નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બી.જે.પી.ને ૨૦૧૪ કરતાં પણ મોટી બહુમતી મળી ત્યારે મારું બીજું અનુમાન એવું હતું અને હજુ આજે પણ છે કે તેઓ આર્મી ઓફ ટ્રોલ્સને સમેટી લેશે અને અર્ણવ ગોસ્વામીઓ જેવા ભાટોને ડામીને રાખશે. આને કારણે તેમની પ્રતિષ્ઠા ખરડાય છે. આખરે તેઓ જગતના સૌથી મોટા લોકશાહી દેશના વડા પ્રધાન છે. હવે જ્યારે સુખે બીજી મુદ્દત માટે શાસન કરવાનો મોકો મળ્યો છે ત્યારે એક શાણા શાસક તરીકે આવો ખોટનો સોદો નહીં કરે એમ આપણે માની શકીએ. બહુ રાહ જોવી નહીં પડે, થોડા દિવસમાં ખબર પડી જશે કે આ અનુમાન સાચું નિવડવાનું છે કે નહીં.
મહાપુરુષો માટે એમ કહેવાય છે કે તેમને તેમના અનુયાયીઓ જ મારે છે. વિચારધારાઓ માટે એમ કહેવાય છે કે તેની પ્રવાહિતા રોકીને તેને અનુસરનારાઓ જ મારે છે. આપખુદ મહત્ત્વાકાંક્ષી લોકો માટે એમ કહેવાય છે કે તેને ખુશામતખોરો પરાજિત કરે છે. આ સનાતન સત્યો છે. નરેન્દ્ર મોદી આપખુદ મહત્ત્વાકાંક્ષી માણસ છે એટલે તેમણે સાબદા રહેવાની જરૂર છે. ઇન્દિરા ગાંધીની બાબતમાં આવું જ બન્યું હતું. મતલબી લોકો ખુશામત કરીને ઈમરજન્સીના દિવસોમાં ઇન્દિરા ગાંધીને અંધારામાં રાખતા હતા અને પોતાનો ઉલ્લુ સીધો કરતા હતા. ઇન્દિરા ગાંધીને આની જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.
જો કે ઇન્દિરા ગાંધીમાં અને નરેન્દ્ર મોદીમાં ફરક છે. ઇન્દિરા ગાંધીની આરતી ઉતારનારાઓ કાંઈક પામવા માટે આવું કરતા હતા. તેમાં ઇન્દિરા ગાંધીનો કોઈ સીધો હાથ નહોતો. હા, એ ખરું કે ઇન્દિરા ગાંધીને એ ગમતું હતું. ‘ઇન્ડિયા ઈઝ ઇન્દિરા અને ઇન્દિરા ઈઝ ઇન્ડિયા’ જેવાં સૂત્રો વહેતાં થયાં ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમ કરનારાઓને વાર્યા નહોતા. આને કારણે અનેક અર્થમાં સફળ વડાં પ્રધાન હોવા છતાં ઇન્દિરા ગાંધી આપખુદ શાસકની પ્રતિષ્ઠા ધરાવે છે. ઇન્દિરા ગાંધીની યાદ આવતાની સાથે બંગલાદેશનાં યુદ્ધમાં ભારતને વિજય અપાવનારાં ઇન્દિરા ગાંધીની યાદ નહીં આવે, દેશ પર ઈમરજન્સી લાદનારાં આપખુદ ઇન્દિરા ગાંધીની યાદ પહેલી આવશે. ઇન્દિરા ગાંધી માટે એ ખોટનો સોદો હતો.
ઇન્દિરા ગાંધીથી ઊલટું નરેન્દ્ર મોદી અને તેમના સલાહકારોએ તો એક યોજનાના ભાગરૂપે ટ્રોલ્સ અને અર્નવો પેદા કર્યા છે. આ પહેલી સ્થિતિ કરતાં પણ વધુ જોખમી રમત છે. વિરોધી અવાજને દબાવી દેવા માટે, વિરોધી અવાજને ડરાવવા માટે, દેશના વિકાસના પ્રશ્નોને કિનારે કરવા માટે, અસંતોષ તરફથી ધ્યાન બીજે દોરવા માટે, અસત્યને સત્ય ઠરાવવા માટે, દેશપ્રેમ અને રાષ્ટ્રવાદને બહેકાવવા માટે ખાસ એક જમાત પેદા કરવામાં આવી છે. તેઓ ચોવીસે કલાક બોલે છે અને બીજાને બોલવા દેતા નથી. જગતના કોઈ લોકશાહી દેશમાં આ પહેલાં આવું નથી બન્યું. આ ખેલ ખતરનાક છે.
કેટલાક ટ્રોલ્સને વડા પ્રધાન ફોલો કરે છે અને હજુ આજે પણ કરે છે. આ બધાં કારણે વડા પ્રધાન અને તેમની સરકારને જરૂર કેટલોક ફાયદો થયો છે, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે તેમની પ્રતિષ્ઠા ખરડાઈ છે. બીજું, બીકાઉ માણસો જ્યારે પ્રસંશા કરે ત્યારે તેમાં પ્રમાણભાન નથી રહેતું. તેમને બે પ્રશસ્તિવચનો બોલવા કહ્યું હોય તો બાવીસ બોલે. બે વિશેષણો વાપરવા કહ્યું હોય તો બાવીસ વાપરે. તેઓ ભાટ છે અને ભાટનું કામ પૈસા ફેંકનારને ખુશ રાખવાનું છે. તેમની પોતાની કોઈ પ્રતિષ્ઠા હોતી નથી એટલે શરમ તેમને સ્પર્શતી નથી. આવા લોકો પ્રમાણભાન ગુમાવીને પ્રસંશા કરે છે અને જેની પ્રસંશા કરવામાં આવતી હોય તેને હાસ્યાસ્પદ બનાવે છે. નરેન્દ્ર મોદીને તેમની પહેલી મુદ્દતમાં આ હકીકતનો અનુભવ થયો હશે.
કબીરનું એક વચન છે : ‘નિંદક નીઅરે રાખીએ’. આપણું ભલું એમાં છે કે આપણી મર્યાદા આપણને મોઢામોઢ કહી શકે એવા લોકોને સાથે રાખીએ. તેમને અભિપ્રાય આપવાની સ્વતંત્રતા હોવી જોઈએ, તેઓ ભયમુક્ત હોવા જોઈએ અને તેમની વાત સાંભળવા જેટલી ઉદારતા હોવી જોઈએ. આમાં સરવાળે શાસકને જ ફાયદો છે. તે ભૂલો કરતો અટકશે. નોટબંધી આનું ઉદાહરણ છે. જો આવા કેટલાક લોકો હોત તો વડા પ્રધાને નોટબંધીનું સાહસ ન કર્યું હોત અને જો કર્યું પણ હોત તો પુરતી તૈયારી સાથે કર્યું હોત.
બીજું, જો સામે ચાલીને નિંદકોને નજીકમાં ન રાખીએ તો જેઓ દૂર ઊભા રહીને બહારથી નિંદા કરે છે તેમને સાંભળવા જોઈએ. દરેક વ્યક્તિ આંધળી ટીકા કરે છે, પૂર્વગ્રહદૂષિત છે, ઈર્ષાળુ છે એમ માની લેવાની જરૂર નથી. પ્રત્યેક વિષયોનું તટસ્થતાપૂર્વક વસ્તુનિષ્ઠ મૂલ્યાંકન કરનારાઓ આ દેશમાં અને જગતમાં મોટી સંખ્યામાં છે. કોઈ ટીકા કરે એને કારણે ઈમેજ ખરડાય એમ માની લેવાની જરૂર નથી. આપણા યુગમાં ગાંધીજીની કોઈ ઓછી ટીકા થઈ છે અને થઈ રહી છે? એનાથી ગાંધીજીની પ્રતિષ્ઠાને કોઈ આંચ આવી નથી. મુદ્દો એ છે કે ટીકા કે પ્રસંશા સ્વતંત્ર હોવાં જોઈએ, કરાવવા ન જોઈએ. ગાંધીજીની ટીકા એક યોજનાના ભાગરૂપે કરાવવામાં આવતી હોવા છતાં ગાંધીજી આજે પણ વિશ્વવંદ્ય છે એ હકીકત છે. નક્કર સોનું હોય તેને કોઈ કથીર સાબિત નથી કરી શકાતું અને કથીર માટે ગમે એટલા પ્રયત્નો કરવામાં આવે તો પણ નથી સોનું સાબિત કરાતું.
આમ વડા પ્રધાનને વણમાગી સલાહ એ છે કે તેમણે પોતાની શક્તિ-મતિ મુજબ બને તેટલાં પ્રજાહિતનાં કામ કરવાં જોઈએ. ઇતિહાસને ચોપડે એ જ નોંધાશે અને બોલશે, બાકી ઢોલ-નગારાં સત્તા પરથી ઉતરતાની સાથે શાંત થઈ જશે અથવા તો તમારા આશ્ચર્ય વચ્ચે, તમારી નજર સામે, તમારા વિરોધીઓની તેઓ આરતી ઉતારતા નજરે પડશે. તેમનું એ કામ છે. માલિક બદલાય એમ ભાષા બદલાય. હું એવા લોકોને ઓળખું છું જેઓ પાક્કા કૉન્ગ્રેસ તરફી હતા, ઇન્દિરા ગાંધીના સમર્થક હતા, ઈવન ઈમરજન્સીનો બચાવ કરતા હતા એ અત્યારે નરેન્દ્ર મોદીની આરતી ઉતારે છે.
હા, ઇતિહાસ કઈ રીતનો ન્યાય કરશે એની ચિંતા ન હોય અને વર્તમાનમાં સત્તા ભોગવવામાં જ જીવનની સાર્થકતા હોય તો જૂદી વાત છે.
મને એમ લાગે છે કે વડા પ્રધાન પહેલી મુદ્દતમાંથી એટલું તો શીખ્યા હશે કે વડા પ્રધાન માટે પ્રમાણભાન ભૂલીને ખૂબ બોલનારાઓ અને વડા પ્રધાન ખાતર બીજાને નહીં બોલવા દેનારાઓએ તેમની પ્રતિષ્ઠાને ઝાંખી પાડી છે. એ ખોટનો સોદો હતો જે હવે સુધારી લેવો જોઈએ અને સુધારી લેવામાં આવશે એવું મારું માનવું છે. જોઈએ શું થાય છે.
18 જૂન 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 જૂન 2019
![]()


આ વર્ષાગીતને સ્વરબદ્ધ કરી ગાનાર કવિની ત્રીજી પેઢીની કાકા ભત્રીજી જ હોય એય કેવો સુભગ સંયોગ! સુપ્રસિદ્ધ ગાયિકા, જેમને તાજેતરમાં જ પ્રતિષ્ઠિત રાવજી પટેલ યુવા સંગીત પ્રતિભા એવોર્ડ પ્રાપ્ત થયો છે એ શ્રદ્ધા શ્રીધરાણી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીની કાકા ભત્રીજી થાય. સૂર સિંગાર સંસદ એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત કરવા ઉપરાંત ઝી ટીવી સારેગમ અને સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયામાં શ્રદ્ધાએ પરફોર્મ કર્યું છે. ૧૨ વર્ષની વયથી સંગીત કારકિર્દી શરૂ કરનાર શ્રદ્ધા હિન્દી, ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ ખૂબ આસાનીથી ગાઈ શકે છે એટલું જ નહીં, એમણે પોતે ગીતો સ્વરબદ્ધ કર્યાં છે તેમ જ કેળવાયેલા કંઠ સાથે અભિનય પણ કરી જાણે છે. હિન્દી ક્ષેત્રે અનેક જાણીતા કલાકારો સાથે એ પ્લેબેક આપી ચૂક્યાં છે. કાકા દાદાજી વિશેનાં સંભારણાં યાદ કરતાં શ્રદ્ધા કહે છે,
કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં થયું. ૧૯૨૯માં તેઓ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી કૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ થયો. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી તેઓ ૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક થયા. બીજે વર્ષે રવીન્દ્રનાથ ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ., ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ જર્નાલિઝમમાંથી એમ.એસ. તથા ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો હતો. ૧૯૪૫ પછી ‘અમૃતબાઝાર પત્રિકા’ માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. તેઓ ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ રહ્યા હતા. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો. આવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા કૃષ્ણલાલ શ્રીધરાણીની અન્ય બે રચનાઓ પણ ઘણી લોકપ્રિય છે. ભથવારીનું ગીત તો સૌરાષ્ટ્રમાં ઘણી લોકચાહના પામ્યું છે. કૃષ્ણલાલ શ્રીધરાણી વિશે વાંચતાં પહેલી વાર જ મેં ભથવારી શબ્દ સાંભળ્યો હતો. મને બહુ ગમી ગયો હતો. ભથવારી એટલે ખેતરમાં પતિ માટે ભાથું લઈ જતી સ્ત્રી. ભથવારીના ગીત ઉપર તો ચંદ્રવદન મહેતા એટલું બધું રીઝ્યા હતા કે એમણે લખ્યું કે, "સેંથડે સિંદૂર, આંખમાં આંજણ, નાકમાં નથણી, હાથમાં કડલાં, ઘેરવાળો ઘાઘરો, કસુંબલ ચૂંદડી, માથે મહીની મટુકી ને ઉપર ભાતની પોટલી જેવું કવિનું વર્ણન રોમાંચક, લલિત ભાવ ભર્યું ભર્યું, લટક-મટક શબ્દોથી લટકાળું, અભિનયના મરોડ થકી સાંભળે અને જુએ તે મનમાં ચિરકાળ ગુંજ્યા કરે તો ગાનારી, થનગનતી ભથવારીની મનોભૂમિમાં ન ઘૂમ્યા કરે? અનાયાસ જ આ ગીત રંગભૂમિનો શણગાર બની રહે છે.
સંસ્કૃતમાં એક કહેવત છે – यथा राजा तथा प्रजा – જેવો રાજા તેવી પ્રજા. લોકશાહીમાં તેથી ઊલટું પણ સાચું પડે છે. જેવી પ્રજા તેવો રાજા. ૨૦૧૯માં લોકોએ તેમને લાયક રાજાનું પુનઃચયન કર્યું. ભારતીય લોકશાહી અન્યોની તુલનામાં હજુ યુવાનીમાં કહી શકાય. પરિણામે, આમજનતા હજુ પણ માને છે કે દેશમાં કોઈ સક્ષમ રાજા અથવા રાણીનું શાસન હોવું જોઈએ. ઇન્દિરા ગાંધી એક રાણીમા હતાં, ત્યાર બાદ રાજકુંવર પધાર્યા અને પછી કુંવરની વિધવાએ રાજ્ય કર્યું. રાજ્યકર્તા કુટુંબનાં ભ્રષ્ટાચાર અને પરિવારવાદથી લોકો થાકી ગયા. સામાન્ય જનતાને એમ પણ લાગ્યું કે કૉંગ્રેસ અને અન્ય બિનસાંપ્રદાયિક પક્ષો દેશમાં મતોના રાજકારણ માટે લઘુમતીની આળપંપાળ કરી રહ્યા છે. કહેવાતા પ્રગતિશીલ સમયમાં સ્વયંને સનાતની હિન્દુ તરીકે ઓળખાવવું પ્રતિઘાતી ગણાતું હતું, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પક્ષ(BJP)ની યુતિ જનમાનસમાં આ વાત (લઘુમતીની આળપંપાળ) ઠાંસી-ઠાંસીને ઉતારવામાં અસરકારક રહી. આ પ્રયોગ ગુજરાતમાં તો સફળ રહ્યો હતો. ૨૦૦૧માં મુખ્યમંત્રી બનતાની સાથે શ્રી મોદી રાજ્યના રાજા બન્યા. સંપૂર્ણ સત્તાનું કેન્દ્ર મુખ્યમંત્રીની કચેરી જ બની રહી. ૨૦૧૪માં આ પ્રાદેશિક રાજ્યના રાજા દેશની જનતાને દેશમાંથી ભ્રષ્ટાચારનાબૂદી સાથે સલામતી અને સમૃદ્ધિનું સ્વપ્ન બતાવવામાં સફળ રહ્યા. લોકોએ તેમની વાતમાં ભરોસો મૂક્યો અને રાજ્યકર્તા રાજા અથવા તેમના હજૂરિયાઓને સ્થાને ગુજરાતમાં શાસન જમાવી ચૂકેલા રાજાને દેશ ચલાવવાની જવાબદારી સોંપી.