તમે અમન બઉ યાદ આવો સો, બાબાસાહેબ,
બઉ યાદ આવો સો આજકાલ.
હાંભળ્યું છ ક તમે મજૂર પરધાન અતા તાણ
મારા દાડાના પાડેલા તમે
ત્રણ હરખા ભાગ:
આઠ કલાક કામના, આઠ ઊંઘવાના
ન આઠ કલાક બૈરીસોકરાઁ જોડે બેહવાના, ચીજવસ્તુ લાવવાના, હગેવ્હાલે જવાના ક પછ ભજનમ બેહવાના.
પણ આ લોકો તો
તેં બનાયેલા કાયદા ન હમજીન કૂકડો,
મઇડી નાખશે ડોક ન કરી દેસે કતલ
કાયદાના આ કૂકડાની ત્રણ વરહ માટે.
અવ તો માર કરવુ પડશએ કામ
બાર કલાક
આઠ કલાકના પગારના બદલામાઁ
આ ચોર લોકોએ તો
ચોરી લીધા મારા ભાગના ચાર કલાક
ત્રણ વરહ માટ
ન તો ય આમન કોઈ કેનાર નહી, રોકનાર ટોકનાર નહી.
હાલના મજૂર પ્રધાન નીગે ન કેયામો ન સંતોષ ગેંગવારા તો જોઈ રયા છ તાલ.
ન યોગીએ, લોભીએ ન ભોગીએ તો
રચી દીધો ત્રાગડો
ન મૂકી દીધો મંજૂર થવા માટ.
રામવિલાસ ન રામદાસે પણ
ખાલી બાકી રાખ્યાં છ
પેરવાનાં લૂગડાં ન પાડવાના તાબોટા.
બાબાસાહેબ, અમારું કોઈ રણીધણી નહી રયુ.
તમે તો કીધું’તું
ગામ છોડો ન શેરમ જાવ
પણ મુંબઈ શેરથી તો હેંડતા હેંડતા
મોટી હિજરત કરી અમે
આયા ફરી ગામડામ
અવ પાછા તો જવું જ પડશે
બાર બાર કલાક ઘાણી મ પીલાવા.
આ ઘાંચી એ તો અમન
ઘાણીના બળદ બનાઈ દીધા
કોરોના હું આયો છ
અમન જ કચડવા?
તમે અમન બઉ યાદ આવો છો બાબાસાહેબ,
બઉ યાદ આવો સો આજકાલ.
બાબાસાહેબ,
આલો એવા આસીરવાદ
ક જમ પેધો ના પડી જાય
કાયમ માટ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020
![]()


લ્યો, આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ ૧૪ મે ૨૦૨૦ની વીડિયો માહિતીમાં સ્પષ્ટતા કરી કે દેશમાં કોરોનાના ટેસ્ટ કરવામાં ગુજરાત અગ્રક્રમે છે : રાજ્યની ૬ કરોડથી વધુ વસ્તીમાંથી કુલ ૧,૨૪,૭૦૯ જણના ટેસ્ટ થયા. એટલે કે કોરોના ટેસ્ટની સરેરાશ ૧ મિલિયન (૧૦ લાખ) વસ્તી દીઠ ૧,૮૫૯ છે, જે દેશની ૧ મિલિયન વસ્તીએ ૧,૩૪૩ ટેસ્ટની સરેરાશ કરતાં વધુ છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં મિલિયન વસ્તી દીઠ જે સરેરાશ ટેસ્ટ થયા છે એની તુલનામાં ગુજરાત અગ્રક્રમે છે.