એની તરફેણ
કરતાં-કરતાં
એટલો તો હું
અળગો થઈ ગયો
મારા અવાજથી,
કે
હવે …
હું
જે કૈં બોલું
એ બની જાય છે ‘ચીસ’!!!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 15
![]()
એની તરફેણ
કરતાં-કરતાં
એટલો તો હું
અળગો થઈ ગયો
મારા અવાજથી,
કે
હવે …
હું
જે કૈં બોલું
એ બની જાય છે ‘ચીસ’!!!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 15
![]()
ખોદકામ કરતાં
વીસમી સદીનું શહેર મળી આવ્યું.
પોતાની પ્રચંડ મુઠ્ઠીમાં ચોળીને
કાગળનો ડૂચો કરી નાખેલું.
થાકેલાં યંત્રચક્રો, ઠૂંઠાં જેવી મિલની ચીમનીઓ,
યંત્રયુગની એટલી જ નિશાની,
બાકી સ્થિતિ મોહેન્જોદરો જેવી.
હાથેક ક્યાં ય પણ ખોદો, પથ્થર મૂર્તિ સિંદુર લીંપેલી.
ક્યાંક મોં પર સૂંઢ નહીં
તો કોઈની પૂંછડી અડધી તૂટેલી.
સારું થયું,
આ વરસે મ્યુઝિયમની ગેલેરી સરસ સજાવીશું.
ધર્મ નામનું નાટક
આવનારી પેઢીઓને બતાવીશું.
અરે, આ પાટિયું કેવું?
‘પરબ સર્વ જાતિ-ધર્મ માટે’
એટલે કે માણસ માણસ વચ્ચે શું હતી
ઊંચનીચની ઉતરડ ?
સારું થયું,
એવું શહેર તો
ભોંયમાં ભંડારી દેવા લાયક જ હતું.
કેવો એ યંત્રયુગ?
વીસમી સદીમાં એ તો હતું પાષાણ યુગનું દર્શન.
અનુવાદ : ડૉ. જી.કે. વણકર, અનુવાદ સહાય : ડૉ. રચના પ્રદીપકુમાર પોળ
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 15
![]()
હરિ, ક્ષમા કરજો
જો સાચું બોલુંચાલું,
મને તમારા કરતાં પણ છે
કોઈ વધુ વ્હાલું ….
ખરું પૂછું તો પૂજન – અર્ચન
કર્યું ફક્ત એ બીકે,
તમે કદાચને સુવા ના દો
અમને એક ઓશીકે –
હરિ, હું તમને જોઉં તો લાગે
એની ભીતર મ્હાલું …..
હરિ, કહો કે કેવી રીતે
આપણે સાથે રહીએ?
હરિ, તમે હૈયે લો ત્યારે
હોઉં છું એને હૈયે,
હોઉં તમારી સાથે ત્યારે
એની સાથે ચાલુ ….
0
e.mail : ravindra21111946@gmail.com
![]()

