અમે વાણિયા, નાણાંનું અને નાણાના હિસાબકિતાબનું મૂલ્ય બહુ સમજીએ. પિતાજી નાનપણથી જ ઘડિયા ગોખાવે. મને એકડે એકથી સો, પછી એકા અગિયારા એકવીસા અને થોડાક એકત્રીસા પણ આવડતા’તા; પા અડધા પૉણા ને થોડાક ઊઠા પણ આવડતા’તા. ઘડિયા જ્યાંથી બાકી હોય ત્યાંથી રોજ રાત્રે સૂતાં પહેલાં ગગડાવી જવાની ટેવ પાડવામાં આવેલી, તેનું પરિણામ.
દાદાએ પિતાજીને અને પિતાજીએ મને રોજે રોજનો ઘરખર્ચ લખવાનું આગ્રહથી કહેલું – રોજમેળ. ડાબી બાજુએ જમા અને જમણી બાજુએ ઉધારના આંકડાનો સરવાળો કરવાનો. ‘શ્રીપુરાન્ત’ દર્શાવવાની અને ‘સિલક’ કાઢવાની. વગેરે સાદું નામું હતું.
મને બરાબર યાદ છે, એક વાર મેં પિતાજીને કહેલું, ઉધારમાં આંકડા ઉમેરાતા જાય છે પણ જમા બાજુના આંકડામાં કશો ઉમેરો નથી થતો, સિલક પણ ઘટતી રહે છે, રોજમેળ લખીને કાઢવું છે શું? ખરચો જોઈને દુ:ખ થાય છે. એ કશું બોલેલા નહીં. એ પછી મેં એમના માટે રોજમેળ કદી લખ્યો જ નહીં, અમારા માટે તો શરૂ જ ન કર્યો.
એક વાર એક સાહિત્યકાર મિત્ર ઘરે મહેમાન હતો. જમીપરવારીને સૂવાનો સમય થયેલો. એની બેડમાં બેસી નાનકડી ડાયરીમાં એ કશું લખતો’તો. મેં પૂછ્યું તો ક્હૅ, પ્રવાસખર્ચ લખું છું. હું બોલ્યો નહીં પણ મારે એને કહેવું’તું કે ભલા આદમી, ટ્રેનના કોઇ સહપ્રવાસીનું નાનું શબ્દચિત્ર કર કે તને આવેલો કો’ક સુવિચાર લખ. પણ એ બિરાદર ભરુચ સ્ટેશને આરોગેલાં વડાપાઉં કેટલાંનાં હતાં, તેની યાદમાં ગૂંચવાયેલો હતો. મેં એને એમ જ રહેવા દીધેલો.
પ્રાથમિકમાં મને સરવાળા-બાદબાકી ને ગુણાકાર-ભાગાકાર સારા આવડતા’તા. હવે તો, બે આંકડાનો ગુણાકાર પણ કૅલ્ક્યુલેટર પાસે કરાવું છું.
આ ‘કૅલ્ક્યુલેટર’ લખ્યું એટલે મને મારું એક નિકટવર્તી જન યાદ આવી ગયું. મારા આઈ-ફોન નિમિત્તે એ મારી મશ્કરીઓ બહુ કરે છે. મને ડર છે કે પૂછશે : આટલો ઍડવાન્સ ને કીમતી ફોન લઈને ફરો છો, તો બોલો, એમાં કૅલ્ક્યુલેટર છે એની તમને ખબર છે ખરી? : તરત નહીં કહું, જરા વાર લગાડીશ. પછી કહીશ કે ‘યુટિલિટીઝ’-માં હોય છે, કેમ કે મને એટલી ખબર તો છે જ. હજી એ ઘટના ઘટી નથી એટલું સારું છે, વળી, નવો પ્રશ્ન પણ થવાનો છે – ‘યુટિલિટીઝ’ ખોલી બતાવો ને કહો કે કૅલ્ક્યુલેટર જોડે બીજી કઈ કઈ યુટિલિટીઝ છે …
ફોન જેવાં યાન્ત્રિક સાધનો અંગે મને હેતુવાદી રહેવું વધારે ગમે છે. આમે ય મારા જેવાને ધ્યાનમાં રાખીને એ લોકો ગજેટ્સ યુઝર ફ્રૅન્ડલિ બનાવતા હોય છે.
હું એમ કહેવા જતો’તો કે પ્રાથમિક પછી માધ્યમિકમાં ઍલ્જિબ્રા આવ્યું ને હું મૂંઝાવા માંડ્યો. મને પ્રશ્ન થાય, AB પર અંક 2 કે 3 ચડ્યો હોય છે તે શા સારું. કૅમેસ્ટ્રીમાં એ મૂંઝવણ વધી ગઈ કેમ કે અંક નીચે ઊભેલા દેખાતા’તા. એ H2Oને, એ NO2ને, એ HNO3ને, એ C8H8NO2ને હું તાક્યા જ કરતો, માથું ભમી જતું.
સૌ જાણે છે કે ગણિતનો પ્રારમ્ભ ૦-થી, શૂન્યથી, ઝીરોથી, થયો છે. શૂન્ય કલ્પના લાગે, વિભાવના લાગે, પણ મારું મન્તવ્ય છે કે એ એક ગૃહીત છે – ઍક્સિઓમ. કોઇપણ ગૃહીત સ્વત:સિદ્ધ હોય છે. ડહાપણ એમાં છે કે એને પ્રમાણિત અને શ્રદ્ધેય ગણીને ચાલવું. ઈશ્વર એવું જ એક ગૃહીત છે. એમ ગણીને ચાલવું તર્કહીન લાગે. એમ સ્વીકારી લેવું લાગે કે બરાબર નથી. પણ માનવું કે તર્કનો ય પ્રારમ્ભ એ પ્રકારે જ થયો હશે. ઈશ્વર એક હતો અને એણે કહ્યું કે – એકોહમ્ બહુસ્યામ્ … એ જ રીતે ૦-માં ૧ ઉમેરાયો અને પછી, ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ … ઉમેરાતા ચાલ્યા.
માણસ પાસે અંક છે તેમ શબ્દો પણ છે – લાખ – કરોડ – અબજ – નિખર્વ – પરાર્ધ … હમણાં એક વ્યાખ્યાનમાં મારે એમ કહેવાનો પ્રસંગ આવેલો કે દુનિયામાં સૌથી વધુ વીજ-ઉર્જા, ઇલેક્ટ્રિસિટી, વાપરે છે ચિન; દર કલાકે 6.3 ટ્રિલિયન કિલોવૉટ્સ ! મેં કહેલું કે એક ટ્રિલિયન એટલે ૧-પછી ૧૭ મીડાં, ૧ પરાર્ધ. શ્રોતાઓને પરાર્ધનું જ્ઞાન ન્હૉતું તે મને જોઈ રહેલા.
ફળિયાના ઓચ્છવકાકાકની નિમુને ગણિત સરસ આવડે, મારાથી બે વર્ષ આગળ, ઉમ્મરમાં પણ મોટી. સવિતાકાકી કહે, તને જે દાખલા ન આવડે એ નિમુ શીખવશે. મને ઍલ્જિબ્રા શીખવવા નિમુએ નિષ્ફળ પ્રયાસ ઘણા કરેલા. એ યાદથી દુ:ખ જ થાય છે. પણ ગણિતની વાતમાં એણે મને સરસ સમજાવેલું કે ૧-પછી કેટલાં મીડાં મુકાય તો અબજ થાય, નિખર્વ થાય. એણે જ કહેલું કે ૧-પછી ૧૭ મીડાં મુકાય તો પરાર્ધ થાય.
પણ મારે જાણવું હતું કે પરાર્ધથી આગળ કેમનું થાય અને એને શું કહેવાય. મેં પૂછેલું, નિમુ, પરાર્ધ પછી? તો કહે, નથી ખબર. પણ, એણે ઉમેરેલું : જેની ખબર ન હોય એને ‘અ’ અથવા ‘બ’ અથવા ‘ક’ કહી શકાય : એમ !? : હા, અને સમજ, એને ઍલ્જિબ્રા કહેવાય ! : હું એને જોતો રહી ગયેલો, એના ચ્હૅરે ચમક અને સજ્જ શિક્ષકનું સ્મિત રમતું’તું.
તેમછતાં, આકાશમાં તારા-નક્ષત્ર કેટલાં છે એમ કોઈ પૂછે તો નથી કહી શકાતું કે એ અ છે કે બ છે કે ક છે. હું જુદું કહેતો હોઉં છું – તારાનક્ષત્ર અગણિત છે. હા, ખરો ઉત્તર એ જ છે કે તારા-નક્ષત્ર અગણિત છે. અસંખ્ય છે કહો તો પણ ખરું છે. મને ખાતરી છે કે ગાણિતિક અંકમાં આપેલો ઉત્તર ખોટો પડી શકે છે, ‘અગણિત’ અને ‘અસંખ્ય’ હમેશાં ખરા જ પડવાના …
બન્યું એમ કે ઉત્તરોત્તર ગણિતને વિશે મને દુર્ભાવ થવા માંડ્યો. ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ થવા કૉમર્સમાં ગયો, બે વાર નપાસ થયો, દુર્ભાવ સુદૃઢ થયો. સુવિદિત છે કે ગણિત શુદ્ધ વિજ્ઞાન છે – પ્યૉર સાયન્સ. પણ એ પ્યૉરિટી આ કુટિલ જીવનને સમજવામાં નથી કામ આવતી. ગણિતને ૧+૧ = ૨ દેખાય છે પણ જીવનનાં સમીકરણો એટલાં સીધાંસાદાં નથી હોતાં, સમવિષમ હોય છે, ખબર નથી પડતી કે એમાં સરવાળા બાદબાકી કે ભાગાકાર ક્યારે ને કેમ થયાં.
જેમ કે પતિ-પત્ની સુખે જીવતાં હોય, સુખી જ દેખાતાં હોય, છતાં એમની વચ્ચે વારંવાર ખટખટ થતી હોય. ‘ખટખટ’ને બદલે ‘તડાતડી’ ‘મગજમારી’ ‘લમણાંઝીક’ ‘માથાકૂટ’ ‘જીભાજોડી’ જે શબ્દ વાપરવો હોય એ વાપરી શકાય; એ દરેકની અર્થચ્છાયા મુજબની લડાલડી કરનારાં જડી આવશે. તો એવું કેમ? એ સુખની નીચે કઠોર કંઈક સંતાયેલું હશે? જે હશે એ. પણ એક વાત નક્કી છે કે એક-ને-એક કારણ હશે જ હશે – કોઈ ન દેખાતું ત્રીજું જન અથવા ભૂતકાળમાં ધરબાઈ ગયેલી કો’ક ઘટના.
વીસમી સદીના ઍબ્સર્ડ થીએટરમાં અને સવિશેષે ફ્રૅન્ચ આવાં ગાર્દ થીએટરમાં નાટ્યકાર યુજિન આયોનેસ્કો (૧૯૦૯-૧૯૯૪) જગવિખ્યાત નામ છે. એમના એક નાટકનું શીર્ષક છે, “આમેડિ ઑર હાઉ ટુ ગેટ રિડ ઑફ ઇટ”, ૧૯૫૪.
મિસ્ટર આમેડિ નાટ્યલેખક છે, એની પત્ની મૅડલીન સ્વિચબૉર્ડ ઑપરેટર છે. ઘરમાં એ બે સિવાયનું કોઈ નથી પરન્તુ એક રૂમમાં એક શબ છે. શબ વિશે બન્ને અવારનવાર ચર્ચા કરતાં હોય છે. શબ પુરુષનું છે અને નિરન્તર વિકસતું રહે છે. ભજવણી દરમ્યાન રંગમંચના બીજા છેડા લગી શબના પગને ક્રમે ક્રમે વિકસતો બતાવાય છે. શબને લીધે આસપાસમાં જ્યાંત્યાં મશરુમ ઊગી નીકળ્યાં છે, પડોશીઓ જાતભાતની શંકાઓ કરવા લાગ્યાં છે. પ્રશ્ન એ છે કે શબનો નિકાલ કેમનો કરવો. એનાથી છૂટવું શી રીતે? હાઉ ટુ ગેટ રિડ ઑફ ઇટ?
પણ શબ છે કોનું? શું આમેડિએ કોઈની હત્યા કરેલી ને પછી એના શબને ઘરમાં રાખી મૂકેલું? હત્યા કોની? આમેડિના પિતાની? કે મૅડલીનના પ્રેમીની? મૅડલીન વાત વાતમાં સૂચવી દે છે કે હત્યા આમેડિએ એના પ્રેમીની કરી છે. આમેડિ અનેક ખુલાસા કરે છે, પણ વ્યર્થ. નાટકના ઉત્તરાર્ધમાં, શબને આમેડિ નદીમાં નાખી આવવાનો પ્રયાસ શરૂ કરે છે. એને લોકો જુએ છે. જોનારાઓમાં એક ‘યુજિન’ હોય છે, સંભવ છે કે એ, લેખક પોતે, આયોનેસ્કો હોય …
દરેક યુગલની વચ્ચે કોઈ ત્રીજું ઇતરજન અદૃશ્ય રૂપે ચૉંટેલું હોય છે. મનુષ્યનું એ જ ઐતરેય છે. એને અંતરમાં અનુભવાય છે, પુરવાર કરી શકાતું નથી. દરેક વર્તમાનને એક ભૂતકાળ હોય છે અને તે કદી મરતો નથી. સ્મરણો કોરાં હોય, ભીનાં પણ હોય. મૅડલીનનું સ્મરણ કોરું, શુષ્ક અને અશ્રુસિક્ત છે – આંસુભીનું.
શી ખબર, મને કોરાંભીનાં સ્મરણ બહુ ગમે છે. એના વિનાની જિન્દગી નીરમ વિનાની નાવ લાગે છે – હાલકડોલક થતી ગોથાં ખાય ને ક્યારેક ડૂબી જાય …
= = =
(August 6, 2022 : USA)
Pic Courtesy : Google Images : Eugene Ionesco :
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



મહેન્દ્રભાઈ એટલે લોકમિલાપનો પર્યાય. ઘરઆંગણે અને દેશાવરના પુસ્તક-રસિયાઓ માટે લોકમિલાપ એટલે લોકમિલાપ પ્રકાશન સંસ્થા; અને ગુજરાતના સૌરાષ્ટ્રનાં એક નાનાં સંસ્કારનગર ભાવનગરના નિવાસીઓ માટે લોકમિલાપ એટલે એક સુંદર પુસ્તકભંડાર. 26 જાન્યુઆરી 2020ના દિવસે વિદાયમાન થયેલા આ પુસ્તકભંડાર સાથે ભાવેણાનાં સેંકડો પુસ્તકરસિકોને ગાઢ લાગણીનો સંબંધ હતો. અત્યારે વીસેક વર્ષની ઉંમરની નવી પેઢી માટે ‘લોકમિલાપ’ ગુજરાતી ભાષાનાં ઉત્તમ પુસ્તકો અને સંગીતની ચૂંટેલી સી.ડી.પૂરાં પાડનાર ‘કૂલ બુકશૉપ’ હતી. પણ તે પહેલાંની અરધી સદી જેમણે જોઈ હોય તે સહુ પુસ્તકરસિયાઓ માટે ‘લોકમિલાપ’ એટલે ભાવવિશ્વનો એક સમૃદ્ધ હિસ્સો. કેટલા ય વાચકોનાં કિતાબી દુનિયામાં પગરણ કિશોરવયમાં ‘લોકમિલાપ’ની મુલાકાતોથી કે કૉલેજનાં વર્ષોમાં ત્યાંથી કરેલી પુસ્તકોની ખરીદીથી થયાં હતાં. ‘લોકમિલાપે’ ગયાં સિત્તેર વર્ષમાં બસો કરતાં વધુ પુસ્તકો પ્રકાશિત કરીને લાખો વાચકોને સત્ત્વપૂર્ણ સાહિત્ય ઘણી ઓછી કિંમતે પૂરું પાડ્યું. તદુપરાંત તેણે ગુજરાતમાં અને દેશવિદેશમાં પુસ્તક-મેળા કર્યા. પુસ્તક-મેળા શબ્દ મહેન્દ્રભાઈને કારણે લોકજીભે ચઢ્યો. ભાવનગરના તેના વાર્ષિક પુસ્તકમેળાની તો આખા ય પંથકના લોકો રાહ જોતા, અને મેળાના દિવસો જાણે અવસર બની જતા ! લોકમિલાપે ‘ફિલ્મ મિલાપ’ નામના ઉપક્રમ હેઠળ વર્ષો લગી ભાવનગરનાં બાળકોને મોટા પડદે નજીવા દરની ટિકિટમાં સુંદર ફિલ્મો બતાવી. ગુજરાતી વાચકો માટે 1950થી ઓગણત્રીસ વર્ષ સુધી ‘મિલાપ’ નામનું વાચન-સમૃદ્ધ માસિક ચલાવ્યું.
અમને જો લાગે કે તે યોગ્ય વાચન નથી, તો અમે તેને એ સામગ્રી પૂરી ન પાડીએ. અમે બંધાયેલાં છીએ અમારા અંતરાત્મા સાથે કે જેણે વાચકોની સેવા કરવાની નેમ લીધી છે. ઝવેરચંદ મેઘાણીએ ‘શબદના સોદાગરને’ કવિતામાં જે સાહિત્ય સર્જન માટે કહ્યું છે તે અમે વાચન સંદર્ભે અપનાવ્યું છે.’
અભ્યાસ કરવા ગયા. ત્યાંથી ગુજરાતી દૈનિક ‘નૂતન ગુજરાત’ અને ‘જાન્મભૂમિ’ માટે નિયમિત લખાણો મોકલતા. 1950માં મુંબઈ પાછા આવીને કોઈ પણ ભારતીય ભાષામાં કદાચ પહેલવહેલું કહી શકાય તેવું ‘રિડર્સ ડાયજેસ્ટ’ ઢબનું ‘મિલાપ’ શરૂ કર્યું. તેમાં ઓગણત્રીસ વર્ષ લગી વિવિધ સામાયિકોમાંથી સુંદર સામગ્રી વીણીવીણીને અનુવાદ કરીને, ટૂંકાવીને, માવજત કરીને ગુજરાતી વાચકોને પૂરી પાડી.
અને વલ્લભભાઈ ચિખલિયા ‘લોકમિલાપ’ના યાદગાર કર્મચારીઓ હતા. વર્ષો સુધી પુસ્તકભંડારની બહાર રોજનો એક સુવિચાર વાંચવા મળતો. કાળા પાટિયા પર ચૉકથી સુંદર અક્ષરોમાં લખવામાં આવતું અવતરણ ભાવેણાવાસીઓનું એક સંભારણું છે. એ દૈનિક સુવિચાર અને નવાં પુસ્તકોની સાપ્તાહિક યાદી ખૂબ નિષ્ઠાવાન કર્મચારી વલ્લભભાઈ લખતા.
ડિજિટલ મીડિયાને કારણે વાચનમાં આવેલી ભારે ઓટની વચ્ચે પણ ‘લોકમિલાપ’નાં પ્રકાશનો પ્રકટ થતાં જ રહ્યાં. મેઘાણીનાં લોકસાહિત્ય પરનાં લખાણો પરથી ‘લોકસાહિત્યની વાચનયાત્રા’(2008)ના સાઠ પાનાંનું એક એવાં ચાર બહુ વાચનીય સંપાદનો આવ્યા. 1978માં સંકેલી લીધેલાં પેલાં ‘મિલાપ’નો ખજાનો ‘અરધી સદી’નાં હજારો પાનાં પછી પણ ખૂટતો ન હતો. એટલે તેમાંથી ‘મિલાપની વાચનયાત્રા’ (2013) નામે સરેરાશ દોઢસો પાનાંનું એક એવાં પાંચ પુસ્તકો કર્યાં, જેમાંથી દરેકની બબ્બે હજાર નકલો છાપી. એ જ વર્ષે બેતાળીસ પાનાંની ‘સાત વિચારયાત્રા’માં ગુજરાતનાં સાત ચિંતકોનાં લખાણો એકઠાં કર્યા. ચિંતકો આ મુજબ છે : ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, ગિજુભાઈ બધેકા, ગુણવંત શાહ, ફાધર વાલેસ, મનુભાઈ પંચોળી અને વિનોબા ભાવે. ‘અંતિમ વાચનયાત્રા’ તરીકે મહેન્દ્રભાઈએ સંપાદિત કરેલ પાંચસો પાનાંનું ‘ચરિત્રસંકિર્તન’ પુસ્તક બરાબર ત્રણ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયું. તેમાં ‘અરધી સદી’ના બધા ભાગમાંથી ચૂંટેલાં ‘સરસ માણસો’ વિશેનાં દોઢસોથી વધુ ચરિત્રલેખો, રેખાચિત્રો અને જીવનપ્રસંગો વાંચવા મળે છે. સવા ચારસો પાનાનું આ પુસ્તક ‘સંસ્કાર સાહિત્ય મંદિરે’ કર્યું છે, લોકમિલાપે નહીં. લોકમિલાપે ઘણું કરીને છેલ્લાં પ્રકાશન તરીકે 2015માં ‘ઝવેરચંદ મેઘાણીની વિચાર-કણિકા અને ઝવેરચંદ મેઘાણી : સ્મરણાંજલિ’ નામની ત્રીસ પાનાંની પુસ્તિકા બહાર પાડી. ગયાં વર્ષથી સંકેલો કરવાનાં આયોજન સાથે ખીસાપોથીઓ છાપવાની પણ બંધ કરી હતી. બાય ધ વે, મેઘાણીની 75મી જયંતી નિમિત્તે ‘કસુંબીનો રંગ’ નામે ત્રણ ખંડમાં પ્રસિદ્ધ કરેલી મેઘાણીની ચૂંટેલી કૃતિઓનાં 750 પાનાંના સંપુટની એક લાખ નકલો આગોતરા ગ્રાહક યોજનામાં જ નોંધાઈ ગઈ. આ આંકડો ધાર્યા કરતાં પચીસ હજાર વધુ હતો ! આ સંપુટની પ્રસ્તાવનામાં લોકમિલાપનાં પ્રકાશન અને વેચાણની અર્થવ્યવસ્થાનો ખ્યાલ ટૂંકમાં મળે છે. મહેન્દ્રભાઈ નોંધે છે : ‘પ્રજાના હૃદયને સ્પર્શે અને ખીસાને પરવડે તેવી યોજના તેની પાસે રજૂ કરીએ તો તે તેનો અણધારેલા ઉમંગથી જવાબ વાળે છે. 86% જેટલો ખરચ પુસ્તકનાં કાગળ-છપાઈ પાછળ થાય.બાકીના 14 %માંથી અરધી રકમ લેખકોના પુરસ્કારમાં અને અરધી વ્યવસ્થા ખર્ચમાં વપરાય. લોકમિલાપ ટ્રસ્ટ સામાજિક માલિકીની સંસ્થા છે. તેમાં નફાનો જેમ સવાલ ન હોય તેમ ખોટનો અવકાશ પણ ન રહે .કોઈના દાન કે સહાય પર એનો મદાર બાંધવો ન પડે એ રીતે બને તેટલું ઝીણવટથી આયોજન કરેલું હોય છે. યોજનાના હિસાબો દર વર્ષે પ્રગટ થતા રહે છે.’

પદ્મા દેસાઈને વધારે સમજવાં હોય તો તારે અનુરાધાનું આત્મકથન ‘Unbecoming : A Memoir of Disobedience’ : ખાસ વાંચવું જોઈએ. મારા નિકટના સ્વજને મને ભારપૂર્વક કહ્યું. આમ પણ મેં હાલમાં જ પદ્મા દેસાઈનું આત્મકથન ‘Breaking Out : મુક્તિયાત્રા’ વાંચ્યું હતું. પદ્માબહેનને તો પદ્મભૂષણની નવાજેશ પણ થઈ છે તેનો ઉલ્લેખ એમની આત્મકથામાં નથી, કારણ કે તે આત્મકથા પ્રકાશિત થયા પછીની વાત છે. લલિતાબહેન અને કાલિદાસ દેસાઈથી અનુરાધા ભગવતીની ત્રણ પેઢીને સમજવાની સાથે મૂળસોતાં ક્ષેત્રથી આંતરરાષ્ટ્રીય સ્તરની વિદ્વત્તાને સમજવાનો અમૂલ્ય મોકો અહીં મળે છે. પદ્મા દેસાઈની મુક્તિયાત્રા સાથે અનુરાધાની આંતર ખોજનું અનુસંધાન થતું હોય એવું મને વાંચતી વખતે લાગતું રહ્યું હતું. અનુરાધાની સમગ્ર યાત્રામાંથી પસાર થતાં એની પેઢીનાં સંતાનો માટે ખાસ્સી સમજણ વિકસી એમ કહેવું મને વધારે ગમે છે.
અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન ‘અસહ્ય સ્થિતિ : આજ્ઞાભંગનાં સ્મૃતિચિત્રો’ જે મારી દૃષ્ટિએ તો ‘હૈયે તે હોઠે’ તરીકે ઝિલ્યું છે. જ્યારે એણે નક્કી કર્યું કે હું મરીન શાખામાં કારકિર્દી બનાવીશ ત્યારે તો કોઈ ખ્યાલ ન હતો કે ભાવિ શું હશે પરંતુ અહીં તો ડગલું ભર્યું કે ના હઠવું એટલે કડક તાલીમ તો પછી આવી તે પહેલાં સ્નાતક હોવાથી સીધી ભરતી ઓફિસર તરીકે જ થઈ. અત્યંત મહેનતથી ભરચક તાલીમ લઈ લેફ્ટનન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન રંગભેદ અને લિંગભેદના જે કાંઈ અનુભવો થયા છે તેનો સઘળો ચિતાર પુસ્તકમાંથી પસાર થતા મળે છે. અમેરિકન નાગરિક તરીકે જન્મ, ઉછેર અને વ્યક્તિત્વનો વિકાસ છતાં કેવા અનુભવો થયા છે તે તો એમાંથી પસાર થઈએ ત્યારે જ સમજાય. પ્રેમની વિભાવના, શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો સંદર્ભે અવારનવાર બંધાતા સંબંધો, ઓફિસરોની ક્રમિક સત્તાકીય ભાંજણી અને મિલિટરી દબદબા સાથે જન્મજાત મૌન રહેવાના સંસ્કારનો સીલસીલો છતાં એવી સરહદને અતિક્રમી જઈ નીડરતાપૂર્વક પોતે જે છે તે રીતે વ્યક્ત થવું એ બે વાક્યમાં લખાય કે સમજાય તેવી ગાથા તો ન જ હોય ને ! કારકિર્દીમાં પોતે જે ફરજો અદા કરવાની છે તે અને જાત સાથે સંઘર્ષ દ્વારા આંતર ખોજ થકી પોતે શારીરિક-માનસિક રીતે જે અનુભૂતિ કરે છે તેનું નગ્નસત્ય ઉજાગર કરવાનું અનુને સહેજ પણ કઠિન લાગ્યું નથી. મેલ બેકલેશ અને ધવલવર્ણીય અધિકારીઓ કે સહકર્મીઓનો પ્રતિઘાત કે પ્રતિક્રિયાનો સામનો કરવાનો બેવડો બોજો કેવી રીતે વેંઢાર્યો તેનું યથાવત્ વર્ણન કરવામાં અનુનાં ટેરવાંને જરાપણ હિચકિચાટ થયો નથી.