Opinion Magazine
Number of visits: 9743609
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતીલેક્સિકૉનના ઉત્કર્ષમાં ધીરુબહેન પટેલની કેડીએ મારી જાતરા

અશોક કરણિયા|Diaspora - Features, Opinion - Opinion|10 June 2023

અશોક કરણિયા

ધીરુબહેન પટેલ — આ નામના ઉચ્ચારણ સાથે મન નવપલ્લવિત બની જાય છે અને હાથપગ થનગનાટ અનુભવતા જાય છે. આ વ્યક્તિત્વ એટલે સતત સ્મિત વેરતું, કાળજી-સંભાળ લેતું એક જાજરમાન માણસ. આ સજ્જન વ્યક્તિત્વે જાણે કે અનેક વિશ્વઅનુભવોને ગૂંજે ભરી રાખ્યા હોય; દરેક પગલે, જે કોઈ કામ હાથ લીધું હોય તેમાં ઊર્ધ્વગામી સોપાન સર થયાનું નરવું ચિત્ર ઊપસતું જ ભાળીએ. નવલકથાલેખન હોય, ફિલ્મ માટેનાં સંવાદ લખવાનાં હોય, નાટકો લખવાનાં હોય, ગાંધી વિચારનાં મશાલચી બનવાનું હોય, અનુવાદ કરવાનો હોય; પરંતુ આ જીવે આ અને આવાં અનેક ક્ષેત્રે મજબૂતાઇએ સોપાન સર કર્યાં જ હોય. આ દરેક ઉપરાંત, એમની અગાઢ ખિલવણી તો માતૃભાષા ગુજરાતીની ખેવનામાં અને તે વાણી રાણીનાં વકીલ બનીને ઝઝૂમતા રહેવામાં રહેતી હતી. એમણે ગુજરાતીને પોષણ આપ્યું છે, તેના પ્રસારપ્રચારનાં કાર્યોંમાં અગ્રદૂત બની જવાનું જોયું છે. ટૂંકમાં, પોતાના હરેક કામ વાટે ગુજરાતીના વિકાસને સારુ એમણે આપ્યાં તમામ કામો દેદીપ્યમાન રહ્યાં છે.

અમારે મન, ધીરુબહેનની અમાપ સેવા ગુજરાતીલેક્સિકૉનના વિકાસમાં તેમ જ ભગવદ્દગોમંડળ સંપુટના ડિજિટલ અવતારમાં પારાવાર ખીલતી રહી છે. દરેક સ્તરે એમની હૂંફ, એમનું માર્ગદર્શન તથા એમની સક્રિય દરમિયાનગીરીને કારણે આ સમૂળું કામ સભર સભર બની ગયું છે.

ગુજરાતી ભાષા પ્રતિના પ્રેમને કારણે ધીરુબહેન ભણી સતતપણે હું ખેંચાતો રહ્યો.

ઈસ્વીસન 2004ની એ સાલ હતી. ગુજરાતી લેક્સિકૉનના રચયિતા રતિલાલ ચંદરિયાએ મને ખોળી કાઢ્યો. એમણે કરેલા મહાકાય કામમાં ભાષાનાં સઘળાં પાસાંઓ આમેજ છે કે નહીં તે તપાસી જોવાનો મને એમણે આદેશ કરેલો. ગુજરાતીલેક્સિકૉન કાર્યક્ષેત્રને સારુ જૂથ ઊભું કરવાને માટે એમણે અમને જોતરી દીધેલા. જુવાનીનું જોમ, હણહણતું યૌવન, તેમ જ ન્યોછાવરીને લીધે અમે સૌ એમાં જાણે કે મચી પડ્યા. આ દિવસોમાં રતિભાઈએ (રતિકાકાએ) વિપુલ કલ્યાણી જોડે મારો ભેટો કરાવ્યો. વિપુલભાઈ વરસો જૂના રતિકાકાના વિશ્વાસુ સાથીદાર અને મુખ્ય પ્રેરક રહ્યા છે. આરંભના સમયગાળ વેળા લંડન ખાતે એ આ યજ્ઞમાં કાકાના સાથીદાર રહેલા તથા આ કામને સારુ કાકાને સહાયક બની રહ્યા હતા. આમ વિપુલભાઈ અમને વિલે પારલે ખાતે મળ્યા. અમારી અવિરત બેઠકો થઈ. રતિકાકાનાં સપનાં અંગે એમણે અમને તલસ્પર્શીપણે માહિતગાર કર્યા. અહીં સુધીનાં કાકાએ આદર્યાં કામની જાણકારી આપી. અમે સૌ આ કામનાં ઊંડાણને તાગી શક્યા છીએ કે નહીં તેમ જ આ મહાભારત કામની ધૂંસરી વહી શકીએ છીએ કે નહીં તે ય સાથેસાથે તપાસતા જતા હતા. અને પછી તો અમે સૌ આ પ્રકલ્પને વ્યવહારમાં લાવવાને સારુ મચી પડ્યા. છેલ્લામાં છેલ્લી ઇન્ટરનેટ ટેકનોલોજીને આપણા વારસાને ઉજાગર કરવાને મથતા આ કામને સારુ કાર્યાન્વિત કરવાની મને તાલાવેલી. આમ અમે ગુજરાતીલેક્સિકૉનને ઇન્ટરનેટ પર સ્થાપિત કરવાનો મનસૂબો રાખ્યો.

અમારો ઉત્સાહ અપ્રતિમ હતો. અમે પ્રગતિ સાધવાને સારુ ઝંપલાવ્યું હતું ને. અને પછી આ મહાકાય પ્રકલ્પના લોકાર્પણની બાબત સામે આવીને ખડી રહી ગઈ હતી. મેં તેને સારુ નકશો બનાવી કાઢેલો. તેમાં વિપુલભાઈ ઉપરાંત ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ તેમ જ મનસુખભાઈ શાહની સક્રિય સહાયતા ઉમેરાયા કરી. આ લોકાર્પણને સારુ રતિકાકા અતિથિ વિશેષની શોધમાં હતા. અને વિપુલભાઈએ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના તત્કાલીન પ્રમુખ ધીરુબહેન પટેલનું નામ સૂચવ્યું. અમારે સૌને માટે તે વેળા સરેરાશ અજાણ્યું નામ. અમે ચોતરફી વિચારણા કર્યા કરી અને છેવટે એ સૂચનને વળગી રહ્યા. આજે વિચારું છું તો સમજાય છે કે એ કેટલું ઉમદા અને મજબૂત સૂચન હતું ! વિપુલભાઈને ધીરુબહેનનો પરિચય; તેથીસ્તો એમણે રતિકાકા તથા અમારી જોડે ધીરુબહેનની મુલાકાત ગોઠવી આપી. અમે અમારાં સપનાંની તંતોતંત વાત એમની સામે મૂકી. ધીરુબહેન તો રાજીરાજી થઈ ગયેલાં. એમણે લોકાર્પણ કરવા માટે અમારી લાગણીનો સહર્ષ સ્વીકાર કર્યો અને સમયોચિત અતિથિ વક્તવ્ય આપવાની વાતને મંજૂર રાખી.

અમે પછી અમે સતત મળતાં રહ્યાં. જેમ જેમ લોકાર્પણનો અવસર નજીક આવતો ગયો તેમ તેમ અમારું અરસપરસ હળવું-મળવું વિસ્તરતું જ ગયું. રતિકાકાના નિવાસસ્થાન ‘સુધાકર’માં તેમ જ ધીરુબહેનનાં નિવાસસ્થાન, ‘હંસરાહ વાડી’ ખાતે અમારી બુદ્ધિશક્તિનું વલોણું સતત ફર્યાં કરતું. કેટલીક વાર વિપુલભાઈ પણ અમારી સાથે ચર્ચાવિચારમાં સામેલ રહેતા. આ બધી મુલાકાતો મારે માટે કેળવણીની અમૂલ્ય ખાણ બની રહી છે. આ બેઠકોમાં ચાની પ્યાલીઓ જોડે નિતનવા નાસ્તાઓ અને ક્યારેક ગોકુલ આઈસક્રીમ આરોગતાં આરોગતાં જે રજૂઆતો થતી, પ્રાસંગિક બયાનો થતાં અને અનુભવોની લ્હાણ કરાતી તે મારે માટે ઉત્તમ કેળવણીનો પુંજ હતો. ધીરુબહેનનાં પાયાગત મૂલ્યો તથા આદર્શો મારે માટે જાણે કે જીવતાં જાગતાં ‘ગીતા પ્રવચનો’ હોય તેમ જડાઈને રહ્યાં.

ધીરુબહેન, આમ, અમારાં કામનાં અત્યન્ત ઉત્સુક ટેકેદાર સ્થાપિત થયાં. આ પ્રકલ્પને ચરિતાર્થ કરવાના ભગીરથ કામમાં એ પરોવાયેલાં રહ્યાં. એમના મનમાં એક વાત દીવા જેવી સ્પષ્ટ હતી : આ પ્રકલ્પ ગુજરાતી ભાષાને સારુ અગત્યનું ઓજાર બનવાનો હતો. ગુજરાતી ભાષાની જાળવણી સારુ રતિલાલ ચંદરિયા અને અને આ યુવાનો સક્રિયપણે સમર્પિત છે તેની એમને પાકી ખાતરી થઈને રહી. એમને ય થતું હતું કે આ પ્રકલ્પમાં એ ય પૂરેવચ્ચ જોડાયેલાં છે. આમ સૌ કોઈએ આ પ્રકલ્પને સહાય કરવી જોઈએ અને અ મંડળીનો સતત આભાર માનવો જોઈએ એવી લાગણી એમને રહેતી હતી.

જેમ જેમ ગુજરાતી લેક્સિકૉનના લોકાર્પણ માટેનાં વાર-તારીખ નજીક ને નજીક આવતાં ગયાં, તેમ તેમ હું વધુ ને વધુ કામોમાં ખૂંપતો જતો હતો. પ્રચાર-પ્રસારનાં કામો, લોકાર્પણ માટેનાં સાધનો તેમ જ અવસરની ગોઠવણ-વ્યવસ્થાનાં કામોએ મને પોતાપણામાં ગૂંથી મેલ્યો. રોજેરોજ અમે વીસેક કલાક આ કામમાં જ પરોવાયેલા રહેતા. ધીરુબહેન વચ્ચે વચ્ચે ફોન કરીને પડપૂછ કરતાં અને અમને હૂંફ આપ્યાં કરતાં. વળી, માની કાળજીભરી હૂંફ જાણે કે અમે મેળવતાં ન હોય તેમ તે કહ્યાં ય કરતાં : ‘ચિંતા ન કરશો બધું જ સરસ થઈને રહેશે. તમે સૌ સંભાળ લેજો, સાંચવજો.’

અને છેવટે, એ નિયત સમય આવી લાગ્યો. જાણે કે ઘડિયો જ અવસર. ગુજરાતલેક્સિકૉન પ્રકલ્પે ચોમેર ગુંજારવ ખડો કરી મેલ્યો. લોકાપર્ણ કરવા સારુ કહેવાતી બડી મોટી હસ્તીઓને સામેલ કરવાની સૂચનાઓ થતી આવી. પરંતુ રતિકાકા પૂરા સ્પષ્ટ-મત હતા : ‘આ પ્રકલ્પનું લોકાર્પણ તો એક માત્ર ધીરુબહેન પટેલ જ કરશે.’ દરેક ક્ષેત્રના અગ્રેસરો અવસરે હાજર હતા; થોડાક દાખલાઓ જોઈએ, એચ.ડી.એફ.સી.ના તત્કાલીન અધ્યક્ષ દીપકભાઈ પારેખ, પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ વીરેનભાઈ શાહ, કોટક ગ્રૂપના સુરેશભાઈ કોટક, વગેરે. અવસર પહેલાં અમે એક અગત્યના રાજકારણી આગેવાનને ય મળ્યા હતા અને એમનો ય ટેકો મેળવ્યો હતો. ધીરુબહેન પટેલે ગુજરાતીલેક્સિકૉનનું આમ 13 જાન્યુઆરી 2006ના જાહેર લોકાર્પણ કર્યું અને આ પ્રકલ્પને જગતને અર્પિત જાહેર કર્યો.

તે અવસરે ધીરુબહેન પટેલનું વક્તવ્ય એક સીમાસ્થંભ સમું રહ્યું. વિચક્ષણ અને સ્વપ્નદૃષ્ટા હોવાને કારણે એમને આ નવી ટેકનોલોજીનાં મહત્ત્વને પામવાને સારુ વાર લગીર ન લાગી. વિદેશે વસતાં ગુજરાતીઓ તેમ જ ભારતમાંના નગરજીવન વચ્ચે રહેનારા અસંખ્ય ગુજરાતીઓની ભાવિ પેઢીને માટે આ ટેકનોલોજીનો કેવો જબ્બર ઉપયોગ હશે તે પામતાં એમને વાર નહોતી લાગી. ગુજરાતી ભાષા પ્રત્યેના અગાધ લગાવ અને સ્નેહને કારણે એમનું વક્તવ્ય અનેકોને પ્રોત્સાહિત કરતું હતું. આપણા જાણીતા સાહિત્યકાર સુરેશ દલાલ તો કહેતા હતા, જગત ભરમાં પથરાઈ ગુજરાતી જમાતને ખૂણેખૂણે આ વક્તવ્યની નકલ પહોંચવી જરૂરી છે. અને તેમ કરવાની આપણા દરેકની ફરજ બને છે.

રતિકાકાનું સપનું આ ગુજરાતીલેક્સિકૉન પ્રકલ્પ વાટે હવે સાકાર થતું હતું. અમને દેખાતું હતું કે ચોમેર લોકો ગુજરાતીલેક્સિકૉન સારુ રાહ જોઈને બેઠા હતા. ઈન્ટરનેટ તથા કોઈક પ્રકારની અગમ્ય શુભ કામનાઓને પરિણામે ગુજરાતી લેક્સિકૉન હવે ભારતનું સૌથી ભાષાકીય પોર્ટલ તરીકેનું સ્થાન શોભાવતું હતું. અમારું જૂથ સમય સમયે નવાં નવાં, વિધ વિધ, વિશિષ્ટો અંગો ઊમેરતું હતું. ધીરુબહેન, વિપુલભાઈ, ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ આ સઘળી વિચારબદ્ધ યોજનાઓમાં સક્રિયપણે સામેલ હતાં. અસંખ્ય પારિતોષિકો તેમ જ અમાપ પ્રશસ્તિઓ વચ્ચે ગુજરાતી જમાતમાં ઉપરતળે આની જે અસર ઊભી થઈ હતી તેથી કોઈ મોટું પારિતોષિક હોઈ શકે તેમ અમને જણાતું જ નહોતું. વિલાયતસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ વિપુલ કલ્યાણીના “ઓપિનિયન” સામયિક સૌજન્યે ગુજરાતીલેક્સિકૉનનું વળી ડાયસ્પોરાના મહાનગર લંડનમાં જાહેર લોકાર્પણ થયું. રતિલાલ ચંદરિયા અને અશોક કરણિયા ઉપરાંત અવસરે અતિથિ વિશેષ ડૉ. ભીખુ પારેખ, ‘ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ’ના ધીરુભાઈ ઠાકર, ડાયસ્પોરાના જાણીતા પત્રકાર તથા અધ્યાપક પ્યારઅલી એમ. રતનસી, તેમ જ તત્કાલીન અકાદમી પ્રમુખ વલ્લભ નાઢા અવસરે પૂરેવચ્ચ હાજર હતા. આમ જગતને ચોક હવે ગુજરાતીલેક્સિકૉન પ્રસરી ગયું હતું.

ધીરુબહેનને કારણે રતિભાઈ ચંદરિયાનું ગુજરાતીલેક્સિકૉન સપનું સાકર થયું. અને હવે પોરસાઈને અમે એક બીજો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ લીધો. ગૂજરાત વિદ્યાપીઠના ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’નું ડિજિટલાઇઝેશન સમ્પન્ન કર્યું. આ ઉદ્દેશ પાર પડે તે સારુ વિપુલભાઈએ વરસો લગી અથાક મહેનત લીધી હતી. તે મહેનત આખરે ફળી રહી. રતિકાકાની ઉષ્માભરી સતત હૂંફનું જ આ પરિણામ હતું.

હવે લાગતું હતું કે ગુજરાતીલેક્સિકૉન નામે હણહણતો ઘોડો દરેક ગુજરાતીનાં હૃદયે અને કમ્પયુટરે થનગનતો હતો. પરંતુ ન રતિકાકા, ન ધીરુબહેન, કે પછી ન તો હું પલોંઠ મારી પ્રશસ્તિના ઓડકાર ખાતાં બેસી રહ્યાં હતાં. ગુજરાતીલેક્સિકૉનની સફળતા બાદ, અમે આથી ય એક મોટા લક્ષ્યબિંદુ ભણી નજર ટેકવી હતી. રતિકાકાને વરસોથી લાગ્યા કરતું હતું કે ભગવદ્દગોમંડળને આમ જનતાની વચ્ચે મૂકી દેવું છે. ભગવદ્દગોમંડળ એટલે ગુજરાતી ભાષાની મહાન સાંસ્કૃતિક ઘટના. ગુજરાતીઓનાં એ એક વિશાળકાય કાર્ય અને મહામૂલી વિરાસત. ગોંડલના દૂરંદેશ રાજવી ભગવતસિંહજીએ છવ્વીસ વરસોનાં તપને ઓવારે આપણી જમાતને ધરેલું ભવ્યતાતીત ભવ્ય કામ. આ સર્વજ્ઞાનસંગ્રહકોશમાં 2.81 લાખથી વધુ શબ્દો આમેજ કરાયા છે. તેમાં 8.22 લાખ અર્થ અપાયા છે. અને વળી કુલ મળીને 9,200 પૃષ્ટોનો આ સંપુટ છે. આમ અમે કંઈક વિશેષપણે ભગીરથ કામ હાથ ધરવાનું ગોઠવતા હતા.

અને પછી, ધીરુબહેન મચી રહ્યાં. પરિણામે અમારા એ મશાલધારી આગેવાન બની ગયાં. ગોંડલ સુધરાઈની કચેરીની મુલાકાત લેવા અમે સાથે ગોંડલ જવા નીકળી પડ્યાં. કૉપીરાઇટના ધણીધોરી સુધરાઈ હતી અને અમે રજા મંજૂરી મેળવીને જંપ્યાં. આ પ્રવાસમાં અમે મકરન્દભાઈ દવેને મળવાને ભાગ્યશાળી ય થયાં.

પરિણામે સન 2008 દરમિયાન 18 ઍપ્રિલના દિવસે ભગવદ્દગોમંડળનું ડિજિટલાઇઝેશન કરવાનું આદર કર્યું. એ શુભ દિવસ મહાવીર જયંતીનો ય હતો. આ સમૂળા પ્રકલ્પનાં આગેવાન મશાલચી ધીરુબહેન પટેલ હતાં. એમણે લાગતીવળગતી અગત્યની વ્યક્તિઓ જોડે સંપર્ક કરવાનું રાખેલું. તેમાં ભાષાશાસ્ત્રી કીર્તિદાબહેન શાહનો ય સમાવેશ હતો. વળી, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના સમર્થ જાણકારો અને અમારા જૂથ જોડે તો અલબત્ત એ સંકળાયેલા જ રહ્યાં. કેટકેટલી વખત અમે વારસાગત જટિલતાઓને કારણે કે પછી ભાષા તજ્જ્ઞોના સહકારના અભાવને કારણે અટવાઈ જતાં. ધીરુબહેન તરત અમારી વહારે ધાતાં. જરૂરી હોય ત્યાં ફોનસંપર્ક કરી લેતાં અને પરિણામે ગુજરાતી ભાષાશાસ્ત્રીઓનો ટેકોસહાય ય મેળવીને જંપતાં. આમ અમારી પ્રવૃત્તિ વણથંભી આગળ ધપતી રહી. ભગવદ્દગોમંડળ અંગેની સમગ્ર પ્રવૃત્તિમાં એ સતત સંકળાયેલાં રહ્યાં. અમારા રોજબરોજના સવાલોના ઊકેલ મેળવી દેતાં. અમને હૂંફટેકો દેતાં રહેતાં. નતનવા વિચારો ય અમારી ગૂંજે ભરી દેતાં. ટૂંકમાં સદાય અમારામાં ઉત્સાહ પ્રેર્યાં કરતાં. દરેક વેળા અમે મૂંઝવણમાં હોઈએ કે તરત ધીરુબહેન હસતાં હસતાં કહેતાં : ‘થઈ જશે’. અને એમ જ થતું. આમ વિશ્વાસનું ભાથું એ બંધાવીને જ રહેતાં. જાદુઈ ચિરાગ હોય તેમ આખરે પરિણામ જોવા મળ્યું !

રતિકાકાને ચિંતા રહેતી : એ ધીરુબહેનને કહેતા કે પોતાની આવરદામાં આ પ્રકલ્પનું કામ સમ્પન્ન થશે તેની એમને કોઈ ખતરી નથી. ધીરુબહેન એમને વિશ્વાસ બંધાવતાં અને કહેતાં, પોતે ખુદ બધી તાકાત લગાવશે અને રતિકાકાની આવરદામાં જ તે સફળતા બક્ષશે. ધીરુબહેન તો  જીવનકાર્યનાં અડીખમ મશાલચી હતાં ને. ભાષા સંબંધી અમારા અનેક કોયડાઓનો તથા પડકારોનો ઊકેલ કાઢીને જ રહ્યાં. મને અને મારાં જૂથ-સાથીદારોને ટેકનોલોજી પર જ ધ્યાન આપવાનું સૂચવ્યાં કરતાં.

ભગવદ્દગોમંડળના અવતરણને 26 વરસ લાગેલાં, પરંતુ આવા આવા હૂંફટેકાને કારણે અમે ફક્ત બાર મહિનાની અંદર જ આ ડિજિટલાઇઝેશનનનું ભગીરથ કામ પાર પાડી શક્યા હતા. હા, માત્ર એક વરસથી ય એ ઓછો સમયગાળો ! આ ખુદ એક વિક્રમ હતો. અત્યન્ત શિસ્તભર્યાં વાતાવરણમાં આ પ્રકલ્પનું કામ હાથ ધરાયું હતું. ત્રણ ત્રણ જૂથમાં સમાન્તરે આ ગંજાવર કામ હાથ ધરાયેલું હોઈ કોઈ ભૂલથાપ વગરનું આ કામ અમે પરિપૂર્ણ કરી શક્યાં હતાં.

ધીરુબહેને રામનવમીના સપરમા દિવસે, 03 ઍપ્રિલ 2009ના દિવસે આ ભગવદ્દગોમંડળની ડિજિટલ આવૃત્તિને જાહેરમાં લોકાર્પિત કરી. ભગવદ્દગોમંડળની ડિજિટલ આવૃત્તિએ સફળતાના અનેક દરવાજા ઉઘાડી આપ્યા અને અમારો વ્યાપ અનેકગણો વધારી દીધો. છએક માસમાં તો, ભગવદ્દગોમંડળની મૂળ મુદ્રિત આવૃત્તિની સરખામણીએ ક્યાંય વિશેષ સંખ્યાએ તેનો સધિયારો લીધો. આટલું કમ હોય તેમ અમારા આ ભગવદ્દગોમંડળની ડિજિટલ આવૃત્તિને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાની ફેડરસ સરકારની ‘લાઇબ્રેરી ઑવ્‌ કાઁગ્રેસ’ની સૂચિમાં તેનું સ્થાન નિશ્ચિતપણે અંકિત કરાયાનું જાણ્યું. હવે ફરી વખત ભગવદ્દગોમંડળનો દબદબો જામતો હતો અને તેની લોકભોગ્યતા પણ  વધવધ થયા કરતી. ગોંડલના રાજવી ભગવતસિંહજી આમ પોતાની વારસાઈ મૂડી નવોદિત પેઢી સુધી પહોંચતી જોઈને સંતોષ લેતા હશે !

ભગવદ્દગોમંડળના ઉત્તર લોકાર્પણ ગાળામાં મારે કલ્પનાતીત પ્રૉફેશનલ ઊબડખાબડ પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો. ધીરુબહેને મને અમદાવાદ છોડી જવાની સલાહ આપી અને મુંબઈ જઈને એમ.એન.સી.માં નોકરી કરવાને સમજાવ્યો. મારે સારુ જરૂરી સિફારસ પણ કરવાને સારુ એમણે તૈયારી બતાવી. મૂંઝવણભર્યા તથા તાણના તેમ જ અંધાધૂંધીના આ સમૂળા સમયગાળા દરમિયાન, એ મારી અડખેપડખે જ હતાં અને મને હૂંફ આપ્યાં કરતાં. એમની સહાયને કારણે મારો વિશ્વાસ ફેર બંધાયો અને ફરી વાર જોતરાઈ જવાને સારુ કટિબદ્ધ થયો.

ધીરુબહેન, કાકા, વિપુલભાઈ, ઉત્તમકાકા અને ગુજરાતીલેક્સિકૉન જૂથસભ્યોએ એક સાથે અનેક કામો હાથ ધર્યાં અને ભાષાનાં કામોમાં આગળ ધપતાં રહ્યાં. લોક કોષ, રમતગમત, મોબાઇલ ઍપ્સ તો તેના માત્ર થોડાક દાખલાઓ છે. ધીરુબહેનને ગાંધીજી માટે ખાસ આકર્ષણ હતું. અમે અમારા આ ગમતીલા પ્રકલપ સારુ વખત વખત પર વિચારવિમર્શ કરતાં રહેતાં. એ અમારું અધૂરું સપનું છે. અમને અત્યન્ત સમૃદ્ધ ‘ગાંધી હેરિટેજ પોર્ટલ’ની રચના કરવાના ઓરતા હતા. આને સારુ અમે ઍપ્રિલ 2011 વેળા સાબરમતી આશ્રમ પ્રિઝરવેશન ઍન્ડ મેમોરિયલ ટૃ્સ્ટ સમક્ષ એક અધિકૃત સૂચિત રજૂઆત પણ કરી રાખી હતી. પરંતુ તેનું કોઈ પરિણામ આજ આવ્યું નહીં.

ધીરુબહેન પટેલના સમગ્ર સાહિત્યને ડિજિટલાઇઝ્ડ કરીને ગુજરાતી લેક્સિકૉન પોર્ટલ પર કાયમી સ્થાન આપવાના મને મનોરથ હતા. આને સારુ હું 2012માં એમને મળવા ય ગયો હતો. પૂરતી ધીરજ સાથે એમણે મને સાંભળ્યો હતો. અને પછી કહે, આ સરસ યોજના છે. પરંતુ પ્રકાશકોની આવકમાં આથી ઘટાડો આવશે. માટે તેને ટાળીએ. આ સન્નારીની કેવી તે આ ઊંચાઈ ! આ તે કેવું ઉદ્દાત તાદાતમ્ય !

મારી લંડન ખાતે બદલી થઈ ત્યાં લગી હું એમને મુંબઈ અને અમદાવાદમાં નિયમિતપણે મળ્યા કરતો. અમારું અરસપરસ મળવાનું ઘટ્યું જરૂર હતું, પરંતુ મૈત્રી અને દેવળ ગુજરાતીલેક્સિકૉન વતી સંગાથે કામ કરતાં જ હતાં. ધીરુબહેન અમને પોરસાવ્યાં કરતાં અને લેખકોને પ્રોત્સાહિક કરતાં રહેતાં કે જેથી બાળલેખન મળ્યાં કરે. બાળ હરીફાઈની યોજના એ એમની દેણ હતી. અને તેથી તો એ મૈત્રીને અને સાથીદારોને સતત સક્રિય સહાય કરતાં રહેતાં. રતિલાલ પ્રેમચંદ ચંદરિયા સ્મારક [RPC Memorial] અવસરે ગુજરાતી ભાષાને ક્ષેત્રે જેમણે જીવનભરનું યોગદાન આપ્યું છે તેનું ઉચિત સન્માન કરવાનું અમે વિચારતા હતાં. વ્યક્તિ અને સંસ્થા – જેમણે પાયાનું કરી જાણ્યું હોય તેમને આમાં સામેલ રાખવાનું વિચારતા હતાં. ધીરુબહેને સહસા ‘ગુજરાતી વિચાર મંચ’નું નામ સૂચવી દીધું.

લંડનથી હું પાછો ફર્યો ત્યાં સુધીમાં તો ધીરુબહેને અમદાવાદમાં વસવાટ કરવાનું શરૂ કરી દીધું હતું અને ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ જોડે સક્રિયપણે કામ કરવાનું ય શરૂ દીધેલું. જાણે કે એ જ એમનું નિવાસસ્થાન બની રહ્યું. અને જાતભાતની નાનીમોટી પ્રવૃત્તિઓમાં ટેકેદાર બની જઈ એ રચ્યાંપચ્યાં રહ્યાં. છેવટે ગુજરાતી લેક્સિકૉન ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ સાથે જોડાઈને રહ્યું તેમાં ય કદાચ એમનો જ અગત્યનો ફાળો હોય તેમ પણ બને. જાણે કે ગુજરાતી ભાષાના ઉત્કર્ષ સારુ આ બન્ને, એમની ગમતીલી  સંસ્થાઓને, જોડવાનું અગત્ય એમને લાગ્યું હોય.

ધીરુબહેને મારા જીવનમાં બહુ અગત્યનો નોંધનીય ફાળો આપ્યો છે. લગ્નજીવન, ધંધોધાપો અને તેની ચડઊતરાણ ટૂંકો, નવી રોજગારી, લંડન વસવાટ જેવી અનેક બાબતો વિશે એ મારાં રોજબરોનનાં માર્ગદર્શક બની ગયાં હતાં. એમની આ ડહાપણ ભરેલી સલાહ, હૂંફાળું આદાનપ્રદાન, માવતર શો પ્રેમ તેમ જ અસીમ પરિશુદ્ધ સ્નેહની મને ખોટ સતત હવે લાગ્યા કરવાની છે. એમના જીવન અનુભવો તથા પ્રાસંગિક બયાનો મને જોમવંત રાખતા. એમની માનવતા તથા પ્રેમાળ કાળજીસંભાળનો જોટો મળવો દુર્લભ રહેવાનો છે. હવે એમની હેતાળ વર્ષા છંટકાવ ને હંસરાજ વાડીની મુલાકાતોની ગેરહાજરી મને સતાવ્યા કરવાની છે. એ નિર્વ્યાજ સ્નેહે સતત તરબોળ કરતા રહેતાં. કોઈ પણ જાતના સ્વાર્થ વિના ધ્યેયને સારુ એમનું લક્ષ્યાંક જોવા મળતું તેની ખોટ લાગતી રહેવાની જ છે.

જેમ જેમ વરસો વીતતાં ગયાં, તેમ તેમ અમારી વચ્ચેનો તંતુ મજબૂત બનતો ગયો અને હું તેમ જ મારી પત્ની કોમલ એમની બુદ્ધિમતા તથા સાદગી જોઈને તાજૂબ બની જતાં. અમને એમની વાત સાંભળવી બહુ જ ગમતી. એ અમને પોષણ આપતી. મહાત્મા ગાંધી સાથેનાં અનુસંધાન તથા સ્મરણો એક તરફ, અને બીજી પાસ ફિલ્મ દિગ્દર્શકો જોડેની અરસપરસ મિલન-વાતો અમને તરબતર રાખતાં. કોમલ અને ધીરુબહેન ઘણો સમય સાથે ગાળતાં રહેતાં. અમે આ બધું લાંબા સમયગાળા સુધી સંભાર્યા કરીશું. મારા જીવનમાં એમની આ પધારમણી મારા માટે મહામૂલી મૂડી છે. હું એમની કનેથી ખૂબ લાભ્યો છું. મારે માટે તો ધીરુબહેન એક આધ્યાત્મિક સંત હોય તેવી લાગણી રહ્યા કરી છે.

ધીરુબહેને, એક દા, કાકાને કહેલું, સ્વર્ગ પ્રવેશ માટેની તમારી ટિકિટ પાક્કી છે. હળવાશથી અને સજ્જડ વિશ્વાસ સાથે એમની આ વાત મારા મનમાં જડાઈ ગઈ છે. સ્વર્ગમાં બેઠાં બેઠાં એ બન્ને ગુજરાતી ભાષાના ઉત્કર્ષ સારુ કોઈક યોજના ઘડતાં રહેતાં હશે, તેની મને આથી પાક્કી ખાતરી છે.

એમના આખરી દિવસો દરમિયાન, ગુજરાતી ભાષાના ઉત્કર્ષ સારુ નવી નવી યોજના ઘડવા બાબત મારી સાથે વાત એ કર્યા કરતાં. ધીરુબહેનનો ભાષાપ્રેમ અપ્રતીમ હતો અને એમનો એ વારસો અમે તંતોતંત સાચવી શકીએ તેવી અભ્યર્થના …         

(મૂળ અંગ્રેજી સ્મરણાંજલિનું ગુજરાતીકરણ : વિપુલ કલ્યાણી)
[03-04 ઍપ્રિલ 2023]
(2,462 શબ્દો)        
પ્રગટ : “વિશ્વવિહાર”; મે – જૂન 2023

Loading

सावरकर पर फिल्म का टीज़र: झूठ का पुलिंदा

राम पुनियानी|Opinion - Opinion|9 June 2023

देश में दक्षिणपंथी विचाधारा का बोलबाला बढ़ने के साथ ही ऐसी फिल्में बनाई जाने लगी हैं जो लोगों को बाँटतीं हैं, सांप्रदायिक राष्ट्रवाद के नायकों को महिमामंडित करतीं हैं और कुछ समुदायों को खलनायक के रूप में प्रस्तुत करती है. इनमें पद्मावत, सम्राट पृथ्वीराज, गाँधी विरुद्ध गोडसे, कश्मीर फाइल्स और केरला स्टोरीज शामिल हैं. इनमें से कई विशुद्ध प्रोपेगेंडा फिल्में हैं, जिन्हें कलात्मक स्वतंत्रता की नाम पर जनता को परोसा जा रहा हैं और कई बहुत अश्लील भी हैं. निर्माता ऐसी फिल्में बनाने को आतुर हैं क्योंकि उनमें से कुछ स्वयं दक्षिणपंथी विचारधारा में यकीन रखते हैं और कुछ को यह पता है कि वर्तमान सत्ताधारी अपने राजनैतिक लक्ष्यों को हासिल करने के लिए उनकी फिल्मों का प्रचार करेंगे और वे अच्छी कमाई कर सकेंगे.

ऐसी फिल्मों की श्रृंखला की ताज़ा कड़ी ‘स्वातंत्र्यवीर सावरकर’ का टीज़र गत 28 मई (2023) को जारी किया गया. उस दिन सावरकर का 140वां जन्मदिन था और उसी दिन को नए संसद भवन के उद्घाटन के लिए चुना गया था. यह टीज़र केवल 73 सेकंड का है. परन्तु इतने कम समय में भी यह ढेर सारी झूठी और मनगढ़ंत बातें कहता है, जिनका उद्देश्य हिन्दू राष्ट्रवाद के नायक सावरकार का महिमामंडन है. सावरकर आरएसएस में नहीं थे परन्तु उनकी पुस्तक “हिंदुत्व ऑर हू इज़ ए हिन्दू”, संघ का वैचारिक आधार है. चूँकि आरएसएस ने स्वतंत्रता संग्राम में हिस्सा नहीं लिया था इसलिए वह लगातार स्वाधीनता की लड़ाई के ऐसे नकली नायक गढ़ने में लगा रहता है जो उसके राजनैतिक एजेंडा के अनुरूप हों. इस सिलसिले में सावरकर उसे बहुत प्रिय हैं. ऐसा इसलिए क्योंकि अपने जीवन के शुरूआती आधे हिस्से में वे ब्रिटिश-विरोधी क्रन्तिकारी थे. उनके जीवन के इसी हिस्से को उद्दृत करते हुए हिन्दू राष्ट्रवादी उनकी तारीफों के पुल बांधते रहते हैं.

अटलबिहारी वाजपेयी के नेतृत्व वाली एनडीए सरकार के कार्यकाल के दौरान सन 1998 में संसद भवन में सावरकर के तैलचित्र का अनावरण किया गया था. इस मुद्दे पर जो बहस छिड़ी उसमें उनके जीवन के दूसरे हिस्से पर भी चर्चा हुई, जब वे हिन्दू राष्ट्रवाद के चिन्तक के रूप में उभरे, उन्होंने द्विराष्ट्र सिद्धांत का प्रतिपादन किया और अंग्रेज़ सरकार का साथ दिया.

अपने शासनकाल में वाजपेयी, सावरकर को भारत रत्न से नवाज़ना चाहते थे परन्तु इस प्रस्ताव को तत्कालीन राष्ट्रपति के.आर. नारायणन ने ख़ारिज कर दिया. इसके बाद भी अंडमान जेल में सावरकर की नामपट्टिका तो लगा ही दी गई. पिछले नौ सालों से नरेन्द्र मोदी देश पर राज कर रहे हैं और इस दौरान हर साल सावरकर की जयंती खूब ज़ोरशोर से मनाई गई और इस साल, उनकी जयंती पर संसद के नए भवन का उद्घाटन किया गया.

टीज़र कहता है कि केवल कुछ ही लोगों ने वास्तविक रूप से ब्रिटिश सरकार के खिलाफ संघर्ष किया और स्वाधीनता संग्राम में शामिल अधिकांश लोग केवल सत्ता के लोभी थे. यह उन सब भारतीय क्रांतिकारियों का अपमान है जो सावरकर की तरह माफ़ी मांग कर सेलुलर जेल से बाहर नहीं आये बल्कि वहीं अपनी जान गंवा दी. यह उन लाखों लोगों का भी अपमान है जिन्होंने 1920 के असहयोग आन्दोलन, 1930 के नागरिक अवज्ञा आन्दोलन, दांडी यात्रा और 1942 के भारत छोड़ो आन्दोलन में भाग लिया. यह भगत सिंह, चंद्रशेखर आजाद और उनके जैसे अनेकानेक क्रांतिकारियों का भी अपमान है जिन्होंने अपनी जान हथेली पर रखकर ब्रिटिश साम्राज्य के खिलाफ लड़ाई लड़ी. यह नेताजी और उनकी आजाद हिंद फ़ौज का भी अपमान है.

टीज़र हमें यह जानकारी भी देता है कि अगर गाँधीजी ने अहिंसा पर जोर नहीं दिया होता तो भारत को 35 साल पहले अर्थात 1912 में ही आज़ादी मिल गई होती! ऐसा लगता है कि फिल्म की पटकथा का लेखक शायद कल्पनालोक का स्थाई निवासी है. सन 1912 में सावरकर अंडमान जेल में थे, कांग्रेस के वरिष्ठ नेता बालगंगाधर तिलक मांडले जेल में और गाँधी दक्षिण अफ्रीका में थे. यह स्पष्ट है कि अहिंसा ने देश को स्वतंत्र करवाने में महत्वपूर्ण भूमिका निभाई. भगत सिंह जैसे क्रांतिकारियों ने भी आगे चलकर कहा कि अहिंसक जनांदोलन ही देश को स्वाधीनता की राह पर ले जा सकता है.

टीज़र में यह भी दावा किया गया है कि सावरकर ही खुदीराम बोस, भगत सिंह और नेताजी सुभाषचंद्र बोस के प्रेरणास्त्रोत थी. झूठ की भी कोई हद होनी चाहिए! खुदीराम बोस सन 1908 में 18 साल की उम्र में शहीद हो गए थे. सन 1857 के स्वाधीनता संग्राम पर सावरकर की किताब इसके कई सालों बाद आई. सावरकर स्वयं 1906 से लेकर 1911 तक लन्दन में थे. जहाँ तक भगत सिंह का सवाल हैं, उन्होंने कई अन्य पुस्तकों के साथ-साथ, सन 1857 पर सावरकार की किताब और उनकी एक अन्य किताब ‘हिन्दू पद पादशाही’ का उल्लेख ज़रूर किया है परन्तु प्रेरणा स्त्रोत नहीं बल्कि उद्धरण के स्त्रोत के रूप में. भगत सिंह के प्रेरणा स्त्रोत थे ग़दर पार्टी के नेता करतार सिंह सराभा, जिनकी फोटो वे हमेशा अपने साथ रखते थे और लेनिन, जिनका साहित्य उन्होंने आदि से अंत तक पढ़ा था.

भगत सिंह और सावरकर में कोई तुलना ही नहीं है. सावरकर ने अंग्रेजों से क्षमायाचना की थी और यह भी कहा था तक जिस तरह से ब्रिटिश सरकार चाहे, वे उस तरह से उसकी सेवा करने को तैयार हैं. उन्होंने द्वितीय विश्वयुद्ध में ब्रिटिश सेना को मज़बूत बनाने में अपना पूरा योगदान दिया और उन्हें सरकार की तरफ से 60 रुपये प्रति माह की पेंशन भी मिलती थी. जब भगत सिंह को फांसी दी गयी तब सावरकर ने एक शब्द भी नहीं कहा.

कई माध्यमों का इस्तेमाल कर यह अफवाह उड़ाई जाती है कि सुभाषचंद्र बोस ने सावरकर की सलाह पर आजाद हिंद फ़ौज का गठन किया था. इसमें तनिक भी सच्चाई नहीं है. सच तो यह है कि जिस समय आजाद हिन्दू फ़ौज अंग्रेजों से लड़ रही थी उस समय सावरकर ब्रिटिश सेना की मदद कर रहे थे. बोस समग्र राष्ट्रवाद के हामी थे जबकि सावरकर धर्म-आधारित राष्ट्रवाद और द्विराष्ट्र सिद्धांत के पैरोकार थे. बोस सावरकर और जिन्ना दोनों के आलोचक थे. उन्होंने दोनों से अनुरोध किया था कि वे एक साथ मिलकर आज़ादी की लड़ाई में शामिल हों परन्तु ये दोनों राष्ट्रीय आन्दोलन को कुचलने में अंग्रेजों की मदद करते रहे.

अपने अख़बार ‘फॉरवर्ड ब्लाक’ में एक लेख में बोस ने लिखा था, “सांप्रदायिक विभाजनों पर जोर देकर और सभी मुसलमानों को एक सा बतलाकर हिन्दू महासभा, भारतीय राष्ट्रीयता को अकल्पनीय क्षति पहुंचा रही है…हम श्री सावरकर की खातिर भारत की भलाई में राष्ट्रवादी मुसलमानों के योगदान को नज़रअंदाज़ नहीं कर सकते.”

अपनी किताब ‘द इंडियन स्ट्रगल’ के दूसरे भाग में बोस ने लिखा कि, “उस समय जहाँ जिन्ना केवल यह सोच रहे थे कि वे अंग्रेजों की मदद से पाकिस्तान के निर्माण की अपनी योजना को कैसे साकार करें वहीं सावरकार, अंतर्राष्ट्रीय हालात से पूरी तरफ नावाकिफ थे और केवल यह सोच रहे थे हिन्दू किस तरह सैन्य प्रशिक्षण हासिल कर भारत में ब्रिटिश सेना में प्रवेश कर सकते हैं.”

फिल्म के टीज़र पर प्रतिक्रिया व्यक्त करते हुए नेताजी की पुत्री अनीता बोस ने ‘द टाइम्स ऑफ़ इंडिया” से कहा, “महात्मा गाँधी की तरह, नेताजी भी धार्मिक भिन्नताओं के आधार पर लोगों को बांटने के खिलाफ थे. सावरकर के अनुयायी भारत के बारे में नेताजी के दृष्टिकोण का समर्थन करें, न कि उनका उपयोग ऐसे विचारों के प्रचार के लिए करें जो कि निश्चित रूप से उनके नहीं थे.”

बहरहाल, इन दिनों भारत की फ़िल्मी दुनिया दक्षिणपंथी हिन्दू ताकतों के सेवा में जुटी है और विशुद्ध झूठ पर आधारित सावरकर पर फिल्म इसका एक और उदहारण है.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
https://www.navjivanindia.com/opinion/the-entire-teaser-of-the-film-on-savarkar-is-a-bundle-of-lies-the-communal-agenda-is-clear-article-by-ram-puniyani07/06/2023

Loading

જ્ઞાનસેતુ’માં જ્ઞાન સિવાય બધું જ છે ..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|9 June 2023

રવીન્દ્ર પારેખ

2023થી નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં ગુજરાતનો શિક્ષણ વિભાગ એવો રઘવાયો થયો છે કે તમામ સ્તરે શાલેય શિક્ષણની પથારી ફરવામાં કૈં બાકી રહ્યું નથી. એટલા બધા તરંગો સાહેબોને ફૂટે છે કે તઘલખ તો પાછળ રહી ગયેલો લાગે ! બહુ દૂર ન જતાં માત્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં જે તુક્કાઓથી કામ લેવાઈ રહ્યું છે તે જોતાં તો નવો ભંગાર જ હાથ લાગે છે. આમ તો આ બધું શિક્ષણની ગુણવત્તા સુધારવા થાય છે, પણ એમાં કૃપાગુણ મળે એવી સ્થિતિ પણ નથી. ગુજરાતના શિક્ષણ વિભાગને મનોચિકિત્સાની જરૂર છે, કારણ તે વારંવાર અસ્થિર મનોદશાનો જ પરચો આપતો રહ્યો છે. એનાં નિર્ણયોમાં સ્થૈર્ય અને ધૈર્ય સતત ખૂટતાં રહ્યાં છે.

રાજ્ય પરીક્ષા બોર્ડે 20મી માર્ચે એક પરિપત્ર બહાર પાડ્યો, જેમાં ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (GSRS), જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ (GSDS), રક્ષાશક્તિ સ્કૂલ્સ (RSS) શરૂ થવાની વાત હતી ને તેને માટે રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તારવીને, તેમને ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની ગણતરી હતી. મૂળ ઉદ્દેશ તો 6થી 12 ધોરણના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડવાનો હતો. હેતુ સારો, પણ આયોજનમાં ભારે ઉતાવળ હતી, તે એ રીતે કે 23મીએ પરિપત્ર થયો ને 23મીથી જ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરાયું ને 5 એપ્રિલ સુધીમાં તો તે પૂરું પણ કરી દેવાયું. 27 એપ્રિલે આ પ્રવેશ પરીક્ષા લેવાવાની હતી જેમાં સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં 1થી 5 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ જ પાત્ર હતા.

આ બધું આકર્ષક લાગે એવું હતું, પણ એને માટે ફાળવાયેલો સમય ઓછો હતો. 23 માર્ચથી 5 એપ્રિલના 12 દિવસમાં ફોર્મ ભરવાનું દરેક માટે અનુકૂળ બને જ એવું ન હતું. ઘણાંને એની માહિતી ય પહોંચી ન હોય એમ બને. વધારામાં 27મી એપ્રિલે પરીક્ષા હતી. એ જ ગાળામાં વાર્ષિક પરીક્ષાઓ પણ હતી. એટલે ક્યાં ય પૂરું ધ્યાન કોઈનું જ ન રહે એ સ્થિતિ હતી. ગમ્મત એ હતી કે RTEની કલમ 15 મુજબ કોઈ પણ શાળામાં પ્રવેશ માટે પરીક્ષા ન લઈ શકાય એવું કાયદાએ ઠરાવેલું હતું ને સરકાર જ એ કાયદાને ભૂલીને ધોરણ 6માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હતી. આવું કરીને સરકાર ભેદભાવ ઊભો કરી રહી હતી. એક તરફ સમાન શિક્ષણની વાતો ચાલતી હોય ત્યાં એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનાર વધુ લાયક અને સ્કૂલની પરીક્ષા પાસ કરનાર ઓછો લાયક એવો ભેદ ઊભો થતો હતો. તે એ રીતે કે એન્ટ્રન્સ પાસ કરનારને ખાનગી સ્કૂલોમાં જ્ઞાનશક્તિ કે જ્ઞાનસેતુ હેઠળ શિક્ષણની તકો મળવાની હતી ને વધુ ટકા આવ્યા હોય તો પણ પ્રાથમિકના વિદ્યાર્થીની પાત્રતા ઓછી એટલે હતી, કારણ તે એન્ટ્રન્સમાં બેસવાનો ન હતો. એક સગવડ એવી પણ હતી કે પ્રાથમિકમાં 6 પાસ થનાર પણ એન્ટ્રન્સ ટેસ્ટ આપીને જ્ઞાનસ્કૂલોમાં જઇ શકે, પણ તેણે અભ્યાસ તો ધોરણ 6નો જ કરવાનો રહે. એટલે કે પાસ થયો હોય તો પણ ધોરણ 6માં નાપાસ થયો હોય તેમ તેણે ધોરણ 6 રિપીટ કરવું પડે. લાગે છે, આમાં ‘જ્ઞાન’નો ક્યાં ય પણ ઉપયોગ થયો છે? એક તરફ વગર પરીક્ષાએ બબ્બે વર્ષ માસ પ્રમોશન અપાયું હોય ને બીજી બાજુએ 6ની પરીક્ષા પાસ થયો હોય તેને નાપાસ ગણાય એ કોઈ રીતે યોગ્ય ન હતું. એના કરતાં તો ‘જ્ઞાન’નો લોભ છોડીને ગૌરવભેર ધોરણ સાતમાં પ્રવેશવું વધારે ડહાપણ ભરેલું હતું. જે સ્કૂલ શરૂ જ ન થઈ હોય એ પાસ થયેલાને પણ નાપાસ ગણે એ તો ગુજરાતમાં જ બને.

એ દુ:ખદ હતું કે આ ભેદ ગુજરાતની જ સ્કૂલોમાં પાડવામાં આવી રહ્યો હતો. વધારે આઘાતજનક તો એ હતું કે જ્ઞાન સ્કૂલોમાં પ્રવેશ પરીક્ષા માટે તૈયાર તો પ્રાથમિકનો શિક્ષક જ કરાવી રહ્યો હતો, જ્યાં પછી એ વિદ્યાર્થી પ્રવેશ લેવાનો ન હતો. એવા તો 53,000થી વધુ વિદ્યાર્થીઓ તૈયાર કરવાના હતા ને એ ખાનગી  સ્કૂલોમાં જવાના હતા ને એને લીધે જે તે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઘટ પડવાની હતી. ટૂંકમાં, કોમન ટેસ્ટ માટે તૈયારી કરાવીને શિક્ષકો પોતાની સ્કૂલમાં જ વિદ્યાર્થીઓની ઘટ ઊભી કરવાના હતા. જે પ્રાથમિકનો શિક્ષક બીજી સ્કૂલો માટે હોંશિયાર વિદ્યાર્થી તૈયાર કરાવી શકે એ સ્કૂલો પર સરકારને જ ભરોસો ન હતો ને એવી  સ્કૂલના વિદ્યાર્થીઓને તે ખાનગી સ્કૂલોને સોંપવાની હતી. સાચું તો એ છે કે સરકારની જ દાનત નથી કે પ્રાથમિક સ્કૂલો ગુણવત્તાવાળી થાય, બાકી, બીજી સ્કૂલો માટે હોંશિયાર વિદ્યાર્થી તૈયાર કરી આપે તે શિક્ષક પોતાની સ્કૂલ માટે તૈયાર ન કરે એવું બને ખરું?

એવી જ્ઞાનસ્કૂલો શરૂ કરનારી સરકારે, એની વ્યવસ્થાઓ અને ગુણવત્તા અંગે આજ સુધી ફોડ પાડ્યો નથી  કે એ કઇ રીતે પ્રાથમિકથી જુદી હશે? લાગે છે એવું કે નવું સત્ર જૂન, 2023માં શરૂ થયું ત્યાં સુધી સરકાર પાસે કોઈ વ્યવસ્થા કે સ્પષ્ટતા ન હતી. જ્ઞાનસ્કૂલોની જે વાતો હતી તે 6થી 12 ધોરણ સુધીની હતી ને એ વાત વિચારણામાં આવી ત્યારથી જૂન સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય હતું. એ વાત નક્કી હતી કે આ ઘોડું દશેરાએ જ દોડવાનું નથી. એમ જ થયું. આ અંગેનો લેખ 13 એપ્રિલે ‘છનો છક્કો’ શીર્ષકથી આ જ કોલમમાં કરેલો. તેમાં લખેલું, ’… સરકારને વળી નવો તુક્કો સૂઝે ને એ બધું જ બંધ કરી દે તો વાત જુદી છે.’

– ને ગઈ સાત જૂને સરકારે જ્ઞાનસેતુ સ્કૂલ પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત કરી. પાંચ લાખથી વધુ બાળકોએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી એનું રિઝલ્ટ આવવાનું બાકી છે, પણ તે પહેલાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ નવો તુક્કો આવે ત્યાં સુધી અભરાઈએ ચડાવી દેવાયો છે. આટલું કરીને સરકાર અટકતી નથી, તે તરત જ બીજી યોજના લઈને આવી પહોંચે છે. જ્ઞાનસ્કૂલો રાતોરાત જ્ઞાન સ્કૉલરશિપમાં પલટાઈ જાય છે. શિક્ષણ વિભાગની ખાસિયત એ છે કે તે પોતાની યોજના લાવે છે તો તેના ફાયદા ગણાવે છે ને રદ્દ કરે છે તો તેનાય ફાયદા ગણાવે છે. એની ખૂબી એ છે કે એ નુકસાનમાં જતી નથી. બીજા જતા હોય તો તે તેમનું નસીબ !

સ્કૂલો હવે સ્કૉલરશિપમાં ફેરવાઇ ગઈ છે. ’જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ પ્રોજેક્ટ’માં મુખ્ય મંત્રી ઉમેરાયા છે ને આખી યોજના ‘મુખ્ય મંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’ તરીકે ઓળખાશે. હવે તેજસ્વી વિદ્યાર્થીઓ સ્કૂલો બદલ્યા વગર પણ સ્કોલરશિપ મેળવી શકશે. 6થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 20 હજાર સરકાર ખાનગી સ્કૂલોને ચૂકવવાની હતી, તે હવે સ્કૉલરશિપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ખાતાં મારફત સીધાં ચૂકવશે. આ રીતે દર વર્ષે 2030 સુધી 30 હજાર વિદ્યાર્થીઓને ચૂકવાશે. કમાલ એ છે કે જ્ઞાનસેતુ સ્કૂલોમાં 53,000થી વધુ વિદ્યાર્થીઓની સઘળી વ્યવસ્થા કરવા સરકાર તૈયાર હતી, પણ સ્કોલરશિપ તે 30 હજારથી વધુ વિદ્યાર્થીઓને ચૂકવી શકે એમ નથી. સીધો 23 હજાર વિદ્યાર્થીઓને ફટકો !

30 જાન્યુઆરી, 2023ને રોજ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ હેઠળ 400 પ્રાઇવેટ, ગ્રાન્ટેડ સ્કૂલો શોધીને તેને નાણાં ચૂકવવાની યોજના હતી, જેનું બાળમરણ થતાં એટલું થશે કે ખાનગીને ઉત્તેજન ઘટશે અને સ્કૉલરશિપ વિદ્યાર્થી પામશે. કોમન ટેસ્ટમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થી ઈચ્છે તે સ્કૂલમાં એડમિશન લઈ શકશે. જો કે એ એવી સ્કૂલો હશે જેનું છેલ્લાં પાંચમાંથી ત્રણ વર્ષમાં 80 ટકાથી વધુ રિઝલ્ટ આવ્યું હોય. વિદ્યાર્થી ખાનગી સ્કૂલમાં એડમિશન લે તો તેને વર્ષે 20થી 25 હજાર ખાતામાં ચૂકવાશે. ગ્રાન્ટેડ સ્કૂલના કિસ્સામાં તે રકમ 5થી 7 હજાર હશે. વિદ્યાર્થી ગ્રાન્ટેડ કે સરકારી સ્કૂલમાં એડમિશન લે છે તો તે સ્કૂલને પણ પ્રોત્સાહનરૂપે વર્ષે ચાર હજાર સુધીની વિદ્યાર્થી દીઠ સહાય અપાશે. વધારામાં આવા વિદ્યાર્થીઓને મફત બસ પાસની સગવડ પણ અપાશે. ધોરણ 9થી 12 માટે જ્ઞાનસાધના સ્કોલરશિપનો વ્યાપ પણ વધારાયો છે. મેરિટને આધારે 4 વર્ષ માટે 25 હજાર સુધી સ્કોલરશિપ અપાશે જે 9થી 10માં 22 હજાર અને 11થી 12માં 25 હજાર હશે.

લાગે છે ને કે સરકાર લહાણી કરવા બેઠી છે ને દરેકને ગજા પ્રમાણે ‘ઉછામણી’ કરી રહી છે. જો કે, આ સ્કૉલરશિપનો વિચાર પણ આજની તારીખ પૂરતો જ સાચો માનવાનો રહે. કાલે કોઈ નવો તુક્કો સૂઝે તો આનું પણ પડીકું વળી જાય એમ બને. સરકાર સિવાય અત્યારે તો કશું પણ અહીં સ્થાયી નથી. વારુ, સ્કોલરશિપમાં પણ ઘણી ઉદારતા દાખવાઈ છે, તે એ રીતે કે ગ્રાન્ટેડ સ્કૂલોને ગ્રાન્ટ મળે છે ને સરકારી સ્કૂલોનો તો બધો ખર્ચ સરકાર ઉપાડે છે, તો તેને 2થી 4હજારની લહાણી કોના જીવ પર થવાની તેનો  જવાબ મળતો નથી. બીજો મુદ્દો એ પણ ખરો કે સ્કૉલરશિપની રકમ ખાતામાં જમા થવાની છે. એ રકમ વિદ્યાર્થીના ભણતર પાછળ જ ખર્ચાશે એની કશી ખાતરી નથી. વિદ્યાર્થીના વાલીઓ એ રકમ અંગત ઉપયોગ માટે વાપરે તો તેને રોકવાનું મુશ્કેલ છે. તો, પ્રશ્ન એ થાય કે સ્કોલરશિપ વિદ્યાર્થી માટે છે કે વાલી માટે? કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું નથી. આવવાનું છે કે નહીં એની પણ કશી સ્પષ્ટતા નથી. જ્ઞાનસેતુ સ્કૂલ પ્રોજેક્ટ રદ્દ થયો એમ જ પરિણામ પણ રદ્દ થાય તો નવાઈ નહીં ને વિદ્યાર્થીઓએ વળી એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની થાય તો આઘાત ન લાગે, કારણ, શિક્ષણ વિભાગ પરિપત્રો અને પરીક્ષાઓ પર જ તો જીવે છે …                                                

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 જૂન 2023

Loading

...102030...1,1431,1441,1451,146...1,1501,1601,170...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved