મારી જ સાથે હું ઝઘડ્યો છું,
તમે કહો છો હું બગડ્યો છું.
બે સાચી વાત કહેવાઈ ગઈ,
તમે માનો છો હું કરડ્યો છું.
નશો તો કદી ય કર્યો જ નથી,
ટેકો દેવા જતા હું ગબડ્યો છું.
ટોળાં માંહે શોધી રહ્યા મને,
શાંત સાગરમાં હું જડ્યો છું.
હૃદય નિચોવીને આંખ ભીંજવી,
તારણ કાઢ્યું તમે હું રડ્યો છું.
પછાડવાના પ્રયાસ સૌ કરી રહ્યા,
કલમના સથવારે હું ઊડ્યો છું.
ખસી જશે આપોઆપ જ ‘મૂકેશ’,
જરા ખાતરી થશે કે હું નડ્યો છું.
જાન્યુઆરી ૨૬, ૨૦૨૧
e.mail : mparikh@usa.com
![]()


ઉત્તમ રાજ્યની વાત થાય છે ત્યારે રામરાજયનું ઉદાહરણ અપાય છે. તે એ રીતે કે રામે ધોબીની ટીકા પરથી નિર્દોષ સીતાનો ત્યાગ કરેલો. રામ જાણતા હતા કે સીતા નિર્દોષ છે, પણ રામરાજયમાં સામાન્ય પ્રજાનો પણ અવાજ મહત્ત્વનો છે એ સિદ્ધ કરવા રામે સીતાનો ત્યાગ કર્યો. રામના સમયમાં બહુ પત્નીત્વ સામાન્ય બાબત હતી, પિતા દશરથને ત્રણ રાણીઓ હતી એટલે અશ્વમેધ યજ્ઞ વખતે એ જ પ્રજાએ બીજા લગ્ન કરવાનું કહ્યું તો રામે રાજસત્તાનું મહત્ત્વ સ્થાપતાં, લગ્ન ન કરતાં યજ્ઞમાં મૂર્તિ મૂકીને સીતા પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો. એ નિમિત્તે રાજા તરીકે રામે કેટલી મોટી હાનિ વેઠી છે તે પણ પ્રજાએ જોયું. પ્રજાને ત્યારે કોઈ સત્તા ન હતી, પણ રામે એક સામાન્ય પ્રજાજનની વાત અવગણી ન હતી ને તેથી રામરાજ્યનું ઉદાહરણ આજે પણ અપાય છે.