વાળુ કરી સૂતાં’તાં ઘસઘસાટ
સપનાંની સોડે ને ઘુંટાતા સ્વપ્નમાં
કે મારો વાલુડો મગનો મારો
બનશે ક્યારે મગનભાઇ જીવતા માણહ જેવો
ભણી ગણી થાશે કલેક્ટર, ને મોટા સૂબા જેવો
અંધારી કોટડી જેવી ઓરડીમાંથી
નિહરશું બહાર માણહ જેવા થાવા
તોડાતા પથ્થર અને સૂકાતાં હાડમાં
શેકાતા માણહમાંથી બનીશું જીવતા માણહ જેવા
ગટર પર વસવાટ અને છેવાડાનો વાસ
બધું બની જશે કાળ ભૂતકાળ અમારો
કાંટાળી દુનિયામાંથી નિહરશું બહાર અમે
માણહ જેવા માણહ બનવા
દી’ ઊગતા ધણી ધણિયાણી બેઠીશું અમે
પલાઠી વાળી હીંચકા ખાતાં ઝૂલા પર
જીવન જીવશું હરખાતાં હરખાતાં પડદો પાડી દઇ ભૂતકાળ પર અમારો
ઉઘડતી આંખે, આંખો ચોળી થયાં બેઠાં બેઉ
એની એ જ ગટર અને છેવાડાનો વાસ
બધું એમનું એમ ભાળ્યું અમે જીવન એવું
તાબડતોબ ઊભા થઇ પાછા અમે બેઉ
ધણી ધણિયાણી હાથમાં લઇ હથિયાર અમારા
વાટ પકડી કામ તરફ તોડવા એ જ પથ્થરો
મગનો મારો ક્યારે બનશે કલેક્ટર
માણહ જેવો માણહ થાવા એ સપનાંની શોધે
વરહોના વરહ ગયા ભાઇ, અમારા પણ
હાલ હવાલ અમારા એના એ જ
તો પણ જીવવાં મથીએ રોજી મેળવીએ
આંબવા મથીએ ભૂખને અને જીવીએ આમ જ
ભાઇ, ક્યાં જઇએ, આશાથી જીવવીએ
કે મગનો મારો ક્યારેક તો થાશે મોટો કલેક્ટર સૂબા જેવો
આશાએ આશાએ જાતને તોડીએ ને જીવીએ રોજનું જીવન ભાઇ આમ જ
થાશે અમારો મગનો બનશે મગનભાઇ માણહ જેવો.
તા. ૧૧-૧૦-૨૦૦૮
e.mail : koza7024@gmail.com
![]()


મુમ્બઇવાસી મિત્રો કમલ વોરા અને નૌશિલ મહેતાની નિશ્રામાં ચાલતા સાહચર્ય-મિત્રજૂથ સમક્ષ તારીખ ૩૧ ઑગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે (૨૦૨૦) મેં વાર્તાલાપ કરેલો. એ ટાણે અનેક મિત્રો ઉપરાન્ત, વિશેષ આનન્દની વાત એ કે મારા વડીલમિત્રો સુનીલ કોઠારી અને ગુલામમોહોમ્મદ શેખ પણ ઉપસ્થિત હતા.
વડોદરામાં મારા સાળાનાં લગ્ન હતાં મેં બહુ જ આગ્રહ કરેલો કે તમારે ને મા-એ – ઉષાબેને – આવવાનું છે, હું લેવા આવીશ. તો કહે : તો હું નહીં આવું : અને લગ્નસ્થળ નજીક હતું તે બન્ને ચાલતાં આવેલાં. હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ થયો તે વર્ષે મને એમ કે એમને બોલાવું જ. મને શી મતિ સૂઝી કે વાર્ષિકોત્સવમાં બોલાવ્યા. સારી એવી જાહેરાત કરેલી. સભામણ્ડપમાં લોક સમાય નહીં. મારી અકળામણનો પાર નહીં. મેં કહેલું – સૉરિ, મને આવી ખબર ન્હૉતી. તો ક્હૅ, ચિન્તા છોડ. અને એમણે એવું તો જાદુઈ સંભાષણ આપેલું કે લોક મન્ત્રમુગ્ધ થઈ ગયેલું. બધાં એમને એકચિત્તે સાંભળતાં’તાં. મને જે હાશ થયેલી, ન પૂછો વાત.
એટલે, સાહિત્યકાર ઇતિ સિદ્ધમ્ કરીને બેસી જાય, ઇનામ-અવૉર્ડ મળ્યા પછી જીવનધ્યેય પાર પડી ગયું, એવો સંતોષ ધારણ કરે, એ શી રીતે ચાલી શકે? એથી શું બને છે, આપણે ત્યાં એની એક મૂઠી-ઊંચેરા સારસ્વત તરીકેની છબિ ઊભી થાય છે. એ ‘ના’ પાડનારો નથી રહેતો, સંસ્કૃતિનો રખેવાળ ને ક્યારેક તો ભાટચારણ બની જાય છે. એથી એક બહુ જ વરવા સ્વરૂપની ઉચ્ચાવચતા – હાયરાર્કી – સૅટ થઈ જાય છે. એથી પ્રજા કાં તો વિભૂતિપૂજામાં સરી પડે છે અથવા પ્રજામાનસનો સાહિત્યપદાર્થ સાથે સમ્યક સમ્બન્ધ જ નથી રચાતો. એક બીજું પરિણામ એ કે સર્વ વાતોનું સ્થિતસ્ય સમર્થનમ્ થાય છે. સમાજ અને સંસ્કૃતિમાં સ્થિર થયેલાં મૂલ્યોની તપાસ નથી થતી. કયાં જર્જરિત ને ફાગાવી દેવાજોગ છે તે નથી પરખાતું.
