હું તને જોયા કરું એવું નથી,
છે ઘણું કે'વું ઘણું કે'વું નથી.
કોણ લૂછે છે મને દાગો ગણી ?
આંખ પર જો સ્હેજ પણ ટીપું નથી.
તું હકીકતમાં ફરી દોડી જજે,
હું ભરમ છું આંખનો એવું નથી.
દિલ જગા ખાલી કરું છું આજથી !
સ્થાન મારું ત્યાં બધા જેવું નથી.
રોજ હઠ પકડી રડે છે બાળપણ !
પણ રમકડું કોઈ લૈ દેવું નથી.
એ જ મારી જિંદગીનો મર્મ છે!
કાચ સામે છું છતાં એ હું નથી.
2035, Yogeshwar Nagar Sci. GHB Kanakpur-Kansad Sachin [Surat] Pin N- 394 230
![]()


આશ્ચર્યની વાત છે કે ગાંધીજીમાં આવો કોઈ અભિગમ પ્રબળ પ્રમાણમાં જોવા મળતો નથી. વિલાયતમાં બેરિસ્ટરનું ભણી આવીને દેશમાં વકીલાત દ્વારા બે પાંદડે થવાનો ઉલ્લેખ તેમની આત્મકથામાં જોવા મળે છે, પરંતુ એ પણ કોઈ કારકિર્દીલક્ષી મહાત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીમાં જોવા મળે એવો તીવ્ર નથી. તેઓ શાળામાં યોજવામાં આવેલા વિદાય સમારંભમાં વિલાયત ભણી આવીને દેશસેવા કરવી જોઈએ એવું કાંઈક સભા ક્ષોભને કારણે ધ્રુજતા ધ્રુજતા બબડ્યા હતા એમ તેમણે આત્મકથામાં લખ્યું છે.



