રાજા વિક્રમાદિત્ય વેતાળને ખંભે નાખી ચાલતા થયા કે તરત જ વેતાળ બોલ્યો : “રાજન ! જુમલાદ્વિપના રાજા જૂઠજીવીના રાજમાં બેરોજગારી / મોંઘવારી આકાશે આંબી ગઈ હતી; તે સ્થિતિમાં રાજા જૂઠજીવીએ છાશ / દહીં / અનાજ ઉપર GST નાંખીને પ્રજાને દાઝ્યા પર ડામ દેવાનું પગલું ભર્યું; છતાં આશ્ચર્યની બાબત એ હતી કે રાજા જૂઠજીવીની લોકપ્રિયતા વધી રહી હતી !
તેમની લોકપ્રિયતા કેમ વધી રહી છે તે જાણવા બૌદ્ધિકોએ એક તપાસપંચ નીમ્યું. તપાસપંચનું તારણ હતું કે ‘રાજા જૂઠજીવીએ એવી યુક્તિ અજમાવી હતી કે પ્રજા બૌદ્ધિકોનું સાંભળતી ન હતી; પણ કથાકારો / બાપુઓ /શ્રી શ્રીઓ / બાબાઓ /સદ્ગુરુઓ /સાધુઓ / મુનિઓનું જ સાંભળતી હતી ! આ ઘર્મગુરુઓએ રાજા જૂઠજીવીમાં દિવ્યશક્તિ છે; તેવી માન્યતા ફેલાવી હતી ! રાજા જૂઠજીવીએ જોયું કે બૌદ્ધિકો તર્ક કરે છે / દલીલો કરે છે; એટલે પ્રજાને તર્કથી દૂર કરવા તેમણે પ્રજાને લાગણીના ખીલે બાંધી દીધી ! પ્રજા લાગણીથી દોરવાતી હતી; પ્રજા તર્કને રાજ્ય વિરોધી માનતી હતી ! પ્રજાના મતે રાજા જૂઠજીવીનો વિરોધ એ દેશદ્રોહ હતો ! રાજા જૂઠજીવીની સમજ એ હતી કે સત્તા મેળવવા અને મળેલી સત્તાને ટકાવી રાખવામાં બૌદ્ધિકો કામ ન લાગે; લાગણી જ કામ લાગે ! પ્રામાણિક / ન્યાયનિષ્ઠ / વિચારશીલ માણસ ક્યારે ય સત્તા સાથે ઊભો ન રહી શકે; લાગણીઘેલા માણસો જ સત્તાની વાહવાહી કરી શકે ! પ્રજા; પ્રામાણિક / ન્યાયનિષ્ઠ / વિચારશીલ બનવા ઈચ્છતી નથી; ધર્મઘેલી બનવા વધુ ઈચ્છે છે ! પ્રજાને અસત્યમાં સત્ય દેખાય છે; ખોટી બાબત સાચી લાગે છે; વિનાશમાં સર્જન દેખાય છે ! રાજા જૂઠજીવી માનતા કે જો પ્રજા વિચારના ક્ષેત્રમાં નિષ્ક્રિય બને તો જ રાજાની વાહવાહી કરી શકે ! પ્રજા તો જ નૈતિક અને બૌદ્ધિક સમસ્યાઓ પર ધ્યાન આપવાનું ટાળે ! તેથી પ્રજા વિચારે નહીં તે માટે સાધુ / બાબા / સ્વામિઓ / પ્રગટ બ્રહ્મસ્વરુપોને કામે લગાડ્યા હતા ! ઉપરાંત રાષ્ટ્રવાદનો મસાલો પણ ભભરાવતા હતા !’
ચારે ય દિશાઓમાં રાજા જૂઠજીવીની વાહવાહી થઈ રહી હતી ! હે રાજન ! આટલું કર્યા પછી પણ રાજા જૂઠજીવી બૌદ્ધિકોથી ફફડતા હતા; તેઓ પ્રેસ કોન્ફરન્સ યોજવાની સલાહ સતત અવગણતા હતા ! રાજા જૂઠજીવીને હવે એક જ ઈચ્છા બાકી રહી ગઈ હતી કે ‘બૌદ્ધિકો તેમની આરતી ઊતારે ! વાહવાહી કરે ! એક દેશ, એક ભક્તિ !’ રાજા જૂઠજીવીની તરફેણમાં બુદ્ધિજીવીઓ / કવિઓ / લેખકો / પત્રકારો હતા; ગોદી મીડિયા આખું હતું; પરંતુ રાજા જૂઠજીવીને સંતોષ ન હતો; તેમની ઈચ્છા હતી કે ‘સર્વે બુદ્ધિજીવીઓ વાહવાહી કરે !’ પરંતુ એ શક્ય બનતું ન હતું; તેથી રાજા જૂઠજીવી સતત ચિંતામાં રહેતા હતા ! ચિંતામાં તેઓ ઊંઘી શકતા ન હતા ! દેશ-વિદેશમાં ઈલાજ કરાવ્યો છતાં ઊંઘી શકતા ન હતા ! ગોદી મીડિયાએ આ બીમારીને પરિશ્રમમાં બદલી નાખી હતી ! પરંતુ આઠ વર્ષના અંતે એક દિવસ રાજા જૂઠજીવી સિંહાસન પરથી કૂદકો મારીને જોશપૂર્વક બોલી ઊઠ્યા – ‘યૂરેકા ! યૂરેકા ! ઉકેલ મળી ગયો ! સચોટ ઉકેલ મળી ગયો !’ હે રાજન ! એવો તે ક્યો ઉકેલ રાજા જૂઠજીવીને મળી ગયો હતો?”
વિક્રમાદિત્યે કહ્યું : “ભાઈ વેતાળ, રાજા જૂઠજીવી માટે તો આવા ઉકેલ કાઢવાનું રોજિંદું હતું ! કાખમાં છોકરું અને ગામ ગાંડું કર્યા જેવું લાગે ! આશ્ચર્યની બાબત એ છે કે ઉકેલ શોધવામાં આટલો સમય કેમ લાગ્યો હશે? ઉકેલ સરળ હતો ! રાજા જૂઠજીવીએ; જે કોઈ બુદ્ધિજીવીઓ વિરોધ કરે તેની ઉપર 28% GST નાખી દીધો ! મોંઘવારી જ એટલી હતી કે આ ટેક્સ ભરપાઈ થઈ શકે તેમ ન હતો ! ભાઈ વેતાળ ! જે બુદ્ધિજીવીઓ ખોટા કેસથી / જેલથી ડરતા ન હતા તે આ ટેક્સથી જ ચૂપ થઈ ગયા !”
“રાજન ! આપે બોલીને મૌનભંગ કર્યો છે !” એમ કહીને વેતાળ ઊડીને વૃક્ષની ડાળીએ જઈને ઊંધો લટકી ગયો ! આજે તેમના મગજમાં રાજા જૂઠજીવીની ચતુરાઈ ગોળગોળ ફરતી હતી !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


કોરોનાવાઇરસ રોગચાળો અને પછી રશિયા યુક્રેનનું યુદ્ધ – આ બન્ને બાબતોને કારણે આખી દુનિયાની સપ્લાય ચેન – પુરવઠા સાંકળ – ખોરવાઇ ગઇ છે. ઉદારીકરણ, ફ્રી-ટ્રેડ, બાય-લેટરલ રિલેશનશીપ જેવા શબ્દો વૈશ્વિક અર્થતંત્રને જોડતા પરિબળો છે. કમનસીબે રોગચાળા અને યુદ્ધના ફટકાએ આ કડીઓને નબળી કરી નાખી છે. તેમાં રાજકારણનો પણ એટલો જ મોટો ફાળો છે. વૈશ્વિકરણ – ગ્લોબલાઇઝેશનને કારણે બંધાયેલા વ્યાપારી સંબંધોમાં રાજકારણની શતરંજ પણ રમાતી હોય, છતાં પણ વૈશ્વિક આર્થિક તંત્રની મજબૂતી આ લેવડ-દેવડ પર જ ટકેલી હોય છે. પંરતુ મોર્ગન સ્ટેનલી રિસર્ચના એક તાજા વિષ્લેશણ અનુસાર ઓછું વૈશ્વિક અને વધુ આંતરિયાળ – સ્થાનિક સ્તરે એકબીજા સાથે જોડાયેલું માળખું ઉભરી રહ્યું છે. એવું તંત્ર જેમાં જે-તે દેશના ઉત્પાદકો, ઉદ્યોગકારો, સ્થાનિક બજારો અને તેને સહકાર આપનારાં નાનાં કે મોટાં રાષ્ટ્રોને પ્રાધાન્ય અપાય. આ આખો બદલાવ એવી રીતે આવી રહ્યો છે જેમાં ગણ્યાં ગાંઠ્યાં વૈશ્વિક આર્થિક સત્તાકીય રાષ્ટ્રોને બદલે એકથી વધુ રાજકીય અને આર્થિક કેન્દ્રો સમાવિષ્ટ હોય. અર્થશાસ્ત્રીઓ આ પરિવર્તનને ‘સ્લોબલાઝેશન’નું નામ આપે છે, જો કે સાથે એમ પણ સ્પષ્ટ કરે છે કે આ તંત્રને નક્કર થતાં હજી વર્ષો લાગશે, કારણ કે મોટી આર્થિક સત્તાઓ પરનું પરાવલંબન અચાનક જ ઘટી નથી જતું. જો કે સુરક્ષા અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રે મહાસત્તા ગણાતા રાષ્ટ્રને બદલે મેક્સિકો, ભારત, વિએટનામ અને ટર્કી જેવા દેશોની ભવિષ્યમાં ચાવીરૂપ ભૂમિકા હોય તેમ બને કારણ કે યુ.એસ.એ. અને ઇ.યુ. જ્યારે ડાઇવર્સિફિકેશન કરશે ત્યારે આ રાષ્ટ્રોને ફાયદો થઇ શકે છે. આ ફાયદા પાછળના કારણોમાં ભૌગોલિક સ્થાન, લેબરની નીચી કિંમત અને ફ્રી ટ્રેડને લગતા કરારનો સમાવેશ થાય છે.
આઝાદીનો અમૃતમહોત્સવ લગભગ કોઈ ગણનાપાત્ર ઉત્સવ મનાવ્યા વિના પૂરો થઈ રહ્યો છે. આમાં આશ્ચર્ય માટે કોઈ કારણ નથી. ગાંધીજીની સાર્ધ-શતાબ્દી પણ આ રીતે જ ઉજવવામાં આવી હતી. વર્તમાન શાસકો જે વિચારકુળમાંથી આવે છે એ કુળને ભારતની આઝાદી સાથે કોઈ હાર્દિક સંબંધ નથી. નહોતો પહેલાં કે નહોતો અત્યારે. કારણ એ હતું કે આઝાદીનાં આંદોલન વખતે ભાવિ ભારત(આઈડિયા ઑફ ઇન્ડિયા)ની જે કલ્પના કરવામાં આવી હતી એ તેમને મંજૂર નહોતી. તેમનો પ્રતિકાર તેઓ કરી શક્યા નહોતા, કારણ કે ગાંધીજી સામે રાજકીય રીતે ટકવું ત્યારે મુશ્કેલ હતું. ખુદ લોકમાન્ય તિલક જેવા તિલકે તેમના અનુયાયીઓને કહ્યું હતું કે હવે વિકલ્પ બે જ બચ્યા છે; કાં ગાંધીનું નેતૃત્વ સ્વીકારો અને કાં જાહેરજીવનમાંથી નિવૃત્ત થઈ જાઓ. મને ગાંધીનું નેતૃત્વ સ્વીકારવામાં કોઈ વાંધો નથી એમ કહીને તેમણે તેમના અનુયાયીઓને સલાહ આપી હતી કે તેમણે ગાંધીને સાથ આપવો જોઈએ. કારણ? કારણ કે આ માણસ આઝાદી અપાવી શકે એમ છે. પાછળથી ગાંધીજીએ જેમને ‘સરદાર’નું બિરુદ આપ્યું એ વલ્લભભાઇ પટેલે પણ ગુજરાત ક્લબમાં ચેસ રમતા રમતા ઉદ્ગાર કાઢ્યા હતા કે, “માવલંકર, આ માણસ દેશને આઝાદી અપાવી શકે એમ છે.” તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન વખતે ગાંધીજીએ આપેલું મર્દાનગીની મિસાલ જેવું, પણ સંયમ અને સભ્યતાથી તરબોળ ભાષણની વિગતો છાપામાં વાંચી હતી અને તેમના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા હતા.