કોરી નાંખે તેવી એકલતા
લતા હીરાણી લેખિત આ ત્રણ રચનાઓ આસ્વાદો …..


અંતરલક્ષી સહુ જણનો આ પોતીકો અનુભવ. વતનથી દૂર વસેલું આ જણ જેવું કોઈ હોય કે, લતાબહેનની જેમ આત્મીય જીવનસાથી ગુમાવ્યું હોય, કે
અન્ય કારણો સર એકલતા અનુભવતા હોય તેવા સૌની આ એકસરખી વેદના.
લતાબહેનના અછાંદસ કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’ વાંચવાની શરૂઆત કર્યા બાદ, એકલતાની વ્યથાને પડઘાવતી આ ત્રણ રચનાઓ ગમી ગઈ.
ઉપર દર્શાવેલ કારણોમાંનું કોઈ કારણ હોય અને એકલતા સહેવી પડતી હોય, તો તો તે સમજી શકાય તેવી વાત છે. પણ ……
સાંપ્રત સમાજમાં, હકડેઠઠ ભીડની વચ્ચે, જોર શોરથી ગર્જતા સોશિયલ મીડિયાની ભીંસની મધ્યમાં પણ માણસ એકલો પડી ગયો છે; ખોવાઈ ગયો છે – એનું શું? આધુનિક સમાજની આ બહુ શોચનીય કરુણતા છે. માહિતી અને મનોરંજનની ફેંકાફેકમાં એકમેક સાથેની આત્મીયતાની હૂંફ કેમ ગઈકાલની જણસ બની ગઈ છે?
‘કોણ બોલે ને કોણ સાંભળે?’ – એ જૂના ગઝલાવલોકનની યાદ આવી ગઈ.
એને માટે આપણી એકલતામાં ઝળઝળિયાં ખેરવીને વીરમીશું?
કે પછી…..
બીજા કોઈ વિકલ્પની શોધ કરીશુ?
e.mail : surpad2017@gmail.com
https://gadyasoor.wordpress.com/2023/01/31/loneliness-4/
![]()



આફ્રિકાના ટાન્ઝાનિયા દેશની હાદઝા જાતિના ‘ઓનવાસ’ નામના વડીલના કબીલા સાથે ન્યુયોર્કના જાણીતા પત્રકાર અને લેખક માઈકલ ફિન્કલે પંદર દિવસ ગાળ્યા હતા. તેનો વિગતવાર અહેવાલ ઉપરના લેખમાં છે. આપણને વિચારતા કરી દે તેવા, એ લેખમાંથી મળેલી માહિતી ગુજરાતી વાચકો સમક્ષ મુકવાની ઈચ્છા થઈ; એના પરિપાક રૂપે એક આંખે દેખ્યું વૃત્તાન્ત આ સાથે રૂપાંતરિત કરીને રજૂ કરું છું.
ટાન્ઝાનિયાના ઉત્તર ભાગમાં આવેલા, વિશ્વવિખ્યાત, સરંગેટીની દક્ષિણે એયાસી તળાવના કાંઠે વસેલી આ જાતિ ૧૦,૦૦૦ વર્ષ પૂર્વેના પથ્થરયુગમાં સ્થગિત થઈને, કશો વિકાસ કર્યા વિના થંભી ગયેલી છે. અહીંથી ઘણી નજીક, જગતમાં સૌથી પ્રાચીન માનવ હાડપિંજરો, (


પોસ્ટરો બનાવવા, દમન સામે અવાજ ઊઠાવતી મહિલા-કૂચો યોજવી, શાળાઓમાં બાળકીઓને તેમના હક્કોની જાણકારી આપવી, વિ. વિવિધ પ્રવૃત્તિઓથી ‘અસ્તિત્વ’ ધમધમવા લાગી. રેહાનાને ઘર અને સમાજ તરફથી બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે, એટલું જ નહીં પણ ટોળાંઓનો મુકાબલો, પોલિસના લાઠીમારનો પણ કર્યો છે. જૂઠા આક્ષેપોના આધારે જેલવાસ પણ કર્યો છે.
