Opinion Magazine
Number of visits: 9583467
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખોટી આર્થિક વિચારધારા એ કૃષિ સંકટનું મુખ્ય કારણ છે

દેવેન્દર શર્મા|Opinion - Opinion|23 February 2018

વર્ષ ૨૦૧૭નો આર્થિક સર્વેક્ષણ વાંચીને નિરાશા સાંપડે છે. અર્થશાસ્ત્રીઓએ પોતાની આંખો પર પડદો પાડી દીધો છે, તેઓને એ દેખાડવું જોઈએ કે આખરે વાસ્તવિકતા શું છે અને ખેડૂતો કેમ મરી રહ્યાં છે. અથવા આ પ્રકારનાં બેકાર નીતિનાં દસ્તાવેજ કેમ રજૂ કરવામાં આવે છે. આપણા દેશમાં કૃષિ સંકટનું મુખ્ય કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે અને જેનો ઉદ્દભવ એ આર્થિક સર્વેક્ષણ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકો આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે છે, તેઓ એ વાત માનવા તૈયાર જ નથી કે જે આર્થિક ઉપચાર તેઓ જણાવે છે તે તો ખરેખરમાં દેશનાં કૃષિ સંકટનું મૂળ છે.

ગત ૧૦-૧૧ વર્ષોમાં હું વાર્ષિક આર્થિક રીપોર્ટ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચતો રહ્યો છું. સામાન્ય રીતે તો આ ભારે રીપોર્ટ બજેટના બે દિવસ પહેલાં રજૂ કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાનનાં આર્થિક સરવૈયાને આ રીપોર્ટમાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવે છે. સાથે જ આપણને આ રીપોર્ટમાં એ પણ જાણવા મળે છે કે દેશમાં દરેક સરકારનો આર્થિક સ્થિતિઓ પરત્વેનો વિચાર કેવો અદૂરદર્શી રહ્યો છે. જો તમે આ રીપોર્ટને ધ્યાનથી વાંચશો તો તમે એ વાત સમજી શકશો કે આ રીપોર્ટ લખનાર અર્થશાસ્ત્રીઓ વિશ્વ બેંક, આઇ.એમ.એફ. અને ક્રેડિટ રેન્કિંગ એજન્સીઓ દ્વારા ભણાવવામાં આવી રહેલાં આર્થિક પાઠોનું આંખ બંધ કરીને અનુસરણ કરી રહ્યાં છે. જો તમે આર્થિક સર્વેક્ષણનાં કેટલાંક દસ્તાવેજો વાંચ્યા હશે તો એ વાત સ્પષ્ટ થઇ જશે કે અર્થશાસ્ત્રીઓ રૂઢીવાદી પરંપરામાંથી નીકળવાની કલ્પના પણ નથી કરી રહ્યાં. ગત વર્ષોમાં નિષ્ફળ સાબિત થયેલાં વિચારો અને ભલામણોને જ વારંવાર રજૂ કરવામાં આવે છે. ઓછામાં ઓછાં છેલ્લાં દસ વર્ષમાં કે જ્યારથી હું આર્થિક સર્વેક્ષણનો અભ્યાસ કરી રહ્યો છું ત્યારથી મારો દ્રઢ મત એ રહ્યો છે કે આપણા દેશમાં કૃષિ સંકટનું મૂળ કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે.

જે રીતે ઘોડાઓને રસ્તા પર સીધાં ચાલવા માટે તેમની આંખો પર ડાબલા લગાવી દેવામાં આવે છે તે રીતે મારા વિચારના મુખ્યધારાનાં અર્થશાસ્ત્રી પણ ક્યારેક પોતાનાં મગજ પર મનોવૈજ્ઞાનિક ડાબલા બાંધી રાખે છે. કદાચ તેઓની પાસે ચોક્કસ મર્યાદાની બહાર વિચારી શકવાની ક્ષમતાની અપેક્ષા રાખી શકાય જ નહિ. આપણે એ વાત ભૂલવી જોઈએ નહિ કે આ ડાબલા થકી ઘોડાઓ પ્રકૃતિ જોઈ શકતાં નથી કે જે પ્રકૃતિ તેઓ જોવા માંગતા હોય છે અને આવી જ હાલત આપણા અર્થશાસ્ત્રીઓની છે.

જ્યારે પણ તમે લકીરનાં ફકીર બની જાઓ છો ત્યારે તેનાં પરિણામનાં સ્વરૂપે ભારે ભૂલો ભોગવવી પડે છે. ઉદાહરણ તરીકે જો આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો આ ક્ષેત્ર પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ પ્રકારે દેશની ૫૨ ટકા જેટલી વસ્તીને આજીવિકા પ્રદાન કરે છે. ઓછામાં ઓછા ગત દસ વર્ષોમાં કે જ્યારથી હું આ આર્થિક સર્વેક્ષણનો અભ્યાસ કરી રહ્યો છું ત્યારથી મારો દ્રઢ મત એ રહ્યો છે કે આપણા દેશમાં કૃષિ સંકટનું મૂળ કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે. જેનું ઉદ્દગમ સ્થાન એ આર્થિક સર્વેક્ષણ છે. તેનાં કરતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકો આ આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે છે તે લોકો એ વાત માનવા માટે તૈયાર જ નથી કે જે આર્થિક ઉપચાર અંગેની વાત તેઓ કરતાં આવ્યા છે તે જ કૃષિ સંકટનું મૂળ છે.

દર વર્ષે કૃષિની સ્થિતિમાં સુધારો લાવવા માટે આર્થિક સર્વેક્ષણ થકી તે જ નિષ્ફળ પ્રયોગો ફરી વખત આદરવામાં આવે છે. પાકની ઉત્પાદકતા વધારો, સિંચાઈ વ્યવસ્થાનો વિસ્તાર કરો, જોખમભર્યું કાર્ય કરો, લાભકારી મૂલ્ય ઉપલબ્ધ કરો અને બજારનું ખાનગીકરણ કરો. ઓછામાં ઓછા ગત દસ વર્ષથી હું આર્થિક સર્વેક્ષણને કૃષિમાં સુધારો કરવા માટે આ ભલામણ કરતો રહ્યો છું. એ વાતમાં સહેજ પણ આશ્ચર્યચકિત થવા જેવું નથી કે દર વર્ષે કૃષિ સંકટ માત્ર ઓછું નથી થઇ રહ્યું, પણ આ સંકટ ઊંડું પણ થઇ રહ્યું છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ આ દેશમાં દિવસે-દિવસે વધી રહી છે, છતાં પણ આર્થિક સર્વેક્ષણમાં એ જ જૂની વિચારધારા અને કામનાં ના હોય તેવાં ઉપચાર સૂચવવામાં આવી રહ્યાં છે. ગત ૨૨ વર્ષમાં અંદાજીત ૩.૩૦ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને છતાં દેશનાં અર્થશાસ્ત્રી આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નિષ્ફળ રહ્યા છે. આ આપણા દેશનાં નીતિગત માળખાં પર એક દુઃખદ ટિપ્પણી છે.

પોતાનાં અને આ અગાઉ કરવામાં આવેલાં તમામ ઉપાયોની નિષ્ફળતા વિશે જાણતા છતાં પણ આર્થિક સર્વેક્ષણ ૨૦૧૭માં પૂરતું ધ્યાન વિવાદાસ્પદ જેનેટિકલી મોડિફાઇડ (જી.એમ.) પાક પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ દોષપૂર્ણ તર્કનો ઉપયોગ કરીને કૃષિ સંકટમાંથી બહાર આવવા માટેનો એક માત્ર રસ્તો એ છે કે પાકની ઉત્પાદકતા વધારો અને આર્થિક સર્વેક્ષણ હવે જી.એમ. ઉદ્યોગને જ તમામ સમસ્યાઓનો ઉકેલ જણાવી રહ્યો છે. તેમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે વાણિજ્યિકરણનો રસ્તો ખુલવાની રાહમાં ભારતે તમામ પ્રકારનાં જી.એમ. પાક માટે બજાર ખોલી નાખવું જોઈએ.

જી.એમ. ઉદ્યોગની વાત આધારિત આ લોકોએ જી.એમ.નાં પાકને બજારમાં ઉપલબ્ધ કરાવવો યોગ્ય છે તે જણાવવા માટેની રૂપરેખા પણ તૈયાર કરી લીધી છે. કઠોળનું ઉત્પાદન વધારવાની બાબતના રીપોર્ટમાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની અધ્યક્ષતા હેઠળની એક સમિતિમાં કઠોળનું ઉત્પાદન વધારવા માટે જી.એમ. ઉદ્યોગને તેમાં સામેલ કરવો જોઈએ એ વાતનું ખુલ્લું સમર્થન કર્યું છે. સામાજિક સ્તરે આ ભલામણની આકરી નિંદા કરવામાં આવતાં મુખ્ય આર્થિક સલાહકારે એક પગલું આગળ વધીને આ નીતિ દસ્તાવેજનો પ્રયોગ ખાનગી બીજ કંપનીઓનાં વાણિજ્યિક હિતોને પ્રોત્સાહન આપવા માટે કર્યો.

વૈજ્ઞાનિક તથ્ય એ છે કે વિશ્વમાં એવો કોઈ જી.એમ. પાક નથી કે જેનાથી પાકનું ઉત્પાદન વધે અને આ તથ્યને સીધી રીતે નજરઅંદાજ કરવામાં આવ્યું છે. એકમાત્ર જી.એમ. પાક કે જેનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે તે છે બી.ટી. કોટન. જો જી.એમ. કોટનથી કપાસની ખેતી કરનાર ખેડૂતોની આવકમાં વધારો થયો છે, તો બી.ટી. કોટન ઉગાડનાર ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યાં છે? એક અનુમાન પ્રમાણે ભારતમાં કૃષિ સંલગ્ન આત્મહત્યાઓમાં ૭૦ ટકા મૃત્યુ માત્ર કપાસનાં ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે.

આ સિવાય જો પાકનું ઉત્પાદન વધારવું એ જ આગળ વધવાનો રસ્તો છે તો દેશનાં ફૂડ બાઉલ તરીકે ઓળખાતા પંજાબમાં ખેડૂતો આટલી મોટી સંખ્યામાં કેમ આત્મહત્યા કરવા પ્રયાસ કરી રહ્યાં છે? પંજાબ એ વિશ્વનું સૌથી વધુ પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરનાર મથક છે અને તે ૯૮ ટકા સુનિશ્ચિત સિંચાઈ સુવિધાયુક્ત હોવાથી તેની પાસે વિશ્વનું સૌથી મોટું સિંચાઈ ક્ષેત્ર છે. છતાં પણ એક દિવસ એવો નથી જતો કે જ્યારે અહીં ત્રણથી ચાર ખેડૂતોએ આત્મહત્યા ના કરી હોય.  

જી.એમ. પાકનાં ઉપયોગ વિના પણ આ વર્ષે કઠોળનું ઉત્પાદન ઘણું વધારે થયું પરંતુ ઉત્પાદનમાં એકદમ વૃદ્ધિ થવાનાં કારણે તેને યોગ્ય રીતે સંભાળી શકવાની સમજ સરકાર પાસે નહિ હોવાને કારણે ભાવ ઘટ્યા અને ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું. ૫૦ ૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનાં ખરીદ મૂલ્યનાં સ્થાન પર ખેડૂત ૩૫૦૦થી ૪૨૦૦ પ્રતિ ક્વિન્ટલથી વધુ કિંમત પ્રાપ્ત કરી શક્યા નહિ. ઉત્પાદન તો ઓછું હતું જ નહિ, ક્યાં સુધી અર્થશાસ્ત્રીઓ ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતાં કાચા માલના અપૂર્તિકર્તાઓનાં હિતને પ્રોત્સાહન આપવા માટે ખોટાં દ્રષ્ટિકોણ સૂચવતા રહેશે?

મને એ વાત કહેવામાં કોઈ ખેદ નથી કે વર્ષ ૨૦૧૭નો આર્થિક સર્વેક્ષણ વાંચીને હું ખૂબ જ  નિરાશ થયો છું. જ્યારે અર્થશાસ્ત્રીઓએ પોતાની આંખો પર પડદા નાખી દીધા છે ત્યારે એમને એ દેખાડવાનો સમય આવી ગયો છે કે ખરી વાસ્તવિકતા શું છે અને ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યા છે. નહિ તો આપણને આ પ્રકારનાં બેકાર નીતિ દસ્તાવેજ પીરસવામાં આવતા રહેશે અને એટલે જ મારે એ કહેવું છે કે આર્થિક સર્વેક્ષણ તૈયાર કરનાર અર્થશાસ્ત્રીઓના દળ માટે એ અનિવાર્ય હોવું જોઈએ કે તેઓ ઓછામાં ઓછાં ત્રણ મહિના ગ્રામીણ વિસ્તારમાં વ્યતીત કરે અને ત્યાર બાદ આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે. આ દળની આગેવાની મુખ્ય આર્થિક સલાહકાર કરે અને તેમાં નીતિ દળના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે. મને એ વાતનો વિશ્વાસ છે કે તમે ચોક્કસ માનશો કે અર્થશાસ્ત્રીઓ / નોકરશાહીને ગ્રામીણ સ્થિતિ સાથેનો પરિચય કરાવવો એ ખૂબ જ જરૂરી છે. નહિ તો જે ભયંકર સંકટમાંથી દેશ ગત દસ વર્ષથી પસાર થઇ રહ્યો છે તે ઓછું થવાની જગ્યાએ વધુ ઊંડું થતું જશે.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

बा की मौत के बाद वो चिट्ठी जो नेताजी ने बापू को लिखी थी

—, રાજેન્દ્ર શુક્લ|Gandhiana|23 February 2018

महात्मा गांधी की पत्नी कस्तूरबा गांधी का निधन 22 फ़रवरी 1944 को हुआ था.

उस समय उनकी अवस्था 74 साल की थी. वो पिछले कुछ अरसे से बीमार चल रही थीं.

महात्मा गांधी और सुभाष चंद्र बोस के संबंधों को लेकर भारत में कई तरह की बातें कही-सुनी जाती रही हैं.

गांधी और बोस के बीच के कथित मतभेदों को लेकर कई तरह की भ्रांतियां हैं.

बीबीसी हिंदी अपने पाठकों के लिए वो चिट्ठी पेश कर रहा है जो कस्तूरबा गांधी की मौत के बाद नेताजी सुभाष चंद्र बोस ने महात्मा गांधी के नाम लिखी थी.

बापू के नाम बोस की चिट्ठी

श्रीमती कस्तूरबा गांधी नहीं रहीं. 74 वर्ष की आयु में पूना में अंग्रेजों के कारागार में उनकी मृत्यु हुई.

कस्तूरबा की मृत्यु पर देश के अड़तीस करोड़ अस्सी लाख और विदेशों में रहने वाले मेरे देशवासियों के गहरे शोक में मैं उनके साथ शामिल हूं.

उनकी मृत्यु दुखद परिस्थितियों में हुई.

लेकिन एक ग़ुलाम देश के वासी के लिए कोई भी मौत इतनी सम्मानजनक और इतनी गौरवशाली नहीं हो सकती. हिन्दुस्तान को एक निजी क्षति हुई है.

डेढ़ साल पहले जब महात्मा गांधी पूना में बंदी बनाए गए तो उसके बाद से उनके साथ की वह दूसरी कैदी हैं, जिनकी मृत्यु उनकी आंखों के सामने हुई.
पहले कैदी महादेव देसाई थे, जो उनके आजीवन सहकर्मी और निजी सचिव थे. यह दूसरी व्यक्तिगत क्षति है जो महात्मा गांधी ने अपने इस कारावास के दौरान झेला है.
इस महान महिला को जो हिन्दुस्तानियों के लिए मां की तरह थी, मैं अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूं.
और इस शोक की घड़ी में मैं गांधीजी के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं.

इमेज कॉपीरइट कनु गांधी : संजीव सेठ के अनुसार कस्तूरबा गांधी के जीवन के अंतिम महीनों की तस्वीर. (फोटोः कनु गांधी)

पहली पंक्ति में कस्तूरबा

मेरा यह सौभाग्य था कि मैं अनेक बार श्रीमती कस्तूरबा के संपर्क में आया और इन कुछ शब्दों से मैं उनके प्रति अपनी श्रद्धांजलि अर्पित करना चाहूंगा.

वे भारतीय स्त्रीत्व का आदर्श थीं, शक्तिशाली, धैर्यवान, शांत और आत्मनिर्भर.

कस्तूरबा हिन्दुस्तान की उन लाखों बेटियों के लिए एक प्रेरणास्रोत थीं जिनके साथ वे रहती थीं और जिनसे वे अपनी मातृभूमि के स्वतंत्रता संग्राम के दौरान मिली थीं.

दक्षिण अफ्रीका में सत्याग्रह के बाद से ही वे अपने महान पति के साथ परीक्षाओं और कष्टों में शामिल थीं और यह सामिप्य तीस साल तक चला.

अनेक बार जेल जाने के कारण उनका स्वास्थ्य प्रभावित हुआ लेकिन अपने चौहत्तरवे वर्ष में भी उन्हें जेल जाने से जरा भी डर न लगा.

महात्मा गांधी ने जब भी सविनय अवज्ञा आंदोलन चलाया, उस संघर्ष में कस्तूरबा पहली पंक्ति में उनके साथ खड़ी थीं.

हिन्दुस्तान की बेटियों के लिए एक चमकते हुए उदाहरण के रूप में और हिन्दुस्तान के बेटों के लिए एक चुनौती के रूप में कि वे भी हिन्दुस्तान की आजादी की लड़ाई में अपनी बहनों से पीछे नहीं रहेीं.

शहीद की मौत

कस्तूरबा एक शहीद की मौत मरी हैं. चार महीने से अधिक समय से वे हृदयरोग से पीड़ित थीं.

लेकिन हिन्दुस्तानी राष्ट्र की इस अपील को कि मानवता के नाते कस्तूरबा को खराब स्वास्थ्य के आधार पर जेल से छोड़ दिया जाए, हृदयहीन अंग्रेज सरकार ने अनसुना कर दिया.

शायद अंग्रेज यह उम्मीद लगाए बैठे थे कि महात्मा गांधी को मानसिक पीड़ा पहुंचा कर वे उनके शरीर और आत्मा को तोड़ सकते थे और उन्हें आत्मसमर्पण करने के लिए मजबूर कर सकते थे.

इन पशुओं के लिए मैं केवल अपनी घृणा व्यक्त कर सकता हूं जो दावा तो आजादी, न्याय और नैतिकता का करते हैं लेकिन असल में ऐसी निर्मम हत्या के दोषी हैं.

वे हिन्दुस्तानियों को समझ नहीं पाए हैं. महात्मा गांधी या हिन्दुस्तानी राष्ट्र को अंग्रेज़ चाहे कितनी भी मानसिक पीड़ा या शारीरिक कष्ट दें, या देने की क्षमता रखें, वे कभी भी गांधीजी को अपने अडिग निर्णय से एक इंच भी पीछे नहीं हटा पाएंगे.

महात्मा गांधी ने अंग्रेजों को हिन्दुस्तान छोड़ने को कहा और एक आधुनिक युद्ध की विभीषिकाओं से इस देश को बचाने के लिए कहा.

अंग्रेजों ने इसका ढिठाई और बदतमीजी से जवाब दिया और गांधीजी को एक सामान्य अपराधी की तरह जेल में ठूंस दिया.

वे और उनकी महान पत्नी जेल में मर जाने को तैयार थे लेकिन एक परतंत्र देश में जेल से बाहर आने को तैयार नहीं थे.

पति की आंखों के सामने

अंग्रेजों ने यह तय कर लिया था कि कस्तूरबा जेल में अपने पति की आंखों के सामने हृदयरोग से दम तोड़ें.

उनकी यह अपराधियों जैसी इच्छा पूरी हुई है, यह मौत हत्या से कम नहीं है.

लेकिन देश और विदेशों में रहने वाले हम हिन्दुस्तानियों के लिए श्रीमती कस्तूरबा की दुखद मृत्यु एक भयानक चेतावनी है कि अंग्रेज एक-एक करके हमारे नेताओं को मारने का ह्रदयहीन निश्चय कर चुके हैं.

जब तक अंग्रेज हिन्दुस्तान में हैं, हमारे देश के प्रति उनके अत्याचार होते रहेंगे.

केवल एक ही तरीका है जिससे हिन्दुस्तान के बेटे और बेटियां श्रीमती कस्तूरबा गांधी की मौत का बदला ले सकते हैं, और वह यह है कि अंग्रेजी साम्राज्य को हिन्दुस्तान से पूरी तरह नष्ट कर दें.

पूर्वी एशिया में रहने वाले हिन्दुस्तानियों के कंधों पर यह एक विशेष उत्तरदायित्व है, जिन्होंने हिन्दुस्तान के अंग्रेज शासकों के खिलाफ सशस्त्र युद्ध छेड़ दिया है.

यहां रहने वाले सभी बहनों का भी उस उत्तरदायित्व में भाग है.

दुख की इस घड़ी में हम एक बार फिर उस पवित्र शपथ को दोहराते हैं कि हम अपना सशस्त्र संघर्ष तब तक जारी रखेंगे, जब तक अंतिम अंग्रेज को भारत से भगा नहीं दिया जाता.

(नेताजी संपूर्ण वांग्मय, पृ. 177,178, टेस्टामेंट ऑफ सुभाष बोस, पृ. 69-70 )

सौजन्य : बी.बी.सी. हिन्दी, 22 फरवरी 2018

Loading

ગુજરાતમાં કેમ કોઈ કસ્તૂરબા ગાંધીનાં ઘરે જતું નથી?

જય મકવાણા, જય મકવાણા|Opinion - Opinion|22 February 2018

બી.બી.સી. સ્પેિશયલ: 

દેશને સ્વતંત્ર કરવાની ચળવળમાં મહાત્મા ગાંધીનાં ધર્મપત્ની કસ્તૂરબા ગાંધી પાયાનો પથ્થર બની ઊભા રહ્યાં હતાં.

બા કદાચ એક માત્ર એવી વ્યક્તિ હતાં કે જે બાપુ સાથે અસહમતિ પણ દર્શાવી શકતાં અને બાપુની ભૂલો સામે આંગળી પણ ચીંધી શકતાં હતાં. કદાચ એટલે જ બા એ બાપુના ખરા અર્થમાં અર્ધાંગિની હતાં.

બા અને બાપુનું જીવન જે રીતે એકબીજાં સાથે વણાયેલું હતું. એ જ છાપ પોરબંદરમાં પણ જોવા મળે છે. જ્યાં બન્નેના જન્મસ્થળ આવેલાં છે, એકબીજાંની લગોલગ. સાવ નજીક.

કસ્તૂરબા ગાંધીના સ્મારક સુધી જવાનો રસ્તો ગાંધીજીના ઘરમાંથી જાય છે. કીર્તિમંદિરની પાછળ અત્યંત ગીચ મકાનો વચ્ચે કસ્તૂરબા ગાંધીનું ઘર આવેલું છે.

પણ ઘર સુધી પહોંચતા પહેલાં તમારે સ્થાનિકોએ ઘરની બહાર પાર્ક કરેલા ટૂ વ્હિલર્સ અને રસ્તા વચ્ચે બેસેલી ગાયોને પાર કરવી પડે.

જો જાણકાર સાથે ના હોય કે જાણકારી વગર અહીં આવ્યા હોય તો ભાગ્યે જ કોઈને ખ્યાલ આવે કે દેશના રાષ્ટ્રપિતાનાં અર્ધાંગિનીનું ઘર અહીં આવેલું છે.

હાલ કસ્તૂરબાના ઘરની હાલત કેવી છે?

પોરબંદરમાં આવેલું કસ્તૂરબા ગાંધીનું જન્મસ્થળ

આ વાત માત્ર સામાન્ય લોકો પૂરતી જ મર્યાદિત નથી. કીર્તિમંદિરની મુલાકાતે આવતા રાષ્ટ્રના મોટા નેતાઓ પણ કસ્તૂરબા ગાંધીના ઘરની મુલાકાત લેવાનું ટાળે છે અથવા તો ચૂકી જાય છે.

કસ્તૂરબાના ઘરના સ્મારક ચોકીદાર તરીકે ફરજ બજાવતા મધુભાઈ સાદિયા જણાવે છે ''આ પ્રકારના રાષ્ટ્રીય સ્મારકની 300 ફૂટ ફરતે કોઈ પણ જાતના બાંધકામને પરવાનગી આપવામાં નથી આવતી. પણ, અહીં પહેલાથી જ લોકો રહે છે એટલે કોને કહેવું?

''સ્મારક બહાર ક્યારેક ક્યારેક 15થી 20 જેટલી ગાયો બેઠી હોય છે અને કોઈ તેને ઊઠાવવાની જહેમત નથી કરતું. ક્યારેક આ ગાયોએ મુલાકાતીઓને શિંગડા મારી દીધા તો?''

''સ્મારકમાં ટોઇલૅટની કોઈ સુવિધા નથી. પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. અમે તો બહારથી પાણી લાવીને પીએ છે પણ જો કોઈ મુલાકાતીને પાણી પીવું હોય તો?''

મધુભાઈની ચિંતા એમના શબ્દોમાં જ નહીં પણ સ્મારકની હાલતમાં પણ ઉજાગર થાય છે.

જે ઓરાડામાં કસ્તૂરબાનો જન્મ થયો હતો એ ઓરડાને બાદ કરી દો તો સ્મારકના મોટાભાગના ઓરડાની સ્થિતિ વખાણવા લાયક નથી.

કેટલી ય જગ્યાએ પોપડા ઉખળવા લાગ્યા છે. તો છતની દિવાલો પર અમર થવા માટે અઢળક પ્રેમી-પંખીડાઓએ પોતાના નામનું ચિતરામણ કરી મુક્યું છે.

એ ઓરડો જ્યાં કસ્તૂરબા ગાંધીનો જન્મ થયો હતો.

કસ્તૂરબા અંગે વાત કરતા ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ ઉપ કુલપતિ સુદર્શન આયંગર બી.બી.સી.ને જણાવે છે, ''મોહન અને કસ્તૂરના લગ્ન થયા ત્યારે બન્નેની ઉંમર સમાન હતી.''

''કસ્તૂર ગુજરાતીમાં કહીએ તો 'જબરી', સત્યવાન, નિર્ભય, નીડર અને કોઈ પણ પ્રકારની જોહુકમી સહન ના કરનારી હતી.''

''આજે જે સ્ત્રીશક્તિકરણની વાત કરવામાં આવે છે, એ વાત કસ્તૂરે ખરા અર્થમાં સાર્થક કરી હતી.''

કસ્તૂરબા ગાંધીના સ્મારકની દેખરેખની જવાબદારી ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ અંતર્ગત આવે છે.

સ્મારકની વર્તમાન સ્થિતિ અંગે બી.બી.સી.એ રાજ્ય પુરાતત્વવિભાગના ડિરેક્ટર વાય.એસ. રાવત સાથે વાત કરી.

રાવતે કહ્યું, ''સ્મારકમાં ટોઈલૅટની સુવિધા ના હોવાનું કારણ એ છે કે એ જગ્યા ખૂબ જ ગીચ છે. આજુબાજુ રહેવાસી મકાનો છે, એટલે ત્યાં કોઈ અન્ય બાંધકામ કરવું શક્ય નથી.''

બાકી રહી પાણીની સુવિધાની વાત તો આ અંગે અમે તપાસ કરીશું અને વ્યવસ્થા કરાવી દઈશું. એ ઉપરાંત અન્ય જે પણ સમસ્યાઓ છે એ ચકાસવા માટે અમારો ઇજનેર જઈ રહ્યો છે.''

ઘરની ભીંતમાંથી પણ પોપડા ઊખડી ગયા છે

બાપુની સરખામણીએ બાને ભલે ઓછું મહત્ત્વ અપાઈ રહ્યું હોય પણ ગાંધીજીના જીવનમાં બાનું અત્યંત મહત્ત્વ હતું.

કસ્તૂરબા અંગે વધુ વાત કરતા આયંગર ઉમેરે છે, ''બન્નેના જ્યારે લગ્ન થયા ત્યારે મોહનને રાતે અંધારામાં ડર લાગતો હતો. એ બીકણ હતો, શરમાળ હતો. એના દોષોને દૂર કરવામાં કસ્તૂરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.''

''પુખ્ત થયા બાદ ભલે બાપુએ બાને ઘડ્યાં હોય પણ કિશોરાવસ્થામાં કસ્તૂરે ચોકક્સથી મોહનને ઘડ્યો હતો.''

ગાંધી દંપતી જાહેર જીવનમાં આવવાને બદલે જો સામાન્ય ગુજરાતી વણિક પરીવાર જ બની રહ્યું હોત તો ઘરનું સંચાલન બાએ જ કર્યું હોત.''

સ્મારકની સ્થિતિ માટે આયંગર આ પુરુષવાદી માનસિક્તાને કારણભૂત ગણાવે છે. તેઓ કહે છે, ''આપણે જે પ્રતિકો ઊભા કરીએ છે એમાં ક્યાંકને ક્યાંક પુરુષપ્રધાન માનસિક્તાને બળ મળતું હોય છે.''

''ગાંધી સ્મારકોમાં પણ એવું થાય છે કે બા કરતાં બાપુને વધુ પ્રાથમિક્તા અપાય છે.''

ઘરની ભીંત પર લોકોએ લખેલાં પોતાનાં નામ

કસ્તૂરબાની જન્મજયંતીએ મળનારી 'ગાંધી હેરિટેજ સાઇટ મિશન'ની બેઠકમાં બાના સ્મારકની વાત ઉઠાવવાનું તેઓ બી.બી.સી.ને આશ્વાસન પણ આપે છે.

ગાંધી વિચારસરણીમાં કાર્યરત ભદ્રાબહેન સવાઈએ બી.બી.સી.ને કહ્યું, લોકો ગાંધીજી કે કસ્તૂરબાનાં સ્મારકની મુલાકાત લે એનાથી વધુ જરૂરી છે એમના વિચારોને જીવનમાં ઊતારે.

તેમના જણાવ્યા અનુસાર, ''સમાજ અને સરકારે આ માટે સાથે મળીને કામ કરવું પડશે.''

આયંગર ઉમેરે છે, ''તેમના જીવનની વાત કરીએ તો બાપુ પોતે સદગૃહસ્થ થવા મથે છે. પણ, ગૃહસ્થી ટકાવવામાં બા મહત્ત્વની ભૂમિકા ભજવે છે.''

''સહન કરવાનું બાના ભાગે વધુ આવે છે અને છતાં બા દરેક જન્મમાં બાપુને જ પતિ તરીકે માગે છે.''

''બાનું વ્યક્તિત્વ અનેરું છે. બા માત્ર બાપુના પત્ની જ નથી. પણ, પત્નીથી ક્યાં ય વધુ છે. તેમનું એ વ્યક્તિત્વ ઓળખવું જોઈએ.’'

સૌજન્ય : બી.બી.સી. ગુજરાતી : https://www.bbc.com/gujarati/india-43138389

Loading

...102030...3,1643,1653,1663,167...3,1703,1803,190...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved