1.
હું તો,
પાકો,
વિરોધી છું!
દારુની છૂટનો,
કંઈક બિચારી,
નારીની હાય,
સરકારને,
લાગશે,
તો,
પ્રાયશ્ચિતરૂપે,
રામ મંદિરમાં,
મંજીરા,
વગાડવા,
પડશે..!!!
•
2.
મારી આંખમાં આંખ પોરવવા હેસિયત જોઈએ,
ગમની બાદબાકી કરી ગણવા હેસિયત જોઈએ.
મારી આપવીતી હકીકતથી હેબતાવું નહીં,
કિસ્સો સાંભળી ઘાંવ રુઝવવા હેસિયત જોઈએ.
મનમાં દર્દને દાબવા જીવન ધૂળ-ધાણી કર્યું,
સખ-દખ બેઉનો સાદ સાંભળવા હેસિયત જોઈએ.
દિલ સાબૂત રાખી સબુરીથી દર્દને જીરવ્યું,
ધીરજ કેળવી હાસ્ય તારવવા હેસિયત જોઈએ.
તારું મુખ હસતું રહે તેથી દર્દ છુપાવ્યું,
ચાંદો જોઈ અંધારને છળવા હેસિયત જોઈએ.
••
3.
ચાર પાતળી,
દિવાલના,
નવ-બાય-દસના,
રુમનું એકનું,
એક બારણું,
સવારે,
ખોલીને,
બહાર નીકળું,
ત્યારે હાશ!,
વર્ષો બાદ,
કાળ-કોટડીથી,
મુક્ત થયો હોઉં,
એવો,
અહેસાસ,
અનુભવીને,
ખોવાઈ ગયેલી,
જિંદગીને,
નયનની,
અટારીને,
ખેંચી-ખેંચી ને,
તા’ણું છું…!!!
e.mail addave68@gmail.com
![]()


અર્થશાસ્ત્રના બચાવમાં તેનો એ હેતુ દર્શાવાયો કે તે લોકોને તેમની વપરાશ સંતોષવા માટે સક્ષમ બનાવવાનો નથી, પરંતુ ગરીબી અને બીમારીનો અંત લાવવા માટે લોકોને સહાય કરવાનો છે. એક વાર એ સિદ્ધ થઈ જાય પછી તેનું મુખ્ય કાર્ય પૂર્ણ થયું ગણાય. દાર્શનિકો, સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, મનોવૈજ્ઞાનિકો વધુ ને વધુ એમ કહેતા જશે કે સુખાકારી અને દુઃખાકારીનાં કારણો માપી શકાય તેમ નથી. એ જ બાબત કેન્દ્રમાં આવીને ઊભી રહી. અર્થશાસ્ત્રીઓ તો પણ ઉપયોગી રહેશે. તેનું કારણ એ કે વસ્તુઓ અને સેવાઓમાં અછત તો પ્રવર્તશે જ. તેથી કાર્યક્ષમ ફાળવણીની જરૂર રહેશે જ, કમ સે કમ સમયની કાર્યક્ષમ ફાળવણી તો કરવાની રહે જ.
શું આપણા દેશમાં કે શું દુનિયાના બીજા દેશોમાં, નાટક, સાહિત્ય, ચિત્ર, શિલ્પ અને બીજી કલાઓ પર આજ સુધી જે-તે દેશની માઈથોલોજીની જબરી અસર રહી છે. આપણે ત્યાં રામાયણ-મહાભારત અને પુરાણોનાં પાત્રો અને પ્રસંગોને આધારે અનેક કૃતિઓ દરેક ભાષામાં રચાઈ છે. આવી એક કથા તે રાજા હરિશ્ચન્દ્રની વાત. નરસિંહ મહેતાથી કવિ દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન, કથા-વાર્તા વગેરેમાં આ કથા જોવા મળે છે. ભવાઈ ભજવાનારાઓ માટે પણ રાજા હરિશ્ચન્દ્રની કથા હાથવગી હતી. આનું એક કારણ એ કે સામાન્ય માણસ પોતાના જીવનમાં જે કરી ન શકે એવું કરનારાઓ પ્રત્યે તેને હંમેશાં અહોભાવ અને આકર્ષણ રહે છે. ગાંધીજી રાજકોટની સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમણે ‘હરિશ્ચન્દ્રનું આખ્યાન’ નામનું નાટક જોયું હતું. એ અંગે આત્મકથામાં ગાંધીજી લખે છે: “એ નાટક જોતો હું થાકું જ નહિ. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે.” ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ની ઓક્ટોબર ૨૦૧૮માં પ્રગટ થયેલી ‘સમીક્ષિત આવૃત્તિ’માં ત્રિદીપ સુહૃદ જણાવે છે તેમ ગાંધીજીએ જે નાટક જોયેલું તે આ રણછોડભાઈએ લખેલું નાટક.
