ચાલ હવે તો આ નગરથી વિખૂટા પડી જઇએ,
ને ગામડે, આપણા, પાછા ચાલ્યા જઇએ,
એના એ જ ચહેરા,
એના એ જ મહોરા.
ને એના એ જ ઉપરછલ્લા ઠાલા સંબંધો,
બીબાંઢાળ યંત્રવત માણસો,
ને હીબકા ભરતું જનજીવન.
ઊભરાતી સમૃદ્ધિને ભાગદોડની ચરમસીમા,
ન ક્યાં ય હાશકારો,
ન કયાં ય પ્રેમ,
બંધ બારણામાં પુરાયેલાં બંધ હૃદયમાં,
જિવાતું જનજીવન,
ચાલ હવે તો આ નગરથી વિખૂટા પડી જઇએ,
આડેધડ આમતેમ ઊભી થતી મહેલાતો,
ને બિલકુલ સામે શ્વાસ વગર જીવતી ફૂટપાથી વસાહતો,
પ્રદૂષણથી ઊભરાતું નગર,
ને મહેનતકશ મજદૂરના ધરબાતા પસીનાથી વિકસતું નગર,
જાણે આત્મા વિનાનું શરીર
ચડસાચડસી, હુંસાતુસીને હું પદમાં,
આફરે ચડતું, જીવાતું માનવજીવન.
ચાલ હવે તો આ નગરથી વિખૂટા પડી જઇએ.
વ્યસ્તતા સાથે હાફતું નગર,
સમૃદ્ધિ પામવા મથતું, ભાગતું નગર,
હૃદય વગરના માણસનાં ટોળાંમાં,
છીછરા સંબંધને સહારે,
બંધ ચોગઠામાં જિવાતું જનજીવન,
ચાલ હવે તો આ નગરથી વિખૂટા પડી જઇએ,
ને ગામડે, આપણા, પાછા ચાલ્યા જઇએ.
ગામને ગોંદરે
ને ચોરાના પ્રેમાલાપના સાનિધ્યમાં,
ઊભી લીલીછમ વનરાઇઓ વચ્ચે,
ખેતરના ખોળે,
મંદિરમાં ફરકતી ધજાના સાનિધ્યે,
ઝાલર વાગતા ઘંટારવની સાક્ષીએ,
વડલાના શીતળ છાંયડે,
ખાટલા ઢાળીને, શાંતિના શ્વાસ લેતી,
મીઠી રૂડી નિંદરને માણવા પામવા,
ચાલ હવે તો, ગામ આપણા, પાછા ચાલ્યા જઇએ,
ને આ નગરથી વિખૂટા પડી જઇએ.
તા. ૪-૯-૨૦૧૫
e.mail : koza7024@gmail.com
![]()



આ ઉમાશંકરે નડિયાદમાં ગોવર્ધન શતાબ્દી વખતે એક જુદે છેડેથી સ્વાયત્તતાનો જે ઝંડો ઉપાડ્યો હતો, એ એના બીજે છેડેથી એમને ઉપાડવાનો આવ્યો તે ત્યારે કે જ્યારે ગુજરાતમાં સરકારી સાહિત્ય અકાદમી રચાઈ એ વખતે ઉમાશંકરે કહ્યું કે તમે મને માન આપવા ઇચ્છો છો પણ મારે – તમે ના જાણતા હો તો દેશની સ્વાયત્ત અકાદમીના ચુંટાયેલા પ્રમુખ તરીકે – તમને કહેવું જોઈએ કે આ એક એવી જગ્યા છે કે જ્યાં હું સન્માન લેતાં રાજી થાઉં, પણ ગુજરાતની એ અકાદમી સ્વાયત્ત હોય તો. આ ઉમાશંકરનો અવાજ પછીનાં વર્ષોમાં સરકારી અકાદમીમાંથી સરૂપ ધ્રુવ અને બકુલ ત્રિપાઠીથી, માંડીને વીનેશ અંતાણી – રમણલાલ જોશી સુધીના જે રાજીનામા પડ્યાં અને એક પ્રક્રિયા ચાલી. સ્થગિતતા આવી. ‘દર્શક’ ચિત્રમાં આવ્યા, એમણે સૂત્રો પકડ્યા અને અકાદમી સ્વાયત્ત બની. આ સ્વાયત્ત અકાદમીની વિશેષતા શું હતી? દેશની કોઈ પણ અકાદમીમાં નહીં, રીપીટ દેશની કોઈ પણ સાહિત્ય અકાદમીમાં નહીં, એમ એમાં નોંધાયેલા લેખકોની પોતાની એક કોન્સ્ટિટ્યુઅન્સી હતી જે લેખક પ્રતિનિધિઓને ચૂંટતી હતી. અક્ષરકર્મીઓની એ ઈલેક્ટોરલ કોલેજ હતી.