Opinion Magazine
Number of visits: 9665356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૂવો ગળી ગયો

રૂપાલી બર્ક|Poetry|14 June 2024

ગઈકાલે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસે

નાની શી ત્રણ બાળકીઓ

કિલોલ કરતી નીકળી પડી

પંચમહાલના પીપળિયા ગામના

જંગલમાં એમના બકરા ચરાવવા.

પાંચ વર્ષની કીર્તિ વનરાજભાઈ બારીઆ,

દસ વર્ષની સરસ્વતી અજબભાઈ બારીઆ

અને બાર વર્ષની લલિતા છગનભાઈ બારીઆ.

બકરા ચરાવતાં પાણીની તરસ લાગતાં 

નજીક એક ખેતરના કાચા કૂવામાં એક ઉતરી

પગ લપસ્યો ને બીજી એને બચાવવા ઉતરી

પછી ત્રીજી મદદ માટે ઉતરી

માનવ ધર્મ બજાવવામાં 

ધૂળનાં ફૂલ અકાળે ખરી પડ્યાં.

ખોટું થયું, ખૂબ જ ખોટું, 

પણ જીવી હોત તો ય મોટી થઈને આવા

અવેતન ઢસરડા જ કરવાના આવતને?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

एनडीए सरकार में हिन्दू राष्ट्रवाद की दिशा

राम पुनियानी|Opinion - Opinion|14 June 2024

राम पुनियानी

लोकसभा आमचुनाव में भाजपा के 272 सीटें हासिल करने में विफल रहने के बाद एनडीए एक बार फिर नेपथ्य से मंच के केंद्र में आ गया है.

सन 1998 में अटलबिहारी वाजपेई एनडीए सरकार के प्रधानमंत्री बने थे. उस सरकार के कार्यकलापों पर भी भाजपा की राजनीति का ठप्पा था. उस सरकार ने हिंदुत्व के एजेंडे के अनुरूप संविधान की समीक्षा के लिए वेंकटचलैया आयोग नियुक्त किया, पाठ्यपुस्तकों का भगवाकरण किया और ज्योतिषशास्त्र व पौरोहित्य को विषय के रूप में पाठ्यक्रम में जोड़ा. सन 2014 और 2019 में बनी मोदी सरकारें तकनीकी दृष्टि से भले ही एनडीए की सरकारें रही हों मगर चूँकि भाजपा को अपने दम पर बहुमत हासिल था इसलिए अन्य घटक दल साइलेंट मोड में बने रहे और भाजपा ने बिना रोकटोक अपना आक्रामक हिन्दू राष्ट्रवादी एजेंडा लागू किया. इसमें शामिल था राममंदिर का निर्माण और अनुच्छेद 370 का कश्मीर से हटाया जाना. इसके अलावा सरकार की मौन सहमति से गाय और बीफ के नाम पर मुसलमानों की लिंचिंग की गयी और लव जिहाद और न जाने कितने अन्य किस्मों के जिहादों की बातें की गईं.

मोदी सरकार का तानाशाहीपूर्ण नजरिया संवैधानिक संस्थाओं की स्वायत्ता समाप्त होने और मीडिया के गोदी मीडिया में बदलने के रूप में भी अभिव्यक्त हुआ. हालात इतने ख़राब हो गए कि विपक्ष को एक होकर इंडिया गठबंधन बनाना पड़ा ताकि मोदी सरकार को हराया जा सके. मोदी और भाजपा का चुनाव अभियान मुस्लिम-विरोध पर केन्द्रित रहा. पहले यह कहा गया कि कांग्रेस के चुनाव घोषणापत्र पर मुस्लिम लीग की छाप है. कांग्रेस के अधिकांश नारों और वायदों को मुसलमानों के तुष्टिकरण से जोड़ा गया. मुसलमानों को घुसपैठिया और ज्यादा बच्चे पैदा करने वाले बताया गया. घटिया दर्जे के चुनाव प्रचार का नया रिकॉर्ड कायम करते हुए मोदी ने कहा कि कांग्रेस मुसलमानों के लिए मुजरा करेगी. यह भी कहा गया कि अगर कांग्रेस सत्ता में आई तो आतंकवादियों को जेलों से रिहा कर दिया जाएगा, उन्हें बिरयानी की दावत दी जाएगी और भारत में तालिबान का शासन स्थापित हो जाएगा.

हमारे तंत्र को इस तरह तोड़मरोड़ दिया गया है कि मुसलमानों के नाम मतदाता सूचियों से गायब कर दिए जाते हैं. कई बार पुलिसकर्मी मुसलमानों को मतदान केन्द्रों से भगा देते हैं. दरअसल, मुसलमानों को दूसरे दर्जे का नागरिक बना दिया गया है. वे राजनीति से गायब हो गए हैं. इस सबसे इस असहाय समुदाय के खिलाफ नफरत और गहरी हुई है.

भाजपा का दावा था कि उसे 370 से ज्यादा सीटें हासिल होंगी और एनडीए 400 पार हो जाएगा. यह नहीं हुआ और इससे मुसलमानों की जान में जान आई. परिणाम आने के बाद मोदी ने खुद को प्रधानमंत्री तो घोषित कर दिया पर उनकी भाषा बदल गई. अब उन्हें ‘सर्वधर्म समभाव’ याद आने लगा है. पिछले दस सालों में मुसलमानों (और ईसाईयों) के साथ जो हुआ, उसके बाद मोदी का ‘सर्वधर्म समभाव’ की बात करना पाखंड की इंतेहा नज़र आती है.

मुसलमानों के लिए आने वाले दिन कैसे होंगे? उन्हें कुछ राहत तो मिलेगी क्योंकि गुंडों को जो छूट दी गई है, उसमें कुछ कमी आ सकती है. हालाँकि ऐसा होना पक्का नहीं है क्योंकि सांप्रदायिक गुंडे व्यवस्था का हिस्सा बन चुके हैं. मुसलमानों के खिलाफ हिंसा के विरोध में नीतीश और नायडू जैसे भाजपा के गठबंधन साथी आवाज़ उठाते है या नहीं यह कुछ समय बाद ही पता चलेगा. और मोदी की पार्टी की दादागिरी के आगे उनकी कितनी चलेगी, यह भी अभी साफ़ नहीं है. हिन्दू राष्ट्रवादियों द्वारा फैलाई गई नफरत इतनी व्यापक है और उसकी पैठ इतनी गहरी है कि उससे मुकाबला करना आसान नहीं है.

यह हो सकता है कि हिंदुत्व की राजनीति के तीसरे चरण – सामान नागरिक संहिता (यूसीसी) – को लागू करने का इरादा छोड़ दिया जाए. मुसलमानों के साथ भेदभाव करने वाले नागरिकता संशोधन अधिनियम (सीएए) की तलवार अल्पसंख्यक समुदाय पर लटक रही है और यह आगे ही पता चलेगा कि भाजपा उसके कार्यान्वयन के लिए कितना दबाव बनाती है.

ऐतिहासिक शाहीन बाग़ आन्दोलन की जबरदस्त सफलता के बाद सांप्रदायिक भाजपा शायद सीएए लागू करने पर जोर नहीं देगी जब तक कि उसे अपने अनुभव के आधार पर यह नहीं लगने लगेगा कि वह नायडू और नीतीश – जिनकी इस मामले में सोच अलग है – की आवाज़ को कुचल कर अपनी चला सकती है. ज्ञातव्य है कि नायडू ने मुसलमानों को चार प्रतिशत आरक्षण देने की शुरुआत की थी.

इसके अलावा, भाजपा को जातिगत जनगणना के अपने विरोध पर भी पुनर्विचार करना पड़ सकता है. बिहार के मुख्यमंत्री के रूप में नीतीश कुमार ने इसकी शुरुआत की थी और देश में काफी लोग इसके पक्ष में हैं. मोदी के इस दावे पर किसी ने भरोसा नहीं किया कि इंडिया गठबंधन, एससी, एसटी और ओबीसी से आरक्षण कोटा छीन कर उसे मुसलमानों को दे देगा.

आने वाले समय में मुसलमानों की सामाजिक, राजनैतिक और आर्थिक स्थिति कैसी रहेगी? संघ परिवार द्वारा मुसलमानों के खिलाफ फैलाई गयी नफरत, सामूहिक सामाजिक सोच में गहरे तक पैठ कर गयी है. एक औसत हिन्दू मुसलमानों में कुछ भी अच्छा नहीं देखता. इस स्थिति के लिए संघ परिवार तो ज़िम्मेदार है ही उसके साथी संगठनों, परिवर्तित पाठ्यपुस्तकों, मीडिया और मुंहजुबानी प्रचार ने भी इसमें भूमिका निभाई है.

दुष्प्रचार और मिथक नफरत के महल की नींव हैं. मुसलमानों के प्रति नफरत उनके खिलाफ हिंसा और समाज के धार्मिक आधार पर ध्रुवीकरण का कारण है. आरएसएस की 2024 के चुनाव में क्या भूमिका रही, इसके और विश्लेषण की ज़रुरत है मगर इसमें कोई संदेह नहीं कि संघ ही मुसलमानों के खिलाफ नफरत फैलता आ रहा है और पिछले दो दशकों से उसने ईसाईयों के खिलाफ भी नफरत फैलानी शुरू कर दी है. मोदी राज के दस सालों में आरएसएस की शाखाओं की संख्या दो गुनी हो गयी है. ओडिशा के कंधमाल में व्यापक ईसाई-विरोधी हिंसा हुई थी और पास्टर स्टेंस और उनके दो लड़कों को जिंदा जला दिया गया था. उसी समय जो बीज बोए गए थे वे अब फल दे रहे हैं. ओडिशा में भाजपा की सरकार बन गई है.

केरल में कई कारणों के चलते भाजपा ने भले ही ईसाईयों के एक तबके में अपनी पैठ बना ली हो मगर ईसाई आज भी हिन्दू राष्ट्रवादी राजनीति के निशाने पर हैं और यह ईसाईयों की प्रार्थना सभाओं पर होने वाले हमलों से जाहिर है.

कुल मिलाकर, मुसलमानों का हाशियाकरण जारी रहेगा. आरएसएस ने हमारे समाज को इस हद तक ध्रुवीकृत कर दिया है कि उसे पलटना आसान नहीं है. आरएसएस जो कर रहा है उसका अत्यंत सारगर्भित वर्णन सरदार पटेल ने किया था. सन 1948 में आरएसएस पर प्रतिबंध लगाने के बाद उन्होंने लिखा, “उनके सारे भाषण सांप्रदायिक ज़हर से भरे रहते थे. और उसी ज़हर के नतीजे में देश को गाँधीजी के अनमोल जीवन की बलि देखनी पड़ी.” नफरत को फैलने से नहीं रोका गया और नतीजे में आज वह एक कई सिर वाला सांप बन गई है. हम इस नफरत को ख़त्म किये बिना उस भारत का निर्माण नहीं कर सकते जिसका सपना हमारे स्वाधीनता संग्राम सेनानियों ने देखा था.

11 जून 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

‘ઇન્ડિયન ઓપીનિયન’માં ગાંધીજીનું આરંભિક પત્રકારત્વ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 June 2024

ચંદુ મહેરિયા

બીજી ઓકટોબર ૧૮૬૯ના રોજ જન્મેલા મોહનદાસ ગાંધી ૧૮૯૩ના એપ્રિલમાં દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ગયા ત્યારે ૨૩ વરસના યુવા બેરિસ્ટર હતા. અલબત્ત ‘કુલી બારિસ્ટર’. દક્ષિણ આફ્રિકાના રંગભેદનો અનુભવ એમને બીજે કે ત્રીજે દિવસે જ ત્યારે થયો, જ્યારે ડરબનની કોર્ટમાં ન્યાયાધીશે તેમને માથા પરની પાઘડી ઉતારવા કહ્યું. અઠવાડિયા પછી ડરબનથી ટ્રેનમાં પ્રિટોરિયા જતાં ફસ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં શરીરના રંગને લીધે તેમને મેરિત્સબર્ગ સ્ટેશને ધક્કો મારીને નીચે ઉતારી મૂક્યા. અંગત અપમાનની આ ક્ષણે જ તેમણે રંગદ્વેષના મહારોગની નાબૂદીનો સંકલ્પ લીધો હતો. બે ટૂકડે ૨૧ વરસ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. ગયા હતા તો વકીલ તરીકે પણ ત્યાં ખરેખર તો તેમણે અહિંસક સત્યાગ્રહના નવતર પ્રયોગ થકી રંગભેદ નાબૂદીની વકીલાત કરી હતી. ભારતના મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકાના મહાત્મા ગાંધી બની ૧૯૧૫માં સ્વદેશ આવ્યા, ત્યારે દેશનું આઝાદી આંદોલન જાણે કે તેમના નેતૃત્વની પ્રતીક્ષા કરતું હતું.

રંગભેદનો ભોગ બનનાર લોકોએ તેના વિરોધ માટે એકત્ર આવવું જરૂરી હતું. ગાંધીજીની પહેલ અને પ્રયત્નોથી ૧૮૯૩માં નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસની સ્થાપના થઈ હતી. આ સંગઠનનું ધ્યેય ભારતીયોના હિતોનું રક્ષણ તથા દક્ષિણ આફ્રિકાના ભારતીયોની સ્થિતિ અંગે અંગ્રેજો, સરકાર અને લોકોને માહિતગાર રાખવા અને સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરવાનું હતું. ૧૯૦૩માં ટ્રાન્સવાલના ભારતીયોના હિતોની રક્ષા માટે બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશનની રચના થઈ. રંગભેદ નાબૂદીની ચળવળ માટે સંસ્થાગઠન પછીની જરૂરિયાત અખબારની લાગી. અગાઉ પણ તે માટેના પ્રયાસો થયા હતા. ગોરી સરકાર હિંદીઓ પ્રત્યે બેપરવા અને પ્રેસ નિહિત સ્વાર્થમાં રમમાણ હતા. એટલે ભારતીયોને પોતાનો અવાજ રજૂ કરવા સામયિક જરૂરી લાગ્યું.

મૂળે મુંબઈના પૂર્વ શિક્ષક અને ગાંધીજીના રાજકીય સહકર્મી મદનજીત વ્યવહારિકે ૧૮૯૮માં ડરબનમાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. નાતાલ કાઁગ્રેસનું બધું જ સાહિત્ય ત્યાં છપાતું હતું. મદનજીત એક અખબાર શરૂ કરવા માંગતા હતા. ગાંધીજીના મદદ અને માર્ગદર્શનથી તે આસાન બન્યું. ચોથી જૂન ૧૯૦૩ના રોજ ‘ઇન્ડિયન ઓપીનિયન’ શરૂ કરવામાં આવ્યું. આજે તો તેને ૧૨૧ વરસો થયાં. પરંતુ ગાંધીજીના પત્રોમાં તેમનું આ પહેલું સામયિક ઘણું મહત્ત્વનું છે.

અઠવાડિક ‘ઇન્ડિયન ઓપીનિયન”ના પહેલા તંત્રી (જેને ગાંધીજી અધિપતિ કહે છે)  મનસુખલાલ નાજર હતા. સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ લખ્યું છે તેમ તંત્રીપણાનો લેખન સહિતનો તમામ બોજો ગાંધીજી પર હતો. ગાંધીજીની સહી વગરના ગાંધીજી લિખિત પહેલા અંકના અગ્રલેખ ‘આ વર્તમાનપત્ર’માં અખબારની જરૂરિયાત અને ઉદ્દેશ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તે મુજબ તેઓ ‘ઇન્ડિયન ઓપીનિયન’ મારફતે જુદી જુદી પણ એક જ અદ્દભુત રાજની પ્રજા વચ્ચે સંપ વધારવા અને ભાઈબંધી ઘાડી કરવા માંગતા હતા. સાથે સાથે ઇન્ડિયનોની ભૂલો બેધડક બતાવવા અને તે સુધારવાની રીત સૂચવવાનો પણ હેતુ જણાવ્યો છે.

સત્યના પ્રયોગોમાં ગાંધીજી લખે છે : ‘ઇન્ડિયન ઓપીનિયન’ તેમના જીવનના કેટલાક ભાગનો નિચોડ છે. દર અઠવાડિયે ગાંધીજી તેમાં પોતાનો આત્મા રેડતા હતા. વાચકોને તેઓ જેને સત્યાગ્રહરૂપે ઓળખતા હતા તે સમજાવતા હતા. ગાંધીજીએ ૧૯૧૪ સુધીના ‘ઇન્ડિયન ઓપીનિયન’ના એક પણ અંકમાં કંઈ ના લખ્યું હોય તેમ બન્યું નથી. વળી  એક પણ શબ્દ વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો નથી  કે કોઈને કેવળ ખુશ જ કરવાને લખ્યો નથી. એટલે જ ગાંધીજીને ‘ઇન્ડિયન ઓપીનિય’ને કોમની સારી સેવા કરી હોવાનો સંતોષ હતો.

જેમ હિંદીઓ તેમ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ગોરાઓ પણ ‘ઇન્ડિયન ઓપીનિયન’ના વાચકો અને ચાહકો હતા. કેટલાક ગોરાઓ તો તંત્રીમંડળમાં અને વ્યવસ્થાપનમાં પણ સક્રિય હતા. શરૂઆતમાં તે અંગ્રેજી, ગુજરાતી, તમિળ અને હિંદીમાં પ્રગટ થતું હતું. દક્ષિણ આફ્રિકામાં હિંદી પ્રજાની સ્થિતિ ભારતના અસ્પૃશ્યો જેવી હતી. પણ અંગ્રેજોની ન્યાય કરવાની નીતિ પસંદ હોઈ ગાંધીજીએ રજૂઆતો વિનંતી અને અરજનો માર્ગ અપનાવ્યો હતો. તે ફળીભૂત ના થતાં અહિંસક સત્યાગ્રહનો રસ્તો લીધો. વારંવાર જેલ ગયા, હિંદીઓને અન્યાયકર્તા કાયદાનો વિરોધ કર્યો, ઉપવાસ કર્યા અને કઠિન પ્રયાસો અને લાંબી ધીરજ પછી સફળ થયા હતા.

ગાંધીજીએ તેમના જીવનકાળમાં ‘ઇન્ડિયન ઓપીનિયન’, ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને ‘હરિજન’ પત્રો કાઢ્યા હતા. પત્રકારત્વ વિશેના તેમના વિચારો ખૂબ જ સ્પષ્ટ હતા. લવાજમ કે લોકોની આર્થિક મદદથી અખબાર ચલાવવામાં તે માનતા હતા અને ખાનગી કે સરકારી જાહેરખબરોથી દૂર રહેવાનું તેમનું વલણ હતું. વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવા જોઈએ તેમ તેઓ અનુભવથી માનતા હતા. અખબારની શક્તિ અને તેની મર્યાદા બંને તે જાણતા હતા. એટલે તેમણે લખ્યું, ‘વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે.’

ગાંધીજીનું આરંભિક પત્રકારત્વ અને તેમની વિશિષ્ટતા તથા મર્યાદા ‘ઇન્ડિયન ઓપીનિયન’ના તેમનાં લખાણોમાં દેખાય છે. ભાષાની સરળતા અને વિચારોની સ્પષ્ટતા ગાંધીજીનો વિશેષ છે. ‘ઇન્ડિયન ઓપીનિયન’માં તેમણે લખેલા ચરિત્રો અને મોટાભાગે વિદેશીઓના તે પછીના ગાંધીજીના લેખનમાં જોવા મળતા નથી. એ જ રીતે હિંદ સ્વરાજ કે આત્મકથાની જેમ ગાંધીજીની અન્ય લેખમાળાઓ પણ અહીં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી. કેટલાક શબ્દો અને વાક્યો ભાષા અને વ્યાકરણની દૃષ્ટિએ ત્રુટિપૂર્ણ લાગે છે. ભારતીય કલા  પરનું તેમનું લખાણ વિચારોની પરિપકવતા અને સ્પષ્ટતાની રીતે ચકાસવા જેવું છે. મૈસુરના મહારાજાનો નવો મહેલ બંધાઈ રહ્યો છે તેના અંગ્રેજી અખબારના અહેવાલના અંશો પ્રગટ કરી તેમણે ટિપ્પણી કરી છે કે ભારત એ જંગલી લોકોનો કે ઝૂંપડીઓનો દેશ નથી. વળી આ મહેલના બાંધકામને તેમણે રાષ્ટ્રીય ગૌરવની સંતુષ્ટિનો મામલો ગણાવ્યો ત્યારે ગાંધીની સાદાઈના આગ્રહ સામે સવાલ થાય છે. ૪ થી જૂન ૧૯૦૩ના રોજ ‘ઇન્ડિયન ઓપીનિયન’નો પ્રથમ અંક પ્રગટ થયો હતો, તેમ છતાં ગાંધીજીએ આત્મકથામાં “આ છાપાની ઉત્પત્તિ ૧૯૦૪માં થઈ “( પૃષ્ઠ ૨૭૬) તેમ જણાવ્યું છે. સાર્થ ગુજરાતી જોડણીકોશના ઉઘડતે પાને “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી” એમ ગાંધીજી કહે છે. પરંતુ સત્યના પ્રયોગો અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં એમણે ‘ઇન્ડિયન ઓપીનિયન’ની જોડણી સ્વૈચ્છાએ કરી છે!

‘ઇન્ડિયન ઓપીનિયન’ના પહેલા વરસના તંત્રીલેખમાં ગાંધીજીએ લખ્યું હતું, “અમે નથી તો તમિળ કે નથી બંગાળી, નથી હિંદુ કે મુસલમાન. નથી બ્રાહ્મણ કે વાણિયા અને ન જ હોવા જોઈએ. બલકે અમે કેવળ બ્રિટિશ ભારતીય છીએ.”  દક્ષિણ આફ્રિકાના  વિભાજીત ભારતીયોમાં ‘ઇન્ડિયન ઓપીનિયને’ એક રાષ્ટ્રીય ઓળખ ઊભી કરી હતી. ચાર વરસ પછી ‘ઇન્ડિયન ઓપીનિયન’ના પ્રાગટ્યના સવાસોમે, વર્ણ, વર્ગ, જ્ઞાતિ, કોમ, ભાષા, લિંગ અને એવી ઘણી રીતે વિભાજીત ભારતને ૧૨૦ વરસ પૂર્વે લખાયેલા ગાંધીજીના આ શબ્દોના અમલની કેટલી જરૂર છે, નહીં ?

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...672673674675...680690700...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved