ગોમાંસનો વ્યવસાય એવા પૈસાદાર અને શક્તિશાળી લોકો કરે છે, જેઓ નથી મુસ્લિમ હોતા કે નથી દલિત
હું ગોરક્ષક છું. ભલે તમારામાંના અનેક લોકોને (આજના વાતાવરણમાં) એ ગમે તેટલું ભયાનક લાગે. વર્ષો સુધી આપણામાંથી અમુક લોકો ગેરકાયદે કતલખાનાંમાં ગાયો અને વાછરડાઓની કતલ કરવા માટેની ગેરકાયદે હેરફેરને અટકાવવાનો પ્રયત્ન કરતા રહ્યા. (અમુક રાજ્યોમાં તો પ્રત્યેક કાયદેસર કતલખાનાની પાછળ સો ગેરકાનૂની કતલખાનાં છે) અનેક વખત આપણે સફળ થતાં, તો મોટા ભાગે નિષ્ફળ જતા. તેઓ લાંચ આપીને કે વ્યક્તિગત લાગવગથી છૂટી જતા.
પરંતુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખનારા આપણા બધા માટે આ ભયાનક દૃશ્ય હતાઃ કમનસીબ પ્રાણીઓના પગ ભાંગીને તેને ટ્રક અને ટેમ્પોમાં ભરવામાં આવતાં, જેથી વધારેમાં વધારે પ્રાણીઓને તેમાં ઠાંસી શકાય. એકબીજાંની ઉપર ચઢાવવામાં આવતાં. અમુક તો બિચારાં કતલખાને પહોંચતાં પહેલાં જ શ્વાસ રુંધાઈ જવાથી મૃત્યુ પામતાં. જેમને બચાવી લેવાતાં, તે પણ માત્ર નામના જ જીવતાં રહેતાં. હું માત્ર ગોરક્ષક જ નહીં, કૂતરાં રક્ષક, બિલાડી રક્ષક, ભેંસનો રક્ષક, ત્યાં સુધી કે ચકલીનો રખેવાળ પણ છું, અને તેને નષ્ટ થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારા માટે આ એ પ્રાણીને બચાવવાનો મુદ્દો નથી, જેની પૂજા હું કરું છું.
આ તો પ્રાણીઓ — તમામ પ્રાણીઓ, પંખીઓ, બધાં જીવિત પશુઓની રક્ષા કરવાની વાત છે. કારણ કે હું માનું છું કે આ પૃથ્વી એટલી જ એમની પણ છે, જેટલી મારી અને તમારી. આટલાં વર્ષમાં હું બીજા લોકોને મળ્યો અને જાણ્યું કે કેવી રીતે સિંહરક્ષક, હાથીરક્ષક, કાળિયારરક્ષક કેવી રીતે બની શકું છું. મને તો બધાં પ્રાણીઓ પસંદ છે, સૌમ્ય સ્વભાવની એ નીલગાય પણ, જેને સરકારે ‘વર્મિન’(નુકસાનકર્તા)નો દરજ્જો આપ્યો છે. તેનો અર્થ એ છે કે તેને મારી શકાય છે. મને લાગે છે કે બધાં પ્રાણી દુનિયાને સુંદરતા અને જાદુથી ભરી દે છે, જેને આપણે માનવોએ જંગલ અને ચેરિયા(મેન્ગ્રૂવ્સ)ને નષ્ટ કરી રહ્યાં છીએ, જે આ પ્રાણીઓનું પ્રાકૃતિક રહેઠાણ છે.
પરંતુ તમામ લાંબી યાત્રાઓની જેમ આ યાત્રા પણ એક નાનકડા પગલાથી શરૂ થઈ હતી. એ પગલું હતું, આપણાં શહેરોની ગલીઓમાં રખડતાં પશુઓને બચાવવાનું. પાંત્રીસ વર્ષ પહેલાં હું જ્યારે મુંબઈ શહેરમાં આવ્યો હતો, તો રખડતાં કૂતરાંને જ્યાંત્યાંથી પકડીને મારી નાખવામાં આવતાં. શેરીઓને શ્વાનમુક્ત કરવા માટે નિર્દયતાથી મારવા માટે તેમને મોટા વૉટરટબમાં નાખીને વીજળીનો કરંટ આપવા સહિતની પદ્ધતિઓ અપનાવવામાં આવતી. આમ છતાં, દર વર્ષે તેમની સંખ્યા વધતી જતી.
આપણે પશુગણતરી કરી, અદાલતોમાં ગયા અને આવાં પગલાંના બદલે કૂતરાંની નસબંધી કરવાની રજૂઆત કરી. હંમેશાંની જેમ આંદોલનોમાં સમય તો લાગ્યો, પરંતુ આ હત્યાઓ બંધ કરાવી શકાઈ. આપણું ન્યાયતંત્ર ભલે ધીમું હોય, પણ માનવતાવાદી છે. આપણે રાહતનો શ્વાસ લીધો. હવે મુશ્કેલી એ હતી કે આપણા સામાન્ય સંસાધનોથી તેમની નસબંધીનો કાર્યક્રમ કેવી રીતે ચલાવી શકાય. સદ્નસીબે અનેક એન.જી.ઓ. સામે આવી અને એ કામ ઉપાડી લીધું. તેમણે અત્યંત પ્રશંસનીય કામ કર્યું. મારાથી સારાં સ્ત્રી-પુરુષો છે, જેઓ આપણા અદ્ભુત વન્યજીવોનું રક્ષણ કરે છે, તેમની સંભાળ રાખે છે.
આ અત્યંત અઘરું કામ છે, કારણ કે જંગલોમાંથી પૈસા મળે છે અને ત્યાં રહેલાં પ્રાણીઓના બદલે ગેરકાનૂની શિકારીઓને વધારે રક્ષણ મળે છે. એટલા માટે આપણે બધા જાણીએ છીએ કે કોણે સિંહ અથવા શિંગડાવાળા ગેંડાની હત્યા કરી છે (અને કયા હેતુસર). ગુનેગાર ખૂબ ઓછા બનાવોમાં ઝડપાય છે અને તેમને સજા મળે છે. જેમ કે આપણી પશુગણતરીથી ખ્યાલ આવ્યો હતો કે છોડી મુકાયેલાં પશુઓ આપણા રસ્તાઓ પર સૌથી વધારે સંખ્યામાં છે. એક વખત તેઓ બિનઉપયોગી બની જાય, તો તેમના માલિક તેમને રસ્તાઓ પર મૂકી દે છે. તેમાંથી મોટા ભાગનાં પ્લાસ્ટિક ખાવાથી મરે છે. કારણ કે તેમને એટલી ભૂખ લાગી હોય છે.
અમુક જ ગોરક્ષકોને તેમની ચિંતા હોય છે. તેઓ કતલખાને જતી ગાયો(અને હવે ભેંસો)નો પીછો કરવામાં વ્યસ્ત થઈ જાય છે. અનેક વખત તો ખોટા ઉત્સાહમાં તેઓ ગાયોને કાયદેસર કતલખાને લઈ જનાર લોકો પર જ હુમલો કરી દે છે, કારણ કે તમામ રાજ્યોમાં તો ગાયોને કતલખાને લઈ જવી ગેરકાનૂની નથી. કાશ! એવું હોત કે તમામ રાજ્યોમાં ગાયોની કતલની મનાઈ હોત. માત્રો ગાયો બચી જાત, ઉપરાંત માનવીય જિંદગીઓ પણ બચી જાત. ખાસ કરીને મુસ્લિમ અને દલિત તેમ જ વિચરતી જનજાતિઓ, જેઓ નવા યુગના બેફામ-બેકાબૂ ગોરક્ષકોના નિશાન પર આવી ગયા છે. તેઓ હવે શંકાના આધારે કોઈના પર પણ હુમલો કરી દે છે.
રોમાંચક વાત એ છે કે આપણે જ્યારે ગોરક્ષાની વાત કરીએ છીએ, ત્યારે આપણે વિશ્વના સૌથી મોટા ગોમાંસ નિકાસકાર તરીકે ઊભરી આવ્યા છીએ. અમેરિકન કૃષિ વિભાગ અનુસાર આપણે 2015માં ગાય અને વાછરડાંના 24 લાખ ટન માંસની નિકાસ કરી હતી અને આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે. ભારત, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા મળીને વિશ્વનું 58.7 ટકા ગોમાંસ નિકાસ કરે છે. તેમાં એકલા ભારતની ભાગીદારી 23.5 ટકા છે. આઈ.સી.આર.એ.નું અનુમાન છે કે આગામી પાંચ વર્ષમાં આપણી ગોમાંસની નિકાસ 40,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.
એ વાત દુ:ખદ છે કે મોટા ભાગના પત્રકારો જે આ ઉપલબ્ધિને ઉત્સાહથી રિપોર્ટ કહે છે, તેને એ આધાર પર યોગ્ય ગણાવે છે કે ગાય નહીં, માત્ર ભેંસોને મારવામાં આવે છે. જ્યાં કતલખાનામાં કામ કરનારાઓ મોટા ભાગે મુસ્લિમ અને તેમની ચામડી ઉતરડનારા દલિતો હોય છે, પણ ગોમાંસનો વ્યવસાય એવા પૈસાદાર અને શક્તિશાળી લોકો કરે છે, જેઓ નથી મુસ્લિમ હોતા કે નથી દલિત હોતા. તેઓ પોતાના બિઝનેસને મુસ્લિમ નામોની બ્રાન્ડ બનાવી દે છે, જેથી મધ્ય-પૂર્વના બજારમાં તેને વેચવામાં સરળતા રહે અને પોતાની ઓળખ પણ છુપાવી શકાય. જો ગોરક્ષકો ગંભીર છે, તો તેઓ આ ગંદા કામમાં તેમને ત્યાં માત્ર કામ કરનારઓની મારઝૂડ કે હત્યા કરવાના બદલે આ મોટા લોકોને નિશાન કેમ નથી બનાવતા?
હા, હું હજી પણ ગોરક્ષક હું, પરંતુ એ પશુ આંદોલન જે આપણે આટલાં વર્ષ ચલાવ્યું, લોકોને બધાં પ્રાણીઓ પ્રત્યે કરુણા દર્શાવવાનો બોધ આપ્યો. હવે આ આંદોલન અમુક દાદાગીરી કરનારા અને હત્યારાઓના કારણે પોતાનું વાજબીપણું ગુમાવવાની અણીએ છે. કોઈને ખબર નથી કે એ અચાનક ક્યાંથી આવી ગયા. કોઈને ખબર નથી કે તેમને શું જોઈએ છે. વાત સ્પષ્ટ છે: તેમનો એજન્ડા ગાયોને બચાવવાનો નહીં, પણ લોકોની હત્યા કરવાનો છે.
સૌજન્ય : ‘ધંધાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 27 અૅપ્રિલ 2017
![]()


વ્યક્તિ પોતાના શબ્દસામર્થ્યથી લેખક બની શકે છે. એક લેખકનું શરીર અમુક વર્ષો પછી નાશ પામે છે, પરંતુ તેનો શબ્દદેહ-સર્જનો તેના મૃત્યુ પછી પણ જીવંત રહેતાં હોય છે અને એટલે જ લેખક મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી જીવતો રહેતો હોય છે! પણ શું તમે એવા કમનસીબ સાહિત્યકારને જાણો છો, જેણે જીવતેજીવ પોતાનામાં રહેલા લેખકની હત્યા કરી દેવી પડી હોય? આ કમનસીબ સાહિત્યકારનું નામ છે – પેરુમલ મુરુગન. આ તમિલ સાહિત્યકારે પોતાની નવલકથા ‘મધોરુબગન’ માટે કટ્ટરવાદી હિન્દુ સંગઠનો અને પોતાના જ સમાજની એવી સતામણી સહેવી પડી હતી કે પોતાનું ઘર-શહેર છોડવાં પડ્યાં. કટ્ટરવાદીઓએ ધાકધમકી આપીને પુસ્તક પાછું ખેંચાવ્યું અને બિનશરતી માફી મગાવી. ઉગ્ર વિરોધ અને ધાકધમકીના ઘટનાક્રમ પછી સ્થિતિ એવી સર્જાઈ કે આખરે પેરુમલ મુરુગને એક લેખક તરીકે પોતે મૃત્યુ પામ્યા છે, એવું જાહેર કરવું પડ્યું. પેરુમલ મુરુગને 12મી જાન્યુઆરી, 2015ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલી, ‘લેખક પેરુમલ મુરુગન મરી ગયો છે. એ ઈશ્વર નથી કે ફરીથી જન્મ લેશે. હવે તે ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.’
તાજેતરમાં એક સારા સમાચાર આવ્યા છે કે પેરુમલ મુરુગનને પોતાની જે તમિલ નવલકથા ‘મધોરુબગન’ માટે અનેક સતામણી સહેવી પડી હતી, હવે એ જ પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘વન પાર્ટ વુમન’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પોંખવામાં આવ્યો છે. આ પુસ્તકના અનુવાદક અનિરુદ્ધ વાસુદેવનને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે મધોરુબગન નવલકથા આમ તો 2010માં પ્રકાશિત થઈ હતી, જે અંગ્રેજીમાં અનુદિત થઈને 2014માં ‘વન પાર્ટ વુમન’ના નામે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં એક નિ:સંતાન દંપતીની વ્યથા અને સમાજમાં એક સમયે ચાલતી અમુક પ્રથાઓનું વર્ણન કરવામાં આવેલું, જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ અને તેને કારણે હિન્દુત્વવાદી સંસ્થાઓએ તેનો વિરોધ શરૂ કરેલો. જો કે, દેશના બંધારણે અને ન્યાયપાલિકાએ એક લેખકની અભિવ્યક્તિની આઝાદીનું ચિરહરણ અટકાવ્યું હતું.
રાજકારણનો ધંધો ગેંગ જેટલો જ કે ગેંગ કરતાં વધારે ખતરનાક છે. ગેંગ વિશે બે વાતનું સુખ હોય છેઃ એક તો, તે લોકસેવા કે લોકોનું પ્રતિનિધિત્વ કરતો પક્ષ નથી અને સત્તા-સંપત્તિ માટે ચાલતી ગેંગ છે તેની બધાને ખબર હોય છે. બીજું, તેનું કામ બંદૂકના કે રૂપિયાના જોરે ચાલે છે–ચાલી જાય છે. દેશના બંધારણ ને બંધારણીય સંસ્થાઓ સુધી પહોંચવાની તેને જરૂર પડતી નથી. પોલીસ-ન્યાયતંત્ર સાથે તેનો પનારો સતત ખરો ને તેમાં છીંડાં પાડવાના પ્રયાસ તે કરે, પણ તેના પાયામાં ઘા કરવાનું ગેંગની પહોંચથી બહાર રહે છે. રાજકારણમાં એ સુવિધા પણ મળી રહે છે. હિંદી ફિલ્મોના પ્રતાપે સૌ જાણે છે કે કાનૂનના હાથ લાંબા હોય છે, પણ કાનૂનના લાંબા હાથ મરોડીને કાનૂનની જ કાનપટ્ટી પકડાવવાનું કામ રાજનેતાઓ કરી શકે છે. (ઘણા) રાજકીય પક્ષોની જેમ ગેંગમાં એક જ બોસ હોય છે. બાકીના બધા પીટર-રોબર્ટ-ટોની-માઇકલ (કે એવા પ્રકારનાં ભારતીય નામ). ગેંગમાં વડીલોનું કામ હોતું નથી — આજ્ઞાંકિત ન હોય એવા વડીલોનું તો બિલકુલ જ નહીં. રાજકારણમાં પણ લગભગ એવું જ હોય છે. એ કઠોર સત્ય સમજવામાંથી નાદુરસ્ત વાજપેયી બચી ગયા, પણ તંદુરસ્ત અડવાણી-મુરલી મનોહર જોશીને તે બરાબર સમજાઈ રહ્યું છે.