ચકી ગઈ છે
ચોખાનો દાણો લેવા
ચકો ગયો છે
દાળનો દાણો લેવા
હજી પાછાં ફર્યાં નથી
ચકો ચકી …
કપાઈ ગયેલાં ઝાડનાં
પાંદ, ડાળી, ડાળખાંઓમાં
ચકાચકીનું
બી.પી.એલ. કાર્ડ ખોવાઈ
ગયું છે …
સસ્તાં અનાજ ની દુકાને
ચોખાની લાઈનમાં ઊભી છે
ચકી
સસ્તાં અનાજની દુકાને
દાળની લાઈનમાં ઊભો છે
ચકો
હજી પાછાં ફર્યાં નથી
ચકો ચકી
વિશ્વ ચકલી દિનની ઉજવણી
જારી છે …
20 માર્ચ 2017
('મને અંધારાં બોલાવે'-કવિતાસંગ્રહમાંથી)
![]()


પાંચ રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં અપસેટ સર્જીને કાઁગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી (અને બીજા રાજ્યોમાં અદ્ધર ચાલી રહેલા ભા.જ.પ.ના રથને બે વેંત નીચો આણી દીધો), તે પછી અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાઓને બળ મળ્યું છે. એ સ્વાભાવિક પણ છે, કારણ કે દિલ્હી જેવા અડધા રાજ્યમાં અડધી સત્તા ભોગવતી આપની સુશાસનની ક્ષમતામાં વિશ્વાસ મૂકીને પંજાબની જનતાએ આખું રાજ્ય આપી દીધું એ જેવી તેવી સફળતા નથી.
આજે મેં એક મિત્રને કહ્યું કે ૨૦ માર્ચ એટલે 'વિશ્વ ચકલી દિવસ' તો એ માનતો જ ન હતો. એને એમ કે ફાધર્સ ડે કે વેલેંટાઈન ડે હોય, ચકલી દિવસ કેવી રીતે હોય? છેલ્લે માન્યો કે હા, માર્ચ ૨૦ એ ખરેખર વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે.
વિશ્વ ચકલી દિવસની સ્થાપના ૨૦૧૦માં, આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ભારતીય પર્યાવરણવાદી (એન્વિરોન્મેટલિસ્ટ) મહમ્દ દીલાવરે કરી. હવે તો વિશ્વની ઘણી સંસ્થાઓ તેમાં જોડાઈ છે. હમણાંના પક્ષીચાહકો, અને નેચર લવર્સ દ્વારા તેને બહુ જ આવકાર મળ્યો છે. હવે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.