Opinion Magazine
Number of visits: 9457529
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૬ – ૪) : ભરત મુનિ

સુમન શાહ|Opinion - Opinion|23 November 2023

સુમન શાહ

ભરતના રસસૂત્રમાં સૂત્રિત વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવથી મનુષ્યજીવનનો ભાવસમૂહ સૂચવાય છે.

એ પછી સૂત્ર આમ પૂરું થાય છે, ‘સંયોગાત્ રસનિષ્પત્તિ:’ એટલે કે, એ ભાવોના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.

ભાવ અને રસ વચ્ચે શું સંભવે છે? શાસ્ત્ર કાર્ય-કારણ બતાવતાં એમ કહે છે કે ભાવોના ‘કાર્ય’ રૂપે – ઍક્શન રૂપે – અનુભાવો છે અને તે રસનું ‘કારણ’ બની શકે છે. બીજું એ કહે છે કે સ્થાયી ભાવ, વ્યભિચારી ભાવ, ‘ચિત્તવૃત્તિ’ રૂપ છે. પરન્તુ નિયમાનુસાર, બે ચિત્તવૃત્તિઓ સાથે સાથે ન હોઈ શકે, તેથી વિભાવો અને અનુભાવોથી ‘ઉપચિત’ સ્થાયી ભાવ જ રસ છે; અનુપચયિત સ્થાયીને માત્રસ્થાયી જ ગણવો જોઇશે.

મને એક પ્રશ્ન થયો છે : ભાવ અને રસ વચ્ચે ‘સંયોગાત્’ સંજ્ઞા છે. જો સંયોગ છે, તો એનો કરનાર પણ હશે; કોણ હોય છે?

હું એક ઉત્તર એ આપું કે વિભાવો રંગભૂમિ પરની ‘પ્રૉપ’ કહેતાં, પ્રૉપર્ટિ વગેરે તમામ સન્નિવેશથી – સૅટિન્ગ્સથી – સરજાય છે અને અનુભાવો તેમ જ વ્યભિચારી ભાવો અભિનેતાઓના અભિનયથી સરજાય છે. પરિણામે, સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે.

ભરત તો એટલે સુધી સૂચવે છે કે અભિનેતાઓએ સંયોગ સિદ્ધ થાય એ સ્વરૂપનો અભિનય કરવો જોઈશે.

આ મુદ્દો એમણે શૃંગાર આદિ લગભગ બધા રસ વિશે વિવરણપૂર્વક રજૂ કર્યો છે : હું બધા રસોની ઉત્પત્તિરૂપ શૃંગાર, રૌદ્ર, વીર, બીભત્સની, અને મને બહુ જ ગમતા કરુણ તેમ જ અદ્ભુતની જ વાત કરીશ :  

રસસૂત્રાનુસારી મુખમુદ્રાઓ —

Pic Courtesy : Mediated Unity

૧: શૃંગાર વિશે –

શૃંગારનો સ્થાયી ભાવ રતિ છે.

ભરત જણાવે છે કે શૃંગાર સ્ત્રી-પુરુષનાં નિમિત્તોથી સંભવે છે. ઉજ્જવળ વેશવાળી વ્યક્તિ શૃંગારવાન ગણાય છે. ઉત્તમ યૌવનવાનને શૃંગાર વધારે અનુકૂળ પડે છે, અથવા ઊલટું !

કહ્યું કે – તસ્ય દ્વે અધિષ્ઠાને સમ્ભોગો વિપ્રલમ્ભશ્ચ. શૃંગારરસનાં બે અધિષ્ઠાન છે, સમ્ભોગ શૃંગાર અને વિપ્રલમ્ભ શૃંગાર. અધિષ્ઠાનને આશ્રય કે પ્રકાર પણ કહી શકીએ.

ભરત જણાવે છે કે ઋતુ, માળાઓ, અનુલેપ, ઘરેણાં, પ્રિયજન, વિષય, સરસ ઘર, ઉપભોગ, ઉપવનગમન, શ્રવણ, દર્શન, ક્રીડા, લીલા વગેરે વિભાવોથી સમ્ભોગશૃંગાર ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.

વિપ્રલમ્ભ શૃંગાર અને કરુણ રસ વચ્ચેનો ફર્ક બતાવતાં ભરત કહે છે કે કરુણ રસ શાપ, ક્લેશ, વિનિપાત, ઇષ્ટજન-વિયોગ, ધનનાશ, વધ કે બન્ધનથી ઉદય પામે છે, એમાં ઉત્કણ્ઠા અને ચિન્તાથી સમુત્થિત નિરપેક્ષતાનો એટલે કે લાપરવાહીનો ભાવ હોય છે, જ્યારે વિપ્રલમ્ભમાં સાપેક્ષતાનો ભાવ હોય છે એટલે કે એકમેકની પરવા કરાતી હોય છે.

અભિનય માટે ભરત કહે છે, નયનચાતુર્ય, કટાક્ષ, લલિતમધુર અંગવિેક્ષેપ અને વાક્યાદિ અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે. ભય, આલસ્ય, ઉગ્રતા અને ઘૃણા સિવાયના ભાવો વ્યભિચારી ભાવો છે. નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, શ્રમ, ચિન્તા, ઉત્કણ્ઠા, નિદ્રા, સ્વપ્ન, ઉન્માદ અપસ્માર જડતા અને મૃત્યુ વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

૨ : રૌદ્ર વિશે –

રૌદ્રનો સ્થાયી ભાવ ક્રોધ છે.

ભરત જણાવે છે કે ક્રોધ રાક્ષસ, દૈત્ય અને ઉદ્ધત મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. કોઇનો નિરાદર કરવો, કોઇ પર આક્ષેપ કરવો, અપમાન કરવું, જૂઠું બોલવું તેમ જ કઠોર વાણી કે મત્સરતા વગેરે વિભાવોથી રૌદ્ર રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.

અભિનય માટે ભરત કહે છે, વ્યક્તિ પર શસ્ત્રપ્રહાર કરવો, માર મારવો, એને તંગ કરવી તેમ જ ફાડવું, ચીરવું, કાપવું, ઉગામવું વગેરે રૌદ્રસંગત કાર્યો છે. તદનુસારનો અભિનય કરવો. ઉપરાન્ત, દાંત કચકચાવવા, હોઠ દબાવવા, કાંડું પકડીને દબાવવું તેમ જ આંખ લાલ હોય, પ્રસ્વેદ થતો હોય, ભ્રકુટિ ખૅંચાતી હોય, વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:

કહે છે, સમ્મોહ, ઉત્સાહ, વેગ, અમર્ષ એટલે કે ક્રોધ, ચપલતા, ઉગ્રતા, પ્રસ્વેદ, વેપથુ એટલે કે કાંપવું, રોમાંચ, વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

૩ : વીર વિશે –

વીરનો સ્થાયી ભાવ ઉત્સાહ છે.

ભરત જણાવે છે કે એ ઉત્તમ કહી શકાય એવી પ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓમાં જોવા મળે છે. અસમ્મોહ, અધ્યવસાય એટલે કે નિશ્ચય, નીતિ, વિનય, પરાક્રમ, શક્તિ, પ્રતાપ, પ્રભાવ વગેરે વિભાવોથી વીર રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.

અભિનય માટે ભરત કહે છે, સ્થિરતા, શૌર્ય, ધૈર્ય, ત્યાગ, વૈશારદ્ય એટલે કે ચાતુર્ય વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:

કહે છે, ધૃતિ, મતિ, ગર્વ, વેગ, ઉગ્રતા, અમર્ષ એટલે કે ક્રોધ, સ્મૃતિ, રોમાંચ, વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

૪ : બીભત્સ વિશે –

બીભત્સનો સ્થાયી ભાવ જુગુપ્સા છે.

ભરત જણાવે છે કે અમનોહર અને અપ્રિય વસ્તુ જોવાથી, અનિષ્ટ સાંભળવાથી, જોવાથી કે બીજાને કહી બતાવવાથી, શબ્દદોષ દેખાય એથી, રસ, ગન્ધ, સ્પર્શ વગેરેમાં ત્રુટિઓ ધ્યાનમાં આવવાથી, સર્વ પ્રકારની વ્યાકુળતાઓથી બીભત્સ રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.

અભિનય માટે ભરત કહે છે, મૉં સંકોચવું, વમન કરવું, થૂંકવું, અંગો હાલે એમ કરવું વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:

કહે છે, અપસ્માર, વેગ, મોહ, વ્યાધિ, મરણ વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

૫ : કરુણ વિશે –

કરુણનો સ્થાયી ભાવ શોક છે.

ભરત જણાવે છે કે શાપથી જનમેલો ક્લેશ, ઇષ્ટજનનો વિયોગ, વિભવનાશ (ધન વગેરેનો), વધ, બન્ધન, ભાગદોડ, દુર્ઘટના, વ્યસન-સંયોગ વગેરે વિભાવોથી કરુણ રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટેના સન્નિવેશની રચના કરવી જોઈશે.

અભિનય માટે ભરત કહે છે, આંસુ સારવાં, શોકમૂલક વિલાપ કરવો, મૉં સૂકાયેલું કે નિસ્તેજ દર્શાવવું, નિસાસા નાખવા, ઉપરાન્ત, ગાત્રપતન કે વિસ્મરણ વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:

કહે છે, નિર્વેદ, ગ્લાનિ, ચિન્તા, ઉત્કણ્ઠા, આવેગ, મોહ, શ્રમ, ભય, વિષાદ, દીનતા, વ્યાધિ, જડતા, ઉન્માદ, અપસ્માર, મૃત્યુ વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

૬ : અદ્ભુત વિશે –

અદ્ભુતનો સ્થાયી ભાવ વિસ્મય છે.

ભરત જણાવે છે કે દિવ્ય વસ્તુના દર્શનથી, મનવાંછિત ઇચ્છા પૂરી થવાથી, ઉત્તમ વન કે દેવમન્દિરોમાં જવાથી, અસંભવ વસ્તુઓ કે ઇન્દ્રજાલથી, અતિશયાર્થ વાક્ય કે શીલનો બોધ થવાથી, વગેરે વિભાવોથી અદ્ભુત રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટેના સન્નિવેશની રચના કરવી જોઈશે.

અભિનય માટે ભરત કહે છે, આંખો વિસ્ફારિત કરવી, તાકી તાકીને જોવું, હર્ષ દર્શાવવો, ધન્યવાદ આપવા, ઉપહારનું દાન કરવું, વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

કહે છે, સ્પર્શ કરવો, ઉત્કણ્ઠિત થઈ જવું, હસવું, આંસુ સારવાં, હોહો કરવું, ગદ્ ગદ્ વચન ઉચ્ચારવાં તથા રોમાંચ, સ્તમ્ભ, પ્રસ્વેદ, આવેગ, સંભ્રમ, જડતા, વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

રસસૂત્રમાં, અગાઉ કહ્યું એમ, ભાવ અને રસ વચ્ચે ‘સંયોગાત્’ સંજ્ઞા છે. મેં એવો પ્રશ્ન કરેલો કે સંયોગ છે, તો એના કરનાર કોણ હોય છે -? આપણે જોઈ ગયા એ પ્રમાણે, એ સંયોગના કરનાર રંગકર્મીઓ અને અભિનેતાઓ હોય છે.

પણ હું બીજો ઉત્તર એ આપીશ કે એ સંયોગના કરનાર સર્જકો / લેખકો હોય છે. સર્જકતાની સત્તાએ સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે.

= = =

(11/21/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

हम एक साथ बहुत कुछ हारे 

कुमार प्रशांत|Opinion - Opinion|23 November 2023

कुमार प्रशांत

सभी दुखी हैं कि हम क्रिकेट का विश्वकप हार गए; मैं दुखी हूं कि हम क्रिकेट ही हार गए. मैच हारना और खेल हारना दो एकदम अलग–अलग बातें हैं. हार वक्ती होती है, पराजय का मतलब मनहारना होता है. हम मन से हारे हैं.

अगर ऐसा न होता तो कोई कारण न था कि एक लाख से ज्यादा दर्शकों से भरा स्टेडियम इस कदर गूंगा बन जाता. जिन्होंने अपने नाम से इस स्टेडियम का नामकरण करवाया है वे लगातार बेमतलब दहाड़ने के लिए विख्यात हैं. लेकिन इस विश्वकप में हमने उन्हें एकदम गूंगा पाया. वैसे फाइनल का खेल तो अच्छा ही हो रहा था. उतार–चढ़ाव से गुजर रहा था. खेल तो ऐसा ही होता है. लेकिन फेंफड़े के जोर से विश्वगुरू बनने वालों की भीड़ को यह बताया नहीं गया था कि उसे जो तैयार पटकथा दी गई है, उससे अलग कुछ घटने लगे तो उसे क्या करना है. उसे जो नारे सिखाए गए थे, जो जयकारा रटाया गया था, वह सब यह मान कर कि हमारी जीत तो पक्की है. खेल से साथ खेल करने वालों का ऐसा ही हाल होता है. 

कोई बताएगा तो नहीं अन्यथा यह पूछा जाना चाहिए और इस का जवाब किसी को देना ही चाहिए कि मैदान के अलावा भारतीय टीम के कपड़ों का रंग किसने बदलाव क्यों; और यह भी कि ऐसा करने वालों में कौन–कौन शरीक थे ? खिलाड़ियों को भगवा पहनाने की यह सोच उसी मानसिकता में से पैदा हुई है जो खेल की जीत को प्रधानमंत्री की और हार को खिलाड़ियों की जाति–धर्मका परिणाम बताती है. 

खिलाड़ी यदि भाड़े के टट्टू नहीं हैं तो उन्हें भी यह बताना चाहिए, कोच राहुल द्रविड़ को बताना चाहिए कि क्या उन्होंने क्रिकेट के इस भगवाकरण को खुशी–खुशी स्वीकार किया था ?  यदिअसहमति उठी तो वह कहां दर्ज की गई ? भारतीय क्रिकेट बोर्ड की किस बैठक में तय किया गया था कि विश्वकप का पहला व अंतिम मैच अहमदाबाद में होगा ? विश्वकप की नियंत्रक अंतरराष्ट्रीयक्रिकेट संस्थान से इस बारे में कोई विमर्श हुआ ? अहमदाबाद को क्रिकेट का मक्का बनने का यह सरकारी प्रयास अत्यंत गर्हित है, क्योंकि इसके पीछे क्रिकेटप्रेमी नहीं, सत्ता है. दुनिया का सबसे बड़ास्टेडियम बनाने से क्रिकेट–संस्कृति पैदा नहीं होती है. मायावती सरकारी पैसे से अपनी मूर्तियां लगवाएं, हाथी गढ़वाएं या मोदी अपने नाम का स्टेडियम बनवाएं, सरकारी पैसों से जगह–जगह शेर कादहाड़ता हुआ चेहरा लगवाएं, जनता के पैसों से जी-20 का अशोभनीय आत्म–प्रचार करवाएं तो यह सब शर्मनाक अहंकार के प्रदर्शन से अधिक कुछ नहीं है. यह लोकतंत्र से बलात्कार है.        

भारत में किया गया यह पूरा आयोजन विश्व कप के दूसरे आयोजनों से बहुत अलग था क्योंकि इस में खेल को राजनीति का हथियार बनाने की कोशिश की गई थी. यह क्रिकेट का विश्वकप कम, सत्ता का चुनाव–कप बन गया था और इसलिए पराजय से इसे उसी तरह सांप सूंघ गया जैसा चुनावी हार में होता है. सारे मैच कब, कहां और कैसे आयोजित किए जाएंगे, किन्हें माननीय अतिथि की तरह बुलाया जाएगा व किन्हें पूछा भी नहीं जाएगा, कैमरे को कब, क्या दिखाना है और क्या बिल्कुल नहीं दिखाना है, यह भी सत्ताधीश ही तै कर रहे थे. वीसा देने में ऐसी राजनीतिक मनमानी चली कि खेलने वाले देशों के दर्शक, विशेषज्ञ, पत्रकार आदि यहां आ ही नहीं सके. एक अंतरराष्ट्रीय आयोजन पार्टी का आयोजन बना दिया गया. सब तरफ हम–ही–हम थे : जुटाई हुई भीड़ ! इस लिए खेलबाजी कम, भीड़बाजी ज्यादा थी. मुहम्मद सामी और  मुहम्मद सिराज के खेल ने सबकी बोलती बंद कर दी थी अन्यथा उन्हें निशाने पर रखने की कोशिशें कम नहीं हुई थीं. भीड़ ऐसी ही होती है. वह देखने नहीं, दिखाने आती है. ऐसी भीड़ न खेल समझती है, न खिलाड़ी !

प्रधान मंत्री जिस तरह अहमदाबाद का फाइनल देखने अवतरित हुए, वह हमारी हार की सारी कलई खोल गया. यदि भारत की मजबूत स्थिति होती तो वे एकदम शुरू में ही स्टेडियम में आ बैठते. कैमरा भी जानता कि उसे कब, कैसे व कितनी देर तक वहीं टिके रहना है जहां वे बैठे हैं. लेकिन यहां तो कैमरे ने जैसे आंखें ही बंद कर लीं. बहुत पहले अहमदाबाद पहुंच चुके प्रधानमंत्री को बता दियागया था कि हमारी सारी योजना के बाद भी खेल में हमारी हालत बिगड़ी हुई है, सो प्रधानमंत्री तुरंत नहीं, घंटों बाद स्टेडियम पहुंचे. कब पहुंचे, कैमरे ने बताया भी नहीं. स्टेडियम में पहुंचाई गईभक्त–मंडली भी एकदम खामोश हो गई. आस्ट्रेलियाई कप्तान ने मैच से पहले ही कह दिया था कि भारतीय टीम के लिए चीखती भीड़ को खामोश कर देने जैसा आनंद हमारे लिए दूसरा नहीं होगा ! सो, वह सन्नाटा ही हमारी पराजित मानसिकता का गवाह बन कर स्टेडियम में गूंजता रहा. फिर लोगों के खिसकना भी शुरू कर दिया. किसी को यह आंकड़ा भी बताना चाहिए कि जब भारत हारा तब स्टेडियम में कितने लोग मौजूद थे ? जो तब थे वे ही क्रिकेट के लिए थे, बाकी जुटाए गए सब तो खिसक चुके थे. 

विजेता टीम को विश्व कप सौंपने प्रधान मंत्री जब आस्ट्रेलियाई उप–प्रधान मंत्री के साथ मंच पर पहुंचे तब तो इतनी हास्यास्पद स्थिति बनी कि खुदा खैर करे ! प्रधानमंत्री खेल–भावना का निर्वाह करने की शालीनता भी नहीं निभा सके, उनके ध्यान में यह भी नहीं रहा कि उनके साथ आस्ट्रेलिया के उप–प्रधानमंत्री भी हैं जो विजेता–भाव से भरे हैं. अपना फूला मुंह लिए उन्होंने किसी तरहआस्ट्रेलियाई कप्तान पैट कमिंस को कप थमाया और उल्टे पांव मंच से उतर चले. उन्होंने न जीत की बधाई में आस्ट्रेलियाई खिलाड़ियों से एक शब्द ही कहा, न उल्लास से उन्हें सराहा, न अपने समवर्ती उप–प्रधानमंत्री की गरिमा का ख्याल रखा. जब मन पराजित होता है तब वह इतना ही बेजायका हो जाता है. उनकी दूर जाती पीठ को देख कर कमिंस ने चेहरे पर वही भाव नाच उठा जोपस्त–पराजित को देख कर विजेता के चेहरे पर आता है. कहते हैं कि वहां से प्रधानमंत्री भारतीय ड्रेसिंग रूम गए व खिलाड़ियों से कहा कि वे जीत–हार भूल कर, अपने उम्दा खेल को याद करें, हम आपके साथ हैं. लेकिन यह सब खोखली, राजनीतिक चाल भर रह गयी क्योंकि इससे ठीक पहले आपने जो किया, वही आपकी चुगली खा रहा था. वैसे एक जवाब क्रिकेट बोर्ड को देना चाहिए कि प्रधान मंत्री भारतीय ड्रेसिंग रूम में कैसे प्रवेश पा गए ? नियम कहता है कि वहां खिलाड़ियों के अलावा किसी का भी प्रवेश नहीं होना चाहिए. नियम में प्रधानमंत्री अपवाद हैं, ऐसा नहीं लिखा है. कितना स्वाभाविक होता कि हमारी टीम स्वंय मैदान में आ कर प्रधान मंत्री से मिलती ! यह प्रधानमंत्री के लिए शानदार होता और  खिलाड़ियों के लिए पराजित मानसिकता से बाहर आने का मौका बन जाता. 

यह सब तो पराजित मन की बात हुई लेकिन हम खेल में भी हारे. टीम राहुल द्रविड़ ने पूरे अभियान में एक अजीब रवैया अपनाया जैसे जीत मुट्ठी में बंद कोई जुगनू है कि जो मुट्ठी खोलते ही उड़ जाएगा. यही राहुल द्रविड़ थे जिन्होंने कोच बनने के बाद से भारतीय टीम का सही स्वरूप सुनिश्चित करने के लिए कितने ही खिलाड़ियों को आजमाया, उनका बैटिंग–क्रम बदला, कितनी रणनीतियां बनाई–बदलीं, खिलाड़ियों की निश्चित भूमिकाएं तय कीं और उन पर जोर डाला कि वे वैसी ही भूमिका में खेलें. ऐसा सब बार–बार करने के बाद वे 15 खिलाड़ी छांटे गए जिनसे हर मैच की जरूरत के हिसाब से भारतीय टीम बनानी थी. लेकिन आस्ट्रेलिया के साथ हमारा पहला मैच जैसे ही संकट में पड़ा, और हम किसी तरह जीत सके, टीम राहुल को जैसे लकवा मार गया. उसने मैचों के हिसाब सेकोई प्रयोग किया ही नहीं. जो टीम बन गई वही अंत तक बनी रही. वो तो हार्दिक पंड्या घायल हो गए तो मुहम्मद समी को टीम में जगह मिली. टीम जिस तरह लगातार जीतती गई, उसने सुरक्षित रहने का मानस बना दिया. आपने ‘टीम में कोई परिवर्तन नहीं’ का सूत्र भले बना लिया, स्थान, मैच, विपक्ष, खेल की मांग तो परिवर्तित होती रही. आपने कुछ भी बदलाव नहीं किया. अगर नाव को नदी के वेग से ही बहना था तो नाविक की जरूरत क्या थी ? 

अश्विन को पहले मैच में आस्ट्रेलिया के खिलाफ मौका मिला और हमेशा की तरह उन्हों ने बेहतरीन गेंदबाजी की. अश्विन अपनी शैली के विश्व के नायाब स्पिनर हैं. उनकी हर गेंद विकेट लेने हीलपकती है. इसलिए आस्ट्रेलियाई खिलाड़ियों ने उनके सामने हर अनुशासन का पालन किया. अश्विन के हाथ उस मैच में 1 विकेट लगा. इसके साथ ही अश्विन का खेल पूरा मान लिया गया जबकिहम देख रहे थे कि कुलदीप व जाडेजा दोनों उतना प्रभाव पैदा नहीं कर पा रहे हैं और विपक्ष धीरे–धीरे उन्हें पढ़ता भी जा रहा है. इससे बचने के लिए भी जरूरी था कि अश्विन–कुलदीप–जडेजा की तिकड़ी को खूब फेंटा जाता. फाइनल में आस्ट्रेलिया आया तो जरूरी था कि अश्विन को सिराज या जडेजा की जगह लाया जाता. अश्विन का बल्ला भी मजबूत है, तो यह प्रयोग किया ही जाना था. लेकिन टीम राहुल को अजीब–सी जड़ता ने जकड़ लिया. ऐसा ही सूर्यकुमार यादव के साथ हुआ. एक तरफ वे लगातार विफल हो रहे थे, तो दूसरी तरफ  उन्हें खेलने का मौका भी कम मिल रहा था. फाइनल में, जब हम कमजोर हालत में पहुंच चुके थे और जरूरत थी कि आस्ट्रेलिया का तिलस्म छिन्न–भिन्न किया जाए, सूर्यकुमार को बल्लेबाजी में ऊपर ला कर देखना ही चाहिए था. वे चल जाते तो आस्ट्रेलिया की पकड़ टूट जाती, नहीं चलते तो भी कुछ जाता नहीं हमारा. उन्हें जाडेजा के बाद बैटिंग के लिए भेजना कैसी रणनीति थी ? जाडेजा पहले आ कर कई बेशकीमती गेंदें खा कर लौटगए तथा सूर्यकुमार भी कुछ कर तो नहीं सके.   

ओपनिंग में आक्रामकता की रोहित–रणनीति बहुत मोहक थी लेकिन हर गेंद पर छक्का ! फाइनल में टॉस हारने के बाद भारत की रणनीति तो यही होनी चाहिए थी कि सावधानी से खेलते हुए ज्यादा–से–ज्यादा रन जमा करें हम ताकि उसके बोझ तले आस्ट्रेलियाई उसी तरह टूट जाएं जैसे न्यूजीलैंड टूटा था ! हमें पता था कि विश्वकप में भारतीय पारी की रीढ़ रोहित के बल्ले से बनी है. रोहित अपनी लय में खेल भी रहे थे, फिर उस अंधाधुंधी का मतलब क्या था जबकि उस ओवर में 10 से अधिक रन बन ही चुके थे. हम यह भी देख रहे थे कि आस्ट्रेलियाई भूखे चीते की तरह फील्डिंग कर रहेथे, तो विशेष सावधानी की जरूरत थी. रोहित के खेल में वह सावधानी नहीं दीखी. गिल जैसे शॉट पर आउट हुए वह टेस्ट स्तर का कोई बल्लेबाज फाइनल में मारेगा क्या ? खेल तो खेल है लेकिनउसके पीछे एक योजना होती है जो खेल का चेहरा बदल देती है. फाइनल में वह योजना सिरे से गायब थी. 

तो हम चौतरफा हारे ! हमें अब चौतरफा वापसी करनी होगी. पहले क्रिकेट लौटेगा, फिर सफलता भी लौटेगी.

(23.11.2023) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

જગતમાં કોઈ જીતની ગેરંટી ન આપી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 November 2023

રમેશ ઓઝા

વડા પ્રધાનને પનોતી કહેવા એ વડા પ્રધાનનું અપમાન છે અને અસભ્યતા છે. બને કે વડા પ્રધાન તમને ન ગમતા હોય. બને કે વડા પ્રધાનની નીતિ સાથે તમે અસંમત હોય. પણ એનો અર્થ એવો નથી કે તેમના વિશે હલકી ભાષાનો ઉપયોગ કરવામાં આવે. અમદાવાદમાં યોજાયેલી વર્ડ કપ માટેની ફાયનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો એ માટે વડા પ્રધાનને પનોતી કહીને જવાબદાર ઠેરવવામાં આવે છે. કારણ એ છે કે વડા પ્રધાન તેમનાં નામે કરવામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતા અને તેમની ઉપસ્થિતિમાં ભારતનો પરાજય થયો હતો. પરાજય પણ નાલેશીભર્યો હતો. છેલ્લી ઓવર સુધી ભારતે ટક્કર આપી હોત તો વાત જુદી હતી. ઓસ્ટ્રેલિયાને પચાસ ઓવર રમવાની પણ જરૂર નહોતી પડી.

સંસારનો એક નિયમ છે કે કોઈ પણ બાજી (રમત) ખરીદીને કે બીજી રીતે મેનેજ કરીને પૂર્વનિર્ધારિત ન કરવામાં આવી હોય તો એ કોઈ પણ બાજુ જઇ શકે. આ જગતમાં કોઇ જીતની ગેરંટી ન આપી શકે. જેનો વિજય નિશ્ચિત લાગતો હોય એ પણ પરાજિત થઈ શકે. આવાં ચોંકાવનારાં પરિણામ અનેકવાર જોવા મળ્યાં છે. એમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં સામે ઓસ્ટ્રેલિયા હતું જે પાંચ વખત વર્ડ કપ જીત્યું હતું અને હજુ એક વાર ભારતની સામે લડવાનું હતું. પચાસ ઓવરનાં વર્ડ કપની શરૂઆત ૧૯૭૫માં થઈ હતી અને દર ચાર વર્ષે વર્ડ કપની મેચ યોજવામાં આવે છે. ૧૯૭૫થી ૨૦૨૩ સુધીમાં વર્ડ કપના ૧૩ મુકાબલા થાય છે જેમાં અમદાવાદના વિજય સહિત ઓસ્ટ્રેલિયા છ વખત કપ જીત્યું છે. વેસ્ટ ઇન્ડીઝ બે વાર, ભારત બે વાર, શ્રીલંકા એક વાર, ઇંગ્લેન્ડ એક વાર, પાકિસ્તાન એક વાર વિજયી થયાં છે. ૨૦૨૩ પહેલા યોજાયેલા વર્ડ કપના ૧૨ મુકાબલામાંથી પાંચ વખત ઓસ્ટ્રેલિયા વર્ડ કપ લઈ ગયું છે.

પણ સવારથી ગોદી મીડિયાએ એવો ઉપાડો લીધો હતો કે વર્ડ કપમાં ભારતનો વિજય નિશ્ચિત છે અને તેનો બધો જ શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. વડા પ્રધાનનાં કપડાં, વડા પ્રધાનની હોટલમાંનો ઉતારો, વડા પ્રધાનનો કાફલો, વડા પ્રધાનનો ઉમંગ, વડા પ્રધાનનો ખુશ મિજાજી સ્વભાવ, વડા પ્રધાનની હાજરી દ્વારા મળતી પ્રેરણા, વડા પ્રધાનના અમદાવદમાં અનુભવતા વાઈબ્રેશન વગેરે વગેરે. તમે સાભળતા થાકો, પણ ગોદી મીડિયા વખાણ કરતાં થાકતાં નહોતાં. આખો તમાશો જોઇને એમ લાગતું હતું કે ક્યાંક ઓસ્ટ્રેલિયાની ટીમે વર્ડ કપ ભારતના વડા પ્રધાનને તાસકમાં ધરી દેવાનો કોઈ નિર્ણય તો નથી લીધો! અથવા તો એવું તો નથી કે વર્ડ કપની મેચ ભારતના વડા પ્રધાનના બેનિફિટ માટે રમાઈ રહી છે!

વધારે પડતી મીઠાઈ ખાવાથી જેમ ઓકરી જવાય એમ વધારે પડતી કોઈની ખુશામત સાંભળીને પણ ઓકરી જવાય. જેની ખુશામત કરવામાં આવતી હોય તે વ્યક્તિ પણ જો તેનો વિવેક સાબૂત હોય તો તે પણ ખુશામતમાં અતિરેક જોઇને ઓકરી જાય. અકળામણ થવા લાગે, અસહ્ય લાગવા માંડે. પણ ગોદી મીડિયા છેલ્લા એક દાયકાથી અહર્નિશ ખુશામત કરે છે અને ખુશામત કરવામાં આપસમાં હરીફાઈ કરે છે. ગનીમત કહેવાય કે આપણા વડા પ્રધાનને હજુ ઓકારી થઈ નથી. ભક્તોને તો ઓકારી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ સૃષ્ટિનું સર્જન નરેન્દ્ર મોદીએ કર્યું એમ જો કોઈ કહે તો ભક્તો નાચી ઊઠે.

પણ કેટલાક લોકો માટે આ અસહ્ય બનવા લાગ્યું હતું અને એવા લોકોની સંખ્યા ભક્તોની સંખ્યા કરતાં ઘણી મોટી છે. એમાં ભારતમાં ક્રિકેટનું ઘેલું એટલું બધું છે કે લોકો એક વાર ચૂંટણીનાં પરિણામો જોવાનું માંડી વાળે પણ ક્રિકેટ જોવાનું ન છોડે. ટી.વી. ચેનલો પર ક્રિકેટની રમતનું સ્થાન નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે પણ નહોતું, માત્ર નૈમિત્તિક હતું. લોકો આ જોઇને ચિડાયા હતા અને એમાં જ્યારે ભારતનો પરાજય થયો ત્યારે લોકોનો ગુસ્સાનો શિકાર વડા પ્રધાન બન્યા હતા. આ ખોટું છે. અસભ્ય ભાષાનો પ્રયોગ કરવો એ અસભ્યતા છે, પણ આ અચાનક જોવા મળેલો બીજા છેડાનો અવિવેક અંતે તો પહેલા છેડાના અવિવેકનું પરિણામ છે એ હકીકત છે.

વડા પ્રધાને હવે આ ભાટોથી મુક્ત થવાની જરૂર છે. ઓકારી છૂટે એવી ખુશામત એક સમય પછી મોંઘી પડવા લાગે છે. અવળાં પરિણામ પેદા કરે છે. અત્યારે આ જોવા મળી રહ્યું છે. માત્ર અમદાવાદની મેચ પછી નહીં, છેલ્લા ઘણા સમયથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 નવેમ્બર 2023

Loading

...102030...757758759760...770780790...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved