મને આકાશે ઉષા કે સંધ્યાના રંગોમાં
હવે કવિતા કેમ સૂઝે?
એ અગનિયા રંગનાં વાદળોમાં
મારા દિલ દિમાગ પર અથડાય છે પેલી
દલિત દીકરીની ચીસો …
ઓલી રૂપેરી ચાંદની પણ
આછો આછો પ્રકાશ રેલાવી
કોના નિર્લજ્જ ચહેરાને છૂપાવવામાં સહાય કરે છે?
અને કવિ, તું કેમ મૌન છે?
હા, તારી જીભ તો, પ્રશસ્તિપત્રો અને
અપાતાં માનચંદ્રકોએ કંઈ કેટલાએ દહાડાથી કાપીને
હાથમાં આપી દીધી છે!
એ સાચવીને રાખી છે?
તો ચાલ પ્લાસ્ટિક સર્જરી કરાવી
થોડી અંતરની હાય વ્યક્ત કર.
તને તારી સરસ્વતી દેવીના સમ છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 12
![]()


કોઈ પણ વ્યક્તિ અંદાજે વીસેકની ઉંમરે કમાવાનું શરૂ કરતો હોય છે ને તે સાંઠેકની ઉંમર સુધી ક્માતો હોય તો આજને હિસાબે થોડાક કરોડ તેને જોઈએ, જેમાં તેનો પોતાનો, લગ્નનો, મકાનનો, ઘરવખરીનો, સંતાનોનાં શિક્ષણ, લગ્ન, માંદગી વગેરેનો ખર્ચ ઉમેરવો પડે. એમાં માબાપની, પત્નીની માંદગીનો ખર્ચ પણ ખરો. વળી ઉચ્ચ શિક્ષણનો ખર્ચ વધે તો તેટલી કમાણી વધે પણ ખરી.
બ્રિટિશ સાહિત્યકાર જી.કે. ચેસ્ટરટને શ્યામજી કૃષ્ણવર્માના સામયિક ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’માં ભારતની આઝાદી અને સ્વતંત્ર ભારતનાં સ્વરૂપ વિશેની જે ચર્ચા ચાલતી હતી એ જોઇને નુક્તેચીની કરી હતી કે આમાં નથી ખાસ ભારતીત કે નથી ખાસ રાષ્ટ્રીય. તેમને તો તેમને પરાજીત કરનારાઓ અર્થાત્ વિજેતાઓએ રાષ્ટ્રનું જે સ્વરૂપ વિકસાવ્યું છે એ સ્વરૂપ પૂરેપૂરું સ્વીકાર્ય છે. જરા પણ ફરક વિના. બીજા શબ્દોમાં કહીએ તો વિજેતાઓએ બનાવેલી આખેઆખી બસ કબૂલ છે, માત્ર ડ્રાઈવર તેમને તેમનો પોતાનો જોઈએ છે.
ગાંધીજીનો ઉદય થયો એ પહેલાં હોડ લાયક બનવાની હતી. ઉદારમતવાદી અર્થાત્ વિનીતો તો લાયક બનવાની કસોટીની હોડમાં અગ્રેસર હતા. જેમને આપણે જહાલ કે ક્રાંતિકારીઓ તરીકે ઓળખાવીએ છીએ તેઓ એમ માનતા હતા કે અંગ્રેજો આપણે લાયક બનશું તો પણ આપણી લાયકાતને સ્વીકારશે નહીં અને હજુ પૂરા લાયક તમે થયા નથી એમ કહી કહીને વાયદા ઠેલવતા રહેશે. બીજું, લાયકાત કેળવવાની હોડમાં નુકસાન થવાનો ડર છે. ડર બે વાતનો હતો. પહેલો ડર એ વાતનો કે અંગ્રેજ જેવા બનવા જઈશું અને રખે ભારતની ભોળી પરંપરાપૂજક પ્રજા આપણાથી નારાજ થઈ જશે તો? લોકમાન્ય તિલક આવો ડર અનુભવતા હતા. બીજો ડર એ વાતનો કે લાયકાત બનવાની હોડમાં આપણે આપણું પોતાપણું ગુમાવી દઈશું તો? વળી કેટલાક હિંદુઓને લાગતું હતું કે મુસલમાનો તો લાયકાત બનવાની હોડમાં ખાસ પડતા જ નથી એટલે મુસલમાન તો તેનું મુસલમાનપણું જાળવી રાખશે, પણ આપણે હિંદુઓ હિંદુપણું ગુમાવતા જશું તો? આર્યસમાજીઓને આનો ડર હતો.