લખતાં તો લખાઈ જશે નારી પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ
પણ જો ખાલી “વંચાશે” તો પૂછશે કે આવું લખવાવાળો તું કોણ !
પુરુષ સમોવડી બનવામાં આખી જિંદગી એણે આણી
માપદંડ જ ખોટો તો ક્યાંની સાચી સરખામણી
રામે ત્યજી સીતા ને કહેવાયા પુરુષોત્તમ! મારા માટે તો એ પણ ખોટું
ના દે અગ્નિપરીક્ષા, ના બન તું સીતા, તારી માટે તારો હક – તારું સમ્માન મોટામાં મોટું
તારી ઈચ્છાઓ તારી પ્રગતિનો વિષય જાણે કે વાક્યના અંતે આદિ-ઇત્યાદિ
અહીં તો સદીઓથી રાજ કરે છે બે જ વિષયો ધર્મ અને જાતિ
જો જન્મી તું દીકરી અને ઉજ્જવળ કરીશ તારું ઘર
તો પણ એમ જ સાંભળીશ કે મારી દીકરી સો “દીકરા” બરાબર
શું કામ તું જ નામ બદલ, ઘર બદલ, સારી નથી લગતી તો કપડાં બદલ, ગર્ભાવસ્થાના નવ મહિના પછી શરીર વધી ગયું ચાલ કસરત કરને તારું શરીર બદલ
અરે બે’ન, મૂક આ માથાકૂટ તારા ‘ઈ’ની માનસિકતા બદલ અને નહિ તો તારો ‘ઈ’ જ આખેઆખો બદલ
તું લાચાર નથી તને લાચાર બનાવી છે સમાજે અને
થોડી તારા સ્વાર્થે
આપીને તને વિશેષ અધિકારો કાયદા ને કાનૂનમાં
આ પુરુષપ્રધાન સમાજ હોશિયાર છે, તોડશે આપીને આવી ભીખ
તું માત્ર માંગ સમાન મેદાન ને જો પછી કેવી શીખવાડે છે એને શીખ
એક જ જગ્યાએ લાંબા સમય સુધી પડી રહેલાં પાણીમાં લિલ થઇ જાય છે માટે એનું વહેતુ રહેવું જરૂરી છે
તે જ રીતે જૂના વિચારોમાં સંસ્કરણ જરૂરી છે
e.mail : ankitpbhatt@yahoo.com
![]()



હું એમની લાડકી પૌત્રી …. કારણ એમનાં આંગણે પાંચ પુત્રો અને બે પૌત્રો પછી જન્મેલી હું પહેલી દીકરી …. હવે આજકાલ ઘરે દીકરી જન્મે ત્યારે સમાજમાં લોકો તેના જન્મને વધાવતાં થયાં છે …. ત્યારે આજથી 39 વર્ષ પહેલાં મારા દાદીમાએ શ્રાવણનાં સરવડે જન્મેલી મહાશ્વેતા નામની આ દીકરીના માનમાં પેંડા વહેંચ્યા હતાં અને પોતાનો એ આનંદ વ્યક્ત કરવા એમણે મારું ઘરનું હુલામણું નામ "મોંઘી" પાડ્યું …… એ દિવસનો હર્ષ જ્યારે મારા જન્મનાં દિવસની હોસ્પિટલની વાતો મારી સાથે કરતાં ત્યારે આજે પણ એમનાં ચહેરા ઉપર છલકાઈ જતો …
ખાવાનાં ખૂબ શોખીન … એક હાર્ટ એટેક આવી ગયેલો પણ જલસાથી કોઈ ચિંતા વગર બધું ખાય …