એક હાથમાં છે ખંજર
ને બીજા હાથમાં છે, કલમ
બોલો કોને લગાડું, કામે હવે ?
ફૂટપાથ પર ભૂખ્યો જીવતો, એ માણસ
ને સામે મહેલોમાં વૈભવી જીવન જીવતા એ માણસો
બોલો, કોના વિશે લખું હવે ?
એક ખંજર અનેક લોકોના ભુક્કા બોલાવી શકે તેમ છે
અને મારી આ ધગધગતી કલમ
ધગધગતો અંગાર જન્માવી શકે તેમ છે.
બોલો, કોનો ઉપયોગ કરું હવે
ખંખેરી નિરાશા હવે તો મારે ઊભા થવું છે.
જ્યાં દેખાય અત્યાચાર તેની સામે, હવે તો લડવું છે.
ઊંચકુ પેલો ઝંડો મારો લાલ કે લખ્યા કરું
આ ધગધગતી કલમ સાથે ને સળગાવું ચીનગારી
બોલો, કોને લગાડું કામે હવે ?
થાક્યો નથી, હાર્યો પણ નથી દોસ્તો,
પણ આ ગુંગણામણને હવે તો ઘરેથી શરૂ કરી
બહાર સુધી કાઢવી છે મારે બહાર
બોલો ક્યો રસ્તો અપનાવું હવે ?
તા. ૦૭-૦૬-૨૦૧૭
e.mail : koza7024@gmail.com
![]()


‘મહાભારત’ યુદ્ધ પછી વ્યક્તિઓ અને આખું લોકતન્ત્ર અસારત્વમાં તણાવા લાગેલું. એના સર્જક વ્યાસનું વચન સાંભળવાજોગ છે : યથા યથા વિપર્યતે લોકતન્ત્રમ્ અસારત્વ, તથા તથા વિરાગો અત્ર જાયતે, ન તત્ર સંશય … વ્યાસ પોતે એ અસાર અને દુ:ખદાયી મનુષ્યજીવનને બચાવી લેવા માગતા’તા. ‘મહાભારત’ની રચના પાછળનો એમનો એ ઉદ્દેશ એટલો બધો બહાર નથી આવ્યો, પણ ખૂબ જ ધ્યાન આપવા યોગ્ય છે. કેમ કે એમાં મને જીવન અને સર્જન વચ્ચેનો એક ગર્ભિત સમ્બન્ધ છતો થતો અનુભવાય છે – સર્જક ખરેખર તો મનુષ્યનાં દુ:ખોને નીરખે છે, અનુભવે છે, ને પછી પોતાની સર્જકતાએ કરીને તેનું નિરસન કરે છે. જીવન જો પીડા છે, તો સાહિત્ય અને કલાઓનાં સર્જન તેનાં રસિકડાં નિવારણ છે.

