Opinion Magazine
Number of visits: 9525263
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યાત્રા અનંતને પગથારે

પ્રવીણ વાઘાણી|Opinion - User Feedback|15 May 2013

તમે છાપકામ બંધ કરીને વેબસાઈટમાં ગયા તે યોગ્ય જ છે. હવે તો ધર્મને પણ વેબસાઈટનો સહારો લેવો પડે છે. વેબસાઈટ અનંત આકાશ જેવું છે. ‘ગુગલ‘ સૌનો ગુરુ છે. એનાથી કાંઈ છૂપું રખાય નહીં. તમારા કમ્પ્યૂટરના ખૂણેખૂણાની વાત એ જાણે છે. (કમ્પ્યૂટરમાં કોઈ પાસવર્ડ સાંચવવા નહીં. તેને માટે ‘બ્લેક બુક‘ રાખવી.)

તમે જે ચક્રવ્યુહની વાત કરો છો, તેમાં ફર્ક એ છે કે અહીં તમે દુશ્મનોથી ઘેરાયેલા નથી; બલકે તમારી આજુબાજુ હિતેચ્છુ અને મિત્રો જ છે. આમાં હારજીત કે લાભ-ગેરલાભનો ય પ્રશ્ન નથી. છે તો ફક્ત માતૃભાષાની સેવાનું સત્કર્મ કરવાની ભાવના ! તમારી યાત્રા અનંતને પગથારે છે. ત્યાં કોઈ મંઝિલ નથી. છે ફક્ત વિસામાની હારમાળા. દર મહિને એક વિસામા પર પહોંચો છો. એક રાત્રિ નિરાંતની ગાળો છો. ફરી બીજા વિસામા તરફ પ્રયાણ !

જન્મથી જ હું પ્રવાસી રહ્યો છું. જીવનમાં ફક્ત ચાર વખત મારું કાંઈક ચોરાયું છે – બે વાર ભારતમાં, અને બે વાર ઓસ્ટ્રેલિયામાં. બાકી દરેક સફરમાં, અને મુકામે, મને પ્રમાણિક, પ્રેમાળ અને પરગજુ માણસોનો પરિચય થયો છે. એક વર્ષ સરકારી ‘સામાજિક કાર્યકર‘ તરીકે સૌરાષ્ટ્રના સોએક ગામડાંઓમાં પગપાળા ફર્યો. અવનવા માનવીઓને મળ્યો છું અને અજાણી જગ્યાએ અજાણ્યા લોકો સાથે, ક્યાંક પોચા રૂની તળાઈ પર તો ક્યાંક વડલાના થડને ટેકે, રાતવાસો કર્યો છે. મેઘાણી સાહેબની સાહિત્ય શક્તિનો એક ટકો પણ મારામાં હોતે તો તેમના ‘સૌરાષ્ટ્રની રસધારા‘ પુસ્તકની હરોળમાં મારા અનુભવોનું ‘સૌરાષ્ટ્રની પ્રેમધારા‘ નામનું પુસ્તક ઊભું હોત !

તે ઉપરાંત એકબે અનુભવો અહીં બતાવેલા ‘હબ પેજીઝ‘માં મૂક્યા છે.

http://pravinvaghani.hubpages.com/hub/America-Vs-India

http://hubpages.com/hubtool/edit/1567325

http://hubpages.com/hubtool/edit/2022001

12 મે 2013; e.mail : pvaghani@hotmail.com

Loading

ગુજરાતી સાહિત્ય અકાદમી : કાર્યવાહી સમિતિ

Opinion - Photo Stories|15 May 2013

 

વારપરબ : રવિવાર, 28 અૅપ્રિલ 2013. સ્થળ : બૃહદ્દ લંડનના એક અાથમણા વિસ્તાર, સ્ટેનમૉરમાં અાવ્યું ભંડેરી નિવાસ. અવસર : ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સાંપ્રત કાર્યવાહી સમિતિમાં બીરાજનારાંઅોની સમૂહ છબિ.

બેઠેલી હરોળમાં (ડાબેથી) મહામંત્રી ભદ્રાબહેન વડગામા, કાર્યવાહી સભાસદ ચંપાબહેન પટેલ, કાર્યવાહી સભાસદ સુષમાબહેન સંઘવી, સહમંત્રી વિજ્યાબહેન ભંડેરી, કાર્યવાહી સભાસદ ઘનશ્યામભાઈ પટેલ તથા ખજાનચી લાલજીભાઈ ભંડેરી છે. પાછળી હરોળે, ડાબેથી, કાર્યવાહી સભાસદ અનિલભાઈ વ્યાસ, પ્રમુખ વિપુલભાઈ કલ્યાણી, ઉપપ્રમુખ પંચમભાઈ શુક્લ તેમ જ કાર્યવાહી સભાસદ નીરજભાઈ શાહ દૃષ્ટિમાન છે. કુલ 11 સભાસદોની બનેલી અા કાર્યવાહી સમિતિની અા સમૂહ છબિમાં કાર્યવાહી સભાસદ ફારુકભાઈ ઘાંચી ઉપસ્થિત રહી શક્યા નહોતા.

અાફ્રિકાથી વિલાયત અાવી વસેલાં મૂળ શિક્ષક, ભદ્રાબહેન પાયાગત કુશળ ગ્રંથપાલ. ગુજરાતી સહિત હિન્દવી જબાન ક્ષેત્રે એમણે ધ્યાનાર્હ કામ અાપ્યું છે. દક્ષિણ અાફ્રિકાના ઝિમ્બાબ્વે તથા ઝામ્બીઅાના મૂળ વસવાટી ચંપાબહેન શિક્ષિકા રહ્યાં છે. ગુજરાતીનું શિક્ષણ અાપનારાંઅોની હરોળમાં તે અગ્રેસર છે. વળી એ ચિત્રકાર પણ છે. સુષમાબહેન વ્યવસાયે કન્સલટન્ટ ફિઝિયૉથેરપિસ્ટ છે; વળી, ગુજરાતી સાહિત્યના અા અનુસ્નાતકને પત્રકારત્વ, શિક્ષણનો ય અનુભવ ગૂંજે છે. ગુજરાતી ભાષા શિક્ષણક્ષેત્રે તજજ્ઞ લેખાતાં ને લાંબા અરસાથી શિક્ષણકામ કરનાર વિજ્યાબહેન વ્યવસાયે સનંદી સેવાઅોમાં વ્યસ્ત રહ્યાં. ઘનશ્યામભાઈ વ્યવસાયે મુલકી ઇજનેર; ગંજાવર વાંચનનો શોખ તેમ જ લેખનકાર્ય એમના મજબૂત પાસાઅો. એક કર્મઠ સમાજસેવક અને વ્યવસાયે નાણાકીય નિષ્ણાત લાલજીભાઈને સંસ્થાઅોની માવજતનો તથા વ્યવસ્થાઅોનો બહોળો અનુભવ છે. અાયુર્વેદના નિષ્ણાત તેમ જ નેશનલ હૅલ્થ સર્વિસીસમાં વ્યાવસાયિક સેવાઅો અાપતા અનિલભાઈ ગણમાન્ય ગુજરાતી વાર્તાકાર છે. પત્રકાર તરીકે જાણીતા અને “અોપિનિયન” સામયિકના તંત્રી વિપુલભાઈને અકાદમીના સ્થાપનકાળથી સંસ્થાનો સર્વાંગી, બહોળો અનુભવ છે. લંડન મેટૃોપોલિટન યુનિવર્સિટીની ઇજનેરી શાખામાં અધ્યાપનકામ કરતા પંચમભાઈ ગુજરાતીના ગણમાન્ય કવિ છે તેમ જ એક અચ્છા અનુવાદક પણ. વેબ ડિઝાઇન તેમ જ પ્રૉગ્રામની દુનિયામાં વ્યસ્ત નીરજભાઈ વ્યવસાયે અાઈ.ટી. સપૉર્ટ ઇજનેર છે અને વળી, ગુજરાતી કવિતા – ગીત – સંગીતની ઉમદા વેબસાઇટ, ‘રણકાર’નું સુપેરે સંચાલન કરે છે.

અા છબિમાં અનુપસ્થિત ફારૂકભાઈ નેત્રવિદ્યાશાસ્ત્રના ઉચ્ચ નિષ્ણાત છે તેમ જ એમણે ગુજરાતી કવિતા ક્ષેત્રે ધ્યાનાર્હ ખેડાણ કર્યું છે.  

સૌજન્ય :  http://glauk.org/executive-committee/          

Loading

‘ભાઈ, તું જ અર્જુન અને તું જ કૃષ્ણ !’

વસુધા મહેશ ઈનામદાર|Opinion - User Feedback|15 May 2013

તમે વેબસાઇટના કોઠામાં નહીં, એની દુનિયામાં પ્રવેશ્યા … દુનિયા રંગ રંગીલી ! અાપણે જીવનમાં એવા વળાંકે ઊભા છીએ જ્યાં હાર – જીત વિશે વિચારવાનું નથી રહેતું. “અોપિનિયન” તમારો (સ્વૈચ્છીક) કર્મયોગ છે. બાકી અાપણે બધાં અર્જુન !! કાશ અાપણી સાથે ય એક કૃષ્ણ હોત … … ! અા સદીના અાપણાં લક્ષણો જોઈ કૃષ્ણ કદાચ મરક મરક હસતા કહે … ‘ભાઈ, તું જ અર્જુન અને તું જ કૃષ્ણ !’

અાપણી ભય-શંકાનું નિવારણ અાપણું કામ (“અોપિનિયન”) કરશે. તમારી અાટલાં વર્ષોની તપશ્ચર્યા છે … સાહિત્ય રસિક અને ગુજરાતી ભાષા પ્રેમીઅોનાં અાદર, માન, સન્માન અને સહકાર એ તમારું કવચ … પછી અભિમન્યુનો કોઠો હોય કે વેબ દુનિયા … !!

તમે મારી જેવા અનેકના પ્રેરણા સ્રોત છો. મારાથી કાંઈક સારું લખાશે તો જરૂર મોકલીશ. તમારા અામંત્રણ બદલ અાભાર.

તમારા “અોપિનિયન” વિશે અમારો અોપીનિયન અવાર-નવાર અાપીને તમને ‘ચિયર અપ’ નથી કર્યા તે બદલ ક્ષમસ્વ ! પણ “અોપિનિયન” પર મારી સ્નેહ નજર રાખતી હોઉં છું.
તમે તમારા અાત્મવિશ્વાસના ગાડે જોતરાયા છો, પણ તમે ક્યાં એકલા છો ! તમારી સાથે સદ્દભાવનાના ગાડે ગાડા છે. તમે તો જાણે સમગ્રતાથી ભરેલા છો. ‘વિપુલ’ છો.

વિપુલ સ્નેહ, વિપુલ સહાનુભૂતિ, વિપુલ સહયોગ … મારી ને મહેશની વિપુલ શુભેચ્છાઅો. 

બૉસ્ટન, 04 મે 2013

Loading

...102030...4,0654,0664,0674,068...4,0804,0904,100...

Search by

Opinion

  • પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે
  • ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !
  • ચલા મુરારી હીરો બનને : ‘કોમેડિયન’ની ‘હીરો’ બનવાના સંઘર્ષની કહાની
  • ‘15, પાર્ક એવન્યુ’: ખોવાયેલા આશ્રયની શાશ્વત શોધ 
  • ચલ મન મુંબઈ નગરી —315

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved