સગી દીકરી પિતાને સજા કરાવે? શા માટે કરાવે? આવી ઘટના પાછળ કોણ જવાબદાર? ઉત્તર પ્રદેશના બુલંદશહેરની એક ઘટના સમાજની આંખ ખોલનારી છે.
તાન્યા (14) અને લતિકા (12) સગીર બહેનો હતી. 14 જૂન 2016ના રોજ, તેના પિતા મનોજ બંસલે, બન્ને દીકરીઓની માતા અનુ બંસલને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી ! બન્ને બહેનોએ આ ઘટના નજરે નિહાળી હતી; તેમણે નક્કી કર્યું કે માતા છીનવી લેનાર પિતાને સજા થવી જોઈએ ! બન્ને બહેનોએ પોતાના રક્તથી એક પત્ર તત્કાલીન મુખ્ય મંત્રી અખિલેશ યાદવને લખ્યો. તપાસ થઈ. 27 જુલાઈ 2022ના રોજ પિતાને આજીવન કેદની સજા થઈ ! સવાલ એ છે કે શા માટે પિતાએ બન્ને સગીર દીકરીઓની માતા છીનવી લીધી? મનોજ બંસલના લગ્ન 2000માં અનુ સાથે થયા હતા; લગ્ન બાદ બે પુત્રીઓ જન્મી; મનોજને પુત્રની તમન્ના હતી; મનોજે પાંચ વખત લિંગ તપાસ કરાવી અને પાંચ વખત ગર્ભપાત કરાવ્યો હતો ! અનુએ પુત્રને જન્મ ન આપ્યો તે વાંક સબબ મનોજ બંસલે, આ ક્રૂર પગલું ભર્યું હતું !
મોટો સવાલ એ છે કે પુત્રની જ તમન્ના કેમ? પુત્રી તો લગ્ન થાય એટલે જતી રહે; પુત્ર હોય તો વૃદ્ધાવસ્થામાં સહારો મળે / પુત્ર હોય તો વંશ આગળ વધે / પુત્રી હોય તો દહેજ આપવું પડે, પુત્ર હોય તો દહેજ મળે / પુત્રી હોય તો સામાજિક અસુરક્ષાની ચિંતા રહે વગેરે કારણો ભાગ ભજવે છે ! આપણા ધર્મગ્રંથો / ધર્મગુરુઓ પુત્રનું મહત્ત્વ દર્શાવે છે; એટલે લોકાના મગજમાં પુત્ર-ઘેલછા ઘૂસી ગઈ છે ! પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે “એવી કન્યા સાથે લગ્ન ન કરવા; જેને ભાઈ ન હોય !” આપણા જ્યોતિષીઓ ‘પુત્રપ્રાપ્તિ યોગ’ની વિધિઓ કરે છે ! પુત્રપ્રાપ્તિ માટે કડવા ચૌથ વ્રત / પુત્રેષ્ટિયજ્ઞ કરવામાં આવે છે ! રાજા દશરથે પુત્રેષ્ટિયજ્ઞ કરેલ; જેથી રામ / લક્ષ્મણ / ભરત / શત્રુઘ્નનો જન્મ થયેલ ! ગરુડ પુરાણમાં પુત્રપ્રાપ્તિની વિગતો છે ! મનુસ્મૃતિ (9 / 138) કહે છે કે પુત્ર, નરકથી બચાવે છે તેથી પુત્રની કામના લોકો કરે છે ! માન્યતા એવી છે કે મૃત્યુ બાદ દાહસંસ્કાર / પિંડદાન / દર વર્ષે શ્રાદ્ધ વગેરે વિધિ પુત્ર ન કરે તો જીવાત્માની મુક્તિ થતી નથી ! દેવી ભાગવતમાં લખ્યું છે કે ‘अपुत्रस्य गतिर्नास्ति स्वर्गे वेदविदोविदु:’ એટલે કે પુત્ર વિના માનવની સદ્દગતિ થતી નથી, એવું વેદવેત્તા દેવતાઓએ નક્કી કરેલ છે !
પુત્ર, વંશ આગળ લઈ જાય; DNA-Deoxyribonucleic acid આગળ લઈ જાય; તો પુત્રી પણ DNA આગળ લઈ જાય છે; છતાં ધાર્મિક કારણસર પુત્ર-ઘેલછા જોવા મળે છે ! યૂટ્યુબ ઉપર પુત્રપ્રાપ્તિના વીડિયો અઢળક છે ! તેમાં જાત જાતના દાવાઓ / ઉપાયો દર્શાવેલ છે. એક દાવો એવો છે કે ગર્ભધારણ બાદ અમુક વિધિઓ કરવાથી લિંગ પરિવર્તન થઈ જાય છે ! આવા વીડિયો લાખો લોકો જૂએ છે ! એટલે કે લોકોમાં પુત્ર-ઈચ્છા જબરજસ્ત છે; તેનો ખ્યાલ આવે છે ! પુત્ર થશે કે પુત્રી તે ફર્ટિલાઈઝેશન સમયે નક્કી થાય છે; તે પહેલા કે બાદમાં નહીં ! ‘XX’ ક્રોમોઝોમ્સ મળે તો પુત્રી; અને ‘XY’ ક્રોમોઝોમ્સ મળે તો પુત્ર જન્મે ! પુરષના સ્પર્મમાં; X ક્રોમોઝોમ વધુ હોય તો પુત્રીની અને પુરષના સ્પર્મમાં Y ક્રોમોઝોમ વધુ હોય તો પુત્રની શક્યતા વધારે રહે છે. મતલબ કે પુત્ર કે પુત્રી જન્મે તે માટે પુરુષ જવાબદાર છે; સ્ત્રી નહીં. તેમાં વ્રત / યજ્ઞ / ગ્રહ / જ્યોતિષ / ધાર્મિકગ્રંથો કોઈ ભૂમિકા ભજવી શકે નહીં ! મનોજ બંસલને સજા થઈ; પરંતુ તેમના જેવા ખોટા વિચારો ધરાવનાર કરોડો લોકો છે; એને સજા કોણ કરશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


મને આ વરસના ફેબ્રુઆરી મહિનામાં નોકરી મળી, અને પોસ્ટિંગ મારા વતનથી બસો કિલોમીટર દૂર નવસારીમાં આવ્યું. મારે એ પહેલાં કદી ત્યાં જવાનું બન્યું નહોતું. નોકરીમાં હાજર થયો ત્યારે ત્યાં રોકાણની કશી આગોતરી તૈયારી કરીને ગયો નહોતો, કારણ કે હોદ્દાને લઈને હું સર્કિટ હાઉસમાં રહી શકવાને પાત્ર થઈ ગયો હતો, અને ત્યાં રહેવાનો અભરખો પણ હતો.
ગુજરાતના બોટાદ અને અમદાવાદ જિલ્લામાં લઠ્ઠો કે કેમિકલ પીવાને કારણે પચાસથી વધુ માણસોનાં મોત થયાં છે ને સોથી વધુ માણસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંના કેટલાંક ગંભીર છે. આમ તો લઠ્ઠાકાંડની ગુજરાતને નવાઈ નથી. માત્ર સ્થળ ને માણસો બદલાય છે એટલું જ ! 2009માં અમદાવાદમાં જ લઠ્ઠાકાંડ થયેલો ને એમાં 123 લોકોએ જીવ ગુમાવેલા તે ય ઘણાં ભૂલ્યાં નહીં હોય. ગુજરાત રાજ્ય બન્યું એ વાતને 62 વર્ષ થયાં, એ પછી સેંકડો માણસો લઠ્ઠો પીવાથી મૃત્યુ પામ્યાં છે, પણ એનો છેડો આવતો નથી ને આવે એમ લાગતું નથી. અમદાવાદ, બોટાદની ઘટના પછી પણ ફરી આવો કાંડ ન જ થાય એવું કોઈ કહી શકે એમ નથી. બીજા કોઈ રાજ્યમાં કે દેશમાં આવા શરાબ પીવાને કારણે ‘દેશી’ મોત થયાનું બહુ જાણમાં નથી. એમાં કદાચ ગુજરાત મોખરે હશે. એનું એક કારણ એવું અપાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે છાનેછપને સારો, ખરાબ દારૂ પીવાય છે. જ્યાં છૂટ છે ત્યાં લઠ્ઠો પીવાતો નથી એટલે ત્યાં આવાં કમોત પણ આટલાં મોટાં પ્રમાણમાં થતાં નથી. આ દલીલો ગળે ઊતરે એવી નથી. દારૂ પીવાથી થતાં મોતનો આંકડો અન્ય રાજયમાં શૂન્ય હોય એવું બહાર આવ્યું નથી. શરાબ પીવાથી આરોગ્ય કથળે જ છે ને કૌટુંબિક જીવનની દશા બેઠી હોય એવાં સેંકડો ઉદાહરણો અન્ય રાજયોમાંથી પણ મળી રહે એમ છે. સારો કે ખરાબ, દારૂ મોડીવહેલી હાનિ કરે જ છે, તો એની વકીલાત કરવાની જરૂર નથી. તમાકુ અને દારૂ પર પૂરા દેશમાં કડક પ્રતિબંધો લાદવા જ જોઈએ, પણ સરકાર એમાંથી થતી કમાણી ગુમાવવા રાજી નથી. લોકોનાં સ્વાસ્થ્ય કરતાં પણ આવક વધુ મહત્ત્વની છે, એ સરકારથી વધારે સારી રીતે તો બીજું કોણ સમજાવી શકે? એટલે તમાકુ, દારૂ બાબતે તે ભીનું સંકેલે એમાં નવાઈ નથી. એ જ કારણ છે કે થોડાં થોડાં મોત વટાવીને બધાં નવા કાંડની રાહ જોવામાં વ્યસ્ત થઈ જાય છે. મદિરા, સોમરસને નામે શરાબને સ્વર્ગીય પીણું માનનારો વર્ગ પણ છે. એ જો સ્વર્ગીય પીણું જ છે, તો એનો લાભ સ્વર્ગમાં જ લેવાનું વધુ ડહાપણ ભરેલું છે, એવું નહીં?