Opinion Magazine
Number of visits: 9697746
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમતા સંઘર્ષમાં ઈંચ-બ-ઈંચ આગે !

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 April 2013

નાત જાત ગત ઊંચનીચનું હિંદમહેણું જ્યારે એક ગોરા મુલકમાં ભાંગે છે.

આંબેડકરજયંતી ઊઘલી ન ઊઘલી ત્યાં તો આંતરરાષ્ટ્રીય મોરચે, સમતા સંઘર્ષની દિશામાં, એ વધામણાં આવી મળ્યાં કે બ્રિટનમાં જે સમાનતા કાનૂન હાલ પ્રવર્તે છે, એના ક્ષેત્રમાં હવે જ્ઞાતિઆધારિત ભેદભાવના મુદ્દાનો પણ સમાવેશ થશે. નીચલું ગૃહ (હાઉસ ઓફ કોમન્સ) અને બ્રિટનની સરકાર લાંબા સમય લગી આ સુધારા માટે તૈયાર નહોતાં. અગાઉ ઉપલાગૃહે (હાઉસ ઓફ લોર્ડ્ઝ) આ દિશામાં ભોં ભાંગવાની કોશિશ કીધી, ત્યારે પણ હાઉસ ઓફ કોમન્સનો (અને સરકારનો) પ્રત્યાઘાત એ હતો કે જ્ઞાતિઆધારિત ભેદભાવની વાતને સમાનતા કાનૂનમાં આવરી લેવાનો ખયાલ દુરસ્ત નથી. પણ ઉપલાગૃહે વળી પોતાની ભૂમિકા દોહરાવી એટલે નીચલાગૃહ સમક્ષ (અને સરકાર સમક્ષ) ‘ઘુમ જાવ’ કહેતાં ‘એબાઉટ ટર્ન’ સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહીં, અને આ એક રોમહર્ષક વાત બની આવી.

આટલે લગી, મુખડો બાંધ્યા પછી, જો કે જરી ચોખારીને કહેવું જોઈએ કે મામલો શો છે. ભાઈ, જ્ઞાતિઆધારિત ભેદભાવ એ લગરીક ગિલેટબંધ પ્રયોગ છે. મામલો ઊંચનીચ અને આભડછેટનો, એનાં નવરૂપનો છે – અને વિનોબા બચાડા કે’દીના કહી ગયેલા તેમ ‘જો ‘જાતી’ હી નહીં વો ‘જાતિ’ હૈ.’ ગૌરવ ગરબડગ્રસ્ત ભારતવંશીઓ જ્યાં પણ જાય ત્યાં આ લઈને જ જાય છે, અને ગોરાકાળાના ભેદ સામે ઊછળી ઊછળીને બોલતે છતે ઘરઆંગણની અસમાનતા બાબતે જાતમાં ઝાંખવાપણું જોતા નથી.

જ્યાં સુધી પશ્ચિમ કહેતાં યુરોપ-અમેરિકાનો સવાલ છે, એમને સારુ હિંદુ ધર્મના અંતર્ગત ભાગરૂપ બની ગયેલ ઊંચનીચ અને સ્પૃશ્યતા-અસ્પૃશ્યતાનો એ એક ન્યારો પદારથ છે. મુદ્દે, ‘કલાસ’ની સરખામણીએ ‘કાસ્ટ’ એ ખાસી કાઠી વાત છે, અને ગોરાકાળાનો અગર વંશીય ભેદભાવનો મુદ્દો પ્રમાણી ક્રમશ: એ મોરચે સમતાલક્ષી હિસાબ આપતા થયેલા પશ્ચિમને, તે બધો વખત નયે પકડાય. થોડાં વરસ ઉપર મળેલી ડરબન પરિષદમાં, જો સરેરાશ સાથી-ગુજરાતીને સ્મરણ હોય તો, એ સ્તો મહત્ત્વનો મુદ્દો હતો કે દલિત પ્રશ્નને વંશીય ભેદભાવને ધોરણે ઘટાવી શકાય કે નહીં.

ગમે તેમ પણ, ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બ્રિટનના આઠ લાખથી વધુ હિંદુઓના લગભગ અડધોઅડધ એટલે કે ચાર લાખ જેટલા દલિતોને સારુ આ જરૂર આનંદઓચ્છવના નહીં તો પણ આશા અને ધરપત બંધાવતા સમાચાર છે. તેઓ કાળક્રમે ગોરી પરજ થકી નહીં, એટલો ભેદભાવ સ્વધર્મબાંધવ એવી ભૂખરી પરજ થકી અનુભવવાની સ્થિતિમાં મુકાતા ચાલ્યા હતા. આ ભૂખરી પરજનાં વગદાર તત્ત્વો અને ગૌરવર્ણી રાજકીય અગ્રવર્ગના ઠીક ઠીક હિસ્સા વચ્ચે ચોક્કસ સમજૂતી અને સંવનન કેટલાં ગાઢ હશે તે હાઉસ ઓફ કોમન્સે હમણાં માર્ચમાં જ દાખવેલ વિપરીત વલણ પરથી સમજાઈ રહે છે. જો કે, એંગ્લો-સેક્સન અગ્રવર્ગની દલીલ મૂલત: સમાનતાવિરોધી નહોતી એટલું અહીં અવશ્ય નોંધવું જોઈએ. એમની દલીલ એ હતી કે આવી બાબતોમાં લોકશિક્ષણ જેવો ઉત્તમ અપાય એકે નથી, માટે કાયદાબાજીથી પરહેજ કરવી ઘટે છે.

વીરા મોરા, ભાઈ ગોરા, તારે ત્યાંની જ તવારીખમાં જરી નજર માંડ ને કાયદો અને સુધારાની ચળવળ બેઉ સાથેલગાં ચાલ્યાં ત્યારે કંઈકે વાત બની. ભારતવંશીઓ હાઉસ ઓફ લોર્ડ્ઝમાં બેસતા થયા એ તો ઠીક; પણ બરાક હુસેન ઓબામા જેવો મુસ્લિમ મધ્યનામી અને આફ્રિકી અમેરિકન પિતાનો પુત્ર વ્હાઈટ હાઉસનો લાગટ બીજી વાર ભાડુઆત બની શકે છે. સુધારાની હિલચાલ, લોકશિક્ષણ અને કાનૂન સંધું મળીને આ બને છે.

દિલ્હી-અમદાવાદ છેડે જોવાનું એ છે કે વરભૂમિ (પ્રોમિસ્ડ લૅન્ડ) અને અવસર ભૂમિએ ખાબકી બે પાંદડે થઈ રાજકાજ જાહેર જીવનમાં પૂછાતા થયેલા ભારતવંશી ભાઈલોગ ત્યાં જે હક ભોગવે છે, તે ત્યાં જ પોતાની મંડળીમાં કથિત નીચલી પાયરીના જણને સારુ જોગવવા રાજી નથી. ઈંગ્લંડમાં સમતાવાદી ‘કાસ્ટ વાચ’ની સક્રિયતા હોય નહીં, અને સુધારા સામેની ‘હિંદુ એલાયન્સ’ની હિલચાલ પાછી પડે નહીં. ‘હિંદુ એલાયન્સ’ તરફથી બીજું તો ઠીક પણ, સૂચિત સુધારા સબબ અંગ્રેજ સરકાર સામે ભળતીસળતી દલીલો ન થઈ હોત તો પણ શોભીતું થયું હોત: તમે એશિયનોને કેવા લૂંટયા છે, શોષ્યા છે, તમારે ત્યાં જુલમ નથી, તમે કોણ અમને કહેનાર, વગેરે.

‘હિંદુ એલાયન્સ’ની વાતમાં ખેંચાવું નહીં, એવું કહેવાનું એક તબક્કે એક શીખ મંડળીને ફાળે આવ્યું ! સાંખ્યયોગની શોધમાં હિંદુસમાજ શીખોને પોતાના ભેગા ગણાવવા ઇચ્છે છે (‘હિંદે લો’ની સામાજિક પરિધિમાં તે સમજી પણ શકાય છે), પણ હિંદુત્વ સમીકૃત રાષ્ટ્રવાદ જેમ ઘરઆંગણે, તેમ દેશ બહાર પણ ભયાવહ સંમશિ્ર સંકેતો આપે છે અને શીખોને) અલાયદી ઓળખઝુંબેશના ‘અતિ’ સારુ હવા આપે છે. (અહીં અલબત્ત ખાલીસ્તાનની હિમાયતનો ખયાલ નથી.) જો કે, શીખ વર્તુળોને પણ કોઈકે કહેવું ઘટે છે કે હિંદુ ઊંચનીચ તમે જોડે લઈ ગયા નથી એવું નથી. બંધારણસભામાં અનામતની ચર્ચા દરમિયાન મજહબી શીખોએ પણ માગણી કરી તે હિંદુ-ઈતર ધર્મખોજમાં પડેલા આંબેડકરને સારુ સાક્ષાત્કારક ક્ષણ હતી એ સાંભરે છે. ક્યાંક ઉજિળયાત અને દલિત ખ્રિસ્તીઓનાં અલગ અલગ દેવળો પણ છે, તે આપણી નાતજાતપ્રથાનો અને ખ્રિસ્તીઓના ‘ભારતીયકરણ’નો એક આબાદ દાખલો છે.

…પણ, આ ક્ષણે તો એ વાતે રાજીપો કે વૈશ્વિક સમતા સંઘર્ષમાં મનુષ્ય જાતિ ઈંચ બ ઈંચ આગળ વધી રહી છે.

પ્રકાશ ન. શાહ
લેખક વરિષ્ઠ પત્રકાર છે. અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 27 અૅપ્રિલ 2013

Loading

સમતા સંઘર્ષમાં ઈંચ-બ-ઈંચ આગે !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|27 April 2013

વડાપ્રધાનની વરમાળા કોને પહેરાવાશે ?

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|27 April 2013

૨૦૧૪માં ભારતમાં થનારી સામાન્ય ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. સક્ષમ રાજ્ય કર્તા પક્ષ પોતાની નીતિની લોકોને નિષ્પક્ષ જાણ કરે, જેથી મત આપનાર પ્રજા, સમય આવ્યેથી, યોગ્ય પસંદગીના ઉમેદવારોને ચૂંટી શકે, એ માટે આ સમય બધા ઉમેદવાર પક્ષો પાસે છે. તેને બદલે કોંગ્રેસને હરાવીને વિકલ્પે બી.જે.પી. રાજ્યધૂરા સંભાળવા તૈયારીઓ કરે છે. સ્વાભાવિક છે. એમને ય મહત્ત્વાકાંક્ષા હોય જ ને ? રાજ્ય અને કેન્દ્ર સરકારના ધારસભ્યો તેમ જ લોક સભાના ઉમેદવારો બાંય ચડાવીને યુદ્ધ ખેલવા તૈયારી કરે છે, ત્યાં ‘ભારતના ભાવિ વડાપ્રધાન કોણ ?’ એ ઘોડો પણ મેદાનમાં આવ્યો છે.

બી.જે.પી.ના સભ્યો સ્વયંવરમાં હાજરી આપવા આવે, તે પહેલાં પાર્ટીના નેતા અને ચૂંટાઈ આવે, તો ભવિષ્યના વડાપ્રધાન તરીકે કોને કોને મુરતિયા તરીકે ઊભા રાખવા તેની વિધિ ચાલી રહી છે. કોઈ અંગત મનોકામનાઓ પૂરી કરવા પોતાની જાતને ‘હું ઉત્તમ ઉમેદવાર છું’ કહીને આગળ આવે છે, તો કોઈને બાપ-દાદાની વંશ પરંપરાગત સત્તા ટકાવી રાખવાના સોગંદ આપીને બલીનો બકરો બનાવાઈ રહ્યો છે, કોઈની લાયકાતને પારખીને તટસ્થ રીતે ધીરેથી મધ્યમાં મૂકવામાં આવ્યા છે તો કોઈને જ્ઞાતિ કે જાતિના આધારે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આમ શ્રીમાન રાહુલ ગાંધી, ચિદમ્બરમજી, મુલાયમસિંહજી, નીતીશ કુમાર, માયાવતી, મમતા બેનર્જી અને સહુથી વધુ ચકચાર જગાવનાર મહામના નરેન્દ્ર મોદીનાં નામ શક્ય ઉમેદવારોની યાદીમાં આવન-જાવન કરી રહ્યાં છે. છે હજુ બીજું કોઈ આ કાંટાળો તાજ પહેરવા તૈયાર ?

ભારતની કુલ ૧૨૦ કરોડ જનતામાંથી, ૨૦ કરોડ લોકોની પ્રાથમિક ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો ઉપર ઉલ્લેખ કર્યો છે, તે બધાં ઉમેદવારો સંતોષી શકવાને શક્તિમાન છે. એટલે એમનામાંથી કોઈ પણ વડાપ્રધાન બને તો ચાલે, આપણને શો ફેર પડે ? વાત રહી બાકીના ૧૦૦ કરોડ લોકોની ભલાઈ કરવા કોણ કટિબદ્ધ બનશે એ વિચારવાની છે. જો કે દેશના વડા બનવા માટે બધા નાગરિકોનું હિત જાળવવું જરૂરી છે ? પોતાનું અને પોતાના લગતા વળગતાનું ભલું થાય એટલે ભયો ભયો !

કર્ણાટકના સંગીતજ્ઞ ટી.એમ.કૃષ્ણ ભારતના વડાપ્રધાન પદે બેસવા ઇચ્છનાર ઉમેદવાર પાસે કેવી લાયકાતની અપેક્ષા રાખે છે, તે તેમના એક લેખમાં સ્પષ્ટ થાય છે. આપણે આમ જનતાને પૂછીએ તો કહેશે, એક અચ્છો માણસ હોય, જે વ્યવહારુ હોય, જેને પ્રગતિ અને પરિવર્તનની વ્યાખ્યાની જાણ હોય અને જે પ્રજાને સાચી દિશામાં દોરે એવા નેતાને પસંદ કરવા જોઇએ. નેતાગીરી ઉપરાંત વિચારશીલ હોવું, દરેક ધર્મ, જ્ઞાતિના લોકો, સરહદના લોકો અને સ્ત્રીઓ વગેરે તમામ લઘુમતી કોમ માટે અનુકંપા ધરાવવી અને નિ:સ્વાર્થી હોવું આવા અતિ મહત્ત્વના પદને શોભાવવા માટે અત્યંત જરૂરી છે. સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરનાર વડો પોતે ભ્રષ્ટાચારમાં ન રગદોળાય પણ ભ્રષ્ટાચાર થતો રોકે, સત્યને પડખે ઊભો રહે, માત્ર ઉદ્દઘાટનો કે ભાષાણો  કરવાને બદલે પ્રમાણિકપણે લીધેલા નિર્ણયોને વળગી રહી, તેનાં પરિણામોની જવાબદારી સ્વીકારે તેને વરમાળા પહેરાવી શકાય.

છેલ્લા એક બે વડાપ્રધાનોએ જગતની ‘ત્રીજી આર્થિક મહાસત્તા’ થવાના અભરખામાં સ્વતંત્રતા પછી હરિયાળી ક્રાંતિ સમયની ખેત પેદાશને ચોથા ભાગની કરી નાખી, જેથી કરીને ખળામાં ઠલવાતા પાકને સૂપડામાં સમાવી દીધો. તો બી.જે.પી.ના સભ્યો જે સંભવિત ઉમેદવાર ખેતરોને કારખાનાઓમાં ફેરવી નાખે, સ્થાપિત કરતાં વિસ્થાપિત જાતિઓની સંખ્યામાં વધારો કરે તેને પોતાની પાર્ટીનો વડો એટલે કે ભાવિ વડાપ્રધાન તરીકે પસંદ કરશે ?

પાર્ટીના વડા બનવા માટે લાંચ-રુશ્વત વિરોધી વલણ ધરાવવાની જરૂરિયાત વિષે તો વાત કરશો જ માં. આ પદ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત કે કાર્યાનુભવમાં એ મુદ્દાનો લગીરે ઉલ્લેખ નથી. દેશ ભરમાં નિષ્ઠાવાન નાગરિકો પેદા કરે, ન્યાયી કાયદાઓ અને નિયમો ઘડે તેવી પાર્લામેન્ટની આગેવાની કરે એટલું જ નહીં પણ તેનું ચુસ્તપણે પાલન કરે, એવું વહીવટી તંત્ર ચલાવી શકે તેવો જ ઉમેદવાર વડોપ્રધાન બની શકે એવી શરત બંધારણમાં નથી, તો પછી ભઈલા શું કામ માથું કૂટો છો ?

મારા ગુજરાતી બંધુઓ અને ભગિનીઓ, જરા આ બાજુ આવો, એક વાત કહું. બ્રિટનનાં રાણીને આજીવિકા માટે પાંચ મીલિયન પાઉન્ડ એટલેકે ૪૫.૩૦ કરોડ રૂપિયાનો વધારો અપાશે. એ જ દેશના એક માત્ર મહિલા વડાપ્રધાન માર્ગરેટ થાચેરની અંતિમક્રિયા પાછળ સરકારે (કર ભરનાર પ્રજાના હિસાબે અને જોખમેસ્તો) દસેક મીલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો, તો પછી બિચારા નરેન્દ્ર મોદીનો શો વાંક ? એ પણ કાંઈ કમ નથી. એ ગુજરાતના નાથ છે; એટલે પ્રજાની ઇચ્છાની અગાઉથી અટકળ કરીને ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે પંચ તારક હોટેલને શરમાવે તેવું અદ્યતન ‘સ્વર્ણિમ સંકુલ ૧’ બનાવે તેમાં શું ખોટું છે ? એક મુખ્ય મંત્રી અને સાત મંત્રીઓ માટે દરેકને આધુનિક  સાધનોથી સજ્જ રસોડું, પેન્ટ્રી અને ૬૫૦ ટનનો ભારે એરકન્ડીશન પ્લાન્ટ નંખાવ્યો છે. હા….શ હવે તેઓ ખેડૂતો, નાના ઉદ્યોગો ચલાવનારાઓ અને સામાન્ય પ્રજાજનોને વીજળી ઓછી કેમ મળે છે એ પ્રશ્ન પર ધ્યાન આપી શકશે. જો કે તેમનું કહેવું એમ પણ હોઈ શકે કે વીજળી તો પુષ્કળ પેદા થાય છે, જેનામાં તાકાત હોય તે તેને નાથી શકે, અમારો જ દાખલો લો ને. પુરુષાર્થ કરવો પડે. સરકાર પાસે કચ્છ અને સૌરાષ્ટ્રની પાણીની જરૂરિયાતો પૂરી પાડવાના પૈસા નથી, પણ તેને માટે મોદી સરકારને કેમ જવાબદાર ઠરાવાય ?

તાજેતરની ઘટનાનો ઉલ્લેખ કરું. બોસ્ટનમાં બોમ્બ ફૂટ્યો તે વેળા જો બરાક ઓબામા અને તેના સાવધ તંત્ર ચલાવનારાઓએ ગુનેગારોને પકડીને સજા કરવાને બદલે પોલિસ અને વહીવટી તંત્રે આંખ આડા કાન કર્યા હોત, અને પરિસ્થિતિને વકરવા દીધી હોત, તો ભારત અને ગુજરાતના લોકોએ તેની ટીકા કરી હોત ખરું ને ? તો ૨૦૦૨નાં રમખાણો પછી નરેન્દ્ર મોદીની ટીકા કેમ ન થઈ ? નરેન્દ્ર મોદી જેવા રાજકારણમાં પડેલાને બીજા દેશના લોકો મુખ્ય મંત્રી કે વડાપ્રધાન તરીકે ચૂંટે ખરા ? તો ગુજરાત અને ભારત શા માટે તેને તાજ પહેરાવે ? અમેરિકા સહિત પશ્ચિમના દેશો, નરેન્દ્ર મોદીની નીતિની ખુલ્લે આમ ટીકા કરે છે, પણ ગુજરાત ઘણું સહિષ્ણુ છે. આપણે ત્યાં નીતિવાન, નિષ્ઠાવાન નેતાઓનો દુકાળ છે ?

કોણ કહે છે કે રાજાશાહી ખત્મ થઈ ગઈ છે ? મોગલો સામે બાથ ભીડે એવું કોઈક તો જોઇએ ને ? ‘तेन त्यक्तेन भुंजीथा’  શ્લોકનો મોદી સરકારે એવો અર્થ ઘટાવ્યો : ‘પ્રજાજનની મૂળભૂત જરૂરિયાતોને સંતોષવાની ફરજને ત્યાગીને, પોતાના એશ આરામનો ભોગ વધારવો.’ ધન્ય છે આ માનવ(?)ને. વિકાસ અને માનવ અધિકારને સામસામે પલ્લે મૂકનાર કદી દેશની ધૂરા સાંભળી ન શકે. જેના રાજ્યમાં ન્યાયતંત્ર પણ ધર્મ, નાત-જાતના પાયા પર ભેદભાવ વર્તાનાર સત્તાધીશના પલડામાં બેસે, તેવા મુખ્ય પ્રધાન સમગ્ર દેશની સુરક્ષાની ખાતરી કેમ કરીને આપે? 

જો કોઈ પણ સંજોગમાં બી.જે.પી.ના સભ્યોને કમત સુજે અને નરેન્દ્ર મોદીને પાર્ટીના નેતા તરીકે ચૂંટવાનું અવિચારી પગલું ભરે, તો ગુજરાતની વિચારશીલ પ્રજાએ તેનો સક્રિય વિરોધ કરી, સમસ્ત ભારતના નાગરિકોનો સાથ લઈ, એ નિર્ણય પાછો ન લેવામાં આવે ત્યાં સુધી જંપ વાળી બેસવાનું નથી.

મારી સહુને શુભેચ્છાઓ.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...4,1564,1574,1584,159...4,1704,1804,190...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved