કદાચ
કોરોનાની રસી તો
શોધાશે,
બંધાઈ છે આશા,
કિંતુ આ ગરીબીના રોગની
રસી
કદી શોધાશે ખરી ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020
કદાચ
કોરોનાની રસી તો
શોધાશે,
બંધાઈ છે આશા,
કિંતુ આ ગરીબીના રોગની
રસી
કદી શોધાશે ખરી ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020
યે જીના ભી ક્યા જીના હૈ લલ્લુ !
ન કોઈને મળવું, ન કોઈને ભેટવું-ચૂમવું
ન કોઈ સાથે હસ્તધૂનન, ન કોઈના અતિથિ થવું
ન કોઈને નિમંત્રવા, ન કોઈને આવો-આવજો
ન થાય કાવ્યગોષ્ઠિ, ન થાય પ્રસન્નાગોષ્ઠિ
યે જીના ભી ક્યા જીના હૈ લલ્લુ !
સામાજિક એકતાને બદલે દૂરતા
મેળા-મેળાવડાને બદલે સૂતક
ન હસવું, ખાવું-પીવું સમૂહમાં
યે જીના ભી ક્યા જીના હૈ લલ્લુ !
ન તો ચંગીઝખાને, તૈમૂરે કે નાદિરશાહે
કર્યો’તો આવો કહેર
ન તો દાશહારી-મહાભારત કે વિશ્વયુદ્ધોએ
કર્યો તો આવો કાળો કહેર
ઇતિહાસમાં કદાપિ નથી આવ્યો
માનવજાતિ પર
આવો કાળો કોરોનાનો કહેર !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 જૂન 2020
કોરોનાએ
તોડી નાખી
ચાતુર્વર્ણની વાડ.
સદીઓ પુરાણી વાડ !
સૌને કર્યા અસ્પૃશ્ય !
એક મેકથી દૂર !
ઘરમાં તાળાબંધ !
હવે
ન કોઈ સ્પૃશ્ય
ન કોઈ અસ્પૃશ્ય
કિંતુ
સર્વ કોઈ અસ્પૃશ્ય !
સર્વ સમાન !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020