારાનું આજે કેટલું વર્ચસ્વ છે.) આઝાદીની ચળવળ દરમ્યાન દેશમાં કોમી રમખાણો થયાં. ગુજરાતમાં, કદાચ ગાંધીજીની હાજરીને કારણે, એનો વ્યાપ સીમિત હતો.
આ પુસ્તકના લેખોમાં સ્વાતંત્ર્યોત્તર સમયમાં, ખાસ તો ૧૯૬૦ના દશકથી, ગુજરાતમાં થયેલાં કોમી વિભાજનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કેવી વ્યવસ્થિત રીતે પોતાની અસર નાગરિક સમાજમાં પ્રસારી અને ધર્મને નામે ઓળખો ઊભી કરી તેમ જ રાજકીય પક્ષો સાથે ગઠબંધનો દ્વારા કેવી રીતે પોતાનો વ્યાપ ફેલાવ્યો એને વિશે વિસ્તૃત ચર્ચા છે. ૧૯૬૦ના દશકમાં ગુજરાતમાં હિંદુઓમાં કોમવાદી માનસિકતા કેળવવાના આર.એસ.એસ. દ્વારા અનેક પ્રયત્નો થયા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી કોમવાદી લાગણીઓ હિંસક બની. મુસ્લિમોની પાકિસ્તાનના જાસૂસ અને ‘દુ:શ્મન’ તરીકેની ઓળખ ઊભી કરવામાં આવી અને અફવાઓ દ્વારા તેમના પ્રત્યે નફરત ફેલાવવામાં આવી. ગૌહત્યા અને ઉશ્કેરણીથી હિંદુ અને મુસ્લિમ વધારે અલગ થયા. બહુમતી કોમમાં ભયની માનસિકતા અને અન્યાયની લાગણી ઉશ્કેરવામાં આવી અને સામાન્ય વાતચીતમાં, અફવાઓ અને જાહેર ભાષણો દ્વારા, સંતોની કથા, છાપાં, સામયિકો અને પત્રિકાઓ દ્વારા હિંદુઓને ‘દુ:શ્મન’ સામે શસ્ત્રો ઉગામવાની હાકલ કરવામાં આવી.
હિંદુ ધર્મની રક્ષા કરવા હિંદુ ધર્મ સમિતિનું ગઠન કરવામાં આવ્યું. ૧૯૬૮ના અંતમાં ગોલવાલકરે અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિશાળ રેલીને સંબોધતા ‘હિંદુ રાષ્ટ્ર’ની હિમાયત કરી. બલરાજ મધોકે ૧૯૬૯માં ઉશ્કેરણીભર્યું ભાષણ કર્યું જેમાં પાકિસ્તાનના હુમલાની શક્યતાનો ઉલ્લેખ કર્યો. આ સંજોગોમાં ૧૯૬૯માં સપ્ટેમ્બરમાં અમદાવાદમાં જગન્નાથ મંદિરના મહંતો અને મુસ્લિમ યુવાનો વચ્ચે ઘર્ષણ થયું અને પહેલી વખત મોટાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. ‘ગુજરાતમાં કોમી રમખાણો’ એ ઘનશ્યામ શાહે અમદાવાદમાં કોમી હુલ્લડોના બનાવો પછી તરત જ કરેલી જમીની તપાસનો અહેવાલ છે કે કેવી રીતે સમાચાર માધ્યમોએ મુસ્લિમોના મંદિર પર પૂર્વ યોજિત હુમલાની ખોટી ખબર ફેલાવી લોકોને ઉશ્કેર્યા અને કોમી હિંસા ફાટી નીકળી.

યાન બ્રેમાન
એક ચોક્કસ યોજના આ રમખાણો પાછળ હતી, જેમાં મુસ્લિમોને ઓળખી કાઢીને એમની દુકાનો બાળવામાં આવી; ગરીબ મુસ્લિમ મજૂરોને બાળવામાં કે મારવામાં આવ્યા અને મુસ્લિમ સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો. ૧૯૬૯માં અમદાવાદનાં કોમી રમખાણોમાં એ પછી થનાર કોમી રમખાણોનાં બધાં જ ચિહ્નો છે; પૂર્વ યોજિત હુમલાઓ, મુસ્લિમોને દુ:શ્મન તરીકે ઓળખાવવા, સમાચાર માધ્યમો દ્વારા જૂઠા સમાચારો અને અફવાઓ ફેલાવવાં. મુસ્લિમ સ્ત્રીઓ પર બળાત્કાર, પોલીસની હિંસામાં સામેલગીરી અને હિંદુ મધ્યમ વર્ગમાં મુસ્લિમો પ્રત્યે નફરત – આ યોજના સુરતમાં ડિસેમ્બર ૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસ પછીના અઠવાડિયે ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં પણ જોવા મળે છે. આ કોમી હિંસા કેવળ લાગણીનો આવેશ ન હતો. ‘સુરતમાં મુસ્લિમ-વિરોધી જનસંહાર’ લેખમાં યાન બ્રેમાન કહે છે કે હિંદુત્વના કટ્ટર ઉગ્રવાદીઓએ આ જનસંહારની પૂર્વ તૈયારી કરી હતી. પહેલી વખત દક્ષિણ ગુજરાતમાં થયેલાં આ કોમી હુલ્લડ બતાવે છે કે કોમવાદી વિભાજનનો સંઘ પરિવારનો એજન્ડા કેટલી હદ સુધી ગુજરાતમાં સફળ થયો હતો. હિંદુત્વના ૧૯૮૦ના દશકમાં થયેલા આવિર્ભાવ પાછળ અર્થવ્યવહારમાં થયેલા પાયાના ફેરફારો પણ ઘણા જવાબદાર છે. બ્રેમાનના મત અનુસાર સુરત શહેર આ જનસંહાર માટે ફળદ્રુપ મેદાન બન્યું કેમ કે ઝડપથી બદલાતી ઉદારીકરણની અર્થવ્યવસ્થામાં અનૌપચારિક અને અસંગઠિત કામદારોને સ્થાનિક અર્થતંત્ર કે રાજ્યનું રક્ષણ ન હતું.
ગુજરાતમાં છેલ્લાં ૬૦ વર્ષમાં આદિવાસીઓ અને દલિતોના જીવનમાં સામાજિક અને આર્થિક પરિવર્તન આવ્યું છે તેનો લાભ જમણેરી તત્ત્વોએ તેમને સંઘ પરિવારમાં સામેલ કરવામાં ખૂબ લીધો છે. ‘ધર્માંતરણ, પુન:ધર્માન્તરણ અને રાજ્ય’માં ઘનશ્યામ શાહ વિગતો અને પુરાવા સાથે, સત્તાવાર રેકોર્ડ ટાંકીને આદિવાસીઓમાં આવેલા આર્થિક પરિવર્તનનો ઉલ્લેખ કરીને જણાવે છે કે સામાજિક અને આર્થિક પરિવર્તનની આ પ્રદેશની સ્થાનિક પ્રજા પર વિપરીત અસર થઈ છે. એમનાં જંગલ અને જમીન છીનવાઈ જતાં એમને જંગલમાં મજૂરી કરવાની અને છેવટે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ખ્રિસ્તી પાદરીઓના અને ગાંધીવાદી રચનાત્મક કાર્યકર્તાઓના તેમને શિક્ષણ આપવાના પ્રયત્નોને લીધે આદિવાસીની ઓળખમાં અમુક ફેરફારો આવ્યા પરંતુ આ પ્રદેશમાં ઉજળિયાત નોકરીઓ ઊભી ન થઈ. આ સાથે આદિવાસીઓની ધાર્મિક ઓળખના પ્રશ્નો પણ ઊભા થયા છે. ૧૯૯૧ના સેન્સસમાં ૯૫ ટકા આદિવાસીઓને હિંદુ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા. આદિવાસીઓની સામાજિક વ્યવસ્થા, રિવાજો વગેરે હિંદુઓથી બિલકુલ જુદાં છે. એ પોતાના ધર્મને ‘આદિવાસી ધર્મ’ કહે છે.

ઘનશ્યામ શાહ
પરંતુ વધારે અગત્યનો મુદ્દો એ છે કે હિંદુ સવર્ણ તેમને પોતાના ગણતા નથી અને તેમને વર્ણ વ્યવસ્થાની બહાર મૂકે છે. ઘનશ્યામ શાહના મત મુજબ આદિવાસીઓને હિંદુ ધર્મની બ્રાહ્મણવાદી વિચારધારામાં સામેલ કરવાના, અને હિંદુ ધર્મમાં ધર્માંતરણ કરવાના બધા પ્રયત્નો એ રાજકીય પ્રયોજન સિવાય બીજું કાંઈ નથી. સંઘ પરિવારે એમને ‘વનવાસી’ નામ આપ્યું. હિંદુ જાગરણ સમિતિએ વનવાસી આશ્રમો અને રહેવાસી શાળાઓ ખોલ્યાં. હિંદુઓએ કલ્યાણ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આ વિસ્તારમાં ધર્માદા સંસ્થાઓ ખોલી. ૧૯૯૧થી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલા આદિવાસીઓને હિંદુ ધર્મમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ થઈ. ખ્રિસ્તીઓને રાષ્ટ્ર વિરોધી ગણાવી જમણેરી તત્ત્વોએ એમના વિરુદ્ધ રેલીઓ કાઢી; એમના પર હુમલાઓ કર્યા, ચર્ચો બાળવામાં આવ્યાં અને પ્રદેશમાં તણાવ ઊભો કર્યો. હિંદુ ધાર્મિક રેલીઓ કાઢીને આદિવાસી અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ ઊભું કર્યું. આમ સંઘ પરિવાર આદિવાસી પ્રદેશમાં આદિવાસીઓ અને ખ્રિસ્તી તેમ જ મુસ્લિમ સમૂહોને વિભાજિત કરવામાં સફળ રહ્યો છે.
પરંતુ સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ દલિતોની ૨૦૦૨ના જનસંહારની ભાગીદારીનો છે. એક લઘુમતી સમૂહ બીજા લઘુમતી સમૂહનો નાશ કરવા પોતાના જ અત્યાચારીઓ સાથે હાથ કેવી રીતે મેળવી શકે એ સમજવું અને સ્વીકારવું મુશ્કેલ છે. આ પ્રશ્નને વિસ્તારથી સામાજિક અને ઐતિહાસિક સંદર્ભમાં જોવાનો આ પુસ્તકમાં પ્રયાસ છે. ઘનશ્યામ શાહે ‘દલિતો અને હિંદુત્વ : વંચિતો અને કોમી હત્યાકાંડ’ લેખમાં ગુજરાતમાં દલિતોની ‘હિંદુ’ તરીકેની ઓળખ કેવી રીતે ઊભી થઈ એની દલિતોના છેલ્લાં લગભગ ૧૫૦ વર્ષોના ઇતિહાસની મદદથી ચર્ચા કરી છે. ગુજરાતમાં ૧૯મી સદીનાં છેલ્લાં ૨૫ વર્ષોમાં દલિતો, જેઓ ગામડાંમાં ખેતમજૂરો હતા તેમણે શહેર તરફ સ્થળાંતર કર્યું જે જાહેર ક્ષેત્રમાં પોતાની જગ્યા માટેનો દેખીતો મજબૂત સામૂહિક દાવો હતો. જાતિવાદની જંજીરોમાંથી છૂટવા માટે ઔદ્યોગિક ક્ષેત્રમાં એમને માટે નવી તકો હતી. ગાંધીજીએ ૧૯૧૦ના દશકમાં એમને ‘હરિજન’ નામ આપ્યું. ગાંધીજીએ વર્ણવ્યવસ્થાનો વિરોધ ન કર્યો પરંતુ એની અંદર અસ્પૃશ્યતા નિવારણનું કામ શરૂ કર્યું. ૧૯૨૫માં અમદાવાદમાં દલિત હરિજન સમાજની સ્થાપના થઈ.
અમદાવાદના દલિતો પર ગાંધી અને આંબેડકર બંનેની વિચારધારાઓની અસર થઈ. ગાંધી દલિતોના સામાજિક સુધારા માટે, જ્યારે આંબેડકર એમના રાજકીય અધિકારો માટે લડ્યા. જો કે બંને ધર્મ પર આધારિત રાષ્ટ્રવાદની વિરુદ્ધ હતા. ઘનશ્યામ શાહના મત પ્રમાણે અમદાવાદના દલિતો પર ગાંધીની અસર વધારે હતી. દલિત મિલ કામદારોના સંદર્ભમાં આ વાત સાચી છે. પરંતુ દલિતોએ જાહેર જગ્યાઓએ અપમાન અને ભેદભાવ વિરુદ્ધ અને પ્રવેશના અધિકાર અંગે જાહેરમાં આંદોલનો કર્યાં હતાં. ૧૯૪૮માં અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર પ્રવેશનું મોટું આંદોલન કરી જાહેર જગ્યાઓમાં નાગરિક હકોની માંગણી કરી હતી જેને પરિણામે તેમને મંદિર પ્રવેશનો હક મળ્યો હતો. ૧૯૬૦ના દશકમાં રિપબ્લિકન પાર્ટીએ દલિતોના જમીન પરના હક માટે મોટું આંદોલન કર્યું હતું. ૧૯૭૦ પછી દલિતોમાં ગાંધી પ્રત્યે રોષ વધ્યો છે. સ્વાતંત્ર્યોત્તર સમયમાં દલિતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો પરંતુ જીવન જીવવાની ઢબમાં આવેલા ફેરફારોએ દલિતોને સ્વમાન અને સામાજિક સુરક્ષા આપ્યાં નહીં. મજૂર મહાજન સંઘને લીધે કામની સુરક્ષા, બાળકોનું ભણતર, રેશન કાર્ડ, મતદાર યાદીમાં નામ વગેરેને લીધે એક સામાજિક વર્ગ તરીકે દલિતોનાં સામૂહિક હિતો સચવાયાં. દલિત મિલ કામદારોની બીજી પેઢી શિક્ષિત બની અને દલિતોમાં એક નાનો મધ્યમ વર્ગ – ડોક્ટરો, વકીલો, સરકારી નોકરો વગેરે-નો ઊભો થયો.
હિંદુત્વના પ્રચારકો માટે સૌથી મોટો પડકાર એ રહ્યો છે કે ઉચ્ચ વર્ગ અને જાતિના આધિપત્યને આંચ ન આવે એ રીતે બધા હિંદુઓ વચ્ચે કેવી રીતે એકતા સ્થાપવી. ગુજરાતમાં અનેક સામાજિક-ધાર્મિક સંપ્રદાયો અને સંતો છે જે ગુજરાતના નાગરિક જીવનમાં બહુ લોકપ્રિય છે. જેમ કે સ્વાધ્યાય સંપ્રદાય આદિવાસીઓ અને બીજી વંચિત જાતિઓમાં બહુ લોકપ્રિય છે. આર.એસ.એસ. આ સંપ્રદાયોની સાથે મળીને કામ કરે છે. આ બધી અસરો સામાન્ય જનતાને હિંદુ ધર્મ તરફ વાળવા માટે હિંદુત્વના દાયરામાં લાવવામાં સફળ થઈ છે. આર.એસ.એસ.એ આંબેડકરવાદીઓ અને બીજા દલિતોને આકર્ષવા ‘સામાજિક સમરસતા મંચ’ શરૂ કર્યા છે. આ બધું કરવા છતાં જાતિની ઓળખ મટી નથી. ગુજરાતમાં જ્યારે જ્યારે દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે સંઘ પરિવાર ભાગ્યે જ અવાજ ઉઠાવે છે. કેવળ ‘હિંદુઓ એક છે’ એ સૂત્ર વાપરીને દલિતોનું ‘સંસ્કૃતિકરણ’ કરે છે જેને કારણે દલિતોને સામાજિક રીતે આગળ વધવાની તક મળે છે. ઊંચી પદવીની કે રાજકીય આકાંક્ષા સેવતા દલિતોને સંઘ પરિવાર હિંદુત્વના ધ્યેય માટે ગતિશીલ બનાવે છે. આને કારણે ઘણા દલિતો આર.આર.એસ. અને હિંદુ રાષ્ટ્ર વગેરેના સમર્થક બન્યા છે. ઘણા દલિત યુવાનો, મધ્યમવર્ગી હિંદુ યુવાનોની જેમ, માને છે કે સફળ થવું હોય તો મુખ્ય વિચારધારા સાથે જોડાવું જરૂરી છે.
૧૯૭૦ના દશકમાં નક્સલ આંદોલનને પગલે દેશમાં ઉદ્દામવાદી જુવાળમાં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન, તેમ જ મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ૧૯૭૩માં દલિત પેંથરની સ્થાપના થઈ. ૧૯૮૦ની શરૂઆતથી ગુજરાતની દલિત ચળવળ લગભગ સાહિત્યમાં સીમિત થઈ. જો કે દલિત અત્યાચારના બનાવો વખતે એણે પછીથી લડત ચાલુ રાખી, પરંતુ નવી સામાજિક વ્યવસ્થા લાવવામાં આ ચળવળ નિષ્ફળ ગઈ. ગુજરાતમાં ઉદ્દામવાદી સંગઠનો – ડાબેરી, ઉદારમતવાદી, સમાજવાદી વગેરે – શક્તિશાળી નથી. આ કારણે કદાચ અહીં બીજા પ્રદેશની માફક બ્રાહ્મણ વિરોધી વંચિત જાતિઓની મોટી ચળવળો થઈ નથી. આ પ્રશ્ન પોતે જ એક વિસ્તૃત ચર્ચાનો વિષય છે.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2023; પૃ. 16-18
 


 ૨૯મી જુલાઈએ કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ-૨૦૨૦ને મંજૂરી આપી. આજે જ્યારે આપણે કોવિડની મહામારીના સંકટનો સામનો કરી રહ્યા છીએ, જ્યારે શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ છે, ત્યારે આ નીતિ અંગે જાહેર, ખુલ્લી ચર્ચાઓ કરવી લગભગ અશક્ય અને ઘણું જ મુશ્કેલ છે. ઉપરાંત અત્યારે સંસદ પણ કાર્યરત નથી, ત્યારે સંસદમાં પણ આ નીતિની ચર્ચાની લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસર્યા વગર આટલી ઉતાવળથી એને મંજૂરી આપવાની શી જરૂર હતી એ એક સ્વાભાવિક પ્રશ્ન સૌને થાય. આ ખાસ ચિંતાનો વિષય એટલે છે કે દેશનાં દરેક બાળકોનું ભવિષ્ય આની સાથે જોડાયેલું છે. એટલે આટલી ઉતાવળમાં આવા મોટા નિર્ણયો વ્યાપક ચર્ચા વગર ન થવા જોઈએ.
૨૯મી જુલાઈએ કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ-૨૦૨૦ને મંજૂરી આપી. આજે જ્યારે આપણે કોવિડની મહામારીના સંકટનો સામનો કરી રહ્યા છીએ, જ્યારે શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ છે, ત્યારે આ નીતિ અંગે જાહેર, ખુલ્લી ચર્ચાઓ કરવી લગભગ અશક્ય અને ઘણું જ મુશ્કેલ છે. ઉપરાંત અત્યારે સંસદ પણ કાર્યરત નથી, ત્યારે સંસદમાં પણ આ નીતિની ચર્ચાની લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસર્યા વગર આટલી ઉતાવળથી એને મંજૂરી આપવાની શી જરૂર હતી એ એક સ્વાભાવિક પ્રશ્ન સૌને થાય. આ ખાસ ચિંતાનો વિષય એટલે છે કે દેશનાં દરેક બાળકોનું ભવિષ્ય આની સાથે જોડાયેલું છે. એટલે આટલી ઉતાવળમાં આવા મોટા નિર્ણયો વ્યાપક ચર્ચા વગર ન થવા જોઈએ. નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં જણાવ્યા મુજબ સમગ્ર ઉચ્ચશિક્ષણ આંતરશાખાકીય [multidisciplinary] હશે. એકશાખાકીય કૉલેજો વખત જતાં બંધ થઈ જશે અને દરેક સંસ્થામાં વિદ્યાર્થીઓ એકસાથે અનેક વિષયો ભણશે. માનવવિદ્યા અને વિજ્ઞાનની જુદી-જુદી ડિગ્રીઓ, નહીં પરંતુ દરેકને એકસમાન બી.એલ.એ.(બૅચેલર્સ ઑફ લિબરલ આટ્ર્સ)ની ડિગ્રી મળશે. કાયદાનું, તબીબી, તક્નિકી વગેરે શિક્ષણ પણ આંતરશાખાકીય હશે. આ એક આકર્ષક લાગે એવો વિચાર છે. છેલ્લાં ઘણાં વર્ષોથી યુનિવર્સિટીઓમાં આ જાતનું શિક્ષણ પ્રચલિત છે. સાહિત્ય, ઇતિહાસ વગેરેનાં શિક્ષણ અને સંશોધનમાં ઇતર વિષયોનો અભ્યાસ એ પોતાના વિષયનું જ્ઞાન ઊંડું અને વિસ્તૃત કરવામાં મદદરૂપ અને જરૂરી બને છે. પરંતુ અહીં એ પ્રકારનું આંતરશાખાકીય શિક્ષણ આપવાની વાત નથી. નીતિમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રાચીન સમયમાં તક્ષશિલા જેવી વિશાળ સંખ્યાવાળી સંસ્થાઓ, જેમાં હજારો વિદ્યાર્થીઓએ એકસાથે ભણતા તેમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું, જેમાં અનેક કળાઓ [skills] એકસાથે શીખવવામાં આવતી. પ્રાચીન ગ્રંથોમાં પણ અનેક કળાઓનો ઉલ્લેખ છે, જેમાં સંગીત, વિજ્ઞાન, સાહિત્ય ઉપરાંત વ્યાવસાયિક કળાઓનો પણ સમાવેશ થાય છે. આ નીતિમાં ઉદારમતવાદી કળાઓ[liberal arts]ના શિક્ષણનો અર્થ અનેક પ્રકારની કળાઓનું શિક્ષણ [liberal use of arts] કરવામાં આવ્યો છે, જે પણ મૂળ પ્રાચીન ભારતીય વિચાર છે અને આજના સમયની, વૈશ્વિક મૂડીવાદની જરૂરિયાતો પૂરી કરવા માટે એ શ્રેષ્ઠ અભિગમ છે! આંતરશાખાકીય શિક્ષણ આમ નવી શિક્ષણનીતિના દાવા મુજબ પ્રાચીન ભારતની શિક્ષણવ્યવસ્થાનો મૂળ વિચાર છે અને આજે ૨૧મી સદીમાં રોજગારી માટે તેમ જ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આ પ્રકારનું શિક્ષણ અત્યંત જરૂરી છે. આ યોજનામાં વિદ્યાર્થીને સર્વગ્રાહી [holistic] શિક્ષણ આપવામાં આવશે, જેમાં એકથી વધુ વિષયો – શૈક્ષણિક તેમ જ વ્યાવસાયિકનું તેને જ્ઞાન હોય. આજે વૈશ્વિક બજારમાં ખૂબ ઝડપથી ફેરફારો થતા જાય છે અને રોજગારીના પ્રકાર હંમેશાં બદલાતા રહે છે, તેથી એકથી વધુ વિષયોનું જ્ઞાન જરૂરી બને છે. શિક્ષણમાં વિષયોની સામગ્રી [content] પર ઓછું અને નવાં તેમ જ બદલાતાં ક્ષેત્રોને કેવી રીતે અનુરૂપ થવું, સમસ્યાઓ કેવી રીતે હલ કરવી, વગેરે વિશે વિદ્યાર્થી વિચારી શકે અને નવા વિચારો રજૂ કરી શકે એ માટેનું જ્ઞાન વધારે આપવામાં આવશે, જેથી એવા પ્રકારના વિદ્યાર્થીઓ તૈયાર થાય કે જે દરેક ક્ષેત્રમાં સરળતાથી કામ કરી શકે. આમ, આંતરશાખાકીય અનેકવિધ વિષયના શિક્ષણનું ધ્યેય વૈશ્વિક બજાર માટે યુવાનોને તૈયાર કરવા એ છે. આજે જ્યારે આટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે અને તેનું કારણ નવઉદારિકીકરણ છે, ત્યારે આ નવઉદારિકીકરણના બજાર માટે વિદ્યાર્થી યુવાનોને તૈયાર કરવા એ એક અપ્રામાણિક પ્રસ્તાવ છે. કેવળ અને કેવળ મૂડીવાદને અનુકૂળ અને તેને સધ્ધર બનાવવા માટે જરૂરી એવું શિક્ષણ આપીને યુવાનોને તૈયાર કરવા એ આ નીતિની વૈચારિક ભૂમિ અને મુખ્ય ઉદ્દેશ  છે.
નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં જણાવ્યા મુજબ સમગ્ર ઉચ્ચશિક્ષણ આંતરશાખાકીય [multidisciplinary] હશે. એકશાખાકીય કૉલેજો વખત જતાં બંધ થઈ જશે અને દરેક સંસ્થામાં વિદ્યાર્થીઓ એકસાથે અનેક વિષયો ભણશે. માનવવિદ્યા અને વિજ્ઞાનની જુદી-જુદી ડિગ્રીઓ, નહીં પરંતુ દરેકને એકસમાન બી.એલ.એ.(બૅચેલર્સ ઑફ લિબરલ આટ્ર્સ)ની ડિગ્રી મળશે. કાયદાનું, તબીબી, તક્નિકી વગેરે શિક્ષણ પણ આંતરશાખાકીય હશે. આ એક આકર્ષક લાગે એવો વિચાર છે. છેલ્લાં ઘણાં વર્ષોથી યુનિવર્સિટીઓમાં આ જાતનું શિક્ષણ પ્રચલિત છે. સાહિત્ય, ઇતિહાસ વગેરેનાં શિક્ષણ અને સંશોધનમાં ઇતર વિષયોનો અભ્યાસ એ પોતાના વિષયનું જ્ઞાન ઊંડું અને વિસ્તૃત કરવામાં મદદરૂપ અને જરૂરી બને છે. પરંતુ અહીં એ પ્રકારનું આંતરશાખાકીય શિક્ષણ આપવાની વાત નથી. નીતિમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રાચીન સમયમાં તક્ષશિલા જેવી વિશાળ સંખ્યાવાળી સંસ્થાઓ, જેમાં હજારો વિદ્યાર્થીઓએ એકસાથે ભણતા તેમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું, જેમાં અનેક કળાઓ [skills] એકસાથે શીખવવામાં આવતી. પ્રાચીન ગ્રંથોમાં પણ અનેક કળાઓનો ઉલ્લેખ છે, જેમાં સંગીત, વિજ્ઞાન, સાહિત્ય ઉપરાંત વ્યાવસાયિક કળાઓનો પણ સમાવેશ થાય છે. આ નીતિમાં ઉદારમતવાદી કળાઓ[liberal arts]ના શિક્ષણનો અર્થ અનેક પ્રકારની કળાઓનું શિક્ષણ [liberal use of arts] કરવામાં આવ્યો છે, જે પણ મૂળ પ્રાચીન ભારતીય વિચાર છે અને આજના સમયની, વૈશ્વિક મૂડીવાદની જરૂરિયાતો પૂરી કરવા માટે એ શ્રેષ્ઠ અભિગમ છે! આંતરશાખાકીય શિક્ષણ આમ નવી શિક્ષણનીતિના દાવા મુજબ પ્રાચીન ભારતની શિક્ષણવ્યવસ્થાનો મૂળ વિચાર છે અને આજે ૨૧મી સદીમાં રોજગારી માટે તેમ જ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આ પ્રકારનું શિક્ષણ અત્યંત જરૂરી છે. આ યોજનામાં વિદ્યાર્થીને સર્વગ્રાહી [holistic] શિક્ષણ આપવામાં આવશે, જેમાં એકથી વધુ વિષયો – શૈક્ષણિક તેમ જ વ્યાવસાયિકનું તેને જ્ઞાન હોય. આજે વૈશ્વિક બજારમાં ખૂબ ઝડપથી ફેરફારો થતા જાય છે અને રોજગારીના પ્રકાર હંમેશાં બદલાતા રહે છે, તેથી એકથી વધુ વિષયોનું જ્ઞાન જરૂરી બને છે. શિક્ષણમાં વિષયોની સામગ્રી [content] પર ઓછું અને નવાં તેમ જ બદલાતાં ક્ષેત્રોને કેવી રીતે અનુરૂપ થવું, સમસ્યાઓ કેવી રીતે હલ કરવી, વગેરે વિશે વિદ્યાર્થી વિચારી શકે અને નવા વિચારો રજૂ કરી શકે એ માટેનું જ્ઞાન વધારે આપવામાં આવશે, જેથી એવા પ્રકારના વિદ્યાર્થીઓ તૈયાર થાય કે જે દરેક ક્ષેત્રમાં સરળતાથી કામ કરી શકે. આમ, આંતરશાખાકીય અનેકવિધ વિષયના શિક્ષણનું ધ્યેય વૈશ્વિક બજાર માટે યુવાનોને તૈયાર કરવા એ છે. આજે જ્યારે આટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે અને તેનું કારણ નવઉદારિકીકરણ છે, ત્યારે આ નવઉદારિકીકરણના બજાર માટે વિદ્યાર્થી યુવાનોને તૈયાર કરવા એ એક અપ્રામાણિક પ્રસ્તાવ છે. કેવળ અને કેવળ મૂડીવાદને અનુકૂળ અને તેને સધ્ધર બનાવવા માટે જરૂરી એવું શિક્ષણ આપીને યુવાનોને તૈયાર કરવા એ આ નીતિની વૈચારિક ભૂમિ અને મુખ્ય ઉદ્દેશ  છે. સમય જતાં ખોરાકની અછત ઊભી થાય છે, જેને પરિણામે ગરીબોને ખૂબ સહન કરવું પડે છે. સમૃદ્ધ લોકોને કશાની ખોટ નથી. પ્લેગની પોતાની નિષ્પક્ષ કામગીરી (પ્લેગનો હુમલો વર્ગભેદ જોતો નથી) સમાનતા પ્રોત્સાહિત કરી શકી હોત. પરંતુ એનાથી અવળી જ અસર એણે કરી અને અન્યાયની લાગણીને વેગ આપ્યો. બધાંને મૃત્યુની સમાનતાની ખાતરી હતી પરંતુ બીજી કોઈ જાતની સમાનતા એમને જોઈતી નથી. ગરીબ લોકો ગામડાંને ઝંખે છે, જ્યાં એમને સસ્તા ભાવે ખાવાનું મળી રહે અને જ્યાં કોઈ પણ નિયંત્રણ વગરની જિંદગી જીવી શકે. એ સહજ રીતે માને છે કે એમને આવી વધારે સારી જગાએ જવાની પરવાનગી મળવી જોઈએ. એમનો વિદ્રોહ શેરીઓમાં બોલાતા ‘રોટી અથવા ચોખ્ખી હવા’ જેવાં સૂત્રોમાં ઝીલાય છે. પરંતુ એમના વિરોધને તરત ડામવામાં આવે છે. બીજી બાજુ, પ્લેગનો ફાયદો ઉઠાવીને પૈસા બનાવનાર લોકો પણ છે. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જાય છે અને નાના સ્તરે હિંસા અને લૂંટફાટ ફેલાય છે ત્યારે સત્તાધીશો માર્શલ લૉની ઘોષણા કરે છે અને કરફ્યુ લાદે છે.
સમય જતાં ખોરાકની અછત ઊભી થાય છે, જેને પરિણામે ગરીબોને ખૂબ સહન કરવું પડે છે. સમૃદ્ધ લોકોને કશાની ખોટ નથી. પ્લેગની પોતાની નિષ્પક્ષ કામગીરી (પ્લેગનો હુમલો વર્ગભેદ જોતો નથી) સમાનતા પ્રોત્સાહિત કરી શકી હોત. પરંતુ એનાથી અવળી જ અસર એણે કરી અને અન્યાયની લાગણીને વેગ આપ્યો. બધાંને મૃત્યુની સમાનતાની ખાતરી હતી પરંતુ બીજી કોઈ જાતની સમાનતા એમને જોઈતી નથી. ગરીબ લોકો ગામડાંને ઝંખે છે, જ્યાં એમને સસ્તા ભાવે ખાવાનું મળી રહે અને જ્યાં કોઈ પણ નિયંત્રણ વગરની જિંદગી જીવી શકે. એ સહજ રીતે માને છે કે એમને આવી વધારે સારી જગાએ જવાની પરવાનગી મળવી જોઈએ. એમનો વિદ્રોહ શેરીઓમાં બોલાતા ‘રોટી અથવા ચોખ્ખી હવા’ જેવાં સૂત્રોમાં ઝીલાય છે. પરંતુ એમના વિરોધને તરત ડામવામાં આવે છે. બીજી બાજુ, પ્લેગનો ફાયદો ઉઠાવીને પૈસા બનાવનાર લોકો પણ છે. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જાય છે અને નાના સ્તરે હિંસા અને લૂંટફાટ ફેલાય છે ત્યારે સત્તાધીશો માર્શલ લૉની ઘોષણા કરે છે અને કરફ્યુ લાદે છે. ‘ધ પ્લેગ’ બીજા વિશ્વયુદ્ધના અંત પછી ૧૯૪૭માં લખાયેલી નવલકથા છે. એમાં માનવપરિસ્થિતિનું વર્ણન છે. મૃત્યુના મોમાં ધકાયેલા લોકો કેવી રીતે જીવે છે? મૃત્યુનો ડર, પરિસ્થિતિને સમજવાની અને એની સામે સજ્જ થવાની અક્ષમતા, સામાજિક એકલતા અને નિર્વાસિતતાનો અનુભવ, ભવિષ્ય અંગે અનિશ્ચિતતા, આ બધું મનુષ્યના જીવનને વ્યાખ્યાયિત કરે છે. આ સંકટમાં પ્રેમ, શાંતિ વગેરે અનુભવોનું શું મૂલ્ય છે અને આ અનુભવોની શું શક્યતા છે, એ વિશે પણ નવલકથા પ્રશ્નો ઉઠાવે છે. ઘણા વિવેચકોએ નોંધ્યું છે કે નવલકથા નાઝી જર્મની વિશે છે. પ્લેગ એ ફાસીવાદનું રૂપક છે. નવલકથાની પશ્ચાદભૂમિમાં નાઝી જર્મનીનોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાંસ પર કરેલા કબજાનો સંદર્ભ છે. નવલકથામાં ફાસીવાદના સકંજામાં ફસાયેલી પ્રજા કેવી રીતે જીવે છે એની વાત છે. કામૂ પોતે એક સર્જક તરીકે ફ્રાંસમાં ફાસીવાદના પ્રતિકારના સંઘર્ષમાં સક્રિય રીતે જોડાયેલા હતા. ડૉક્ટર રિયુ જેમ પોતાના તબીબી સાધનો વડે પ્લેગની સામે લડે છે, તેમ કામૂ શબ્દની મદદથી અન્યાય સામે અને પછીથી ફાસીવાદ સામે લડ્યા હતા. ફ્રેંચ પ્રતિકાર દરમિયાન એ એક બિનકાયદેસર ચાલતા વર્તમાનપત્ર ‘Combat’(સામનો)ના મુખ્ય તંત્રી હતા. નોબેલ પુરસ્કારના સ્વીકાર વખતે કરેલા પ્રવચનમાં એમણે કહ્યું હતું કે લેખકે લખવા ઉપરાંત ઘણું કરવાનું હોય છે. એક લેખક તરીકે એ સત્ય અને સ્વતંત્રતાના સિદ્ધાંતોને વરેલા હતા.
‘ધ પ્લેગ’ બીજા વિશ્વયુદ્ધના અંત પછી ૧૯૪૭માં લખાયેલી નવલકથા છે. એમાં માનવપરિસ્થિતિનું વર્ણન છે. મૃત્યુના મોમાં ધકાયેલા લોકો કેવી રીતે જીવે છે? મૃત્યુનો ડર, પરિસ્થિતિને સમજવાની અને એની સામે સજ્જ થવાની અક્ષમતા, સામાજિક એકલતા અને નિર્વાસિતતાનો અનુભવ, ભવિષ્ય અંગે અનિશ્ચિતતા, આ બધું મનુષ્યના જીવનને વ્યાખ્યાયિત કરે છે. આ સંકટમાં પ્રેમ, શાંતિ વગેરે અનુભવોનું શું મૂલ્ય છે અને આ અનુભવોની શું શક્યતા છે, એ વિશે પણ નવલકથા પ્રશ્નો ઉઠાવે છે. ઘણા વિવેચકોએ નોંધ્યું છે કે નવલકથા નાઝી જર્મની વિશે છે. પ્લેગ એ ફાસીવાદનું રૂપક છે. નવલકથાની પશ્ચાદભૂમિમાં નાઝી જર્મનીનોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાંસ પર કરેલા કબજાનો સંદર્ભ છે. નવલકથામાં ફાસીવાદના સકંજામાં ફસાયેલી પ્રજા કેવી રીતે જીવે છે એની વાત છે. કામૂ પોતે એક સર્જક તરીકે ફ્રાંસમાં ફાસીવાદના પ્રતિકારના સંઘર્ષમાં સક્રિય રીતે જોડાયેલા હતા. ડૉક્ટર રિયુ જેમ પોતાના તબીબી સાધનો વડે પ્લેગની સામે લડે છે, તેમ કામૂ શબ્દની મદદથી અન્યાય સામે અને પછીથી ફાસીવાદ સામે લડ્યા હતા. ફ્રેંચ પ્રતિકાર દરમિયાન એ એક બિનકાયદેસર ચાલતા વર્તમાનપત્ર ‘Combat’(સામનો)ના મુખ્ય તંત્રી હતા. નોબેલ પુરસ્કારના સ્વીકાર વખતે કરેલા પ્રવચનમાં એમણે કહ્યું હતું કે લેખકે લખવા ઉપરાંત ઘણું કરવાનું હોય છે. એક લેખક તરીકે એ સત્ય અને સ્વતંત્રતાના સિદ્ધાંતોને વરેલા હતા.