4થી અૅપ્રિલ 2018ના રોજ અમારા બ્રિટનનાં મહારાણીના અતિપ્રિય ને એમનાં હૃદયમાં સદાય વસેલા દેશો − હાજી, “કોમનવેલ્થ કન્ટૃીઝ”, જે એક જમાનામાં બ્રિટનની હકૂમત નીચે આ-રા-મથી કે પ્રમાદથી આનંદતા હતા, એ દેશોનું આ ભવ્ય સંમેલન − “રમત-ગમતનો અદ્વિતીય મેળાવડો” ઓસ્ટૃેલિયામાં, ક્વિન્સલેન્ડના ગોલ્ડકોસ્ટના વિશાળ સ્ટેિડયમમાં, ભારે દબદબાથી યોજાયો હતો. અફસોસ એ જ કે પહેલી વાર, વધતી ઉંમરને કારણે, મહારાણીના પ્રતિનિધિ તરીકે એમના પાટવી કુંવર – પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ અૉફ વેલ્સ, તેમના પત્ની સાથે પધાર્યા હતા.
ઉદ્દઘાટન વિધિ અત્યંત રોમાંચક ને ‘આલાગ્રાન્ડ’ હતી. ખાસ ધ્યાન પ્રેરે તથા અભિનંદનીય બાબત એ હતી કે એક વખતે જેઓને નહિવત્ કરવાના અનેક પ્રયાસો થયા હતા તે − ઓસ્ટૃેલિયાના આદિવાસીઓને ઉદ્દઘાટન વિધિમાં, શુકનપ્રેરિત અગ્રસ્થાન આપવામાં આવ્યું હતું. આ આદિવાસીઓએ તેઓના અત્યંત છટાદાર આદિવાસી નૃત્ય ને આદિવાસી રીત-રિવાજ મુજબ, પોતાની ભૂલાઈ જતી આગવી સંસ્કૃિતને, ઉદ્દઘાટન વિધિમાં તાદૃશ્ય રજૂ કરી હતી.
હવે મુખ્ય વાત પર આવીએ. આરંભમાં દરેક દેશના ખેલાડીઓ − ‘એથલીસ્ટ’ પોતાના દેશનો રાષ્ટૃધ્વજ ફરકાવતા ફરકાવતા, સંગીતના સૂરે કદમ મિલાવી ગૌરવભેર આવતા હતા. દૃશ્ય ખૂબ જ સુંદર હતું. વળી, સહુ, એક યા બીજી રીતે પોતાના દેશના રાષ્ટૃધ્વજના રંગોને આવરતા, પોતાના દેશના રાષ્ટૃીય પોષાકમાં સજ્જ થઈ કદમ મિલાવી ગૌરવભેર આગે કૂચ કરતાં હતાં. તે તે દેશનાં લોકો આ દૃશ્ય જોઈ કેટલો આનંદ ને ગૌરવ અનુભવતાં હશે!
અમે પણ અમારા મિત્રમંડળ સહિત, ચહા-નાસ્તાને ન્યાય આપતાં આ ભવ્ય કૂચનો આનંદ ટેલિવિઝન દ્વારા માણી રહ્યાં હતાં. ખાસ કરીને, આફ્રિકાના દેશોના ખેલાડીઓનો પોષાક અત્યંત સમુચિત, નયનરમ્ય તથા પોતાના દેશના રાષ્ટૃધ્વજને આબેહૂબ તાદૃશ કરતાં હતાં. અમે ખૂબ જ ઈન્તેજારીપૂર્વક ભારતની ટીમની કાગડોળે પ્રતિક્ષા કરી બેઠાં હતાં. અંદર અંદર થોડી ઘૂસપૂસ કરીને અમારા ધોળિયા મિત્રોને કહ્યું કે ભારતના રાષ્ટૃધ્વજના સુંદર – કેસરી, સફેદ, લીલા રંગોને આભૂષિત કરતો પોષાક ધરી ભારતીય ખેલાડીઓને જોઈ તમે મુગ્ધ થઈ જશો ! ને આ દૃશ્ય જોવા અમે મોંમાં તલસાંકળીનો કટકો ચગળતાં તલપાપડ થઈ બેઠાં હતાં. આ ત્રણ સુંદર રંગોનાં કૂરતા-કમીઝ, કે ઝભ્ભા, પંજાબી ડૃેસ સહિત દૂપટ્ટો કે કેસરી, સફેદ, લીલા રંગની સાડીોનાં દર્શન કદાચ થાય ! ને સ્મરણે ચડ્યું − અમે ભારતનો સ્વાતંત્રદિન ખૂબ જ ઉત્સાહભેર ઉજવતાં − એકલો સ્વાતંત્રદિન જ નહીં પણ આવા કોઈ મહા ઉત્સવ પ્રસંગે − કેસરી ઓઢણી, સફેદ બ્લાઉઝ ને સુંદર લીલા રંગનો ઘેરદાર ઘાઘરો પહેરી આઝાદીનાં ગીતો લલકારતાં ને નૃત્ય કરતાં. અત્રે, લંડનમાં બહેનોનું એક મંડળ – ભારતના રાષ્ટૃધ્વજના રંગોની સાડી પહેરી આનંદભેર 15મી અૉગસ્ટ ઉજવે છે ! તો આ ખેલાડીઓ તો ભારતના ને ભારતનું પ્રતિનિધિત્વ ધરી આ ઉત્સવમાં આવતાં હતાં. ખેર, મનુષ્યનું અળવીતરું મન આવા પ્રસંગે ક્યાંનું ક્યાં ય ઊપડી જાય છે ! 2012માં, અમારા લંડનમાં, ઓલિમ્પિકની રમગમતની ભવ્ય પરેડ ને તેમાં ઇન્ડિયાની ટીમના ‘ગોસ્મટાળા’ કો’કે યાદ કરાવ્યા ! અમે પ્રાર્થના કરી કે એવું અહીં ન બને ! અસ્તુ.

આખરે અમે કાગડોળે જે પરેડની રાહ જોતાં હતાં તેનું નામ બોલાયું : “નમસ્તે ઇન્ડિયા!” અમે આતુરતાથી કેસરી – સફેદ – લીલા રંગોનો માહોલ જોવા, ભારતનો રાષ્ટૃધ્વજ ઝાલી ઊભાં થયાં !! − ‘ઓહ ! નો !’ અમારાથી ચીસ પડાઈ ગઈ ! ભારતની ટીમ તદ્દન ‘કાળામસ’ સૂટમાં ! પુરુષો તો ઠીક પણ સ્ત્રીઓ સીખ્ખે ! − કૂચકદમ કરતાં દેખાયાં ! હા, રાષ્ટૃધ્વજનો રંગ કેસરી, સફેદ, લીલો જ હતો પરંતુ આખી ‘પલ્ટન’ ઘેરા કાળા રંગના ‘કોટ-પાટલૂન’માં ! અમે સાચ્ચેસાચ્ચ રડમસ થઈ ગયાં ! અમારાં ગોરાં દોસ્તો પણ આશ્ચર્યચકિત થઈ ગયાં ! અમને થયું કે કોના મૃત્યુની ‘કાણ’માં ભારતની ટીમ આવા વેષે નીકળી હતી ! કે પછી આટલાં વર્ષોની આઝાદી બાદ પણ અંગ્રેજોના શાસનને યાદ કરી, તેઓ જે પોષાક ને જે રંગનો પોષાક પહેરતાં હતાં તે આ ભવ્ય સમારોહમાં યાદ કરી, ‘ગોરારાજ્ય’ને બિરદાવતાં હતાં !! વળી કોઈકે કહ્યું કે ત્યાં ભારતમાં આ પરેડ જોઈ ત્યાંના લોકોને શું થયું હશે એ તો ભગવાન જાણે !!
ખેર ! અમારો તો ‘મૂડ’ જ ચાલ્યો ગયો. હાથમાં હજી ભારતનો રાષ્ટૃધ્વજ હતો તેને આદરથી ટેબલ પર મૂકી અમે બેસી પડ્યાં !!
60 Wilson Gardens, WEST HARROW, Middlesex HA1 4DZ
![]()


2012માં પોક્સો (Protection Of Children from Sexual Offense) કાયદો આવ્યો, જે બાળકો પર થતાં જાતીય હુમલાના કિસ્સામાં કડક હાથે કામ લઈ શકાય એ માટેનો ખાસ કાયદો છે. જ્યારથી કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી દર વર્ષે તેના કેસની સંખ્યા વધતી જ ગઈ છે. ફરિયાદ હેઠળ જેટલા લોકોની ધરપકડ થઇ હોય તેના એક ટકા પણ ગુનેગાર સાબિત નથી થયા. નિર્ભયા કેસ પછી 2013માં બળાત્કારના કાયદા વધુ કડક બન્યા. દાખલો બેસાડવા આરોપીઓને ફાંસીની સજા થઇ જેને સમગ્ર દેશે વધાવી લીધી.
ઘણાની દલીલ હતી કે હવે કોઈ દુષ્કૃત્ય કરતાં પહેલાં વિચારશે. પણ, છેલ્લા દસ દિવસની ઘટનાઓએ બધી આશાઓને ઠગારી સાબિત કરી છે. ફરી એક વાર દૃઢપણે સાબિત કરી આપ્યું છે કે માત્ર કડક કાયદા ઘડવાથી પ્રશ્નનો હલ નથી આવવાનો, કારણ કે બળાત્કારની માનસિકતાનાં મૂળિયાં સ્ત્રીને ઉપભોગની વસ્તુ સમજતી વિચારસરણીમાં ઊંડા ખૂંપેલા છે. કાયદાનો અમલ કરાવનારા પણ આ જ સંસ્કૃિતનો ભાગ છે.
રામજી માલોજી સકપાળ (૧૮૪૮-૧૯૧૩) વિશે ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેએ બાર ખંડમાં લખેલાં મરાઠી જીવનચરિત્રના પહેલા ભાગના પહેલાં ચાર પ્રકરણમાં ઘણી વિગતો મળે છે. આ ભાગ ચરિત્રનાયકના જીવનકાળમાં જ ૧૯૫૨માં બહાર પડ્યો હતો. તેમાં અનેક જગ્યાએ બાબાસાહેબે ઓશિંગણભાવ સાથે વર્ણવેલાં પિતાનાં સંભારણાં તેમના પોતાના શબ્દોમાં વાંચવા મળે છે. તેમાંથી કેટલાંક ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાએ આંબેડકરનાં આત્મકથનાત્મક લખાણોમાંથી સંકલિત કરેલાં ‘દિલના દરવાજે દસ્તક’ (૨૦૧૦) નામના નાનાં પુસ્તકમાં પણ છે. ધનંજય કીર લિખિત બહુ જાણીતા વિશ્વસનીય ચરિત્ર(૧૯૬૬, ગુજરાતી અનુવાદ કર્ણિક અને ખુમાણ, ૧૯૯૩)માં ખૈરમોડેના આકરગ્રંથમાંની વિગતો ઉપરાંત રામજી વિશે થોડીક નવી બાબતો છે. આ બંને સ્રોતોની સામગ્રીને ભાઉસાહેબ ભગવાન વંજારીએ ‘સુભેદાર રામજી માલોજી આંબેડકર’ (૨૦૧૪) પુસ્તકમાં ભાવુક અને વાચાળ રીતે મૂકી છે.