
રમેશ સવાણી
સત્તાને લોકોની કંઈ પડી નથી. લોકો અંદરોઅંદર ધર્મના નામે ઝઘડે અને આંતરડાં બહાર કાઢી નાખે તો પણ સત્તાને કંઈ અસર થતી નથી ! એમની સત્તા મજબૂત બનતી હોય છે. દેશનું વાતાવરણ ઝેરીલા ભાષણો / ડિબેટ દ્વારા ડહોળતા સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ / પત્રકારોએ મુસ્લિમોને દેશદ્રોહી / રાક્ષસ / અમાનુષ ચીતરી દીધા છે; તેનો ફાયદો એ થયો છે કે બહુમતી હિન્દુઓ મોંઘવારી / બેરોજગારીને ભૂલીને સત્તાપક્ષને મતો આપી રહ્યા છે.
ઝેરીલું વાતાવરણ ઊભું કરવામાં સુદર્શન ટી.વી.ના સંપાદક સુરેશ ચવ્હાણકે / હિન્દુ યુવા વાહિની મુખ્ય છે. 19 ડિસેમ્બર 2021ના રોજ, દિલ્હીમાં એક જાહેર કાર્યક્રમમાં સુરેશ ચવ્હાણકેએ ઝેર ઓક્યું હતું. હિન્દુ રાષ્ટ્ર બનાવવા મુસ્લિમોને મારવા-મરવા શપથ લેવડાવ્યા હતા ! એક્ટિવિસ્ટ તુષાર ગાંધીની પીટિશનની સુનાવણી દરમિયાન 13 જાન્યુઆરી 2023ના રોજ, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ. નરસિમ્હાની ડિવિઝન બેન્ચે દિલ્હી પોલીસને પૂછ્યું છે : “તપાસમાં ઠાગાઠૈયા કેમ કરો છો? ઘટના 19 ડિસેમ્બર 2021ની છે. 5 મહિના પછી FIR નોંધી. FIR નોંધવામાં 5 મહિનાનો સમય કેમ લીધો? મે-2021 પછી શું તપાસ કરી? કેટલાં લોકોને એરેસ્ટ કર્યા? કેટલાં લોકોની પૂછપરછ કરી? શું તપાસ કરી? 2 સપ્તાહની અંદર પ્રગતિ રિપોર્ટ રજૂ કરો.”
થોડાં મુદ્દાઓ :
[1] FIR નોંધવામાં પોલીસને 5 મહિના લાગ્યા, તે પોલીસનું સત્તાપક્ષ સામેનું મેળાપીપણું છે. એટલે જ પોલીસ, તપાસને બદલે ઠાગાઠૈયા કરે છે. વિપક્ષી નેતા / એક્ટિવિસ્ટ સામે તરત જ FIR નોંધાય છે અને એરેસ્ટ પણ તરત જ કરી લે છે. પોલીસ નાગરિકો માટે નથી, સત્તાપક્ષની એજન્ટ છે. સત્તાના હુકમ મુજબ પોલીસ કામ કરે છે; પોલીસ પણ સારા પોસ્ટિંગ / પ્રમોશન માટે ‘ચા કરતાં કીટલી ગરમ’ એ સિદ્ધાંત મુજબ કામ કરે છે ! સુપ્રિમકોર્ટ ગમે તેટલાં માથા પછાડે પોલીસ સુધરવાની નથી ! સત્તાપક્ષ બેફામ છે અને નાગરિકો લાચાર છે !
[2] કેટલાં ય પત્રકારોને સત્ય લખવા સબબ જેલમાં પૂરવામાં આવ્યા છે. જ્યારે નફરતી ઝેર ઓકતા પત્રકારો / રાષ્ટ્રવાદીઓને લીલાલહેર છે.
[3] ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવવા શપથ લેનાર / લેવડાવનાર બંધારણ દ્રોહી છે. આઝાદીની લડત ચાલતી હતી ત્યારે સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ અંગ્રેજોની તરફેણમાં કામ કરતા હતા અને આઝાદીની લડતનો વિરોધ કરતા હતા !
[4] NCRB-National Crime Records Bureauના આંકડા મુજબ 2014 પછી 7 વરસમાં હેટસ્પીચના કેસો 500% વધી ગયા છે ! સત્તાપક્ષના 27 MLA / MP ઉપર હેટસ્પીચના કેસ થયા છે. હેટસ્પીચના સૌથી વધુ કેસો સત્તાપક્ષના નેતાઓ ઉપર થયા છે. 2014માં હેટસ્પીચના 323 કેસ હતા; 2020માં 1804 કેસો નોંધાયા હતાં. હેટસ્પીચ રાસાયણિક ખાતર જેવું કામ કરે છે; મતોની પુષ્કળ ઉપજ આપે છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


રાજ્ય પણ સંભવિત નથી. યુરોપીય દેશોમાં બધી વ્યક્તિઓએ ધર્મ ત્યજ્યો છે તેવું નથી, પણ ધર્મ તથા ધાર્મિક માન્યતાઓ, મુખ્ય પ્રવાહના અંગરૂપ નથી, ધાર્મિક રિવાજો પણ ઔપચારિક ઉજવણી – તે પણ વર્ષમાં માંડ બે–એક પ્રસંગે જોવા મળે. ધર્મ તથા ધર્મની વાતોને ગંભીરતાથી લેનારી વ્યક્તિઓ ત્યાં પણ છે, પરન્તુ તેમની સંખ્યા જૂજ છે અને તેઓ ભાગ્યે જ ધાર્મિક આદેશો અનુસાર કાયદા ઘડવા જોઈએ તેવો આગ્રહ કરી શકે છે. ટૂંકમાં, ત્યાં ધાર્મિક વ્યક્તિઓ અને ધર્મ માર્જિનલાઈઝ્ડ થઈ ગયાં છે.
પ્રથમ તો આપણે કેવો સમાજ નિર્માણ કરવા માગીએ છીએ તેની સ્પષ્ટ કલ્પના હોવી જોઈએ. આ સમાજનાં લક્ષ્યો, આદર્શો અને સંબંધો તથા વ્યવહારો વિશેનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. ત્યાર બાદ તે કેટલે અંશે સેક્યુલર વ્યવસ્થા અને સંસ્કારો સાથે સુસંગત છે તે જોવું જોઈએ. તદુપરાંત, આવા સમાજ માટે માનવીમાં કેવાં સંસ્કારો અને વલણ દૃઢ કરવાં જોઈએ તે સમજી લેવું જોઈએ; કારણ કે, છેવટે વ્યક્તિનાં વલણો અને સંસ્કારો તેના વર્તન અને વ્યવહારને ઘડે છે. વ્યક્તિના વર્તન દ્વારા સમાજનાં વ્યવહારો, તંત્ર અને પ્રથાઓ સંચાલિત થાય છે. એટલે કે, વ્યક્તિમાં આપણે એવાં સંસ્કાર અને વલણ સિંચવાં જોઈએ, પ્રેરવાં જોઈએ, જે આપણી કલ્પના અનુસારના સમાજને સમર્થક હોય. જો આપણે એવા સમાજની કલ્પના કરતાં હોઈએ કે જેમાં વ્યક્તિ માત્રની શક્તિઓને મુખરીત થવાની મોકળાશ હોય; વ્યક્તિમાત્રનું ગૌરવ થતું હોય; સૌ સમાન હોય; દરેક વૈચારિક મુક્તિ ધરાવતો હોય; કોઈનું શોષણ કે દમન ન થતું હોય; દરેક વ્યક્તિને પોતાની આવશ્યકતાઓ સંતોષવા માટે માર્ગો સુલભ હોય; ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, પ્રદેશ, રાષ્ટ્ર જેવાં જન્મજાત બંધનોથી ઊભા થતા સંકીર્ણ વાડાઓમાં માનવીનું વિભાગીકરણ થયું ન હોય; વ્યક્તિનું મૂલ્યાંકન જન્મજાત લક્ષણોથી નહીં, પરન્તુ તેણે પ્રાપ્ત કરેલા ગુણો દ્વારા થતું હોય. જૂથવાદના પૂર્વગ્રહો કે વેરઝેર ન હોય. માનવી પરસ્પર સહયોગ અને ભાઈચારાથી જીવતો હોય. મતભેદ હોય પણ મનભેદ ન હોય. માનવી માનવી વચ્ચે, તેના હાથ બહારનાં કે જન્મગત લક્ષણોને કારણે વેરો–આંતરો ન હોય. આ એક વિશ્વસમાજનું કલ્પન છે, વિશ્વમાનવનું કલ્પન છે. આ કલ્પનમાં સેક્યુલર સમાજ વ્યવસ્થાના, સેક્યુલર વલણ ધરાવતાં માનવીનાં, લક્ષણો સૂચિત છે. સેક્યુલર રચનાનું આપણું કલ્પન આ ચિત્ર સાથે સુસંગત હોય તો આપણે એવી તંત્રરચનાઓ (સ્ટ્રક્ટર્સ), પ્રથાઓ (ઈન્સ્ટિટ્યુશન્સ) અને વલણ તથા સંસ્કારોને (કલ્ચર) દ્રઢ કરવાં જોઈએ, પ્રેરવા જોઈએ, જે આ ચિત્રને યથાર્થ બનાવે. સમાજની તંત્રત્રરચના અને પ્રથાઓ તથા વ્યક્તિનાં વલણ અને સંસ્કારો એકબીજાને પ્રભાવિત કરતાં હોય છે. આ ત્રણેની ગુંથણીમાંથી સમાજનું પોત રચાય છે, સામાજિક સ્થિરતા સર્જાય છે; પરન્તુ આ ગુંથણીથી રચાતી વ્યવસ્થા માનવપ્રગતિ માટે આવશ્યક પાયાનાં મૂલ્યો સાથે સુસંગત ન હોય ત્યારે વ્યક્તિ વિદ્રોહ કરી નવાં મૂલ્યો અને તેને અનુરૂપ તંત્ર અને પ્રથાઓ સ્થાપવા સંઘર્ષ કરે છે. તેમ જ બાહ્ય પરિબળો કે નવી અપેક્ષાઓ તથા ઉપરથી આવતા તંત્રગત પરિવર્તનને કારણે પણ પરિવર્તનનાં ચક્રો ગતિશીલ બને છે. ક્યારેક આ બન્ને એક સાથે પણ આવે છે, પરન્તુ છેવટે સમાજની રચના કે પ્રથાઓ પાછળનાં મૂલ્યો અને વ્યક્તિનાં વલણ તથા સંસ્કારો માનવ પ્રગતિને પ્રેરક હોય; સ્વતંત્રત્રતા, સમાનતા અને બંધુત્વને સમર્થક હોય તો જ સ્થિર અને ન્યાયી સમાજ રચી શકાય.
આપીને ગુરુઓ યુવતીઓનું શોષણ કરે છે ! 25 ઑક્ટોબર 2022ના રોજ BBC સંવાદદાતા Ishleen Kaur – ઇશલીન કૌરનો રીપોર્ટ ચોંકાવનારો છે. મૂળ ન્યૂઝીલૅન્ડમાં રહેતી Julie Salter – જૂલી સાલ્ટર નામની મહિલાએ પોતાની ફેસબૂક પોસ્ટમાં 10 ડિસેમ્બર 2019ના રોજ લખ્યું હતું કે “કેનેડામાં શિવાનંદ આશ્રમના મુખ્યાલયમાં ત્રણ વર્ષ સુધી તેમની સાથે વિષ્ણુ-દેવાનંદ સ્વામી દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હતી ! દાયકાઓ પછી હવે મારામાં હિંમત પ્રગટી અને મેં આ વાત શિવાનંદ વ્યવસ્થાપક બોર્ડ સમક્ષ મૂકી. બોર્ડ તરફથી પ્રતિક્રિયામાં મૌન અને મૌન કરી દેવા સુધીના પ્રયાસો જ જોવા મળ્યા !”
‘Meditation and Mantras’ નામનાં પુસ્તકો લખ્યાં. તેઓ હઠયોગ અને રાજયોગમાં ઓથોરિટી હતા. ‘શિવાનંદ યોગ’માં શારીરિક અને આધ્યાત્મિક બંને સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવે છે. વિષ્ણુદેવાનંદ સ્વામીની વાણી એટલી પ્રભાવશાળી હતી કે કેટલાં ય લોકોએ સંસારનો ત્યાગ કરીને પોતાનું જીવન શિવાનંદ આશ્રમ માટે સમર્પિત કરી દીધું હતું. વિષ્ણુદેવાનંદ સ્વામીએ 30 ઑગસ્ટ 1971ના રોજ, તેમના પીસ પ્લેનને બોસ્ટનથી ઉત્તર આયર્લેન્ડ સુધી પાયલોટ કર્યું હતું. તેમણે શાંતિ માટે પાકિસ્તાન અને બંગલાદેશમાં પુષ્પ અને શાંતિ પત્રિકાઓ ફેંકી હતી. 15 સપ્ટેમ્બર 1983ના રોજ, તેમણે બર્લિનની દિવાલ ઉપરથી પશ્ચિમથી પૂર્વ બર્લિન સુધી શાંતિને પ્રાત્સાહન આપવા ઉડાન ભરી હતી. 1984માં તેમણે યોગની જાગૃતિ માટે ડબલ-ડેકર બસમાં ભારતનો પ્રવાસ કર્યો હતો. ફેબ્રુઆરી 1984માં તેમણે સુવર્ણમંદિરમાં જરનૈલ સિંહ ભીંદરાનવાલે સાથે મુલાકાત કરી હતી. વિષ્ણુદેવાનંદના અવસાન બાદ, તેમની આબરું કાંકરા જેવી થઈ ગઈ ! જૂલી 1978માં આશ્રમમાં જોડાઈ હતી, ત્યારે તેની ઉંમર 20 વરસની હતી. વિષ્ણુ-દેવાનંદે જૂલીને અંગત સહાયિકા તરીકે સેવા આપવા કહ્યું ત્યારે
કરતી રહેતી. કોઈ વેતન નહીં અને અઠવાડિયાના સાતેસાત દિવસ કામ કરતાં રહેવાનું. સ્વામી વિષ્ણુદેવાનંદનો સ્વભાવ વિચિત્ર થઈ ગયો હતો. તેઓ ઘણી વાર પોતાના પર બરાડા પાડતા હતા.
શિબિરમાં ભાગ લેવા માટે ગઈ હતી; તે વખતે તેની ઉંમર 12 વર્ષની હતી. એક શિક્ષક તેમને અડપલાં કરતો હતો. માલિશ કરતો હતો અને તેમનાં હિપ્સને સ્પર્શ કરતો હતો. તે 15 વર્ષની થઈ ત્યારે તે શિક્ષક વધારે છૂટ લેવા લાગ્યો. તે વધારે અડપલાં કરતો હતો. કૅથરીન કહે છે : “છેલ્લે હું 17 વર્ષની થઈ ત્યારે તેણે યૌન શોષણ કર્યું હતું. હું નીંદરમાં હતી. જાગીને જોયું તો તે મારી ઉપર હતો. તેથી મેં આશ્રમ છોડી દીધો !” આ શિક્ષક ભારતમાં શિવાનંદ આશ્રમમાં સક્રિય છે. બીજા એક શિક્ષકનું નામ છે મહાદેવાનંદ સ્વામી ઉર્ફે મોરિજિયો ફિનોછી. તેની સામે આઠ મહિલાઓએ યૌન શોષણના આક્ષેપ કર્યા છે.
સવાલ એ છે કે યૌન શોષણ અંગે શિવાનંદ આશ્રમના સંચાલકોને જાણકારી હતી કે કેમ? જૂલી કહે છે : “2007માં મારામાં હિંમત આવી હતી અને મેં યૌન શોષણની ફરિયાદ કરી હતી. મેં આશ્રમની EBM-Executive Board Members કારોબારી સમિતિના એક સભ્યની મુલાકાત લઈને રજૂઆત કરી હતી. EBMની રચના વિષ્ણુદેવાનંદે કરી હતી, જેથી પોતાના મૃત્યુ બાદ શિવાનંદ આશ્રમનું કામકાજ સંભાળી શકે. મેં કારોબારી સભ્ય સ્વામી મહાદેવાનંદનો સંપર્ક કર્યો હતો. એ પછી 2006માં મેં કારોબારીના બીજા ચાર સભ્યોને મળીને ફરિયાદ કરી હતી. EBMના વકીલે મને પૂછેલ કે ‘કથિત શોષણનો મામલો આટલાં વર્ષો પછી કેમ ઉઠાવી રહ્યાં છો?’ 30 જેટલી મહિલાઓએ યૌન શોષણની ફરિયાદ કરી હતી. આ મહિલાઓ વિદેશી હતી. ભારતીય મહિલાઓનું પણ શોષણ થતું હતું; પરંતુ તેઓ ફરિયાદ કરવામાં ડરતી હતી ! સ્વામી વિષ્ણુ-દેવાનંદ 1987 સુધી, દેખીતી રીતે, બહુવિધ યુવાન મહિલા ભક્તો સાથે અપ્રગટ રીતે સેક્સ્યુઅલી સક્રિય હતા. સ્વામી વિષ્ણુ-દેવાનંદ બ્રહ્મચારી નહોતા, તેમ છતાં આજે પણ ભક્તો તેમને બ્રહ્મચારી તરીકે આદરણીય માને છે !”