કોઈ ગયું
થવાનું હતું એ, થયું.
બળ્યું
રખ્યા જેવુંય પછી કંઈ ન રહ્યું.
ખખડ્યું પતરું
અને ખખડી પડ્યું મન અમથું-અમથું.
e.mail : umeshsol@gmail.com
કોઈ ગયું
થવાનું હતું એ, થયું.
બળ્યું
રખ્યા જેવુંય પછી કંઈ ન રહ્યું.
ખખડ્યું પતરું
અને ખખડી પડ્યું મન અમથું-અમથું.
ઇતિહાસ ખેંચે કારણમાં
વર્તમાન તાણે તારણમાં
કારણ-તારણ વચ્ચે ક્યાંક હું
સમજું કશું …
ત્યાં તો કોઈ ધરાર
ખેંચીતાણે બહાર :
સામે
કાળની ધારે
ડુંગળી, મરચું, રોટલો મકાઈનો
પેટ પર પથ્થર અવકાશિયો.
કલાકો દિવસો વરસો વીત્યાં
છતાં
ફૂલતી સંકોચાતી ફૂલતી સંકોચાતી દિવસરાત ન થાકતી
મગજની નસોમાં દોડતી-ચાલતી
ક્ષણ એક બની ગઈ કાયમી
થાય ઘણીવાર
ફાટી જશે ખોપડી કે પડી જશે ખોપડીમાં તિરાડ.
વળી
ક્ષણ કાયમી
ઊતરી આવે હૃદયમાં કોઈકોઈ વાર
અને, લઉં શ્વાસ
ભીતર કશું ન વરતાય
ઉચ્છ્વાસ
હૃદયનો અવકાશ બહાર ખેંચી જાય
અવકાશ
જર્મનના વાડકામાં પડે ધડામ
શું થાય?
વાડકામાં એકાદ ગોબો વધી જાય.