‘હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું…’
વાહ કવિ!
ધરાર આમ અવળું જ …
તમે ભાષા કેવી ખીલવી,
આવનારી પેઢીએ એ જ તો રહી ઝીલવી!
લોકદર્શન પળેપળનું એમાં રહ્યું ફોરી
નગરજીવન દીધું આખું ઝકઝોરી!
વળી પેલા નિરાકારનાં ય કેવાં
ચિતરામણ દીધાં કરી!
એમ વળી ‘ગાયત્રી’નો યુગબોધ દીધો ધરી!
સ્વર્ગ કરતાં ય પૃથ્વીને ચાહી
શબ્દે-શબ્દે એની ઋતુઓ મહેકાવી!
‘પ્રવાલદ્વીપ’માં ભર્યો નર્યો આધુનિક જીવનમર્મ.
ટાગોરનો ય ઘૂંટ્યો મધુરસ, બસ,
શબ્દોને ટેરવે સાચવ્યા કર્યો માનવધર્મ!
… ફરવાને બહાને
તમે છંદનાં ને લયનાં ધરી દીધાં દર્પણ
સહુને કરાવ્યું એમાં જીવનદર્શન!
છેલ્લે-છેલ્લે સાધ્યો-ખીલવ્યો વનવેલ છંદ
કર્યા એમાં સંવાદો મૃત્યુનીનીયે સંગ!
એક થયા’તો સદીઓ પહેલાં નરસિંહ ભગત
એ જ આધુનિક રૂપે
ભાષામાં શું પ્રગટ્યા પાછા નવીન રૂપે
તમે હે નિરંજન ભગત!
શીખવી ગયા કાવ્યવાણી
ભાષા ગુજરાતીની વહ્યા કરશે.
ખળ… ખળ… સરવાણી…
૬ માર્ચ, ૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 10
![]()


એક વર્ષ પહેલાં એક ઇતિહાસકાર મિત્ર કે જેઓ માકપાનાં સદસ્ય પણ છે તેમની સાથે હું બેંગલુરુમાં લંચ કરી રહ્યો હતો. કમ્યુિનસ્ટ હોવા કરતાં પણ તેથી અલગ એક અભ્યાસી, મજાકિયા-હાજર જવાબી અને ક્રિકેટ પ્રેમી હોવાને લીધે તેઓ મારા સારા મિત્ર છે. મેં તેમને પૂછ્યું કે માકપા અધિવેશન સ્થળો પર જર્મન વિચારકો માર્ક્સ-એન્ગલ્સ અથવા રૂસી તાનાશાહો લેનિન અને સ્તાલીનનાં જ કેમ મોટાં-મોટાં પોસ્ટર જોવા મળે છે? શું આ રાજનૈતિક દળ માટે કોઈ પોતાનો ‘ભારતીય આદર્શ’ નથી? તેઓ ભગત સિંહનું તો સન્માન કરી જ શકે છે ને? ભગત સિંહ તો ભારતીય પણ હતા અને સાથે માર્કસવાદી પણ.
ઓગણીસ માર્ચે ચિનુ મોદીની પ્રથમ પુણ્યતિથિએ કવિસમ્મેલન સહિતનો સ્મૃિતવન્દના કાર્યક્રમ યોજવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુિનકેશનના મનીષ પાઠકને અભિનન્દન આપું છું. નજીકના સમયમાં દિવંગત થયેલા ચિનુ જેવા સાહિત્યકારોને આમ તરત યાદ કરવાનું સમુચિત કહેવાય. એથી આપણી સ્મૃિતમંજૂષામાં કેટલીક બહુસ્મરણીય તાજી વાતો ઉમેરાય ને મંજૂષા સમૃદ્ધ થાય. દૂરના સમયમાં થઇ ગયેલા દિવંગતોની ઉજવણી વખતે સંભવ છે કે વીગતોની ભેળસેળ થઈ જાય.