Opinion Magazine
Number of visits: 9671831
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીએ આપેલી સનાતન ધર્મની વ્યાખ્યા

તુષાર ગાંધી (અનુવાદ - આશા બૂચ)|Gandhiana|21 September 2022

‘ઓપિનિયન’ના વાચકો પત્રકાર-લેખક અરુણ ગાંધીના પુત્ર અને મણિલાલ ગાંધીના પૌત્ર એટલે કે ગાંધીજીના પ્રપૌત્ર તરીકે તુષાર ગાંધીથી સારી રીતે પરિચિત હશે. તાજેતરમાં તેઓના બે પુસ્તકો ‘Let us kill Gandhi’ અને ‘Lost Diary of Kastur – my Baa’ની ભેટ આપણને મળી છે.

22મી સપ્ટેમ્બર રેંટિયા બારસ, ગાંધી જયંતી.

તે નિમિત્તે કેટલાંક લોકો તેમનાં પૂતળાં ઉપર કે રાજઘાટ ઉપર ફૂલોનો હાર પહેરાવવાની ચેષ્ટા કરશે.

મને તે પાવન દિવસે ચરખા પર સૂતર કાંતવાની સાથે, Manorama Newsમાં, 21 ઓગસ્ટ 2022માં પ્રગટ થયેલ તુષારભાઈના લેખનો અનુવાદ તેમની અનુમતિથી અહીં પ્રસ્તુત કરવાનું વધુ મુનાસીબ લાગે છે. આજના ભારતના માહોલમાં કદાચ હિન્દુ ધર્મની આ વ્યાખ્યાની સહુથી વધુ જરૂર છે. જો યુનાઇટેડ કિંગ્ડમમાં વસતા હિન્દુ અને મુસ્લિમ કોમનાં પહેલી અને બીજી પેઢીનાં માતા પિતાએ પોતાની બીજી કે ત્રીજી પેઢીનાં સંતાનોને પોતપોતાના ધર્મની સાચી ઓળખ આપી હોત, તો લેસ્ટરમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો ન થયાં હોત.

— આશા બૂચ

•••

મોહનદાસ ગાંધી – બાપુ અવારનવાર ગૌરવથી કહેતા કે તેઓ હિન્દુ છે; માત્ર હિન્દુ નહીં પરંતુ સનાતની હિન્દુ હોવાનો દાવો કરતા.

વર્તમાન સમયમાં આ પ્રકારનો દાવો આપણામાંના મોટા ભાગના લોકોના રૂંવાડા ઊભા કરી જાય. હાલના સંયોગોમાં ‘સનાતની હિન્દુ’ શબ્દ એક ડરામણું દૃશ્ય ખડું કરી દે તેવું બને. હિન્દુ ધર્મની વિભાવનાનું હિન્દુત્વની રાજકીય અને નીતિભ્રષ્ટ દૃષ્ટિકોણ દ્વારા અપહરણ થઇ ગયું છે.

ભારતે આઝાદી હાંસલ કરી તેના થોડા દિવસ પહેલાં સનાતન હિન્દુ ધર્મની વ્યાખ્યા બાપુએ આપેલી તે તેમના જ શબ્દોમાં જોઈએ:

“સનાતન હિન્દુ ધર્મ એ કોઈ કૂવામાંના દેડકા જેવો મર્યાદિત અને બંધિયાર ખ્યાલ નથી. તે સાગર જેવો વિશાળ છે. એવું અર્થઘટન કરીએ તો એ પૂરી માનવજાતિની માલિકી છે, પછી તે ભલે ગમે તે નામે ઓળખવામાં આવે.” એમ.કે. ગાંધી. “હરિજન”, 10 ઑગસ્ટ 1947

તેઓએ આ વિધાન ત્યારે લખ્યું, જ્યારે ભારતનું વિભાજન થયું અને નવા રાષ્ટ્રના નિર્માણ સમયે દેશ હિંસાથી સળગતો હતો, જ્યારે ઉન્મત્ત થયેલી પ્રજા ભારતના ચારેય ખૂણે કોમી દાવાનળની આગમાં ભડકે બળતી હતી અને દેશને તેના નવજન્મ સમયે જ ભરખી જશે તેવો ભય હતો.

ધિક્કાર અને હિંસા ભારતને ભરડો લઇ રહી હતી તેની નિંદા કરવાની સાથે જ ગાંધીજીએ હિન્દુ પ્રજાને યાદ અપાવતાં લખ્યું,

“હિન્દુ ધર્મ સહુથી વધુ સહિષ્ણુ ધર્મ છે. તેણે ઈસાઈ ધર્મના ઉદ્દભવ સમયે સિતમનો ભોગ બનીને ભાગીને આવેલા લોકોને આશ્રય આપેલો, બેની-ઇઝરાયેલ નામથી ઓળખાતી પારસી પ્રજાને પણ યાતનામાંથી ઉગારી શરણ આપ્યું. મને એવા હિન્દુ ધર્મના અનુયાયી હોવાનું ગૌરવ છે જે બધાને પોતાનામાં સમાવી લે છે અને સહિષ્ણુતાનો સ્તંભ છે.”

એમ.કે. ગાંધી. “હરિજન”, 30 નવેમ્બર 1947

આપણે એ યાદ રાખવું ઘટે કે આ સમય દરમ્યાન બાપુ ભારતમાં રહેનાર તમામ લોકોને હિન્દુ ગણતા હતા, પછી ભલે તેઓ બીજા ધર્મના અનુયાયી હોવાનો દાવો કરતા હોય.

“હિન્દુ ધર્મ સત્ય અને અહિંસાના મજબૂત પાયા ઉપર આધારિત છે, અને તેથી બીજા ધર્મના લોકો સાથે સંઘર્ષ થવાની તેમાં કોઈ ગુંજાઈશ નથી.”

એમ.કે. ગાંધી. “હરિજન”, 25 માર્ચ 1939

જ્યારે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ભભકા અને શાનથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતના નાગરિકોને  દેશના ઘડવૈયાઓએ  જેને રાષ્ટ્રપિતા માન્યા હતા તેમના શબ્દોને યાદ અપાવવા જરૂરી છે.

મોહનદાસનો ઉછેર ખૂબ રૂઢિચુસ્ત ઉચ્ચ વર્ણના પરિવારમાં થયેલો, જેમાં હિન્દુ કુટુંબમાં પાળવામાં આવતા અસ્પૃશ્યતા સહિતના તમામ જૂનવાણી આચારો, પ્રતિબંધો અને નિયમોનું પાલન કરવામાં આવતું. મોહને અસ્પૃશ્યો મનાતા લોકો પ્રત્યેના અમાનવીય વર્તનથી થતા અન્યાય જોયા હતા. તેઓ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આવી પ્રથાઓ માટેની તેમની નફરત વધતી ગઈ અને યુવાન વયે આ પ્રથાઓનું ઉલ્લંઘન કરવાનો જાગૃતપણે નિર્ણય કર્યો. પણ આવી પ્રથાઓને વખોડવા છતાં પોતે હિન્દુ ધર્મનો ત્યાગ ક્યારે ય નથી કર્યો. જ્યારે દક્ષિણ આફ્રિકામાં તેઓ ક્રિશ્ચિયન કલર્જીની નિકટ આવ્યા અને તેમના ઉપર ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા માટે ખૂવ દબાણ આવ્યું ત્યારે તેઓ પોતાના ધર્મને ચુસ્તપણે વળગી રહ્યા અને કબૂલ કર્યું કે હિન્દુ ધર્મમાં ઘણી ખોડ અને ખામીઓ છે, પરંતુ પોતાનો ધર્મ છોડીને બીજો ધર્મ સ્વીકારવાનું કોઈ કારણ તેમને ન જડ્યું. જેમ જેમ તેમનો બધા ધર્મના મુખ્ય ગ્રંથોનો અભ્યાસ વધવા લાગ્યો તેમ તેમ તેમની ધર્મો વિશેની સમજ વિકસવા લાગી અને તેમને હિન્દુ ધર્મના સારની સાચી સમજણ લાધી.

“મારો ધર્મ હિન્દુ છે, જે મારે મન માનવતાનો ધર્મ છે અને હું જે ધર્મો વિષે જાણું છું તે બધાના ઉત્તમ અંશોનો તેમાં સમાવેશ થાય છે. મારા ધર્મ પરની શ્રદ્ધા સત્ય અને અહિંસા દ્વારા જળવાઈ રહી છે એટલે કે બહોળા અર્થમાં જોઈએ તો સર્વ પ્રત્યે પ્રેમ. હું ઘણી વખત મારા ધર્મને સત્યના ધર્મ તરીકે ઓળખાવું છું.”

એમ.કે. ગાંધી. ‘ફેલોશીપ ઓફ ફેઈથ’ – પાના નંબર 52

“મારી કલ્પનાનો હિન્દુ ધર્મ એ કોઈ સંકુચિત પંથ નથી. એ એક મહાન ઉત્ક્રાંતિ પામેલી પ્રક્રિયા છે જે કાળના ઉદ્ભવ જેટલી પુરાણી છે અને જે ઝોરોઅસ્ટર, મોઝીસ, ક્રાઈસ્ટ, મોહમ્મ્દ, નાનક અને અન્ય ધર્મોપદેશકોને સ્વીકારે છે, અપનાવે છે.”

એમ.કે. ગાંધી. “હરિજન”, 8 માર્ચ 1942

આજે હિન્દુ ધર્મને અનુસરનારાઓએ બાપુ જે ખરા હિન્દુ ધર્મમાં માનતા હતા, જેને તેઓ સનાતન હિન્દુ ધર્મ કહેતા હતા, તેનું પાલન કરતા હતા અને જેના માટે ગૌરવ અનુભવતા હતા તેને સમજીને તેનું પાલન કરવું જોઈએ; નહીં કે જેને રાજકીય હેતુસર કલુષિત કરીને નીતિભ્રષ્ટ, અસહિષ્ણુ અને હિંસક હિંદુત્વ તરીકે ફેલાવવામાં આવી રહ્યો છે તેને અનુસરવું.

બાપુના સમયમાં બે વ્યક્તિઓ હિન્દુ ધર્મનું પાલન કરનારી હતી, એક હતા મોહનદાસ ગાંધી, જેઓ સત્ય, પ્રેમ અને કરુણામાં સમાવિષ્ટ હતો તેવા સનાતન હિન્દુ ધર્મનું પાલન કરતા હતા. બીજો હતો નથુરામ ગોડસે, જે પોતાને સનાતની હિન્દુ કહેવડાવતો હતો અને ક્રૂર, વેરવૃત્તિથી ભરપૂર અને પાશવી વર્તન કરતો હતો જે આજે હિંદુત્વના નામે ઓળખાય છે. આ બંને વ્યક્તિઓમાં વિસ્તીર્ણ ભિન્નતા છે, આપણે તે કદી ન ભૂલવું જોઈએ.

e.mail : 71abuch@gmail.com

મૂળ અંગ્રેજી લેખ :

https://www.onmanorama.com/news/opinion/2022/08/21/mahatma-gandhi-definition-sanatan-hindu-dharma-tushar-gandhi-column.html

Loading

ડેથ ઓન ધ રોડ: દેશની પ્રગતિમાં તેના રોડ્સ રોડાં નાખે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 September 2022

તાજેતરમાં, દેશના 54 વર્ષીય અગ્રણી ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રોડ દુર્ઘટનામાં અવસાન થયું, તે પછી કાર વાહકોની સલામતીને લઈને ફરીથી ઉગ્ર ચર્ચા શરૂ થઇ. મિસ્ત્રીનું અવસાન એટલું આઘાતજનક હતું કે સરકાર પણ સફાળી જાગી અને તાત્કાલિક અસરથી કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત કરી નાખ્યું (મિસ્ત્રી તેમની મર્સીડીઝ કારમાં પાછળ બેઠા હતા અને તેમણે સીટ બેલ્ટ પહેર્યો નહોતો).

કારની પાછલી સીટ પર બેલ્ટની આવશ્યકતાને લઈને દેશમાં ઘણી ચર્ચા થઇ, તેની સાથે બીજો મુદ્દો દેશના રોડની ગુણવત્તાનો પણ ઉઠ્યો. ભારતમાં રોડ દુર્ઘટનાઓ રોડની ડિઝાઈનથી લઈને તેની તૂટેલીફૂટેલી હાલત પણ કારણભૂત છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ એકત્ર કરેલા આંકડા મુજબ દેશમાં દર વર્ષે 1.5 લાખ લોકો રોડ પર મરી જાય છે, જેમાંથી ત્રીજા ભાગનાં મોત નેશનલ હાઇવે પર થાય છે. કેન્દ્રિય પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એકવાર કહ્યું હતું કે રોડ દુર્ઘટનાઓ અને તેમાં મૃત્યુનું મુખ્ય કારણ રોડની ડિઝાઈનમાં ત્રુટી, ખામીભર્યા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ, જંકશન્સની ત્રુટીપૂર્ણ બનાવટ, અપૂરતી રોડ સાઈન્સ અને માર્કિંગ્સ છે.

સાયરસ મિસ્ત્રીના કિસ્સામાં પણ, સાત સભ્યોની એક ફોરેન્સિક ટીમે સ્થળ-તપાસ કરીને તારણ આપ્યું છે કે ત્યાં બ્રિજની ડિઝાઈનમાં “ખામી”ના કારણે તેમની મર્સીડીઝ-બેન્ઝને અકસ્માત થયો હતો. કાર અને બાઈક્સના ઓનલાઈન ઓટોમોબાઇલ મેગેઝીન “ઓવરડ્રાઈવ”ના એડિટર બોબ રુપાણી લખે છે, “મને અમદાવાદ-મુંબઈ હાઈવેનો સારો પરિચય છે. એ દેશના સૌથી ખરાબ રીતે ડિઝાઈન કરેલા, ગીચ અને અરાજકતાથી ભરેલા હાઇવે પૈકીનો એક છે.”

ભારતમાં દાયકાઓથી રોડ્સની ગુણવત્તા એક રાષ્ટ્રીય મુદ્દો છે. ઘણા લોકોને એ ખબર નથી દેશની આર્થિક પ્રગતિમાં ઉત્તમ રોડ નેટવર્કનું યોગદાન બહુ અગત્યનું હોય છે. ચીને પાછલા દાયકાઓમાં જે તોતિંગ આર્થિક વિકાસ કર્યો છે, તેમાં તેણે બાંધેલા અનેક રોડ્સના યોગદાનની નોંધ લેવામાં આવતી નથી.

રિસર્ચ આધારિત રિપોર્ટ્સ પ્રકાશિત કરતા મૂળ ઓસ્ટ્રેલિયાના ઓનલાઈન વૈશ્વિક પોર્ટલના એક અહેવાલ અનુસાર, 2000ની સાલમાં ચીનમાં 50,000 કિલોમીટરના હાઇવે હતા. 2020ના અંતે તેમાં ત્રણ ઘણો વધારો થઇને તે 1,60,000 કિલોમીટર થઇ ગયા હતા. પૂરા અમેરિકામાં જેટલા આંતરરાજ્ય હાઇવે છે, તેના કરતાં 20% લાંબા હાઇવે ચીને બનાવ્યા છે. ચીનના કુલ રોડ્સમાં આવા રોડ્સની સંખ્યા 40% છે.

આ રિપોર્ટ અનુસાર, ભારતે પણ આ જ સમયગાળા દરમિયાન ત્રણ ગણા હાઈવે જોડ્યા છે, પરંતુ તેનું નેટવર્ક ઓછુ સંતોષકારક છે. તેની ગુણવત્તા ઉતરતી છે, તે સાંકડા છે, તેની સાર-સંભાળમાં દુર્લક્ષ સેવવામાં આવે છે અને દેશના સમગ્ર રોડ નેટવર્કમાં તેનો હિસ્સો મામુલી છે. આનું સીધું પ્રતિબિંબ બંને દેશોની આર્થિક પ્રગતિમાં જોવા મળે છે. 2014ના વિશ્વ બેંકના સર્વે અનુસાર, દસમાંથી એક ભારતીય કંપનીએ કહ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઊણપ તેમની પ્રગતિમાં મોટો અવરોધ છે. એટલા માટે જ ભારત હવે રોડ નેટવર્કમાં વિશાળ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે.

ભારતનું 5.9 મિલિયન કિલોમીટરનું રોડ નેટવર્ક ચીન કરતાં મોટું (4.6 મિલિયન કિલોમીટર) છે, પણ ગુણવત્તામાં તે ઉતરતું છે; એ નેટવર્કમાં માત્ર 3% રોડ્સ નેશનલ હાઈવે છે અને 75% હાઇવે માત્ર બે લેનવાળા છે. આ રોડ્સ ભરચક છે અને સમારકામ પાછળ પૂરતા પૈસા ફાળવાતા નથી. 40% રોડ્સ ગંદા છે અને 30%થી વધુ ગામડાંની બારમાસી રોડ્સ સુધી પહોંચ નથી. ભારતમાં રોડ્સ કેમ ખરાબ છે? એક અમેરિકન રિસર્ચ સમૂહ વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના કર્તાહર્તા માધવ પાઈએ, ‘ધ ઇકોનોમિસ્ટ’ મેગેઝિનને તેનાં ત્રણ કારણો સમજાવ્યાં હતાં.

એક, ઘણા ગરીબ દેશોએ તેમના રોડ્સ ધનિક દેશોની તર્જ પર બનાવ્યા છે. આ દેશોનો મોટા ભાગનો ટ્રાફિક મોટરો અને લોરીઓનો બનેલો છે. ભારતમાં મોટા ભાગનાં શહેરોનો 75% ટ્રાફિક મોટરસાઇકલ અને સ્કૂટર્સનો બનેલો છે. કારની સરખામણીમાં આ વાહનોને અકસ્માત થવાની શક્યતા 30 ગણી વધારે છે. છતાં, ભારતના રોડ્સમાં ટૂ-વ્હીલર્સ માટે અલગ લેન કરવામાં નથી આવતી.

બે, ડ્રાઈવિંગના શિક્ષણનો અભાવ. 2017ના એક સર્વે અનુસાર દસમાંથી છ ડ્રાઈવરોએ ડ્રાઈવિંગ ટેસ્ટ વગર જ લાઇસન્સ મેળવેલાં છે. દેશમાં ડ્રાઈવિંગ ટેસ્ટ કડક કરવામાં આવ્યાં છે તે સાચું, પરંતુ હજારો લોકો શોર્ટ-કટથી લાઈસન્સ મેળવે છે. 37% ટ્રક ડ્રાઈવરોએ કબૂલ કર્યું હતું કે મહાકાય ટ્રકોને ચલાવાની વિશેષ તાલીમ વગર જ તેમણે લાઈસન્સ મેળવ્યાં છે.

ત્રીજું કારણ સ્વાસ્થ્ય સેવાની ઊણપ છે. ધનિક દેશોની સરખામણીમાં ભારતમાં અકસ્માતમાં તાત્કાલિક સારવાર નથી મળતી એટલે મૃત્યુ વધુ થાય છે. શહેર બહાર ઈમરજન્સી સેવાઓની અછત છે. હોસ્પિટલોમાં ઘાયલ દરદીઓ માટે પૂરતી પથારીઓ નથી. દર એક હજાર દરદીઓએ એકથી પણ ઓછા ડોકટર ઉપલબ્ધ છે. ધરમ કરતાં ધાડ પડે તે ન્યાયે લોકો પોલીસના ‘લફડા’થી બચવા માટે થઈને અકસ્માતમાં મદદ કરતા નથી.

ભારત સરકારે આ ત્રણે સમસ્યાઓને ઉકેલવા માટે અનેક પગલાં ભર્યા છે, પરંતુ તેનાં ધાર્યા પરિણામો આવ્યાં નથી.

ભારતમાં સાર્વજનિક જગ્યાઓને લઈને લોકોમાં પણ ખાસ કદર નથી. કહેવાય છે કે ભારતના લોકો તેમની અંગત જરૂરિયાત માટે જેટલા જાગૃત છે, જાહેર જરૂરિયાતની વાત આવે ત્યારે “મારે શું?”ની માનસિકતા બનાવી રાખે છે. ભારતમાં રોડ જેવી સીધી-સાદી જરૂરિયાતમાં પણ છ પ્રકારના લોકો તેમનાં વિભિન્ન હિતો સાધતા હોય છે; રાજકારણીઓ, બાંધકામ વિભાગ, પ્રોજેક્ટના ઈજનેરો, રોડ જ્યાં બંધાતો હોય ત્યાંના સ્થાનિક લોકો, બાંધકામ કરનારી કંપની અને તેના કર્મચારીઓ.

આપણા શહેરમાં આપણે રોડની જે દશા જોઈએ છીએ તેના માટે આ છ લોકો જવાબદાર છે, કારણ કે રોડ બનાવવાના વિચારથી શરૂ કરીને તેને પૂરો કરવાની પ્રક્રિયા સુધી અલગ-અલગ સ્તરે સંડોવાયેલા લોકો આ કામને “માથાનો દુઃખાવો” ગણે છે અને “ગમે-તેમ” કરીને તે પતે અને જાન છૂટે તેની રાહ જોતા હોય છે. ઉપરથી નીચે સુધીની આવી માનસિકતામાં આપણને, સારો કે ખરાબ, રોડ મળે છે તે જ એક મોટો ચમત્કાર છે.

આશ્ચર્ય નથી કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયનો 2019નો અહેવાલ કહે છે કે 2018ના વર્લ્ડ રોડ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ 199 દેશોમાં રોડ દુર્ઘટનાઓના પગલે થતાં મૃત્યુમાં ભારતનો નંબર પહેલો છે. તે પછી ચીન અને અમેરિકા આવે છે.

(‘બ્રેકિંગ વ્યૂઝ’ કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

इतिहास के चीते

कुमार प्रशांत|Opinion - Opinion|19 September 2022

70 साल बाद चीते भारत में दिखाई दिए; अौर वह भी प्रधानमंत्री के जन्मदिन पर, प्रधानमंत्री के साथ जन्मदिन मनाते हुए; और यह भी कि प्रधानमंत्री ने खुद नामीबिया से चीतों को भारत ला कर मध्यप्रदेश के कूनो नेशनल पार्क में बसाया है. बना न इतिहास !! ऐसे बनता है इतिहास; और यहां तो रोज-रोज ही बनाए जा रहे हैं इतिहास. आपने नहीं देखा, राजपथ को कर्तव्यपथ बना कर अभी-अभी तो इतिहास बनाया गया. इतने इतिहास बनाए जा रहे हैं कि गिनने की फुर्सत नहीं है कि कौन-सा इतिहास कहां से निकला और कब बे-इतिहास हुए, इतिहास के गर्त में समा गया !

इतिहास के साथ यही परेशानी है. जिसके काल में वह बना दिखाई देता है, उसी के काल में बनता नहीं है. इतिहास की जंजीर काल की सातत्यता से ही बनती है. अब इन चीतों की बात ही लीजिए. 2010 में तब की सरकार ने चीतों के देश से विलुप्त होने की बात पर ध्यान दिया था और बाहर से चीतों को भारत ला कर बसाने की योजना बनाई थी. गुजरात, राजस्थान, मध्यप्रदेश से जुड़ी जंगलों की वह पट्टी भी तभी चुनी गई थी जिसमें कूनो भी आता है. अब चीते भले बिजली की गति से दौड़ने वाले प्राणी हों, सरकारी योजनाएं तो कछुए की गति से भी चलें तो तेज मानी जाती हैं. सो अब जा कर चीते आए हैं. सच्चा इतिहास तो तब बनता न जब यह सारा इतिहास देश के सामने रखा जाता. लेकिन इतिहास के नये चीते इतनी सच्ची-सरल चाल कैसे चलें ? तो ऐसी तस्वीर बनाई जा रही है मानो सारा कुछ चीते की चाल से 2014 से ही दौड़ने लगा है.

ऐसी अंधी दौड़ में यह जरूरी सवाल न कोई पूछ रहा है, न कोई बता रहा कि अपने देश से चीते लुप्त हुए ही क्यों ? अभी दूसरे लुप्त व लुप्तप्राय प्राणियों-पौधों की बात नहीं करता हूं लेकिन एशियाई चीतों की हमारे यहां अच्छी फसल होती थी. कहा यह जा रहा है कि कोरिया रियासत के महाराज रामानुज प्रताप सिंह देव ने 1947 में उन तीन चीतों का शिकार कर डाला था जो भारत में चीतों के आखिरी वंशज थे. लेकिन क्या यही अंतिम सच है ? भारत सरकार ने 1952 में कबूल किया कि अब भारत में कोई एशियाई चीता नहीं बचा है. तो कोई पूछे तो कि 1947-52 तक भारत सरकार क्या कर रही थी ? और उससे पहले क्या कर रही थी, और उसके बाद क्या करती रही ? चीता बहुत तेजी से भले भागता है लेकिन है बेहद नाजुक प्राणी – बिल्ली-परिवार के विशालकाय व खतरनाक 7 सदस्यों में चीता ही है कि जो मनुष्यों पर हमलावर नहीं होता है, जंगल में भी बहुत बच-छिप कर रहता है, पालतू बनाया जाता रहा है, और घने घास-झाड़ी-झंखाड़ से जुड़े जंगल जिसका सहज निवास हैं.

यह सरकार आज जिसे चीख-चीख  कर विकास कहती है, जिसका घटाटोप सब तरफ दिखाई देता है, उस विकास की तेज आंधी में सबसे पहले ऐसे ही जंगलों का विनाश हुआ. चीतों के स्वाभाविक घर नहीं रहे तो उनका छिपना-बचना कठिन होने लगा. उस पर से राज-परिवार के, सरकारी-परिवार के कानूनी व पेशेवर गैर-कानूनी शिकारी भी उनके पीछे पड़े थे ही. चीते इनसे तेज नहीं दौड़ सके, तो दम तोड़ गए. विकास की वही अवधारणा आज भी चल रही है, तो चीते नामीबिया से लाएं कि दक्षिण अफ्रीका से, वे बचेंगे कैसे, फले-फूलेंगे कैसे ? प्रधानमंत्री को यदि इतनी फुरसत है कि वे चीतों को जंगल में छोड़ने व उनका फोटो खींचने में वक्त लगा सकें, तो उन्हें थोड़ा वक्त यह सोचने पर भी लगाना चाहिए कि चीते के साथ तालमेल बिठा कर चलने वाला विकास का मॉडल क्या हो सकता है और कैसे चलाया जा सकता है? तब उन्हें यह रहस्य भी समझ में आएगा कि सहज मानवीय ऊष्मा से भरा इंसान ही प्रकृति को भी बचा व संवार सकता है. उस इंसान के संरक्षण का कौन-सा पार्क है हमारे यहां ?

ऐसा ही मामला कर्तव्यपथ का भी है. उस दिन भी कहा गया कि हम दासता के इतिहास से मुक्त हो, एक नए इतिहास का सर्जन कर रहे हैं, क्योंकि हम राजपथ का साइनबोर्ड बदल कर कर्तव्यपथ का साइनबोर्ड लगा रहे हैं. साइनबोर्ड बदलने का यह खेल नया नहीं है. इसका इतिहास और वर्तमान भी उलट कर देखना चाहिए. सड़कों-नगरों-संस्थानों-विभागों आदि-आदि के नाम बदलने की दिशाहीन आंधी ही देश में बहाई जा रही है जिसमें इतिहास, परंपरा, जनबोध सभी बहे जा रहे हैं. सत्ता के जोर पर वक्त की कठपुतलियों को वक्त का जादूगर बता कर स्थापित करने की कोशिश देश का इतिहास-बोध धुंधला व विस्मृत कर रही है.

औपनिवेशिक दासता के मानसिक-सांस्कृतिक-राजनीतिक चिन्हों से मुक्त होने की तुमुल अावाज जिसने उठाई ही नहीं थी बल्कि मुक्ति की उस दिशा में देश को साथ ले कर जो चल पड़ा था उस महात्मा गांधी की हत्या करने का पुण्य कर्तव्य किसने निभाया था, वह इतिहास भले आप याद न करिए, यह सावधानी तो रखिए कि उस हत्या का, उस हत्यारे का व उस हत्यारी मानसिकता का महिमामंडन न हो ! लेकिन परेशानी यह है कि उस हत्या से चला इतिहास सीधा आप तक पहुंचता है तो क्यों ? आप उसे गले लगाते हैं तो क्यों ? आपके यहां उनके मंदिर बनते हैं तो क्यों ? जब वे ही लोग आपके सांसद-विधायक हैं, तो आप संविधान व इतिहास के साथ खड़े कैसे हो सकते हैं ? आपका सारा शासन उसी औपनिवेशिक दासता के पदचिन्हों पर पांव धर-धर कर चलता है. राष्ट्रपति, प्रधानमंत्री, राज्यपाल, मंत्रिमंडल की सारी अवधारणा व उसका सारा तामझाम दासता के पदचिन्हों को चूमता ही तो है. मुक्ति मन से होती है तब तन पर, व्यवहार में दिखाई देती है.

जिस छतरी पर किंग जार्ज की प्रतिमा स्थापित थी, उसी छतरी पर नेताजी सुभाष की प्रतिमा की स्थापना, और वह भी फौजी लिबास में, किस मानसिकता का प्रतीक है ? वह फौजी लिबास नेताजी का सामान्य लिबास नहीं था, एक दौर का लिबास था जैसे गांधी भी एक दौर में टाई-सूट में मिलते हैं. देश नेताजी को इस रूप में तब पाता है जब वे आजादी की हमारी सामूहिक लड़ाई से उकता कर निकले थे और दूसरी औपनिवेशिक ताकतों से जा मिले थे. तब गांधी ने उनसे यही तो पूछा था कि एक औपनिवेशिक ताकत से जूझते हुए हम दूसरी औपनिवेशिक ताकत को गले लगाएं यह कैसी बुद्धिमत्ता है ? सुभाष न तब उसका जवाब दे सके थे, न बाद में ही. उनकी उस चूक को आज हम जन-मानस में स्थापित कर क्या किसी आजाद मानसिकता का परिचय दे रहे हैं ? युद्धों को आल्हादकारी बनाने वाला राष्ट्रीय समर स्मारक संस्कृति का नहीं, विकृति का प्रतीक बन जाता है क्यों कि उसमें से वीरता व बलिदान का संदेश नहीं मिलता है, न युद्ध के अंत की लालसा पैदा होती है. भारत राष्ट्र का मान तो कल्याण व बलिदान से भरा बनाना है.

सत्ता-तालियां-उन्माद-जयजयकार-चाटुकारिता आदि से ऊपर उठ कर जो हासिल होता है उसे विवेक कहते हैं. स्वतंत्र मन का गहरा नाता इसी विवेक से होता है. व्यक्ति और समूह में वह विवेक खोता जा रहा है. विवेकहीनता न दासता से मुक्ति है, न आजादी का सयानापन है. विवेकहीनता गुलामी का ही दूसरा नाम है. मनुष्यों का अपमान-तिरस्कार होता रहे और हम चीतों के स्वागत में खड़े हो जाएं, तो यह क्षद्म विवेकहीनता का चरम है.

नामीबिया के चीते भारत के कूनो में फले-फूलें और हमें विवेकवान बनाएं, आज तो हम इतनी ही प्रार्थना कर सकते हैं.

(18.09.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...1,3851,3861,3871,388...1,4001,4101,420...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved