21 ડિસેમ્બર 1991ના રોજ, સોવિયત સંઘના અગિયાર રાજ્યોના વડાઓ કઝાકિસ્તાનની રાજધાનીમાં ભેગા થયા હતા. તેમની સામે બે કામ હતાં; સોવિયત સંઘની કેન્દ્રિય નેતાગીરીમાંથી આઝાદ થવાની ઘોષણા પર હસ્તાક્ષર કરવા અને સંઘના અંતિમ પ્રેસિડેન્ટ મિખાઈલ ગોર્બાચેવની નિવૃત્તિની યોજના બનાવવી. એ યોજનામાં, તેમને રહેવા માટે ઘર, તેમના ફાઉન્ડેશન માટે જગ્યા અને દર મહિને 140 ડોલરનું પેન્શન આપવાનો સમાવેશ થતો હતો.
એ ટેબલ પર, નવાં આઝાદ ગણરાજ્યોમાં સૌથી વધુ તાકાતવર રશિયાના નવ નિયુક્ત પ્રેસિડેન્ટ બોરિસ યેલ્તસિન પણ બેઠા હતા. યેલ્તસિન દાયકાથી ગોર્બાચોવના રાજકીય પ્રતિસ્પર્ધી હતા. ગોર્બાચેવને પરાજિત કરીને રશિયાની કમાન હાથમાં લેવાનું તેમનું સ્વપ્ન આજે પૂરું થઇ રહ્યું હતું. તેની તેમને કેટલી ખુશી હતી તેનો અંદાજ એ હકીકતમાં હતો કે પૂરી મિટિંગ દરમિયાન યેલ્તસિન એક પછી એક શરાબના પેગ ખાલી કરી રહ્યા હતા. એક તબક્કે એ એટલા પીધેલા હતા કે ટેબલ પર માથું નમાવીને બેઠા રહ્યા હતા. વચ્ચે-વચ્ચે એ સહેજ ભાનમાં આવતા અને “તમે કહો છો તે બરાબર છે” એવું બોલીને પાછા માથું નીચે ઢાળી દેતા હતા. મિટિંગના અંતે તેમને પકડીને બહાર લઇ જવા પડ્યા હતા.
“આ કેટલું ખરાબ છે! આ માણસ રશિયાનું સંચાલન કરવાનો છે?” આર્મેનિયાના પ્રેસિડેન્ટ લેવોન તેર-પેટ્રોસિયને યેલ્તસિનના એક મદદનીશના કાનમાં ગુસપુસ અવાજમાં કહ્યું હતું, “તમે લોકો કેવી રીતે જીવશો? અમને તમારી જરા ય ઈર્ષ્યા થતી નથી.”
જે માણસે ચાર દાયકા જૂના શીતયુદ્ધનો અંત લાવવામાં અને દુનિયાને ન્યુક્લિયર તબાહીમાંથી બચવવા માટે ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી, તે મિખાઈલ ગોર્બાચેવ (2 માર્ચ 1931 – 30 ઓગસ્ટ 2022) હવે એક એવા નેતાના હાથ નીચે અને એક એવા રશિયન સમાજમાં જીવવાના હતા, જ્યાં ડગલેને પગલે તેમની મજાક ઉડવાની હતી, અપમાન થવાનું હતું, અન્યાય થવાનો હતો. ઘણા દેશોને પોતાના જ નાયકોનું અવમૂલ્યન કરવામાં પિશાચી આનંદ આવતો હોય છે. જેવી રીતે ભારતમાં મહાત્મા ગાંધી અને પંડિત નહેરુનું થઇ રહ્યું છે, રશિયામાં ગોર્બાચેવનું પણ એવું જ થયું હતું.
ગોર્બાચેવના જીવનની ડબલ વાસ્તવિકતા હતી. એક તરફ વોશિંગ્ટન, લંડન અને પેરિસનો બૌદ્ધિક વર્ગ તેમની આરતી ઉતારતો હતો, જ્યારે ઘર આંગણે રશિયન લોકો તેમની ઘૃણા કરતા હતા. રશિયાના મોટા ભાગના લોકો તેમને સોવિયત સામ્રાજ્યના પતન માટે જવાબદાર માને છે, જ્યારે બાકીની દુનિયા તેમને એક એવા નેતા તરીકે યાદ રાખે છે જેમણે રશિયાને આધુનિકતા અને સ્વતંત્રતાના માર્ગ પર દોડતું કર્યું હતું.
એંસીના દાયકાથી જે લોકો પરિચિત હશે, તેમને તે વખતનાં વર્તમાનપત્રો અને પત્રિકાઓમાં આવતા બે શબ્દો યાદ હશે; ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકા. આ બે રશિયન શબ્દોમાં ગોર્બાચોવની બહુ ચર્ચીત રાજકીય કારકિર્દીનો સમાવેશ થાય છે. 1985માં ગોર્બાચેવ સોવિયત સંઘની કમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી બન્યા, તેના થોડા જ વખતમાં તેમણે આ બે શબ્દોને પ્રચલિત બનાવ્યા હતા. ગ્લાસનોસ્ત એટલે ખુલ્લાપણું અને પેરિસ્ત્રોઈકા એટલે પુનર્નિર્માણ.
ગોર્બાચેવે સોવિયતની કમાન સંભાળી ત્યારે દેશ પ્લાન્ડ ઈકોનોમી એટલે કે પૂર્વનિયોજિત અર્થવ્યવસ્થાની નિષ્ફળતા આંખે દેખાય તેવી હતી (પ્લાન્ડ ઈકોનોમીમાં કર્મચારીઓનાં વેતન, વસ્તુઓની કિંમત, ઉત્પાદન વગેરે સરકાર નક્કી કરે). ગોર્બાચેવને લાગ્યું હતું કે અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ (પેરિસ્ત્રોઈકા) કરવું અનિવાર્ય છે અને બજારોને છૂટો દોર આપવો પડશે. તેમણે માત્ર અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ સોવિયત સમાજની નીતિ-રીતિમાં પણ પુનર્નિર્માણને ઉત્તેજના આપ્યું હતું. 1985ના એક ભાષણમાં તેમણે કહ્યું હતું, “દીવા જેવું છે, કોમરેડ, કે આપણે બદલાવાની જરૂર છે. આપણે સૌએ.”
ગ્લાસનોસ્ત એ જ પુનર્નિર્માણનો હિસ્સો હતું. તેમને લાગ્યું હતું કે અર્થવ્યવસ્થામાં મૂડીવાદી વિચારોને સામેલ કરવાની સાથે સોવિયત સમાજે લોકતાંત્રિક મૂલ્યો પણ અપનાવવાં પડશે. બીજી રીતે કહીએ તો, ગોર્બાચેવ ઇચ્છતા હતા કે સમાજ વધુ પારદર્શી અને ઉદાર બને, સરકાર મીડિયા પરનું નિયંત્રણ જતું કરે, મુક્ત અભિવ્યક્તિને જગ્યા આપે અને લોકો તેમની ઈચ્છા પ્રમાણે જીવે. 1986ના ભાષણમાં ગોર્બાચેવે કહ્યું હતું, “જે લોકો જૂની પરંપરાઓ અને દૃષ્ટિકોણો મુજબ તાજા અવાજ, ન્યાયી અવાજને દબાવા માંગતા હોય, તેમણે દૂર હટી જવું જોઈએ.”
સોવિયત ઇતિહાસમાં ગોર્બાચેવનો ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકા એક ક્રાંતિકારી વિચાર હતો. તે વખતે સોવિયત સમાજની સ્થિતિ કેવી હતી અને કેમ ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકાનો વિચાર આકર્ષક બની ગયો, તેનો એક દિલચસ્પ કિસ્સો છે. તે વખતે એક અમેરિકન ટોક-શો સોવિયત સમાજમાં પણ લોકપ્રિય હતો. તેના હોસ્ટે એકવાર સ્ટુડીઓમાં એકત્ર થયેલી સોવિયત સ્ત્રીઓને પૂછ્યું હતું, “અમારા દેશનાં વિજ્ઞાપનોમાં સેક્સ બહુ હોય છે. તમારે ત્યાં ટેલીવિઝનમાં પણ વિજ્ઞાપનો હોય છે?”
પ્રેક્ષકોમાં હાજર લેનિનગ્રાડની એક મહિલા, લ્યુન્ડમિલા ઈવાનોવા, જવાબમાં બોલી, “અમારે ત્યાં સેક્સ નથી હોતો અને અમે તેના ઘોર વિરોધી છીએ.”
આ સાંભળીને બીજી એક મહિલાએ બૂમ પાડીને તેને સુધારી, “અમારે ત્યાં સેક્સ હોય છે, પણ વિજ્ઞાપનો નથી હોતાં.”
સોવિયત સંઘ જાણે એક સદી પાછળ જીવતું હોય તેવું હતું, અને મિખાઈલ ગોર્બાચેવે તેને ઉદાર અને આધુનિક બનાવીને બાકી દુનિયાની બરોબર મુકવા પ્રયાસ કર્યો હતો. 25 ડિસેમ્બર 1991ના રોજ સોવિયત સંઘના વિલયની ઘોષણા કરતાં તેમણે ટી.વી. પર જીવંત પ્રસારણમાં કહ્યું હતું;
“નિયતિમાં લખાયેલું હતું કે મેં જ્યારે રાજ્યની કમાન સંભાળી ત્યારે દેખીતી રીતે જ આ દેશમાં કંઈક ખરાબી હતી. આપણી પાસે બધું જ પુષ્કળ હતું; જમીન, તેલ, ગેસ અને અન્ય પ્રાકૃતિક સંસાધનો. ઈશ્વરે આપણને બુદ્ધિ અને પ્રતિભા પણ આપી હતી – છતાં આપણે બીજા ઔદ્યોગિક રાષ્ટ્રોના લોકોની સરખામણીમાં બદતર હાલતમાં જીવીએ છીએ અને એ અંતર સતત વધી રહ્યું છે. દેશ આશા ગુમાવી રહ્યો હતો. આપણે આવી રીતે જીવતા ન રહી શકીએ. આપણે બધું જ ધરમૂળથી બદલવું પડે તેમ હતું. આ કારણથી મને જરા ય અફસોસ નથી કે મહામંત્રી તરીકે હું થોડાં વધુ વર્ષ સુધી સત્તામાં ચીટકી ન રહ્યો. માર પક્ષે એ અનૈતિક અને બેજવાબદાર ગણાય. મને ભાન થયું હતું કે આપણા જેવા સમાજમાં આટલો મોટો સુધાર કરવો અઘરો અને જોખમી હતું, પણ આજે મને લાગે છે કે 1985માં આપણે જે લોકતાંત્રિક સુધારા કર્યા હતા તે ઐતિહાસિક રીતે સાચી દિશામાં હતા. હું થોડા સંદેહ પણ તમારામાં આશા સાથે મારા હોદ્દાનો ત્યાગ કરું છું. આપણે એક મહાન સામ્રાજ્યના વારસદાર છીએ અને તેને એક આધુનિક અને ગૌરવશાળી દેશ બનાવીશું.”
અલવિદા, મિખાઈલ ગોર્બાચેવ.
(પ્રગટ : “મુંબઈ સમાચાર” / “ગુજરાતમિત્ર”, 18 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


गांधी सारी दुनिया में हैं – मूर्तियों में ! एक जानकारी बताती है कि कोई 70 देशों में गांधीजी की प्रतिमा लगी है. भारतीय सामाजिक-राजनीतिक जीवन में गांधी 1917 में प्रवेश करते हैं और फिर अनवरत कोई 31 सालों तक, अहनिर्श संघर्ष की वह जीवन-गाथा लिखते हैं जिसे हिंदुत्व की धारा में कु-दीक्षित नाथूराम गोडसे की तीन गोलियां ही विराम दे सकीं. लेकिन एक हिसाब और भी है जो हमें लगाना चाहिए: कितने देशों में गांधी-प्रतिमा को खंडित करने की वारदात हुई है ? संख्या बड़ी है. गांधी के चंपारण में, मोतिहारी के चर्खा पार्क में खड़ी गांधी की मूर्ति पिछले दिनों ही खंडित की गई है. ऐसे चंपारण दुनिया भर में हैं. अमरीका में अश्वेतों ने भी, ‘ब्लैकलाइफ मैटर्स’ जुंबिश के दौरान गांधी-प्रतिमा को नुकसान पहुंचाया था. ऐसी घटनाओं से नाराज या व्यथित होने की जरूरत नहीं है. फिक्र करनी है तो हम सबको अपनी फिक्र करनी है जो लगातार गहरी फिक्र का बायस बनती जा रही है.
जब मैं हिंदुत्व की बात कहता हूं तब मेरा आशय अंध-संकीर्णता से है. यह संकीर्णता भी दुनिया भर में फैली है, बढ़ रही है. इंग्लैंड ने ऋषि सुनक की जगह लिज़ ट्रस को प्रधानमंत्री चुनना ऐसी ही संकीर्णता का ताजा उदाहरण है. कंजरवेटिव दल के सदस्य श्वेत चमड़ी व ब्रिटिश मूल की अवधारणा से चिपके हैं जबकि ब्रिटिश जनता ज्यादा उदारता से सोचती व बरतती है. सभी जानते हैं कि यदि ब्रिटेन में आज आम चुनाव हो जाए तो सुनक की जीत होगी. सुनक अच्छे प्रधानमंत्री होंगे कि ट्रस, सवाल यह है ही नहीं. सवाल यह है कि संकीर्णता फैल रही है कि उदारता ? लगता है कि सारी दुनिया में यह दौर संकीर्णता को सर पर उठाए घूम रहा है. यह संकीर्णता सत्ता की ताकत पा कर ज्यादा हमलावर व ध्वंसकारी होती जा रही है. इसी ने तो गांधी को गोली भी मारी थी न ! गोली से गांधी मरे नहीं; बहुत व्यापक हो गए. उनकी सांस्कृतिक व सामाजिक-राजनीतिक स्मृतियां भारतीय मन में जड़ जमा कर बैठ गईँ. संकीर्ण सांप्रदायिकता ने ऐसे परिणाम की आशा नहीं की थी. इसलिए अब सत्ताप्रेरित संकीर्णता उनकी उन सारी स्मृतियों को पोंछ डालना चाहते हैं जिससे उसकी क्षुद्रता-विफलता सामने आती है. गांधी के खिलाफ तब वामपंथियों ने चेयरमैन माओ का प्रतीक खड़ा किया था, हिंदुत्व वाले नाथूराम गोडसे का प्रतीक खड़ा करने में जुटे हैं. हम याद रखें कि इन सबके अपने-अपने गोडसे हैं. सब अपने प्रतीक को खड़ा कर रहे हैं लेकिन जो खड़ा नहीं हो पा रहा है और जिसे खड़ा करने में किसी की दिलचस्पी भी नहीं है वह है लोकतंत्र का आम नागरिक. गांधी इसी की हैसियत बनाने व बढ़ाने में जीवनपर्यंत लगे रहे.
‘ઓપિનિયન’ના વાચકો પત્રકાર-લેખક અરુણ ગાંધીના પુત્ર અને મણિલાલ ગાંધીના પૌત્ર એટલે કે ગાંધીજીના પ્રપૌત્ર તરીકે તુષાર ગાંધીથી સારી રીતે પરિચિત હશે. તાજેતરમાં તેઓના બે પુસ્તકો ‘Let us kill Gandhi’ અને ‘Lost Diary of Kastur – my Baa’ની ભેટ આપણને મળી છે.
ભારતના ચારેય ખૂણે કોમી દાવાનળની આગમાં ભડકે બળતી હતી અને દેશને તેના નવજન્મ સમયે જ ભરખી જશે તેવો ભય હતો.