પ્રભુકૃપાથી
પ્રગટ્યો કોરોના કે
સ્વયં? ખબર નથી.
કિંતુ પ્રભુભકતોને હોય છે
દૃઢ વિશ્વાસ કે
જે કંઈ થાય તે પ્રભુકૃપાથી
સારા માટે જ થાય છે.
કોરોના પણ પ્રગટ્યો હશે
સારા માટે પાપીઓના સંહાર માટે પ્રભુકૃપાથી
ભલે એણે સંહાર્યા નિર્દોષોને !
કોરોનાએ
આટલી કૃપા તો કરી
અવશ્ય
મંદિર-મસ્જિદ-ચર્ચોનાં કરાવ્યાં બારણાં બંધ !
આરતી-બાંગ-પ્રેયરનો
કરાવ્યો ઘોંઘાટ બંધ !
કોરોનાએ
કરાવ્યો અહેસાસ
કે ભગવાન વગર પણ
ચાલશે દુનિયા !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 06 મે 2020
![]()


કેટલાક પત્રકારો અને વિદ્વાન ભાજપી લેખકો અત્યારે એવું જૂઠાણું ચલાવી રહ્યા છે કે રેલવેએ તો મફતમાં જ સ્થળાંતરિત મજૂરોને તેમના રાજ્યમાં લઈ જવા માટેની વ્યવસ્થા કરેલી હતી. હકીકત એ છે કે રેલવે બોર્ડ દ્વારા જે પરિપત્ર બહાર પડાયેલો છે, તેમાં જ લખેલું છે કે રાજ્ય સરકારે ઉતારુઓ પાસેથી ભાડું લઈને રેલવેને આપવું. આ પરિપત્ર રેલવે બોર્ડની વેબસાઇટ પર તા. 04-05-2020ના રોજ રાતે ૯.૩૫ વાગ્યે ઉપલબ્ધ હતો. ખૂબ હોબાળો થયો પછી રેલવેએ કેન્દ્ર સરકાર ૮૫ ટકા અને રાજ્ય સરકાર ૧૫ ટકા ભાડું ભોગવશે એવું નક્કી થયું. આ સંદર્ભમાં હકીકત આ મુજબ છે :