Opinion Magazine
Number of visits: 9457393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રિઝાવા, ખિજાવા, ભસવા અને કરડવાની અથશ્રી શ્વાન કથા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 February 2024

ચંદુ મહેરિયા

પત્રકારત્વના વિદ્યાર્થીઓને સમાચાર કોને કહેવાય તે શિખવતાં કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તે સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. કૂતરું માણસને કરડે તે સાવ નાની અમથી કે સમાચાર મૂલ્ય વગરની ઘટના  હશે ત્યારે સમાચાર વિશેની આ સમજ કદાચ સાચી હશે. પરંતુ આજે તો કૂતરાં કરડવાથી, ખાસ તો શહેરી વિસ્તારોમાં , લોકો એટલા ત્રાહિમામ્‌ છે કે કોઈ અખબાર તેના રિપોર્ટરને કૂતરાં અને ગાયના ત્રાસ અંગેના સમાચારની બીટ ફાળવે તો હવે નવાઈ નહીં. 

કૂતરું માનવીનું વફાદાર અને રક્ષક સાથી છે. તેનો માલિક અને તેના પરિવાર સાથે ભાવનાત્મક સંબંધ રચાય છે. તાલીમથી તે વધુ સજ્જ બને છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૬.૨ કરોડ રખડતાં શેરી કૂતરાં છે તો ૩.૧૦ કરોડ પાળેલાં કૂતરાં છે. એકલા અમદાવાદ શહેરમાં આશરે પોણા ચાર લાખ આવારા કૂતરાં છે. એટલે કે પચાસ અમદાવાદીએ એક કૂતરું છે. આમ તો માનવી અને કૂતરાંનું સહઅસ્તિત્વ વરસો પૂરાણુ છે, પરંતુ હમણાં હમણાંથી તેમની વચ્ચે અંતર વધ્યું છે. 

શ્વાનની સોબત તે રીઝે તો ય અને ખીજે તો ય માનવી માટે દુ:ખદાયી છે. તેના ઘણા અજીબ કિસ્સા બને છે. ૨૦૧૫માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો પાલતુ શ્વાન તેમના પત્ની શર્મિલા ઠાકરેને કરડ્યો હતો. કહે છે કે તેમનો પગ થોડો ડોગીના શરીર પર આવી ગયો એટલે તે ખિજાયો અને શર્મિલામેડમના ચહેરા પર બચકા ભર્યાં. કૂતરાંના દાંતે ચહેરાના હાંડકાંને એવું તો કરડી ખાધું હતું કે પાંસઠ ટાંકા લેવા પડ્યા અને પછી પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી.

અમેરિકી પ્રેસિડન્ટ જો બાઈડનના જર્મન શેફર્ડ પ્રજાતિના બે પેટ ડોગ્સ મેજર અને કમાન્ડરે વ્હાઈટ હાઉસના સ્ટાફ અને સિક્રેટ સર્વિસના લોકો પર ડઝનબંધ હુમલા કર્યા પછી તેમને વ્હાઈટ હાઉસમાંથી તગેડી મૂકવા પડ્યા છે. હમણાં ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપ્રમુખ માલ્દોવનાની સત્તાવાર મુલાકાતે હતા તે દરમિયાન પ્રેસિડેન્ટ ભવનમાં ફરી રહ્યા હતા ત્યારે માલ્દોવનાના રાષ્ટ્રપ્રમુખના પાંચેક પેટ ડોગ્સ બાંધેલા જોઈને ઓસ્ટ્રિયન પ્રમુખ તેમને વહાલ કરવા લાગ્યા તો એક ડોગીએ તેમને બચકુ ભર્યું. આ ઘટનાથી યજમાન દેશના પ્રમુખ બહુ મુંઝાઈ ગયા તેમણે વારંવાર માફી માંગી અને વધુ ભીડ જોઈને કૂતરું કરડ્યાનો ખુલાસો કર્યો. અમેરિકન બુલી પ્રજાતિના ડોગ્સના હુમલાથી બ્રિટનનમાં ચૌદ લોકોના મોત થયા પછી વડા પ્રધાન ઋષિ સુનકે આ નસ્સલનાં કૂતરાં પર એક વરસ માટે પ્રતિબંધ મૂક્યો છે. કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના માતા સોનિયા ગાંધીએ એક પેપ ગિફ્ટ કર્યું .રાહુલે તેનું નામ નૂરી રાખ્યું એટલે મુસ્લિમ નેતાઓને તે મુસ્લિમ દીકરીઓનું અપમાન લાગ્યું. ૨૦૨૩ના અંતિમ મહિને ૫૭ ટકા જેટલી ભારે બહુમતીથી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ઓસ્ટ્રિયાના વર્તમાન પ્રમુખે તેમનો વિજ્ય તેમના પાળેલા કૂતરાઓને અર્પણ કર્યો હતો. કટ્ટર જમણેરી અને અરાજક મૂડીવાદી તરીકે જાણીતા આ રાષ્ટ્રપ્રમુખે સોંગદવિધિથી પરત ફરતાં રસ્તામાં તેમનો કાફલો એક ડોગીને જોઈને થોભાવી દીધો હતો અને તેને રમાડવા લાગ્યા હતા.  

પાળેલાંની જેમ રખડતાં કૂતરાં કરડવાના અને હુમલાના પણ અજાયબ બનાવો બને છે. ગયા વરસના નવેમ્બરમાં કચ્છના એક ગામે હડકાયું કૂતરું ભેંસની પાડીને કરડ્યું. પાડીને હડકવાની અસર થઈ તે દરમિયાન તેણે ભેંસ માતાનું દૂધ પીધું . ભેંસના માલિકે ભેંસનું દૂધ ગામમાં સવાસો ઉપરાંત લોકોને વેચ્યું હતું. એટલે તે સૌને પણ હડકવાની અસર થવાની ભીતિ ઊભી થતાં સૌને રસી મૂકાવવી પડી હતી. બાળકો, વૃદ્ધો, શારીરિક રીતે કમજોર વ્યક્તિઓ અને મહિલાઓ શેરીશ્વાનના હુમલાઓનો સવિશેષ ભોગ બને છે .ઘણાના મૃત્યુ પણ થયા છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના શેરી ડાઘિયાઓએ તો એક વાનરને ફાડી ખાધો હતો.

ભારતમાં વરસે કૂતરા કરડવાના લગભગ પોણા બે કરોડ બનાવો બને છે. આ આંકડામાં નોંધાયેલા અને વણનોંધાયેલા બનાવોનો સમાવેશ થાય છે. લોકસભા  પ્રશ્નના જવાબમાં ૨૦૨૦થી ૨૦૨૨ના ત્રણ વરસોમાં દેશમાં કુલ ૮૫.૧૪ લાખ કૂતરા કરડવાના બનાવો સરકારી ચોપડે નોંધાયા હોવાનું જણાવાયું છે. આ ગાળામાં ગુજરાતમાં ૭.૯૩ લાખ કેસો બન્યા હતા. એ હિસાબે દેશમાં રોજના પોણા આઠ હજાર અને ગુજરાતમાં સવા સાતસો લોકોને કૂતરાં કરડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતમાં હડકવાને કારણે દરા વરસે ૨૦,૦૦૦ લોકોના મોત થાય છે. હડકવાને લીધે સમગ્ર વિશ્વમાં થતાં મોતમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ છે. વળી ભારતમાં હડકવાથી થતાં મોતના કુલ કિસ્સામાં અડધા કરતાં વધુ મોત પંદર વરસથી નીચેની ઉંમરના બાળકોનાં હોય છે. 

અનુભવીઓ અને નિષ્ણાતોના મતે કૂતરાંઓના  આક્રમક  બનવાના, લોકો પર હુમલા કરવાના અને કરડવાના કારણોમાં – મોસમમાં બદલાવ, હોર્મોન્સમાં ફેરફાર, ગલુડિયાના જન્મ સમયે માદા શ્વાન તેના રક્ષણ માટે વધુ સજાગ, લોકો દ્વારા કૂતરાંની પજવણી, ઉશ્કેરણી કે માર મારવો, કૂતરાંના ખોરાકમાં થયેલો ફેરફાર, મેટિંગ સિઝન હોવી, ટીનેજરો દ્વારા તેને છંછેડવા-નો સમાવેશ થાય છે. આ કારણો ઘટી શકે કે દૂર થઈ શકે તો કૂતરાનો ત્રાસ ઘટાડી કે દૂર કરી શકાય અને માનવી સાથેનું તેનું સહઅસ્તિત્વ બની રહે. 

 ભારતની પેટ ડોગ ઈકોનોમીનું કદ આ દાયકાના અંતે ૨૨,૦૦૦ કરોડનું થવાની સંભાવના હોય, મહાનગર મુંબઈમાં પેટ ડોગના ટ્રેનરનો કલાકનો ચાર્જ મ્યુઝીક ટીચર કરતાં બે ગણો હોય ત્યારે શું પાળેલાં કે શું રખડતાં – તમામ કૂતરાં વિશે સરકાર અને સમાજે ગંભીર બનવું પડશે. કૂતરાંને પકડીને દૂર મૂકી આવવાથી તેની સંખ્યા ઘટતી નથી કે તેને મારી નંખાતા નથી. તેથી તેની વસ્તી નિયંત્રિત કરવા માટે  ખસીકરણ એક ઉપાય છે. તેનાથી કૂતરાંની વસ્તી ઘટી છે પણ તે  કરડવાના બનાવો ઘટ્યા નથી. એન્ટી રેબિક્સ વેક્સિન અને ખસીકરણ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લાં ત્રણ વરસોમાં ૯.૧૯ કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નથી. 

હવે તો કૂતરાંનો ત્રાસ ન્યાયની દેવડીએ પહોંચ્યો છે અને દેશની સર્વોચ્ચ અદાલત સુધી ગયો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રખડતાં કૂતરાના હુમલાનું નાણાંકીય વળતર માન્ય રાખ્યું છે. અદાલતે પીડિતના શરીર પરના કૂતરાના એક દાંત દીઠ રૂ.૧૦,૦૦૦ અને જો માંસ બહાર આવ્યું હોય તો ૨ ઈંચના ઘા માટે રૂ.૨૦,૦૦૦ ઠેરવ્યા છે. આ ચુકાદામાં માનવીના પશુથી રક્ષણની રાજ્ય સરકારોની જવાબદારી નક્કી કરી છે. પહેલાં બોમ્બે હાઈકોર્ટે અને પછી સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંને ખાવાનો અને નાગરિકોને તેમને ખવડાવવાનો અધિકાર માન્ય રાખ્યો છે. રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ભારત સરકાર ૨૦૩૦ સુધીમાં દેશમાંથી હડકવા નાબૂદ કરવા સંકલ્પબધ્ધ છે અને ૯૭ ટકા હડકવાના કેસો કૂતરાં કરડવાથી થાય છે ત્યારે આ કૂતરાંનું શું કરીશું ?

e.mail : maheriyachandu@gmail.com   

Loading

કોમન સિવિલ કોડ કોમન નથી…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 February 2024

રવીન્દ્ર પારેખ

ઉત્તરાખંડ, યુનિફોર્મ સિવિલ કોડ / કોમન સિવિલ કોડ (U.C.C./C.C.C) લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે. ધ્વનિ મતથી યુનિફોર્મ સિવિલ કોડ બિલ વિધાનસભામાં પસાર થયું છે ને તેને રાજ્યપાલની મંજૂરી મળશે તો કોમન સિવિલ કોડ કાયદા તરીકે રાજ્યમાં લાગુ થશે. ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર ધામીએ બંધારણના ઘડવૈયાઓએ જે સપનું સેવ્યું હતું તે કોમન સિવિલ કોડ તરીકે ધરતી પર ઇતિહાસ રચી રહ્યું છે – તેના સાક્ષી બનવા બદલ ગૌરવની લાગણી અનુભવી હતી ને અપેક્ષા રાખી હતી કે U.C.C./C.C.C. અન્ય રાજ્યો પણ લાગુ કરશે. ધામીએ એમ પણ કહ્યું કે આ કાયદાનો ઉદ્દેશ તુષ્ટિકરણનો નહીં, પણ સમાજમાં સમાનતા લાવવાનો છે. રાજ્યપાલની મંજૂરી મળશે તો લિવ ઇન રિલેશનશિપ પર કાનૂની સકંજો કસાશે. લિવ ઇન હવે રજિસ્ટર કરાવવાનું થશે ને તેમ નહીં થાય તો 6 મહિનાની સજા અને 25,000ના દંડની જોગવાઈ આ નવા કાયદામાં છે. આ સિવાય પતિ કે પત્ની જીવિત હોય એ સ્થિતિમાં બીજા લગ્ન ગેરકાનૂની ગણાશે. સિવિલ કોડ લગ્ન અને સંપત્તિ સંબંધી કેસમાં લાગુ થઈ શકે છે. અત્યાર સુધી ધર્મ, જાતિ રીતરિવાજ, પરંપરા આધારિત અલગ અલગ કાયદાઓ હતા. એ સંદર્ભે મુસ્લિમો માટે મુસ્લિમ પર્સનલ લૉ હતો, તો હિન્દુઓ માટે હિન્દુ મેરેજ એક્ટ લાગુ થતો હતો. એવી જ રીતે શીખ, ઈસાઈ માટે પણ પર્સનલ લૉ હતા.

ભવિષ્યે દેશમાં કોમન સિવિલ કોડ લાગુ થાય તો જાતિ, ધર્મના અલગ અલગ કાયદા નાબૂદ થશે ને બધાને જ સમાન કાયદો લાગુ થશે. તે લાગુ કરતી વખતે જાતિ/ધર્મને અલગ રીતે ન જોતાં, દરેકને સામાન્ય નાગરિક તરીકે જ જોવાશે. સાધારણ રીતે મુસ્લિમ પુરુષ ચાર લગ્ન કરી શકે છે, પણ કોમન સિવિલ કોડ લાગુ થાય તો તે ચાર લગ્ન નહીં કરી શકે. એ જ રીતે કોઈ હિન્દુ, પત્ની હયાત હોય તો બીજી પત્ની કરી શકતો નથી. એટલું છે કે કોમન સિવિલ કોડ આખા દેશમાં લાગુ થાય તો સ્ત્રીઓને તથા સંતાનોને ઠીક ઠીક રક્ષણ મળી શકે એમ છે.

અત્યારે તો ઉત્તરાખંડમાં U.C.C. લાગુ થયો છે, તો ત્યાં શું ફેર પડશે? કોઈ પણ જાતિ, ધર્મની વ્યક્તિને મિલકતમાં જે તે વ્યક્તિનાં મૃત્યુ પછી પણ, સમાન અધિકાર મળશે. તે પુત્ર હોય કે પુત્રી, બંનેનો મિલકત પર સમાન અધિકાર રહેશે. મરણોત્તર સંદર્ભે, પત્ની અને બાળકો વચ્ચે સમાન વહેંચણી મિલકતની થશે. એ ઉપરાંત વ્યક્તિનાં માતાપિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. અગાઉ આ હક માત્ર મૃતકની માતા પૂરતો જ સીમિત હતો, તે હવે વધુ વ્યાપક થશે.

U.C.C. મુજબ લગ્નના એક વર્ષ પહેલાં કોઈ પણ યુગલ છૂટાછેડા માટે કોર્ટમાં જઇ શકશે નહીં. લગ્ન કોઈ પણ ધાર્મિક વિધિથી થયા હોય તો પણ, છૂટાછેડા કાનૂની પ્રક્રિયાથી જ શક્ય બનશે. છૂટાછેડાની બાબતમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે પતિ-પત્ની પાસે અલગ થવાનાં સરખાં કારણો કે આધાર હોય તે જરૂરી છે. કારણો કોઈ એકને જ હોય તો છૂટાછેડા મળી શકશે નહીં. છોકરીઓ લગ્ન પહેલાં ગ્રેજ્યુએટ થઈ શકે એ માટે ઉંમર 21ની કરવાની વાત છે, તે સિવાય અન્ય જાતિ-ધર્મ માટે છોકરીઓની લગ્નની ઉંમર 18ની હશે. બીજી અનેક જોગવાઇઓ C.C.C.માં થઈ હશે, પણ લિવ ઇન રિલેશનશિપ અંગે આ કાયદો વધુ કડક થવા જઇ રહ્યો છે. ઉત્તરાખંડમાં જે કોઈ લિવ ઇન-માં રહેતાં હોય તેમણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવે લિવ ઇનથી થતાં બાળકને પણ કાનૂની રક્ષણ મળી શકે એમ છે. બાળકને પિતા અને માતાનું નામ મળશે. એક તબક્કે લિવ ઇન રિલેશનશિપની નોંધણીના વિચારને સુપ્રીમકોર્ટે મૂર્ખામીભર્યો ગણાવ્યો હતો તે સંદર્ભે કોઈ લિવ ઇન સંદર્ભે કોર્ટમાં જાય તો કાયદો કેટલું રક્ષણ કરશે તે પ્રશ્ન જ છે. તે એટલે પણ કે લિવ ઇનમાં સૂચવાયેલા આ ફેરફારો તેને લગ્નથી ખાસ અલગ રાખે એમ નથી. લગ્ન અને લિવ ઇન વચ્ચે ખાસ ભેદ જ ન રહેવાનો હોય તો તે અલગ અલગ રાખવાનો કોઈ અર્થ ખરો? ગમ્મત તો એ પણ છે કે લિવ ઇનમાં થયેલા ફેરફારો અનુસૂચિત જનજાતિના લોકોને લાગુ પડશે નહીં. અત્યારે તો સમાન નાગરિક ધારો માત્ર ઉત્તરાખંડના આદિવાસીઓને લાગુ પડશે નહીં. રાજ્યમાં થારુ, બોક્સા, રાજી, ભોટિયા અને જૌનસારી સમુદાયોમાંથી તમામને આ કાયદાથી દૂર રાખવામાં આવ્યા છે. આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ તેમના રાજ્યના આદિવાસીઓને કોમન સિવિલ કોડ-C.C.C.થી દૂર રાખવાની જાહેરાત કરી છે.

કેન્દ્રની ભા.જ.પ. સરકારે સત્તામાં આવવા પહેલાં અયોધ્યામાં રામમંદિર, 370ની નાબૂદી જેવી વાતો ચૂંટણી ઢંઢેરામાં કરી હતી, તેમાં યુનિફોર્મ સિવિલ કોડની વાત પણ હતી. સારી વાત એ છે કે ભા.જ.પે. આપેલા વાયદાઓ પાળ્યા છે. 2024ની ચૂંટણી ટાણે જ ઉત્તરાખંડે કોમન સિવિલ કોડ લાગુ કર્યો છે, તો દેખીતું છે કે અન્ય ભા.જ.પ. શાસિત રાજ્યો પણ તેને અનુસરે. એકાદ રાજ્યમાં કોમન સિવિલ કોડ લાગુ પડે તેટલા પરથી આખા દેશ પરની તેની અસરોનું અનુમાન થઈ શકે નહીં. બીજી મહત્ત્વની વાત એ કે બંધારણમાં આનુષાંગિક સુધારા કર્યા વગર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું વાજબી નથી. કોમન સિવિલ કોડથી પર્સનલ લોઝ નાબૂદ થાય ને જે તે ધર્મ કે જાતિના લોકોને મળતા બંધારણીય અધિકારો ચાલુ રહે ને બંધારણની કલમ 25માં ધાર્મિક સ્વાતંત્ર્યનો સ્પષ્ટ ઉલ્લેખ હોય, તો ગૂંચ વધે એમ બને. આખા દેશમાં કોમન સિવિલ કોડ લાગુ થાય એ ઇચ્છનીય છે, પણ આગળ ઉપર તે લાગુ કરવા જતાં મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ છે. આજે તો ભા.જ.પ. કેન્દ્રમાં પૂરતું વર્ચસ્વ ધરાવે છે ને 2024ની ચૂંટણીમાં વાતાવરણ પૂરેપૂરું ભા.જ.પ.ની તરફેણનું છે, પણ કોમન સિવિલ કોડ લાંબો સમય પ્રભાવી રહે એવું લાગતું નથી, તેનું કારણ એ છે કે આ દેશ અનેક ધર્મ, સંપ્રદાય, જાતિમાં વહેંચાયેલો છે અને દરેકને જે તે ધર્મ પાળવાનો બંધારણે અધિકાર આપ્યો છે. દેશમાં એક જ જાતિ કે ધર્મ હોય તો કોમન સિવિલ કોડ લાગુ કરવાનું સરળ થઈ પડે, પણ બંધારણીય અધિકારની રુએ દરેક જાતિ-ધર્મને તેનાં અલગ આચાર વિચાર ને કર્મકાંડો છે, રીતરિવાજો છે, સંસ્કારો છે. એ પ્રકારે આઝાદી પછીનાં 77 વર્ષથી વધુના સમયગાળામાં દરેકની માન્યતાઓ બંધાઈ છે, દૃઢ થઈ છે. આવી દૃઢતા પછી, કોમન સિવિલ કોડ જડબેસલાક રીતે લાગુ કરવાથી, વૈયક્તિક અધિકારો પર તરાપ મારવા જેવું થશે ને એ બધા ધર્મ-જાતિના લોકોને મંજૂર ન હોય એમ બને.

ઉત્તરાખંડમાં હજુ તો કાયદો લાગુ થયો નથી, પણ વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. U.C.C.ની ગમે એટલી અનિવાર્યતા હોય તો પણ, તે એવે ટાણે લાગુ કરાય છે કે ઘણાંને તે પ્રોપેગેન્ડા જ લાગે. આ એટલે પણ શંકાસ્પદ છે કે એમાં કેટલુંક સગવડિયું પણ છે ને એટલે જ પારદર્શિતા ઓછી છે, જેમ કે, બધા માટે આ કોડ સમાન રીતે લાગુ કરવાની વાત હોય તો આદિવાસીઓને એમાંથી બાકાત રાખવાનું શું કારણ છે? કારણ એટલું અજાણ્યું નથી જ કે અટકળ થઈ ન શકે. વાત એ નથી, પણ કોમન સિવિલ કોડ બધાને જ સરખી રીતે લાગુ કરવાનો મુખ્ય હેતુ હોય તો તેમાં સરકાર જ અપવાદ કરે તો બીજા અપવાદ વધારે એમાં નવાઈ નથી.

કોમન સિવિલ કોડનો વાંધો મુસ્લિમોને વધારે છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું માનવું છે કે યુનિફોર્મ સિવિલ કોડ મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. તે એટલે કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકાતા કાયદેસરના છૂટાછેડા વગર એકથી વધુ લગ્નનો અધિકાર કે મિલકતની શરિયત મુજબની વહેંચણીનો અધિકાર જેવા કેટલાક અધિકારો મુસ્લિમોએ જતા કરવા પડે એમ છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ તો કોમન સિવિલ કોડને મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. TMC સાંસદ સૌગત રોયે પણ રોકડું કરી દીધું છે કે U.C.C. પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં થાય. આ કાયદાથી પોતાને અલગ રાખવાની આદિવાસીઓએ એવી કોઈ માંગ કરી હોવાનું ધ્યાનમાં નથી. જો માંગ ન કરી હોય ને સરકારે મત બેંકને આધારે આ નિર્ણય લીધો હોય તો અન્ય જાતિ-ધર્મના લોકો પોતાને આ કાયદાથી અલગ રાખવાની માંગ કરે તો તેની છૂટ સરકાર આપશે? જો U.C.C. મહિલા સશક્તિકરણની દિશામાં મહત્ત્વનું પગલું હોય, તો આદિવાસી મહિલાઓ તેમાંથી બાકાત રહે એ ઈચ્છવા જેવું ખરું? અરે, રામલલાના 56 ભોગમાં આદિવાસી ભોજનનો સમાવેશ કરવાની વાત હોય તો કોમન સિવિલ કોડમાંથી આદિવાસીઓને બાકાત રાખવાનું વાજબી છે? એમ લાગે છે કે પારદર્શિતાને મામલે કોમન સિવિલ કોડમાં ક્યાંક કશુંક ખૂટે છે …  

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ફેબ્રુઆરી 2024

Loading

चुनाव और भारतीय मुसलमानों के समक्ष विकल्प

राम पुनियानी|Opinion - Opinion|10 February 2024

राम पुनियानी

जैसे-जैसे 2024 के आमचुनाव नजदीक आ रहे हैं, कुलीन वर्ग के कुछ मुसलमान अपने समुदाय से अपील कर रहे हैं कि भाजपा के बारे में अपनी राय पर वह एक बार फिर विचार करे (तारिक मंसूर, ‘मुस्लिम्स शुड रीलुक एट बीजेपी’, द इंडियन एक्सप्रेस, फरवरी 01, 2024). पुनर्विचार के आग्रहियों का कहना है कि भारतीय मुसलमानों के साथ किसी तरह का भेदभाव नहीं हो रहा है. उनका यह भी कहना है कि सरकार की खाद्यान्न, आवास, रसोई गैस, पेयजल इत्यादि से संबंधित समाज कल्याण योजनाओं से मुसलमानों को भी लाभ मिल रहा है. इसके अलावा, भाजपा पसमांदा और सूफी मुसलमानों की ओर विशेष ध्यान दे रही है और यह भी कि भारत में 2014 के बाद से कोई बड़ा साम्प्रदायिक दंगा नहीं हुआ है. उनका दावा है कि पिछला एक दशक साम्प्रदायिक हिंसा की दृष्टि से स्वतंत्रता के बाद भारत का सबसे शांतिपूर्ण दौर रहा है.

इस तरह की अपीलें अर्धसत्यों पर आधारित हैं और उन मूल मुद्दों को नजरअंदाज करती हैं जो भारतीय मुसलमानों के जीवन को सबसे ज्यादा प्रभावित कर रहे हैं. यह हो सकता है कि कुलीन वर्ग के कुछ मुसलमानों को पहले की तुलना में कम समस्याओं का सामना करना पड़ रहा हो मगर उससे असुरक्षा, हाशियाकरण और अपने मोहल्लों में सिमटने की मजबूरी जैसी मुसलमानों से जुड़ी समस्याएं अदृश्य नहीं हो जातीं. इस बात में कोई दम नहीं है कि 2014 के बाद से मुसलमानों के खिलाफ हिंसा की कोई बड़ी घटना नहीं हुई है. दिल्ली में शाहीन बाग आंदोलन के पश्चात मुसलमानों के खिलाफ भयावह हिंसा हुई थी जिसे भाजपा के नेताओं ने भड़काया था (“गोली मारो…”). इस हिंसा में मारे गए 51 लोगों में से 37 मुसलमान थे.

हर दिन किसी न किसी बहाने मुसलमानों की संपत्ति जमींदोज करने के लिए बुलडोजर खड़े हो जाते हैं. कुछ भाजपा शासित राज्यों के बीच तो यह प्रतियोगिता चल रही है कि कौन मुसलमानों की संपत्ति को ज्यादा नुकसान पहुंचाता है. दिल्ली उच्च न्यायालय के सेवानिवृत्त मुख्य न्यायाधीश ए.पी. शाह ने एक न्यूज पोर्टल को बताया कि, ‘‘किसी अपराध में शामिल होने का आरोप किसी भी स्थिति में संबंधित व्यक्ति की संपत्ति को नुकसान पहुंचाने का आधार नहीं हो सकता”. गाय और गौमांस पर राजनीति का एक नतीजा है सड़क पर विचरण करते असंख्य आवारा मवेशी और उनके कारण बढ़ती सड़क दुर्घटनाएं. दूसरा नतीजा है खेतों में खड़ी फसलें चट करते आवारा गायों और बैलों के झुंड. और तीसरा नतीजा है जान लेने के एक नए तरीके – लिंचिंग – का भारत में बढ़ता उपयोग. मोहम्मद अखलाक से शुरू कर ऐसे अनेक मुसलमान (और दलित) हैं जो खून की प्यासी भीड़ के हाथों मारे गए हैं.

मोनू मानेसर, जो नासिर और जुनैद के खिलाफ हिंसा में शामिल था, की दास्तां दिल दहलाने वाली है. हर्षमंदर, जो पीड़ितों के परिवारों से मिले थे, ने लिखा, ‘‘मोनू मानेसर के सोशल मीडिया पेज देखकर मैं सन्न रह गया. वो और उसकी गैंग के सदस्य खुलेआम आधुनिक बंदूकें लहराते हुए पुलिस की गाड़ियों के सायरन जैसी आवाज करने वाली जीपों में घूमते हैं, गाड़ियों पर गोलियां चलाते हैं और जो उनके हत्थे चढ़ जाता है उसकी बेदम पिटाई करते हैं. सबसे बड़ी बात तह कि अपनी इन हरकतों की वे लाईव स्ट्रीमिंग भी करते हैं.”

गाय से जुड़ी हिंसा में मौतों और घायलों की संख्या के बारे में कोई अधिकृत आंकड़े उपलब्ध नहीं हैं क्योंकि सरकार उन्हें छुपाना चाहती है. परंतु इसमें कोई संदेह नहीं कि इस तरह की घटनाओं से मुसलमान बहुत डर गए हैं. मेवात, जहां बड़ी संख्या में मुसलमान डेयरी उद्योग से जुड़े हुए हैं, उन स्थानों में से एक है जहां के मुसलमान गंभीर मुसीबत में हैं. राजस्थान में शंभूलाल रैगर ने अफराजुल की जान लेते हुए अपना वीडियो बनाया. कलीमुद्दीन अंसारी की हत्या के आरोपियों का तत्कालीन केन्द्रीय मंत्री जयंत सिन्हा ने अभिनंदन किया था. इस तरह की घटनाएं अब आम हो चली हैं.

हमने लव जिहाद के चारों ओर बुना गया नफरत और भय का जाल देखा है, हमने जिहाद के प्रकारों के टेबिल देखे जिनमें यूपीएससी जिहाद और लैंड जिहाद शामिल था. सबसे मजेदार था कोरोना जिहाद. हमें बताया गया कि भारत में तबलीगी जमात में आए मुसलमानों ने कोरोना फैलाया! कई रहवासी संघों ने मुसलमान ठेले वालों का आवासीय परिसरों में प्रवेश रोक दिया था.

इस्लामोफोबिया नई ऊंचाईयां छू रहा है. मुसलमान डरे हुए हैं और केवल अपनों के बीच रहना चाहते हैं. अधिकांश शहरों में मिश्रित आबादी वाले इलाकों में मुसलमानों को न तो मकान खरीदने दिए जा रहे हैं और ना किराए पर मिल रहे हैं. मुसलमानों की आर्थिक और शैक्षणिक स्थिति में भी गिरावट आ रही है. मौलाना आजाद फैलोशिप, जो उच्च शिक्षा के लिए थी और जिसके अधिकांश लाभार्थी मुस्लिम विद्यार्थी होते थे, बंद कर दी गई है. आर्थिक दृष्टि से भी मुसलमानों की हालत गिरती जा रही है. गैलप डेटा के अनुसार ‘‘सन् 2018 और 2019 में भारतीय अर्थव्यवस्था की गति धीमी पड़ने के बाद दोनों समूहों (हिन्दू और मुसलमान) में यह धारणा बलवती हुई कि उनका जीवनस्तर गिरा है. सन् 2019 में 45 प्रतिशत भारतीय मुसलमानों ने कहा कि उनका जीवनस्तर पहले की तुलना में खराब हुआ है. सन् 2018 में यह प्रतिशत 25 था. हिंदू भारतीयों में 2019 में यह कहने वालों का प्रतिशत 37 था जो उसके पिछले साल (2018) से 19 प्रतिशत अधिक था”.

एनआरसी व सीएए के माध्यम से मुसलमानों को मताधिकार से वंचित करने के प्रयास भी चल रहे हैं. असम में एक लंबी कवायद के बाद पता चला कि जिन 19 लाख लोगों के पास जरूरी दस्तावेज नहीं थे उनमें से अधिकांश मुसलमान थे. सीएए में ऐसे हिन्दुओं के लिए बच निकलने का रास्ते है मगर ऐसे मुसलमानों के लिए हिरासत केन्द्र बनाए जा रहे हैं.

वर्तमान में पसमांदा मुसलमानों के लिए जो सहानुभूति दिखाई जा रही है, वह केवल धोखा है. हम जानते हैं कि बहुसंख्यकवादी राजनीति से प्रेरित हिंसा की घटनाओं के मुख्य शिकार पसमांदा ही हैं. कहने की ज़रुरत नहीं कि अशरफ मुसलमानों को पसमांदाओं के साथ बेहतर व्यवहार करने की ज़रुरत है लेकिन पूरे समुदाय के लिए सबसे बड़ा खतरा असुरक्षा का भाव है जो पसमांदाओं और अशरफों दोनों के प्रभावित करता है और जो दकियानूसी तत्वों को पनपने का मौका देता है. मुस्लिम समुदाय में सामाजिक सुधारों की आवश्यकता है. मगर यह ज़रुरत तब तक हाशिये पर ही रहेगी जब तक कि समुदाय के अस्तित्व और नागरिकता पर खतरा मंडराता रहेगा.

विभिन्न राज्यों की भाजपा सरकारें ऐसे कई कदम उठा रही हैं जो मुसलमानों के साथ भेदभाव करने वाले हैं. राम मंदिर के उद्घाटन के बाद भाजपा-आरएसएस की बहुसंख्यकवादी राजनीति और तेजी पकड़ सकती है. राजनैतिक संस्थाओं में मुसलमानों की भागीदारी पहले ही कम हो रही है. हमें नहीं भूलना चाहिए कि इस हिन्दू राष्ट्रवादी पार्टी का एक भी सांसद मुसलमान नहीं है.

पहले की सरकारें भी मुसलमानों की समस्याओं को हल नहीं कर सकीं. इसकी राह में सबसे बड़ा रोड़ा रहा है संघ और भाजपा. सच्चर समिति की सिफारिशों का जो हश्र हुआ वह इस बात का उदाहरण है कि इस समुदाय के पक्ष में किसी सकारात्मक कदम को किस तरह रोका जाता है. इस रिपोर्ट के प्रस्तुत किये जाने के बाद तत्कालीन प्रधानमंत्री डॉ मनमोहन सिंह ने कहा कि वंचित और हाशियाकृत समुदायों का राष्ट्रीय संसाधनों पर पहला हक है. संघ ने प्रचार यह किया कि मनमोहन सिंह का कहना है कि इस देश के संसाधनों पर मुसलमानों का पहला हक है. इस समुदाय के दुःख-दर्द कम करने के हर प्रयास में अड़ंगे लगाए गए.

भाजपा का कहना है कि मुफ्त राशन इत्यादि जैसे उसकी सरकार की योजनाओं का लाभ सबको मिल रहा है. ये योजनाएं, बल्कि ‘लाभार्थी’ की पूरी परिकल्पना ही, प्रजातान्त्रिक “अधिकार-आधारित दृष्टिकोण” के खिलाफ है. सभी समुदायों को इस बात पर विचार करना चाहिए कि वे किसे वोट दें. जहाँ तक मुसलमानों को बहलाने-फुसलाने के प्रयासों का सवाल है, उसके आधार खोखले हैं.

06/02/2024

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखकआईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...667668669670...680690700...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved