નાની અમથી દુનિયા
મોટા મોટા પ્રદેશો
દરેક પ્રદેશમાં મોટા મોટા લડવૈયા
દરેક લડવૈયાની મોટી મોટી બંદૂકો
દરેક બંદૂકના મોટા મોટા ધડાકા
બધાંને દુનિયાની ચિંતા
દુનિયાને બધાંથી ચિંતા
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()
નાની અમથી દુનિયા
મોટા મોટા પ્રદેશો
દરેક પ્રદેશમાં મોટા મોટા લડવૈયા
દરેક લડવૈયાની મોટી મોટી બંદૂકો
દરેક બંદૂકના મોટા મોટા ધડાકા
બધાંને દુનિયાની ચિંતા
દુનિયાને બધાંથી ચિંતા
![]()
ખ્યાતનામ તુર્કી કવિ નાઝિમ હિકમેતના કાવ્ય ‘Seviyorum Seni’નો મારો અનુવાદ.
°
હું પ્રેમ કરું છું તને
જેમ કે નમકમાં જરા ડૂબાડીને રોટી ખાવી
જેમ કે ધગધગતા તાવથી રાતે ઊઠી જઈ
નળને સીધું મોં લગાવીને પાણી પીવું
જેમ કે ટપાલીએ પહોંચાડેલું ભારેખમ પેકેજ ખોલવું
જેની અંદર શું છે એનો જરાય અંદાજ ના હોય
ફફડાટ, સુખ, આશંકા
હું પ્રેમ કરું છું તને
સમંદર પરની પહેલી ઉડાનની માફક
ઈસ્તંબુલના આભમાં હળવેકથી અંધારું ઉતરે ત્યારે
મારી અંદર જાગતી હિલચાલની જેમ
હું પ્રેમ કરું છું તને
જીવન માટે ભગવાનનો આભાર માનતો હોઉં એમ.
![]()
બાપુ, તમારા મરી ગયા પછી
દશા અગિયારમું બારમું
તેરમું ચૌદમું
માસિયો છમાસિયો વરસી
બધુંય બરાબર સરાવી દીધું હતું.
મારેતમારે હવે કંઈ નહિ કહીને
દર્ભ વડે પિંડ પણ કાપી નાખ્યા હતા.
અને તે પછી પણ –
ગયાજી જઈને શ્રાદ્ધ સરાવ્યું, પ્રયાગતીર્થ જઈ
સંગમઘાટે નાળિયેર હોમી
તર્પણ પણ કર્યું.
તમે જ કહો બાપુ,
હવે તો મારેતમારે કંઈ નહિ ને ?
—
અને ગાંધીબાપુ
તમારીય આ બધી વિધિ અમે નથી કરી ?
તમે જ કહો !
—
![]()

