હેવાનને વધાવ્યા છે હારતોરા લઈને,
ઉલ્લુજી ઓચર્યા છે શબ્દોય ખોરા લઈને.
ફૂલો ખરી ગયાં છે મઘમધતી વેણીઓના,
કાળા કલાપો ક્ણસે અડવાણા દોરા લઈને.
શ્વાસો ગળાને ટૂંપો દઈને સરી ગયા છે,
મરજીવાઓ તરે છે પાણીમાં પોરા લઈને.
રસ્તાની સાવ વચ્ચે છે કાગડો મરેલો,
ડાઘુઓ ટોળે ઊભા વાઘાઓ કોરા લઈને.
તારામતીને માથે રોહિતનું શબ ચડ્યું છે,
બેબાક બાયું ઊમટો છૈયાં ને છોરાં લઈને.
29/8/22
* રાજા હરિશ્ચંદ્રની પત્ની તારામતી અને પુત્ર રોહિત.
બેબાક: કોઈથી ડરે નહિ તેવું, બહાદુર
e.mail : spancham@yahoo.com
![]()


દેશની આઝાદી સમયે જે કંઈ લખાયું તેમાં સૌથી વધુ આલેખાયેલી ઘટનાઓ વિભાજન દરમિયાનની છે. એશિયાના દક્ષિણ ઉપખંડના એક મોટા દેશના જ્યારે ભાગલા થયા ત્યારે તેમાં લાખો લોકોના ઘરો ઉજળ્યાં; લાખો પરિવારોએ સ્થળાંતર કરવું પડ્યું અને નિરાશ્રિતોની જેમ વર્ષો સુધી રહેવું પડ્યું. વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી બંને દેશોમાં થયેલાં રમખાણોમાં દસ લાખથી વધુ લોકો હોમાઈ ચૂક્યા હતા. આ દર્દનાક ઘટનાની પીડા આજે પણ પંજાબ, બંગાળના અનેક પરિવારો ભૂલી શક્યા નથી. વિભાજનની ત્રાસદી વચ્ચે એક ગુજરાતી બહેને પોતાના જીવના જોખમે પાકિસ્તાનમાં જઈને કામ કર્યું અને ત્યાર પછી તેમનાં આ અનુભવને તેમણે શબ્દબદ્ધ કર્યો. તે બહેનનું નામ કમળાબહેન પટેલ અને તેમનો અનુભવ જે પુસ્તમાં શબ્દબદ્ધ થયો એટલે ‘મૂળ સોતાં ઊખડેલાં’. આશ્ચર્ય થાય પણ કમળાબહેને પાકિસ્તાનમાં રહીને હિંદુ અને પંજાબી બહેનોને ભારત લાવવાનું કામ કર્યું, તેમના આ કાર્યમાં તેમનું માર્ગદર્શન કરનારાં અને હિંમત બાંધનારાં મૃદુલા સારાભાઈ હતાં. આ બંને બહેનોના અંતર્ગત થયેલું આ કાર્ય અતિશય કપરું અને જોખમી હતું, પણ તેનાથી હજારો બહેનોનાં જીવન બચાવી શકાયાં અને તેઓને વતન લાવી શકાઈ.
હવે 18 વર્ષે કન્યા પુખ્ત ગણાતી નથી. તે 18 વર્ષે લગ્ન કરે તો સગીર ગણાય ને તેનાં લગ્ન કાયદેસર ન ગણાય, કારણ સરકારે હવે કન્યા અને કુમાર માટે લગ્નની વય સરખી કરીને 21ની કરી નાખી છે. કુમારની વય તો 21 હતી જ, પણ કન્યાની વય પણ હવે 18થી વધારીને 21 કરી દેવાઈ છે. સરકારે 21ની વય નક્કી કરતાં વિધેયકને મંજૂરી આપી દીધી છે. આમ તો 2020માં આની જાહેરાત લાલ કિલ્લા પરથી થયેલી. એટલે એ વાત નવી નથી. 18થી ઓછી વયની કન્યાઓનાં દર વર્ષે 15 લાખ લગ્નો થતાં હતાં. તેમાં હવે 21ની વય થતાં વધારો થાય તો નવાઈ નહીં. આ વાત એટલે યાદ આવી કે મહેસાણામાં 400 સમાજ અગ્રણીઓએ 18ની ઉંમરે થતાં દીકરીનાં પ્રેમલગ્ન અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.