ગયા વખતના લેખમાં મેં ઉપસંહાર કરતાં સવાલ કર્યો હતો કે માનવજાતને અસંમતિ દ્વારા ફાયદો થયો છે કે નુકસાન? અસંમતિ નિંદવાયોગ્ય છે કે મહિમાયોગ્ય? તમે શું નિષ્કર્ષ પર પહોંચ્યા એની ખબર નથી, પણ ચર્ચા આગળ વધારીએ.
સમાજમાં કેટલાક લોકોને અસંમતિ પરવડતી નથી. એ એવા લોકો હોય છે જે પ્રસ્થાપિત સમાજવ્યવસ્થાનાં લાભાર્થી હોય છે. પ્રસ્થાપિત વ્યવસ્થા કાયમ માટે ટકી રહે એમાં તેમનો લાભ હોય છે. એને માટે તેઓ શામ-દામ-દંડ-ભેદ એમ દરેક સાધનનો ઉપયોગ કરે છે. સૌથી પ્રભાવી સાધન હોય છે દિલ અને દિમાગ ઉપર કબજો. એને માટે અસ્મિતાઓનો જાપ જપવામાં આવે છે. આપણે આ સંસારમાં સૌથી વધુ મહાન છીએ. આપણે આ સંસારમાં સૌથી મહાન એટલા માટે છીએ કે આપણી પાસે આખી દુનિયાને ઈર્ષા થાય એવો અલભ્ય વારસો છે. મહાન પરંપરા અને ઇતિહાસ છે. આપણી પાસે બીજાઓને નથી મળ્યો એવો અલભ્ય વારસો છે, એટલે ઈર્ષાળુ લોકો આપણી ઈર્ષા કરે છે. તેઓ ઈર્ષા કરે છે માટે આપણા દુશ્મન છે, માટે દુશ્મનોને ઓળખી કાઢવા જોઈએ અને તેમનાથી બચવું જોઈએ.
હવે સવાલ આવે કે દુશ્મનને કઈ રીતે ઓળખવા અને તેનાથી કઈ રીતે બચવું?
દુશ્મનો બે પ્રકારના હોય છે. એક આંતરિક અને બાહ્ય. આમાંથી બાહ્ય દુશ્મનો તો બીવડાવવા પૂરતા જ ખપના હોય છે, બાકી સ્થાપિત હિતોનાં ખરા દુશ્મનો તો આંતરિક હોય છે. એ લોકો જે શંકા કરે છે, જે પ્રશ્ન કરે છે, જે વિરોધ કરે છે, જે અસંમત થાય છે, જે ગૃહીતોને પડકારે છે, જે પ્રમાણો માગે છે, જે તર્કશુદ્ધ દલીલો કરે છે, જે સ્થાપિત હિતોના સ્વાર્થને ઓળખી બતાવે છે, જે વધારે સારો વિકલ્પ બતાવે છે, જે વિકલ્પો વચ્ચે સારાસારની ચર્ચા કરે છે અને ચર્ચા કરવાનું પ્રસ્થાપિતોને ઈજન આપે છે. એ બધા આંતરિક દુશ્મન છે. પ્રસ્થાપિત વ્યવસ્થામાં સ્વાર્થ ધરાવનારા લોકોને ખબર છે કે આમાં પરિવર્તનની સંભાવના છે અને તે પરવડનારી નથી. વર્તમાનમાં તમે જોશો અને ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે કે પરિવર્તનનો વિરોધ કરનારાઓ ચર્ચામાં નથી ઊતરતા; પણ અસંમત થનારાઓની પહેલાં તેઓ ઉપેક્ષા કરે છે, એનાથી પરિણામ ન મળે તો ઠેકડી ઉડાડે છે અને એ પછી પણ પરિણામ ન મળે તો તેઓ દુશ્મન જેવો વહેવાર કરે છે. ચર્ચામાં તેઓ ક્યારે ય નહીં ઊતરે કારણ કે તેમને ખબર છે કે સ્વાર્થનું તર્કશાસ્ત્ર હંમેશાં નબળું હોવાનું.
હવે સવાલ આવે છે કે દુશ્મનથી બચવું કેવી રીતે? ઉપેક્ષા, ઠેકડી, ગાળો, ધાક-ધમકી, ખરીદવાનો પ્રયાસ, પીટાઈ અને છેવટે હત્યા વગેરે સાધનો અસરકારકપણે પરિવર્તનને રોકી શકતાં નથી. કારણ એ છે કે જેમને પ્રસ્થાપિત વ્યવસ્થામાં કોઈ લાભ નથી, પણ અન્યાય થઈ રહ્યો હોય એવા લોકો અસંમતિના સૂરોને ભલે મોડેથી પણ કાન આપવા લાગે છે અને દેખીતી રીતે દરેક યુગમાં અને દરેક સમાજમાં લાભાર્થીઓ કરતાં જેમનો લાભ લેવામાં આવતો હોય એની સંખ્યા વધારે હોવાની. હજુ રામરાજ્ય જગતમાં કોઈ સ્થળે સ્થપાયું નથી, જ્યાં પ્રત્યેક માણસ એક સરખો લાભાર્થી હોય. એ માણસજાતનું શમણું છે અને એ શમણાંનો પણ સ્થાપિત હિતો ઉપયોગ કરે છે.
તો શામ-દામ-દંડ અને ભેદમાંથી પહેલા ત્રણ એક હદથી વધારે ઉપયોગી નથી નીવડતા. આ સિવાય એમાં પરિસ્થિતિ વણસવાનો અને ભડકો થવાનો ભય રહે છે. જો પ્રસ્થાપિત વ્યવસ્થાને લાંબો સમય ટકાવી રાખવી હોય તો સૌથી ઉપયોગી સાધન ભેદ છે. પરંપરાનો અને આપણા અનોખાપણાનો મહિમા કરીને લોકોના દિલ અને દિમાગ ઉપર કબજો જમાવો. અસ્મિતાઓનું મહિમાશાસ્ત્ર વિકસાવીને લાગણીઓનાં પૂર વહેવડાવો એટલે બનશે એવું કે જેનો લાભ લેવામાં આવી રહ્યો છે એ જ માણસ લાગણીથી દોરવાઈને લાભ લેનારના બચાવમાં ઊભો રહેશે. શોષિત જ શોષકની રક્ષા કરવા લાગશે. એમ માનીને કે તે પરંપરાની અને અસ્મિતાની રક્ષા કરી રહ્યો છે. બીજી બાજુ વિડંબના એ છે કે શોષિત એ માણસને જ સતાવશે જે માણસ શોષિતને શોષણથી બચાવવાની અને તેના લાભની વાત કરી રહ્યો છે. આવું માત્ર આજે થઈ રહ્યું છે એવું નથી, માણસ જાતે સમાજ વિકસાવ્યો ત્યારથી થઈ રહ્યું છે. ફરક એટલો છે કે આજે જેનો લાભ લેવામાં આવી રહ્યો છે તેને સ્થાપિત હિતોનો ગુરખો બનાવવાનાં સાધન વધારે હાથવગાં થયાં છે અને તે વધુ અસરકારક છે.
પણ એ પછી ય અસંમતિનો સૂર શાંત થતો નથી. પરિવર્તનની ચિનગારી બુઝાતી નથી. વૈદિકયુગમાં બ્રાહ્મણોએ વેદોને અપૌરુષેય તરીકે ઓળખાવ્યા. વેદોના મંત્રોને ઈશ્વરે ખુદે ઋષિઓના મુખે કહેલા વચન તરીકે ઓળખાવ્યાં. ઈશ્વરીયવચન ક્યારે ય કાલબાહ્ય નીવડે નહીં એવી દલીલ કરવામાં આવી. બ્રાહ્મણોનો જન્મ બ્રહ્માના મુખેથી થયો છે અને માત્ર પુણ્યશાળી જ આવું ભાગ્ય લઈને જન્મે છે એટલે તે વિશેષ પ્રજા છે એમ સમજાવવામાં આવ્યું. બ્રાહ્મણ પવિત્ર જ હોય અને પવિત્ર માણસ ક્યારે ય ખોટું કરે જ નહીં એમ સમજાવવામાં આવ્યું. જેમનું શોષણ કરવામાં આવતું હતું એ શોષિતો શોષકોના પક્ષે ઊભા રહે અને તેમના ગુરખા બનીને તેમનું રક્ષણ કરે એ માટેની પાકી વ્યવસ્થા કરવામાં આવી હતી.
પણ એ છતાં ય …! એની વચ્ચે ભગવાન મહાવીરે કહ્યું કે આપણે જે માનીએ અને કહીએ એ જ સત્ય એવું કોઈ દા’ડો ન બને. સત્ય એકાંતિક ન હોઈ શકે. મહાવીર સ્વામીએ સત્યની આઠ સંભાવનાઓ બતાવી આપી જે અષ્ટભંગી તરીકે ઓળખાય છે અને તેમનું દર્શન અનેકાંતવાદ તરીકે ઓળખાય છે. ભગવાન બુદ્ધે કહ્યું કે પરમકૃપાળુ ઈશ્વર તેનાં પેદા કરેલાં સંતાનો વચ્ચે વહાલા-દવલાંનો ભેદ ન કરે. કોઈ વિશેષ સૌભાગ્યશાળી અને કોઈ ઓછા સૌભાગ્યશાળી એવું ઈશ્વર કરે? તેમણે સાવલ કર્યો કે તમારાં જીવનને કોઈ બીજો માણસ ત્રાજવે તોળે, દક્ષિણા લઈને પાસ કરે અને સ્વર્ગમાં જવાનો ગેઇટપાસ આપે એવી વ્યવસ્થા ઈશ્વર કરે? જો ઈશ્વર આવું કરે તો એને કૃપાળુ ન કહેવાય.
મહાવીર અને બુદ્ધનાં આ વચનો અસંમતિનાં વચનો હતાં. એને કારણે એકંદરે આપણને લાભ થયો કે નુકસાન? કહેવાની જરૂર નથી કે એ યુગમાં મહાવીર અને બુદ્ધના અનુયાયીઓ સાથે એટલી હદે નફરતભર્યો વહેવાર કરવામાં આવતો હતો જેવો આજે હિન્દુત્વવાદીઓ મુસલમાનો સાથે કરે છે. શ્રમણ-બ્રાહ્મણ યુદ્ધ એટલું જ ઝેરીલું હતું જેવું આજે હિંદુ-મુસલમાન વચ્ચેનું છે. ત્યારે પણ જેમનો લાભ લેવામાં આવતો હતો એ લોકો જ લાભ લેનારાઓના ગુરખા તરીકે વર્તતા હતા જે આજે પણ જોવા મળી રહ્યું છે. સમાજની સાઈકલ એકંદરે એવી રીતે ચાલે છે જેમાં અસંમતિકારો સમાજને પાંચ ડગલાં આગળ લઈ જાય છે અને સ્થાપિત હિતો અને તેના સંરક્ષક ગુરખાઓ ત્રણ ડગલાં નીચે પછાડે છે. દિવસના અંતે બે ડગલાંનો નફો. અત્યારે સ્થાપિત હિતો અને તેનાં રક્ષણકર્તાઓ જોરમાં છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ડિસેમ્બર 2021
 ![]()


અસંમતિ(The voice of dissent)નો આટલો મહિમા શેને કારણે? અસંમતિનો આટલો ભય શેને કારણે? અને અંતિમ વિજય અસંમતિનો જ થાય એવું શેને કારણે? આ ત્રણ પ્રશ્ન વિચારણીય છે. આના વિષે વિચારશો તો ખ્યાલ આવશે કે સંસારમાં અસંમતિ કેટલું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માનવઉત્થાનના પાયામાં અસંમતિ છે.
હતો. ‘લંડનચી બાતમીપત્રે’માં સાવરકરે એ નિવેદનની ભરપૂર પ્રશસ્તિ કરી છે અને વારંવાર ઢીંગરાનું વાક્ય ટાંક્યું છે : I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ આ કથનથી બિલકુલ સામેના છેડાનું કથન તેમણે પોતે કરવું પડશે. માફી પણ માગવી પડશે અને અંગ્રેજોની સત્તાનો સ્વીકાર પણ કરવો પડશે.
તો પછી આ વાત આવી ક્યાંથી? ધનંજય કીર નામના સાવરકરભક્તે ૧૯૫૦માં સાવરકરનું જીવનચરિત્ર લખ્યું હતું, જેનું શીર્ષક હતું; ‘સાવરકર એન્ડ હીઝ ટાઈમ’. નહીં, આ વાત એ સમયે, આઝાદી પછી લખાયેલા એ જીવનચરિત્રમાં પણ કહેવાઈ નથી. એનું કારણ એ હતું કે સાવરકર ગાંધીજીના ખૂનમાં એક આરોપી હતા. ગાંધીજીના હત્યારાઓને ઉશ્કેરવાનો અને મદદ કરવાનો તેમના ઉપર આરોપ હતો. ૧૦મી ફેબ્રુઆરી ૧૯૪૯માં ગાંધી ખૂન કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા હતા. જરાકમાં બચી ગયા હતા અને કેટલાક લોકો આજે પણ કહે છે કે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે અદાલતમાં બીજા આરોપીઓથી અલગ બેસવાની માગણી કરી હતી અને એ માગણી માન્ય રાખવામાં આવી હતી. અદાલતમાં તેઓ બીજા આરોપીઓ સાથે આંખ પણ મેળવતા નહોતા. આ સ્થિતિમાં ૧૯૫૦માં પ્રકાશિત થયેલી પહેલી આવૃત્તિમાં ઢીંગરા પર સાવરકરનો પ્રભાવ હતો અને વાઈલીના ખૂનમાં સાવરકરે ઢીંગરાને પાછળ રહીને મદદ કરી હતી એમ જો તેના ચરિત્રકાર લખે તો સાવરકર મુશ્કેલીમાં આવી શકે એમ હતા. આમ પણ સાવરકરની ઈમેજ પાછળ રહીને હત્યાઓ કરાવનારની હતી. સરકાર કે બીજું કોઈ ધનંજય કીરના જીવનચરિત્રમાં કહેવામાં આવેલી વાતનો ઉપયોગ કરીને અપીલમાં જાય તો? માટે આઝાદી પછી પણ સાવરકર અને તેમના ચરિત્રલેખક કહેતા નથી કે તેઓ ઢીંગરાના માર્ગદર્શક અને મદદકર્તા હતા.