મૂંગા મૂંગા નથી તમે
અમે છીએ તમારો અવાજ
થાકથી ચૂર છે તમારાં બદન
બોજ ભરેલાં અમારાં મન
તમે દોડો તો અમે મૂકીએ દોટ
નથી તમે પણ સાવ જ ભોટ
અભણ તમે પણ અમે ભણેલાં
અમે છીએ.
ભક્તિથી ના થ્યું ભલું કોઈનું
તમારું પણ ના થાશે
જંજીરોની જકડન જૂની
જુગજુગની ના જાશે
છોડો ઝાંઝ અને પખવાજ
અમે છીએ
અમે દલાલો થઈને
શેઠિયા સંગ ન બેસી જાશું
હશું ત્યાં લગ અમે તમારાં
ઉન્નત ગીતડાં ગાશું
ભલે ને કેદ કરે સરકાર
અમે છીએ
તમે મજૂરી કરો બદનથી, અમે બુદ્ધિથી જીવીએ
ભલે મહેલમાં રહીએ કિન્તુ
ઝૂંપડીથી પ્રીત કરીએ
નથી કોઈની સાડા બાર
અમે છીએ
તમને રાખે ગામના છેડે એમ જ હુંયે દૂર
પરિષદો ને અકાદમીઓ
મદમાતી ચકચૂર
કાલ ઊગશે નવલ સવાર
અમે છીએ તમારો અવાજ
અર્પણ : આદરણીય ગિરીશ પટેલ જેવા કર્મશીલો + કવિઓને
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 08 મે 2020
![]()


આર.એસ.એસ.ના નાગપુર હેડક્વાર્ટરથી, થોડા દિવસો પૂર્વે, સંઘ સુપ્રીમો મોહન ભાગવતે સ્વયંસેવકોને સંદેશપાથેય વહેંચ્યું હતું. વર્તમાન મહામારીમાં પણ દેશમાં હિંદુ-મુસ્લિમ તણાવ જોવા મળે છે. ત્યારે સંઘ પ્રમુખે, ‘એક રાષ્ટ્ર, એક જન’નો રાગ આલાપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ૧૩૦ કરોડ ભારતવાસીઓ આપણો પરિવાર છે, સૌ કોઈ આપણા ભાઈ-બંધુ છે. સમાવેશી દૃષ્ટિકોણનો આગ્રહ રાખીને, એક આખી કોમને રાહત-પ્રયાસોથી બાકાત ન રાખવા તેમણે અનુરોધ કર્યો..
સમગ્ર દેશમાં તાળાબંધી થઈ, પણ એક તાળું તો ખુલ્લું જ રહી ગયું. નવી દિલ્હીના ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ના બંધ દરવાજામાં પુરાયેલો હું, સૂમસામ રસ્તા પર પોતાના અસ્તિત્વનો ભાર લઈને સતત અટક્યા વગર રઝળપાટ કરતાં માણસોનાં ટોળાને જોઈ રહ્યો છું. કોરોનાથી ભયભીત શહેરે તેમના દરવાજા એ માણસો માટે બંધ કરી દીધા હતા. તે બધા જ ચાલી રહ્યા હતા. ભાગદોડ નહોતી મચાવી. બસ, ચાલી રહ્યા હતા – સતત અને વણથંભ્યા. હું જ્યારે તેમને જોતો કે મન દોડીને તરત 'પાનસિંહ તોમર' પાસે પહોંચી જતું. આ ફિલ્મ જોઈ છે તમે? મેં જ્યારથી જોઈ ત્યારથી આજ સુધી એવી દોટ ફરીથી જોઈ શક્યો નથી. ઇરફાને તે ફિલ્મમાં કમાલ કરી હતી, પરંતુ જે રીતે તે દોડી ગયા તે ભારતીય સિનેમામાં એક સીમાચિહ્ન છે. આ અસંખ્ય શ્રમિકો ખબર નથી કે દેશના કયા ખૂણામાંથી નીકળી આપણી રાજધાની દિલ્હીમાં પહોંચ્યા. કોઈ પણ જાતના અવાજ, સ્વાગત કે માહિતી વગર તેમણે દિલ્હીનું પાપ પોતાના માથે ચઢાવી લીધું. હું સારી રીતે જાણું છું કે તેમાંના કોઈ અસલી દિલ્હીને ઓળખતા નથી. તેમના માટે દિલ્હી એટલે એવી જગ્યા જ્યાં ગુજરાન ચલાવી શકાય. તેમના માટે દિલ્હી એટલે ‘રોટી’.