Opinion Magazine
Number of visits: 9457194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રકાશમાં અમને પાછા પહોંચાડો

જિમી ઑસબૉન [અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|12 April 2024

પહેલાના સાદા સમયમાં મને પાછો લઈ જાવ,

માનવીના સ્પર્શ પૂર્વેના સમયમાં; 

મોટરગાડીઓ અને ટેલીફોનના તાર પહેલાનો,

માવડી પૃથ્વીનો આદેશ ચાલતો હતો ત્યાં.

પહેલાનાં સાદા સમયમાં મને પાછો લઈ જાવ,

યુદ્ધકાળ શરૂ થયો તે પહેલા,

જ્યાં પંખીઓનું ગગન પર વર્ચસ્વ હતું

ને માછલીઓનું જળ પર.

સમય જુઓને કેવો બદલાયો છે,

માનવી આધુનિક થયો ત્યારથી;

આપણે પંખીઓનું, માછલીઓનું વર્ચસ્વ છીનવ્યું,

અને જમીન પર એકબીજાનું વર્ચસ્વ છીનવ્યું,

બોંબ અને બંદૂકના જોરથી,

ભાંડુઓનો ભોગ આપ્યો,

કેવળ અન્ય દેશ જીતવા.

આ ગ્રહ પર રસ્તા ઘડતા ઘડતા,

મોટર ગાડીઓ, વિમાનો અને આગ-ગાડીઓ બનાવ્યાં;

આડેધડ જંગલોનો સફાયો કર્યો,

પૃથ્વીની સહનશક્તિ ખૂટી ત્યાં સુધી.

પૃથ્વીને સાવ ખંખેરી કાઢશું?

કે સ્વાર્થી વાના પડતા મુકશું?

દુનિયાનો ખાતમો બોલાવશું?

કે આજે કોઈ બદલાવ લાવશું?

ભેદભાવ છેક કોરાણે મૂકી

સાથે મળી લડાઈ લડીએ

અમૂલ્ય આ ગ્રહનું રક્ષણ કરી

પ્રકાશ ભણી પાછા ફરીએ.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

પરીક્ષા આપનારાઓ કરતાં પરીક્ષા લેનારાઓ કદાચ વધારે નાદાન છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 April 2024

રવીન્દ્ર પારેખ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સૂરતની મરાઠી માધ્યમની દ્વિતીય સત્રાંત પરીક્ષા-2023-2024નાં ધોરણ ત્રણ, ચાર અને પાંચનાં બેત્રણ વિષયોનાં પ્રશ્નપત્રો જોવાનું બન્યું. જોઈને સંતાપ થયો. સંતાપ એ વાતે કે પ્રાથમિક કક્ષાના પ્રશ્નપત્રોમાં ભાષાની અસંખ્ય ભૂલો હોય, તો બાળકો નાનેથી જ ખોટું શીખશે એ ભાન પેપર સેટર્સને કેમ નથી તે પ્રશ્ન છે. વહેમ તો એવો છે કે ગુજરાતી કે હિંદીમાંથી પ્રશ્નપત્રો મરાઠીમાં અનુવાદ થાય છે. જો આમ હોય તો એ બરાબર નથી. મરાઠી માધ્યમનું પેપર મૂળભૂત રીતે મરાઠીમાંથી જ સેટ થવું જોઈએ. આ શંકા કરવાનું કારણ એ છે કે ગુજરાતીમાંથી મરાઠીમાં શબ્દો, મરાઠી કર્યા વગર સીધા જ મૂકી દેવાયા છે. મરાઠીમાં બહુવચનમાં ‘મેણબત્ત્યા’ લખાય ને ગુજરાતીમાં મીણબત્તી લખાય, તે સીધું જ મરાઠીમાં ઠઠાડી દેવાયું છે. ગુજરાતીમાં ‘ફુગ્ગા’ લખાય તે મરાઠીમાં ‘ફુગ્ગે’ થયું છે, જે ‘ફુગે’ હોવું જોઈએ. 5,000 ગ્રામ ‘મ્હણજે’ (એટલે) કિતી (કેટલા) કિગ્રા ને બદલે ‘મ્હણણે’ છપાયું છે, જેનાથી અર્થ જ બદલાઈ જાય છે. ગ્રામને બદલે ગ્રેમ ને તે પણ માત્રાને બદલે અર્ધચંદ્રાકાર છપાયો છે. ‘દૂધ’નું ‘દુધ’, ‘ચૂક’નું ‘ચુક’, ‘નિઘૂન’નું ‘નિદ્યૂન’, ‘પસાર’નું ‘પ્રસાર’, ‘અપૂર્ણાંક’નું ‘અપુર્ણાંક’, ’હોસ્પિટલ’નું ‘હોસ્પીટલ’, ‘દૂષિત’નું ‘દુષિત’, ‘સ્વયંપાક’નું ’સ્વંયપાક’, ‘યેઉ’નું ‘ઘેઉ’ જેવું ઘણું ખોટું છપાયું છે.

ધોરણ પાંચનાં ગણિતનાં પેપરમાં પહેલા જ સવાલમાં ભારતનો નકશો છપાયો છે ને તેમાં જુદાં જુદાં રાજ્યો દર્શાવીને પાંચ પ્રશ્નો પૂછ્યા છે, જેમાંનો એક પ્રશ્ન છે – ગુજરાતચ્યા પશ્ચિમેલા રાજ્ય આલેલે આહે? હો કી નાહી તે લિહા. (ગુજરાતની પશ્ચિમે રાજ્ય આવેલું છે? હા કે ના તે લખો.) ગણિતના પાઠ્યપુસ્તકમાં ભૂગોળ પણ સમાવિષ્ટ હોય તો ખબર નહીં, પણ ગણિતમાં રાજ્યો ને દિશાને લગતા પ્રશ્નો ગળે ઉતરતા નથી. ત્રણથી પાંચ ધોરણનાં પ્રશ્નપત્રોમાં સાધારણ મરાઠી ભાષા વાપરતા પણ પેપર સેટરને આવડી નથી. અહીં એવી દલીલ થઈ શકે કે એ ક્યાં મરાઠી ભાષાનું પેપર છે કે ભાષાશુદ્ધિ અનિવાર્ય ગણાય? જો પ્રશ્નપત્ર મરાઠીમાં છપાયું હોય ને ત્યાં મરાઠી વગર ચાલ્યું ન હોય ને એ પેપર મરાઠીના જાણકારે કાઢ્યું હોય તો ભાષાશુદ્ધિ અપેક્ષિત જ હોય તે કહેવાની જરૂર નથી.

તપાસ કરતાં એવી ખબર પડી કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પહેલી સત્રાંત પરીક્ષાનો કોર્સ સમાવિષ્ટ નથી. જો કે, આ વાર્ષિક પરીક્ષા છે. અન્ય વર્ગોમાં પણ એવું જ હશે. આવું એટલે કરવામાં આવે છે કે ‘ભાર વગરનાં ભણતર’માં બાળકો પર આગલાં સત્રનો બોજ ન પડે. એનો મતલબ એવો ખરો કે આગલાં સત્રનાં પ્રકરણો પુસ્તકમાંથી ને મગજમાંથી ખંખેરી નાખવાનો વાંધો નહીં. આ સાચું હોય તો કોઈ જાતનો ભાર જ ન રહે એ માટે પ્રકરણ દીઠ જ પરીક્ષાઓ લેવાય તો ચાલેને ! તે પતે કે પ્રકરણ પુસ્તકમાંથી ને ભેજામાંથી કાઢતાં જવું કે વાર્ષિક પરીક્ષા વખતે કોઈ ભાર જ ન રહે. ખરેખર તો ભાર બોર્ડની પરીક્ષાઓમાં હોય છે, એમાં પ્રકરણ દીઠ પરીક્ષાઓ લેવાતી થાય ને પરીક્ષા પતે કે તે છેકતાં જવાય તો બોર્ડની પરીક્ષાઓનું ટેન્શન જ ન રહે. ભાર તો એમાં છે. ત્યાં આખી ટેક્સ્ટ છે, ત્યાં ‘ભાર વગરનું ભણતર’ નથી ને પ્રાથમિકમાં છે, તો પ્રશ્ન થાય કે એ ભાર વગરનું ભણતર છે કે ભાન વગરનું? ખરેખર તો બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાર્ષિક પરીક્ષામાં પ્રાથમિકથી જ માનસિક રીતે બાળકોને એવી રીતે તૈયાર કરવા જોઈએ કે બોર્ડની પરીક્ષાનો હાઉ ન રહે. અન્ય ધોરણોમાં વાર્ષિકમાં સત્રાંતની રીતે તૈયારીઓ થાય ને બોર્ડમાં પૂરો અભ્યાસક્રમ પરીક્ષામાં હોય તો વિદ્યાર્થીની મૂંઝવણ સામટી વધે તેમાં નવાઈ નથી.

એક તરફ વિદ્યાર્થીઓની મૂંઝવણ ન વધે એટલે હેલ્પલાઈન નમ્બર્સ ને અન્ય ઘણા ઉપાયો થાય છે ને બીજી તરફ પરીક્ષામાં તે વધે એની મહેનત પણ થાય છે. બોર્ડની જ ધોરણ દસની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનનાં પ્રશ્નપત્રમાં 26 ભૂલો છપાઈ, એ ભૂલો બોર્ડનાં ધ્યાન પર લાવવામાં આવી તો બોર્ડે એવો બચાવ કર્યો કે એ કૈં ભાષાનું પ્રશ્નપત્ર ન હતું એટલે ચાલે. એ ભાષાનું પ્રશ્નપત્ર ન હતું, એ સાચું, પણ ‘દ્રુતગતિ’ ને બદલે ‘દૂતગતિ’ છપાય તો અર્થ બદલાય ને તે ગૂંચ ઊભી કરે એવું ખરું કે કેમ? એ મુદ્દો પરીક્ષા હોલમાં વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ ઊભી કરે તે સ્થિતિની કલ્પના પેપરસેટરને ન હોય એ કેવું? એ ખરું કે પ્રશ્નપત્ર ભાષાનું ન હતું, તો એ ભાષામાં છાપવાની જરૂર કેમ પડી? ખરેખર તો બોર્ડના સાહેબે બચાવ કરવાને બદલે ભૂલ સ્વીકારવાની હતી, તેને બદલે શરમ છોડીને બચાવ કરવા નીકળ્યા તે વધારે શરમજનક હતું. કોણ જાણે કેમ પણ પરીક્ષાને વિદ્યાર્થીઓ ગંભીરતાથી લેતા થયા છે અને પરીક્ષા લેનારાઓ તેને હળવાશથી લેતા થયા છે, એટલે ભૂલો હવે વિદ્યાર્થીઓ કરતાં બોર્ડ વધુ કરે છે.

વાત બોર્ડ પૂરતી સીમિત નથી. યુનિવર્સિટીઓ પણ આ મામલે અનેક છબરડાઓ વાળે છે. આઠેક દિવસ પર જ ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પરીક્ષામાં 5 એપ્રિલનું પેપર 4 એપ્રિલે આપી દેવાયું. એકને બદલે બીજું પેપર અપાઈ જાય કે વિષય જ બદલાઈ જાય કે પેપર ઓછાં નીકળે કે કોર્સની બહારના પ્રશ્નો પુછાઈ જાય જેવી ઘટનાઓ તો સામાન્ય થઈ પડી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ બી.એસસી.ની સેમેસ્ટર-2ની પરીક્ષામાં 13ને બદલે 25 ગુણનું પ્રશ્નપત્ર પૂછવામાં આવતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. (13 માર્કનું પ્રશ્નપત્ર?) આ મામલે કુલપતિને રજૂઆત થતાં પેપર સેટર સામે ફેક્ટ કમિટી તપાસ કરશે અને વિદ્યાર્થીઓને પ્રોરેટા બેઝ પર માર્કસ અપાશે એવું આશ્વાસન અપાયું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં તો પ્રશ્નપત્રોમાં એવી ગરબડો થઈ કે પુણેની વિશાઈન કંપનીને બ્લેક લિસ્ટ કરવી પડે એવી સ્થિતિ આવી. પ્રશ્નપત્રોના છાપકામ બાબતે આ કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. 26 ફેબ્રુઆરી સુધીમાં છાપવાનાં પેપરો 27 ફેબ્રુઆરી સુધી આવ્યાં ન હતાં, પરિણામે, છેલ્લી ઘડીએ પ્રશ્નપત્રોની વહેંચણીમાં મુશ્કેલીઓ ઊભી થઈ ને કેટલીક કોલેજોમાં તો સિક્યુરિટી વગર બાઇક પર પેપરો પહોંચાડવા પડ્યાં. હાલ ચાલી રહેલી પરીક્ષાનાં ઘણાં પ્રશ્નપત્રોમાં ઘણી ભૂલો રહી જવા પામી છે. બી.એસસી.નાં એક પ્રશ્નપત્રમાં આગળનું પાનું જ છપાયું ન હતું. તો એક પરીક્ષાનાં પેપરમાં પાછળનો ભાગ જ છપાયો ન હતો. ટી.વાય.બી.કોમ. સેમેસ્ટર છની એકાઉન્ટની પરીક્ષામાં આંકડાઓ છાપવામાં ભૂલ થઈ હતી. આ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજીમાં સવાલો પણ જુદા જુદા હતા. વિશાઈન કંપની સામે પાંચ સભ્યોની કમિટીએ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી છે ને પ્રિન્ટિંગનું કામ આ કંપનીને ન સોંપવાની ભલામણ કરવામાં આવી છે. સાચી વાત તો એ છે કે આઇ.બી.એ. કંપનીને પ્રશ્નપત્રો, સ્ટેમ્પ પેપર જેવી મહત્ત્વની કામગીરી સોંપવાને બદલે વિશાઈન કંપનીને, સિક્યુરિટી પ્રેસનું પ્રમાણપત્ર ન હોવા છતાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો ને બે લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એ દુ:ખદ છે કે જેને પૈસે આખું શિક્ષણ તંત્ર પેટ પાળતું હોય છે એ વિદ્યાર્થીઓનાં હિતનો વિચાર પહેલાં તો ઠીક, છેલ્લે પણ થતો નથી.

અહીં પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી પરીક્ષાને નામે કેવી તો ઘોર બેદરકારી તમામ સ્તરે ચાલે છે તે જોઈ શકાશે. આવું ન થવું જોઈએ, પણ થાય છે ને મોટે પાયે થાય છે. માનવીય ભૂલો થાય એ સમજી શકાય એમ છે, પણ કેટલીક ભૂલો સત્તાને કારણે, તુમાખીને કારણે, ફાંકામાં, કોઈ કૈં બગાડી લેવાનું નથી એવા વહેમમાં, વધુ કમાઈ લેવાના લોભમાં થાય છે. એ ઉપરાંત પણ કારણો હશે, પણ એમાં જેમનો વાંક નથી એવા વિદ્યાર્થીઓ ભોગ બને છે ને એ બરાબર નથી. આવું એટલે થાય છે કે ઉપરથી નીચે લગી ઓછી આવડતવાળા ને વધુ વગવાળા લોકો શિક્ષણમાં પણ દાખલ પડી ગયા છે. ઘણા તો એવા છે જેમને શિક્ષણ જોડે સ્નાન સૂતકનો ય સંબંધ નથી, પણ રાજકીય વગને કારણે, બીજાનો હક ડુબાડીને માત્ર વધુને વધુ કમાવા જે તે હોદ્દે ગોઠવાઈ ગયા છે. એમનો હેતુ સત્તાના ભોગવટાનો અને ભ્રષ્ટતા આચરીને જે મળે તે ગજવે ઘાલવાનો જ છે. એક પંખો કે લાઇટ રીપેર કરવાનું બિલ દસ નવાં પંખા કે લાઇટ ખરીદી શકાય એટલું હોય તો, કોનું કોનું પેટ ભરાતું હશે તે સમજી શકાય એમ છે. કમનસીબી એ છે કે બધા જ ભૂખ્યા છે ને એ ભૂખ પેટ ભરવાની હોય તો સમજાય, પણ આ તો તિજોરીઓ ભરવાની છે, એટલે એનો છેડો ક્યાંથી દેખાય? આ એવો યજ્ઞ છે જેમાં સચ્ચાઈ, અચ્છાઈ અને સારાઈ હોમાઈ રહી છે. આ સ્થિતિ હશે, ત્યાં સુધી ચાલશે તો બધું, એડમિશન અપાશે, વર્ગો લેવાશે, પરીક્ષાઓ લેવાશે, પરિણામો ય આવશે, પણ તેમાં જીવ નહીં હોય. એ કમનસીબી છે કે આપણે મશીનને માણસ કરવાની અને માણસને મશીન કરવાની સ્પર્ધામાં ઊતર્યાં છીએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 એપ્રિલ 2024

Loading

सुप्रीम कोर्ट की बाबा रामदेव को फटकार

राम पुनियानी|Opinion - Opinion|12 April 2024

राम पुनियानी

पिछले कुछ दशकों में भारत में कई बाबाओं का उदय हुआ है. इसके पहले भी बाबा हुआ करते थे मगर इन दिनों बाबाओं का जितना राजनैतिक और सामाजिक दबदबा है, उतना पहले शायद कभी नहीं रहा. कई बाबा अनेक तरह के काले कामों में लिप्त भी पाए गए हैं मगर उनकी दैवीय छवि के चलते उनके अपराधों को नज़रअंदाज़ किया जाता रहा है. शंकराचार्य जयेंद्र सरस्वती पर उनके आश्रम के एक कर्मी शंकर रमण की हत्या का आरोप था. सत्यसांईं बाबा के प्रशांति निलयम में भी एक हत्या हुई थी. गुरमीत राम रहीम के कुकर्मों को उजागर करने के लिए पत्रकार छत्रपति रामचंद्र को अपनी जान गंवानी पड़ी. अंततः राम रहीम कानून के पंजे में फँस गया और इन दिनों जेल में है. यह अलग बात है कि वो अधिकांश समय पैरोल पर बाहर रहता है. आसाराम बापू लम्बे समय तक कानून की पकड़ से दूर रहा मगर अब वह सीखचों के पीछे है. इस समय बागेश्वर धाम नामक एक बाबा काफी लोकप्रिय है. ये कुछ उदाहरण मात्र हैं. देश में असंख्य बाबा हैं जो अपने-अपने अंधभक्तों की भीड़ से घिरे रहते हैं. उनकी रईसी देखते ही बनती है.

दो अन्य बाबाओं का ज़िक्र ज़रूरी है. एक हैं श्री श्री रविशंकर, जिन्होंने अपने उत्सव के लिए यमुना को बर्बाद कर दिया था. वे अन्ना हजारे के आरएसएस-समर्थित आन्दोलन से भी जुड़े हुए थे. फिर बाबा रामदेव हैं. रामदेव ने अपने करियर की शुरुआत योग गुरु के रूप में की थी. लेकिन बाद में उन्होंने पतंजलि ब्रांड नेम से व्यापार शुरू कर दिया. आयुर्वेदिक उत्पादों को बनाने और बेचने वाली इस कंपनी ने बाबा रामदेव को अरबपतियों की श्रेणी में ला खड़ा किया. बाबा रामदेव और उनके सहयोगी आचार्य बालकृष्ण ने एक बड़ा साम्राज्य स्थापित कर लिया है और उन्हें चुनौती देने वाला कोई नहीं है. या कम से कम अब तक तो नहीं था. उनके आयुर्वेदिक उत्पादों का जबदस्त प्रचार-प्रसार हुआ और मीडिया का एक बड़ा तबका उनका गुणगान करने लगा.

बाबा और आचार्य की शैक्षणिक योग्यता के बारे में हम बहुत नहीं जानते. इस समय देश में कई आयुर्वेदिक कॉलेज हैं मगर इन दोनों के पास शायद आयुर्वेद की कोई डिग्री नहीं हैं. पड़ताल से बचने के लिए रामदेव ने देशभक्ति का लबादा ओढ़ लिया और यह कहते रहे कि वे बहुराष्ट्रीय कंपनियों से मुकाबला कर रहे हैं.

असली खेल शुरू हुआ कोविड-19 महामारी के दौरान. एक ओर सरकार ने पुणे स्थित भारत बायोटेक को कोवक्सीन का विकास और उत्पादन करने हेतु भारी आर्थिक मदद उपलब्ध करवाई वहीं बाबा रामदेव ने यह दावा किया कि उनकी कंपनी ने कोविड-19 के इलाज और उससे बचाव के लिए एक दवाई विकसित की है जिसका नाम है कोरोनिल. हमें यह भी बताया गया कि कोरोनिल को विश्व स्वास्थ्य संगठन (डब्लूएचओ) का अनुमोदन प्राप्त है. जब आयुष मंत्रालय ने इस दावे को चुनौती दी तो पंतजलि की ओर से यह कहा गया कि कोरोनिल ‘डब्लूएचओ के मार्गनिर्देशों के अनुरूप है’. आयुष मंत्रालय ने कोरोनिल के बारे में दावों को सत्यापित करने से इंकार कर दिया. इसके बाद भी कोरोनिल के कांबो पैक को बड़ी धूमधाम से दो केबिनेट मंत्रियों, डॉ. हर्षवर्धन और नितिन गडकरी, की उपस्थिति में जारी किया गया. हर्षवर्धन स्वयं एलोपैथिक डाक्टर हैं. इस कार्यक्रम में उनकी उपस्थिति से यह जाहिर है कि वे भारत की प्राचीन चिकित्सा पद्धतियों के कितने अंधभक्त हैं.

बाबा ने दावा किया कि कोरोनिल का परीक्षण मामूली से लेकर मध्यम श्रेणी के कोविड संक्रमण से पीड़ित लोगों पर किया गया और कोरोनिल का सेवन करने के कुछ ही दिनों के भीतर उनका कोविड टेस्ट निगेटिव हो गया. आधुनिक चिकित्सा विज्ञान में किसी भी नई दवा को सामान्य उपयोग के लिए जारी करने के पहले उसका जैव रासायनिक विश्लेषण किया जाता है, पशुओं पर उसका परीक्षण किया जाता है और फिर समुचित आकार के नमूनों पर उसकी ‘डबल ब्लाइंड’ ट्रायल की जाती है. कोरोनिल के मामले में इनमें से कुछ भी नहीं किया गया.

अपनी व्यवसायिक सफलता से गदगद बाबा रामदेव ने गोदी मीडिया की प्रशंसा को कबूल किया. इससे एक कदम आगे बढ़कर उन्होंने एलोपैथी को एक बेवकूफाना विज्ञान बताना शुरू कर दिया. इससे व्यथित होकर इंडियन मेडिकल एसोसिएशन (आईएमए) ने रामदेव के खिलाफ प्रकरण दायर किया जिसकी सुनवाई हाल में हुई. रामदेव ने अदालत में आधुनिक चिकित्सा विज्ञान का अपमान करन के लिए आईएमए से क्षमायाचना की. यहां पाठकों को यह याद दिलाना श्रेयस्कर होगा कि बाबा रामदेव ने जब भ्रष्टाचार के खिलाफ भूख हड़ताल की थी तब उन्होंने यह दावा किया था कि योग के कारण उनका शरीर इतना मजबूत हो गया है कि वे लंबे समय तक बिना भोजन के रह सकते हैं. मगर उपवास प्रारंभ करने के कुछ ही दिनों के बाद उनकी हालत इतनी पतली हो गई कि उन्हें एक एलोपैथिक अस्पताल में भर्ती करना पड़ा. इसी तरह करीब एक वर्ष पहले जब आचार्य बालकृष्ण बीमार पड़े तो वे एक एलोपैथिक अस्पताल के आईसीयू में भर्ती हो गए.

उच्चतम न्यायालय की चेतावनियों के बाद भी बाबा की कंपनी भ्रामक विज्ञापन जारी करती रही. अदालत ने उन्हें बुलाया औैर बाबा ने गिड़गिड़ाते हुए माफी मांगी. मगर अदालत ने उनकी माफी मंजूर नहीं की.

अदालत में चल रहे प्रकरण का नतीजा चाहे जो हो सवाल यह है कि देसी चिकित्सा पद्धतियों और आस्था पर आधारित ज्ञान के आधार पर कोई भला किस तरह आधुनिक चिकित्सा पद्धति का मखौल बना सकता है? यह मानने से किसी को इंकार नहीं है कि पारंपरिक चिकित्सा पद्धतियों में ही नहीं बल्कि दादी मां के नुस्खों में भी कुछ ज्ञान हो सकता है. मगर आधुनिक चिकित्सा पद्धति साक्ष्य और साथी चिकित्सकों व वैज्ञानिकों की समीक्षा पर आधारित होती है. हर दावे को हर तरह की समीक्षा और समालोचना का सामना करना पड़ता है. और इसके नतीजे में ही ऐसी चीजें विकसित होती हैं जो मानवता के लिए उपयोगी साबित होती हैं.

इसके विपरीत आस्था पर आधारित ज्ञान और उससे जुड़ी चिकित्सा प्रणालियों पर प्रश्न नहीं उठाए जा सकते. हर बाबा अपनी तरह से रोगों का इलाज करता है. चिकित्सा प्रणालियों के प्रोटोकाल में लगातार सुधार इसलिए होता रहता है क्योंकि उसकी समीक्षा करने का अधिकार सभी को होता है. इसके विपरीत रामदेव जैसे लोग अपने दैवीय दर्जे का लाभ उठाते हुए मनमाने दावे करते हैं और उन्हें न तो कोई चुनौती देता है और न कोई उनकी आलोचना करता है. बाबा ने यह दावा भी किया था कि वे कैंसर और एड्स का इलाज भी कर सकते हैं. वे तो समलैंगिकता को भी एक रोग मानते हैं और उनका दावा है कि वे इलाज से उसे ठीक कर सकते हैं.

अब तक उन्हें सत्ता का संरक्षण प्राप्त था और इसी के चलते वे इतने अहंकारी हो गए थे कि वे एलोपैथी का मजाक बनाते थे और ‘अपनी’ प्रणाली को सर्वश्रेष्ठ बताते थे.

बाबा लोग इतने मजे में क्यों हैं? इसका कारण यह है कि पिछले कुछ सालों में भारत में धर्म के नाम पर राजनीति का बोलबाला बढ़ा है. इसके साथ ही प्राचीन ज्ञान का भी महिमामंडन किया जा रहा है. वैज्ञानिकता और तार्किकता में विश्वास करने वाले लोग चाहते हैं कि प्राचीन ज्ञान को आधुनिक विज्ञान की कसौटी पर कसा जाए. यही बात डॉक्टर दाभोलकर, गोविंद पंसारे, एमएम कलबुर्गी और गौरी लंकेश कहते थे. और उन्हें इसकी कीमत अपनी जान देकर चुकानी पड़ी. आज हमारे देश में तार्किक सोच और पद्धतियों को परे हटाकर केवल आस्था पर आधारित ज्ञान का ढोल पीटा जा रहा है. यहां तक कि शैक्षणिक संस्थाओं में भी आस्था आधारित ज्ञान विद्यार्थियों को पढ़ाया जा रहा है.

बाबा रामदेव श्रद्धा और अंधश्रद्धा के कांबो से पीड़ित रोगी समाज के लक्षण हैं. सुप्रीम कोर्ट ने चिकित्सा की दुनिया में बाबाओं की मनमानी को रोकने का जो प्रयास किया है वह सराहनीय है.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...598599600601...610620630...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved