હારું છું, હરેરી નથી જતો
‘શું જરૂર હતી કૂતરાં હારે બાખડવાની?’
આજે પાંસઠની વયે પણ જ્યારે ઘવાઉં કે ઉઝરડાઉં ત્યારે
બાળપણમાં બાપુજીએ ખીજવાઈને કહેલું
આ વાક્ય યાદ આવે અને હસી પડાય છે,
હારું છું, હરેરી નથી જતો.
નિશાળના આચાર્ય પહેલવાન બલ્લુભાઈ,
કાંઠલેથી ઊંચો કરી આખી નિશાળમાં ફેરવતા
પણ મેદાનમાં કબ્બડી રમતી વખતે
એમનાં બે પગ વચ્ચેથી નીકળીને જીતી જતો,
મારી નબળાઈ અને સબળાઈને બરાબર જાણું છું
લડું છું
હારું છું, હરેરી નથી જતો.
રમતમાં નિયમ અને ખેલદિલી હોય
ટીમને જીતાડવા ભાઈબંધ આઉટ કરાવે
તો ય આપણે એનો વાંસો થાબડીએ
પણ લડતમાં આવું થાય ત્યારે
પરાજયની પીડા કરતાય
અસહ્ય બની જાય બાંધી મુઠ્ઠી ખુલી ગયાની ગ્લાનિ ..
કડવાશ ખંખેરી
હાથ મિલાવી
સ્મિત ફરકાવી
છોડી જાઉં છું મેદાન –
હારું છું, હરેરી નથી જતો.
વિજેતાઓને જોઉં છું
જેઓ વિજયનાં છત્ર નીચે ઊભા હોય છે એકલા
ગળામાં પડેલી જયમાલા સંતોષને બદલે
આપતી હોય છે એવાં સ્મરણ
જેમાં હોય છે બે આંખોની શરમ છોડ્યાની નિર્લજ્જતા,
ખભા પરથી હટી ગયેલા મિત્રોના હાથ
બની જાય છે પ્રશ્નાર્થ ચિન્હ
જેમ ઊંધેથી વાક્યને વાંચવું વ્યર્થ હોય છે
એટલું જ અઘરું હોય છે આ સમજવું
ઠરેલા દેવતામાં ઈંધણ ઓરવાને બદલે
હાથ ઘસતો કડકડતી ટાઢમાં એકલો આગળ વધુ છું –
હારું છું, હરેરી નથી જતો.
પાંસઠ થયાં,
ક્યારેક શરીરમાં થોડો થાકોડો વર્તાય છે
ક્યારેક બરાબર બોલાતું નથી
ક્યારેક બિલકુલ સંભળાતું નથી
ગળપણનો મોહ છૂટતો જાય છે
તીખા તુરા કડવા સ્વાદ પારખવામાં થોડો વખત લાગે છે
વિચારોની ગતિ પવન પડી ગયા જેવી છે
પણ તો ય દિ’ આથમણે ચાલવા નીકળું છું
સામે શિંગડા હલાવતો ખુંધવાળો કાળો સાંઢ દેખાય
કે તરત શરીરને સંકોરું છું
પશુ સમજે એવી ભાષામાં હાકોટો કરું છું
લડવાનાં દરેક સ્થાને અચૂક લડું છું
ઘવાઉં છું ઉઝરડાઉં છું
હારું છું, હરેરી નથી જતો.
ભોપાલ, તારીખ: ૦૬/૧૨/‘૨૨
 


 ગયાં વરસે માર્ચમાં એક ફુલ લેન્થ નાટક લખાયું, ‘હરિશ્ચન્દ્રનો દરબાર’. તેનો અનુવાદ રૂપાલીબહેન બર્કે અંગ્રેજીમાં ય કર્યો છે. આ વર્ષના અંતે, લગભગ, અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થશે. લાંબુ 55 પાનનું નાટક છે, ખબર નહીં તમે એને ‘ઓપિનિયન’માં મૂકી શકશો કે કેમ. 2021 દરમિયાન “કુમાર” સામયિકમાં બે હપ્તે છપાયું. પણ તમને લખાણ સામગ્રી મોકલું છું. વાંચવાથી આનંદ થશે. કોવિડ દરમિયાન રાષ્ટ્રે જે જોયું અનુભવ્યું એનું સાહિત્યિક-કલાકીય દસ્તાવેજીકરણ કહી શકાય. કેમ કે ઇતિહાસો તો શાસક લખે છે, પણ એની પછીતે પડેલાં સત્યો તો જે તે સમયનાં સાહિત્યમાં દર્જ થતાં હોય છે.
ગયાં વરસે માર્ચમાં એક ફુલ લેન્થ નાટક લખાયું, ‘હરિશ્ચન્દ્રનો દરબાર’. તેનો અનુવાદ રૂપાલીબહેન બર્કે અંગ્રેજીમાં ય કર્યો છે. આ વર્ષના અંતે, લગભગ, અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થશે. લાંબુ 55 પાનનું નાટક છે, ખબર નહીં તમે એને ‘ઓપિનિયન’માં મૂકી શકશો કે કેમ. 2021 દરમિયાન “કુમાર” સામયિકમાં બે હપ્તે છપાયું. પણ તમને લખાણ સામગ્રી મોકલું છું. વાંચવાથી આનંદ થશે. કોવિડ દરમિયાન રાષ્ટ્રે જે જોયું અનુભવ્યું એનું સાહિત્યિક-કલાકીય દસ્તાવેજીકરણ કહી શકાય. કેમ કે ઇતિહાસો તો શાસક લખે છે, પણ એની પછીતે પડેલાં સત્યો તો જે તે સમયનાં સાહિત્યમાં દર્જ થતાં હોય છે.
 મારે એમનાં વિશે એક વાક્ય કહેવું હોય તો હું એમ કહું કે ‘પ્રકાશભાઈ એટલે આપણા જનજીવન, સંસ્કૃતિ અને કલા-સાહિત્યનો જીવંત એનસાયક્લોપીડિયા’, પણ છતાં ય વાત આટલેથી પૂરી ન થાય. પ્રકાશભાઈનો પરિચય ચાર  ક્ષેત્રોમાં વિકસેલો અને વિસ્તરેલો છે.
મારે એમનાં વિશે એક વાક્ય કહેવું હોય તો હું એમ કહું કે ‘પ્રકાશભાઈ એટલે આપણા જનજીવન, સંસ્કૃતિ અને કલા-સાહિત્યનો જીવંત એનસાયક્લોપીડિયા’, પણ છતાં ય વાત આટલેથી પૂરી ન થાય. પ્રકાશભાઈનો પરિચય ચાર  ક્ષેત્રોમાં વિકસેલો અને વિસ્તરેલો છે. આપણે ત્યાં જમાલપુરમાં ખાંડની શેરી છે, ત્યાં ૧૯૪૬ માં કોમીએખલાસ માટે મરી ફીટનાર વસંત-રજબની ખાંભીઓ છે. તમે આ શેરીમાં જાવ તો અહીંના લોકો પણ પ્રકાશભાઈને ઓળખતા હોય, ઓળખતા હોય એટલું જ નહીં પણ એવો દ્રઢ વિશ્વાસ ધરાવતા હોય કે આ ખાદીનાં લૂગડાં પહેરતો માણસ સગવડ પ્રમાણે પક્ષ બદલતો રાજનીતિજ્ઞ નથી, પણ અમદાવાદનાં જનજીવનમાં વણાયેલી મિલનાં કાપડ જેવી ખજૂરા વિનાની બિનસાંપ્રદાયિક પ્રજાકીય રાજનીતિનો પ્રહરી છે. રાજનીતિના બે છેડા છે. એક છેડો છે મૂલ્ય આધારિત પ્રજાકીય રાજનીતિનો અને બીજો છે પક્ષીય વિચારધારાની રાજનીતિનો. આ બંનેનો ભેદ પણ સમજવા જેવો છે. અને બંને છેડે રહેલા મહાનુભાવોને પણ બરાબર રીતે ઓળખવા જેવું છે. પક્ષીય રાજનીતિ સાથે સંકળાયેલાં લોકોની સમજ એવી હોય છે કે જો મૂલ્ય એમનાં પક્ષે હોય તો તેઓ મૂલ્યના પક્ષે હોય છે. અને પ્રજાકીય રાજનીતિના વિરલાઓ મૂલ્ય જ્યાં હોય ત્યાં, રાજસત્તાની સામે તો સામે, બરાબર કરોડરજ્જુ જાળવીને ઊભા હોય. ૧૯૭૬ માર્ચથી ૧૯૭૭ જાન્યુઆરી સુધી કટોકટી દરમિયાન અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કરોડરજ્જુ સમાં સ્વાયત્તતાનાં મૂલ્ય ખાતર પ્રકાશભાઈ જેલમાં ગયેલા. આ નવ માસનો જેલવાસ બહુ સૂચક છે.  એવું નથી કે બીજા નહોતા ગયાં … પણ આજે એ જ મૂલ્ય એમને વ્યર્થનો વિવાદ લાગે છે. અને પ્રકાશભાઈ આજે પણ એ જ મૂલ્ય માટે કટીબદ્ધ છે. આ ફર્ક છે પક્ષીય રાજનીતિ અને પ્રજાકીય રાજનીતિ વચ્ચેનો. ગુજરાતની કે દેશની એવી એક પણ પ્રજાકીય ચળવળ નથી જેમાં પ્રકાશભાઈ ન જોડાયા હોય. જે.પી. અંદોલનથી લઈને વિ.પી. આંદોલન અને અન્ના આંદોલનમાં પણ એમની સક્રિય ભૂમિકા રહી. એમને સડક પર હાથમાં લાઉડસ્પીકર લઈ સભા સંબોધતા કે સૂત્રોચ્ચાર કરાવતા જોઈએ ત્યારે એમનું પ્રજાકીય રાજનીતિનું પાસું બરાબર સોળે કળાએ ખીલેલું લાગે. હિંદી કે અન્ય ભાષાઓમાં સાહિત્યકારો સહજ રીતે આવી ભૂમિકા લે છે. દિનકરજી તો ‘સિંહાસન ખાલી કરો કઈ જનતા આતી હૈ’ જેવી લોકતંત્રની ધારદાર તલવાર જેવી પંક્તિઓ પણ લખતા, કે નાગાર્જુન સડક પર ઊભા રહી ‘ઇન્દુજી ઇન્દુજી ક્યા હુઆં આપકો, બેટે કે મોહ મેં ભૂલ ગઈ બાપકો’ પોકારે. આપણે ત્યાં આ કમી પ્રકાશભાઈ પોતાનાં લેખન અને જાહેર જીવનની ભૂમિકાથી પૂરી કરે છે. આજ એક્યાશી વર્ષે પણ એમનાં જોમમાં કોઈ નથી. ૪૫-૫૦ વર્ષથી તેઓ રાજનીતિના આ પ્રજાકીય છેડે સન્નાટો નથી છવાવા દેતા.
આપણે ત્યાં જમાલપુરમાં ખાંડની શેરી છે, ત્યાં ૧૯૪૬ માં કોમીએખલાસ માટે મરી ફીટનાર વસંત-રજબની ખાંભીઓ છે. તમે આ શેરીમાં જાવ તો અહીંના લોકો પણ પ્રકાશભાઈને ઓળખતા હોય, ઓળખતા હોય એટલું જ નહીં પણ એવો દ્રઢ વિશ્વાસ ધરાવતા હોય કે આ ખાદીનાં લૂગડાં પહેરતો માણસ સગવડ પ્રમાણે પક્ષ બદલતો રાજનીતિજ્ઞ નથી, પણ અમદાવાદનાં જનજીવનમાં વણાયેલી મિલનાં કાપડ જેવી ખજૂરા વિનાની બિનસાંપ્રદાયિક પ્રજાકીય રાજનીતિનો પ્રહરી છે. રાજનીતિના બે છેડા છે. એક છેડો છે મૂલ્ય આધારિત પ્રજાકીય રાજનીતિનો અને બીજો છે પક્ષીય વિચારધારાની રાજનીતિનો. આ બંનેનો ભેદ પણ સમજવા જેવો છે. અને બંને છેડે રહેલા મહાનુભાવોને પણ બરાબર રીતે ઓળખવા જેવું છે. પક્ષીય રાજનીતિ સાથે સંકળાયેલાં લોકોની સમજ એવી હોય છે કે જો મૂલ્ય એમનાં પક્ષે હોય તો તેઓ મૂલ્યના પક્ષે હોય છે. અને પ્રજાકીય રાજનીતિના વિરલાઓ મૂલ્ય જ્યાં હોય ત્યાં, રાજસત્તાની સામે તો સામે, બરાબર કરોડરજ્જુ જાળવીને ઊભા હોય. ૧૯૭૬ માર્ચથી ૧૯૭૭ જાન્યુઆરી સુધી કટોકટી દરમિયાન અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કરોડરજ્જુ સમાં સ્વાયત્તતાનાં મૂલ્ય ખાતર પ્રકાશભાઈ જેલમાં ગયેલા. આ નવ માસનો જેલવાસ બહુ સૂચક છે.  એવું નથી કે બીજા નહોતા ગયાં … પણ આજે એ જ મૂલ્ય એમને વ્યર્થનો વિવાદ લાગે છે. અને પ્રકાશભાઈ આજે પણ એ જ મૂલ્ય માટે કટીબદ્ધ છે. આ ફર્ક છે પક્ષીય રાજનીતિ અને પ્રજાકીય રાજનીતિ વચ્ચેનો. ગુજરાતની કે દેશની એવી એક પણ પ્રજાકીય ચળવળ નથી જેમાં પ્રકાશભાઈ ન જોડાયા હોય. જે.પી. અંદોલનથી લઈને વિ.પી. આંદોલન અને અન્ના આંદોલનમાં પણ એમની સક્રિય ભૂમિકા રહી. એમને સડક પર હાથમાં લાઉડસ્પીકર લઈ સભા સંબોધતા કે સૂત્રોચ્ચાર કરાવતા જોઈએ ત્યારે એમનું પ્રજાકીય રાજનીતિનું પાસું બરાબર સોળે કળાએ ખીલેલું લાગે. હિંદી કે અન્ય ભાષાઓમાં સાહિત્યકારો સહજ રીતે આવી ભૂમિકા લે છે. દિનકરજી તો ‘સિંહાસન ખાલી કરો કઈ જનતા આતી હૈ’ જેવી લોકતંત્રની ધારદાર તલવાર જેવી પંક્તિઓ પણ લખતા, કે નાગાર્જુન સડક પર ઊભા રહી ‘ઇન્દુજી ઇન્દુજી ક્યા હુઆં આપકો, બેટે કે મોહ મેં ભૂલ ગઈ બાપકો’ પોકારે. આપણે ત્યાં આ કમી પ્રકાશભાઈ પોતાનાં લેખન અને જાહેર જીવનની ભૂમિકાથી પૂરી કરે છે. આજ એક્યાશી વર્ષે પણ એમનાં જોમમાં કોઈ નથી. ૪૫-૫૦ વર્ષથી તેઓ રાજનીતિના આ પ્રજાકીય છેડે સન્નાટો નથી છવાવા દેતા.