'તમને કુલપતિ બનાવવામાં આવે છે.'
‘આભાર, સાહેબ.'
'આગલા કુલપતિ સામે ૯૦ કેસ થયા છે.'
'ચિંતા ન કરો, હું સેન્ચુરી મારીશ.'
'અક્કલ વગરની વાત ન કરો.'
'તો અક્કલવાળી વાત શું છે?'
'તમારી સામે કોઈ કેસ ન થવા જોઈએ.'
'કુલપતિ હોઉં ને કેસ ન થાય ?'
'ના જ થાય.'
'તો, તો મારામાં ને સ્ટુડન્ટમાં ફેર શો?'
'કુલપતિ સ્વચ્છ હોવો જોઈએ.'
'હું સફાઈ કામદાર નથી, કુલપતિ છું.'
'તમે ગંદકી ફેલાવવા જવાના છો?'
'ના. અગાઉની ગંદકીમાં રહેવા જવાનો છું.'
'એટલે તમે ગંદકી વધારવાના છો?'
'ના. મારે ગંદકી બચાવવાની છે.'
'તમે નેતા નથી.'
'પણ નેતા જ તો કુલપતિ નીમે છે ને !'
'તેમ ન હોત તો તમે નીમાયા હોત?'
'ના. કોઈ શિક્ષણશાસ્ત્રી નીમાયો હોત !'
'એટલે જાવ ને કુલપતિ તરીકે કામ કરો.'
'આભાર, સાહેબ!'
'યાદ રાખો તમારે ખર્ચ ઘટાડવાનો છે.'
'મને એ કહો કે હું કુલપતિ છું કે ભિખારી?'
'કુલપતિ!'
'તો કુલપતિ ફૂલપત્તી જેવો ખર્ચ કરે?'
'તમારે તમારી પબ્લિસિટી કરવાની નથી.'
'તમે આખા પાનાની જાહેરાત આપો છો ને?'
'હું તો નેતા છું.'
'તો મને અડધું પાનું તો આપો.'
'નોટ પોસિબલ !'
'કુલપતિ હોય ને કૌભાંડ ન કરે ?'
'ન કરે. એને માટે બીજા છે.'
'તો મને એ બીજામાં મૂકો.'
'બીજા જેટલું તમારું ગજું નથી.'
'એક વાર તક તો આપો. હું તમને આંટી જઈશ.'
'નોનસેન્સ ! તમારે કુલપતિ થવું છે કે નહીં?'
'તમે કોઈ, 'બીજા'ને જ ત્યાં મૂકો, સોરી !'
૦
ગરબા
૦
'સાહેબ, આ વખતે ગરબા નથી કરવાના?'
'ના. રોગચાળો છે એટલે ગરબા નહીં થાય.'
'સાહેબ, અમારે મરવાનો વારો આવશે.'
'ગરબા કરશો તો મરવાનું અમારે આવશે.'
'એ કઈ રીતે?'
'તમે બધા ભેગા થાવ તો રોગ વકરે કે નહીં?'
'ખાણીપીણીની લારી પર ભીડ થાય જ છે ને !'
'પછી ગરબામાં ભીડ કરવાની જરૂર છે?'
'આ વખતે તો પેટા ચૂંટણીમાં ય ભીડ થશે.'
'પછી તમે ગરબા શું કામ કરવા માંગો છો?'
'તમે ભીડ કરો તે ચાલે? ને અમે કરીએ તો …'
'અમારે ગરબા નહીં, ચૂંટણી કરવાની છે.'
'તે ગરબાની ભીડ જેવી જ હશે.'
'તેમાં તું ગરબા ગાને, મને વાંધો નથી!'
'તે તો ગાઈશ જ ને !'
'સરસ. અમારે પ્રચારમાં કામ લાગશે.'
'હું તો ચૂંટણીના ગરબા ગાઈશ.'
' તે માતાના હોય કે પિતાના, તને શું ફેર પડે છે?'
'કંઈ નહીં, બોલો શ્રી અંબે માત કી જાય !'
૦
અટપટું ચટપટું
૦
'લોકો માસ્ક પહેરતા નથી, શું કરીએ?'
'માસક પહેરવાની ઝુંબેશ તો ચાલુ કરી જ છે.'
'તેમાં જ લોકો માસ્ક નથી પહેરતા ને !'
૦
'દેશમાં ઓક્સિજન ઘટી ગયો છે.'
'તો, તો વહેલી તકે દેશને હોસ્પિટલ ભેગો કરો.'
૦
પ્રગટ : કાવ્યકૂકીઝ’ કટાર, ‘અર્ધસપ્તાહિક' પૂર્તિ, “સંદેશ”, 07 ઑક્ટોબર 2020
![]()


દેશના દરેક ખૂણેથી હિંદુઓ (રામ મંદિરના નિર્માણ માટે કારસેવા કરવા) અયોધ્યા તરફ આવી રહ્યા હતા. એમાં હિંદુ સમુદાયના દરેક વર્ગના લોકો સામેલ હતા એ સાચું, પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને કહેવાતી પછાત જાતિઓના લોકોની સંખ્યા બ્રાહ્મણો અને કથિત ઉચ્ચ જાતિના લોકો કરતાં ઘણી વધારે હતી. છેક દક્ષિણના કેરળથી લઈને ઉત્તર-પૂર્વના અસમ સુધી, દૂરદૂરથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા હતા. પંજાબ અને દેશના અન્ય ભાગોમાંથી શીખ સમુદાયના લોકોની સંખ્યા પણ કાંઈ ઓછી નહોતી. આ બધા લોકો તેમની જાતે, સ્વચ્છાએ આવી રહ્યા હતા. રાજકીય પક્ષોની રેલીઓની જેમ તેમને બોલાવવા કે લાવવામાં આવ્યા નહોતા. અયોધ્યા પહોંચીને કારસેવા કરવાની સ્વાભાવિક ધાર્મિકતા અને સ્વૈચ્છિકતા અથવા સ્વયંસેવાની ભાવના તેમનામાં સ્પષ્ટ અનુભવાતી હતી.
ડિસેમ્બર ૬ના રોજ અયોધ્યાથી મળતા આરંભિક અહેવાલો સામાન્ય સ્થિતિ સૂચવનારા હતા. રામકથા કુંજમાં જાહેર સભા માટે આશરે ૭૦ હજાર લોકો એકત્ર થયા હતા. ઉપરાંત, આશરે પાંચસો સાધુસંતો ફાઉન્ડેશનની અગાશી પર પૂજા કરવા માટે ભેગા થયા હતા. ફક્ત પ્રતીકાત્મક કારસેવા તથા આનુષંગિક વિધિઓ કરવાના અને અદાલતના આદેશનું ઉલ્લંઘન નહીં કરવાની આયોજકોએ જાહેર કરેલી યોજના પ્રમાણે બધું ચાલી રહ્યું હતું. ભા.જ.પ., વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના નેતાઓ મેદનીને સંબોધી રહ્યા હતા, ત્યારે અચાનક આશરે દોઢસો જણનું એક ટોળું અગાશી પર કરાયેલી નાકાબંધી તોડીને છટકી ગયું અને નવેસરથી એકઠું થઈને પોલીસ પર પથ્થરબાજી કરવા લાગ્યું. બપોર પડે તે પહેલાંની થોડી મિનિટોમાં આ બન્યું. જોતજોતાંમાં હજારેક લોકો પોલીસનો ઘેરો તોડીને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ માળખામાં ઘૂસી ગયા. ૧૨:૨૦ વાગ્યાની આસપાસ આશરે એંસી લોકો માળખાના ગુંબજ પર ચડી જવામાં સફળ થયા અને તેમણે ગુંબજને ક્ષતિ પહોંચાડવાનું શરૂ કર્યું. એ વખતે પરિસરની અંદર ૨૫ હજારનું ટોળું હતું અને બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા હતા. બપોરે ૨:૪૦ વાગ્યા સુધીમાં ટોળાનાં માણસોનો આંકડો આશરે ૭૫ હજારે પહોંચ્યો.