જે લોકો
પુનર્જન્મમાં માને છે
એમાંથી
એકવીસમી સદીમાં મર્યાં
એ
વિરોધી ધર્મમાં જન્મે છે.
પહેલા ગાળો આપતા હતા,
હવે
ગાળો ખાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()
જે લોકો
પુનર્જન્મમાં માને છે
એમાંથી
એકવીસમી સદીમાં મર્યાં
એ
વિરોધી ધર્મમાં જન્મે છે.
પહેલા ગાળો આપતા હતા,
હવે
ગાળો ખાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()
એક રાજા કહે એ સેવક છે,
સેવકો એટલે પ્રશંસક છે !
હું ગયો કંઈક એમાં કહેવા તો,
કોઈ બોલ્યું કે આ તો નાટક છે !
ફિલ્મનો અંત ખૂબ છે સારો,
વચ્ચે-વચ્ચે બધું ભયાનક છે !
એની વાતોમાં આવવાનું નહીં,
એ અહીં કોઈનો સમર્થક છે !
આપણે શાંતિ જોઈએ કેવળ,
ને પડોશી બધા લડાયક છે !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()
કવિતાના પ્રાણમાં
પ્રચ્છન્ન કે પ્રગટ પુછાતો પ્રશ્ન હોય છે,
સમાજને, સત્તાને, સ્વયમ્ સૌની સમજને.
*
વેદનાની સ્મૃતિમાંથી સરતા શબ્દો હૃદયસ્પર્શી હોય છે,
વ્રણમાંથી વહેતા શબ્દો વિરલ હોય છે,
માનવીય અસ્તિત્વનો આધાર હોય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()

