(બાળગીત)
મારી ચકીરાણી આભે ઉડાન ભરતી જાય,
એ ચકલી સરર સરર સરર ફરતી જાય;
કહેતી જાય, “ચાલો મારી સાથે હરવાફરવા.”
રસ્તે મળ્યા પોપટમાસા, ‘નમસ્તે’ એ કહેતી જાય,
એ ચકલી માન આપતી સરર સરર ચાલતી જાય;
કહેતી જાય, “ચાલો મારી સાથે હરવાફરવા.”
જોતાં કબૂતરનું ટોળું, મસ્તીની મોજ પડી જાય,
કબૂની સામે મોઢા મચડી આગળ એ વધતી જાય;
કહેતી જાય, “ચાલો મારી સાથે હરવાફરવા.”
ચકીરાણી આજ મોજ-મસ્તીમાં રમત રમતી જાય,
ખુશીઓનો ખજાનો લઈને ઉડાન એ ભરતી જાય;
કહેતી જાય, “ચાલો મારી સાથે હરવાફરવા.”
દેખાય વાદળ ત્યારે ધોધમાર વરસાદમાં નહાતી જાય,
વરસાદ થોભતા મેઘધનુષની રાહ આજ જોતી જાય;
કહેતી જાય, “ચાલો મારી સાથે હરવાફરવા.”
મારી ચકીરાણી આભે ઉડાન ભરતી જાય,
એ ચકલી સરર સરર સરર ફરતી જાય;
કહેતી જાય, “ચાલો મારી સાથે હરવાફરવા.”
e.mail : julisolanki110@gmail.com
![]()


Journalism of Courage એ The Indian Express દૈનિકનું સૂત્ર છે. હંમેશાં તરવરિયા તેજસના વ્યક્તિત્વમાં હિમ્મતના દેકાર-પડકારા હોતા નથી. પણ તેનું ધૈર્ય તેની સ્ટોરીમાં કેવી રીતે છે તે સ્ટોરીમાં જોઈ શકાશે.